Home Blog Page 8

સચિનમાં ‘ટીવી મુક્ત અભિયાન’ વિવાદમાં – આરોગ્ય અધિકારી ખુદ માસ્ક વગર, ગરીબોની હાજરીમાંથી મજાક?

0

સુરત, સચિન:શહેરી વિસ્તાર સચિનમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલું.”ટીવી મુક્ત અભિયાન” હવે ચકાસણીના ઘેરામાં આવી ગયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આરોગ્ય અધિકારી ખુદ માસ્ક વિના લોકો વચ્ચે હાજર છે, જ્યારે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને માસ્ક ફરજિયાત કરાવાયું હતું.

સ્થાનિક લોકો માટે કાયદા અને માસ્ક તો અન્ય માટે કેમ નહી?

આ લોકો ફોટો સેશન્સ માં આવ્યું હોવાથી માસ્ક લગાવામાં આવ્યું નથી.

મળતી માહિતી મુજબ આ અભિયાનમાં ખાસ કરીને ગરીબ અને સામાન્ય પરિવારોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં, કાર્યક્રમની રચના અને કાર્યક્રમ દરમ્યાન જે રીતે આ લોકોની હાજરી લઇ તેમને ‘જાગૃત’ કરવામાં આવ્યા તે અંદરખાને મજાક સમાન લાગી રહી છે.

સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોના મતે, “જ્યારે અધિકારી પોતે નિયમોનું પાલન નથી કરતા, ત્યારે સામાન્ય જનતાને શીખ આપવી એક પ્રકારની દંભભરી કામગીરી ગણાય.” ઘણા લોકોએ આ કાર્યક્રમને “ફોટોશૂટ અભિયાન” તરીકે ખંખેર્યું છે – જ્યાં રિયલ ઇમ્પેક્ટ કરતા બ્રાન્ડિંગને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

હવે પ્રશ્ન એ ઊઠે છે કે શું આવા અભિયાનથી સાચી જાગૃતિ લાવવામાં આવી શકે? કે પછી ગરીબોની હાજરી માત્ર લેટેસ્ટ પોસ્ટ માટેના બેકડ્રોપ તરીકે ઉપયોગમાં લેવાય છે?

આ મુદ્દે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.

Shreenathji Jewellers સચીન માં લૂંટ વીથ મર્ડરની ઘટના બનતા ચકચાર

0

એક લૂંટારુ ઝડપાઈ જતા લોકોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો.

સચિન માં ચાર લૂંટારુઓ શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા. શોરૂમમાં હાજર આશિષભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર કરતા જ લૂંટારુઓમાંથી એક આરોપીએ આશિષભાઈ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીઓ આશિષભાઈને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

લૂંટ વીથ મર્ડરના ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપી સીસીટીવીમાં કેદ લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે, અને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.

CCTV સામે આવ્યું. સચીન માં ફાયરિંગ કરવામાં તેના સી.સી.ટી.વી. સામે આવતા પુલીસ વિભાગ ને ખૂલ્લેઆમ ચેલેન્જ સાથે ભર માર્કેટ વિસ્તાર માં આ રીતે ફાયરીંગ વીથ લુંટ, મર્ડર ની ઘટના શું સાબિત કરવામાં માંગે છે.કે કાયદા નું કોઈ પણ ભય નથી. સ્થનિક માહિતીગાર વગર આ યોજના અને ઘટના ને પૂરી પડવાની શક્યતા નહિવત હોય છે.

એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. સુરત સચિન પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા અતુલ કંપની પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0

અંકલેશ્વર, તા. ૮ જુલાઈ ૨૦૨૫ – પર્યાવરણના સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અતુલ ફાઉન્ડેશન, અંકલેશ્વર દ્વારા અતુલ કંપનીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતુલ કંપનીના હેડ શ્રી શ્યામલ ડે, HR મેનેજર શ્રીમતી નમ્રતા મેડમ તથા શ્રી પ્રવીણ મોરે સરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ “મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ – સંજીવની” અંતર્ગત યોજાયો હતો, જેમાં સાત દિવસના ગાળામાં એક લાખથી વધુ વૃક્ષો વાવવાના લક્ષ્ય સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન ૨ જુલાઈથી ૮ જુલાઈ, ૨૦૨૫ સુધી ચાલશે.

અતુલ કંપનીના અંકલેશ્વર કેમ્પસમાં આ પ્રસંગે આંબો, લીમડો, જમરૂખ, સીતાફળ, સરગવો, કરમદા, સેતુર, પીપળો, રિઝર્વ ટી, ગુલમહોર વગેરે જેવા અનેક જાતના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી સલીમ કડીવાલા, શ્રી જયેશભાઈ શુક્લા તેમજ કંપનીના કર્મચારીઓ અને સ્ટાફ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સફળ બનાવ્યો હતો.

પર્યાવરણ જાળવવા અને ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે આવા કાર્યક્રમો એક મહત્વપૂર્ણ પગલું છે. અતુલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ પર્યાવરણીય જાગૃતિ માટે ઉત્તમ ઉદાહરણરૂપ બની રહેશે.

ગોવિંદા આલા રે.. આલા…સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ પરમિટ ફોર્મનું વિતરણ કરાયું.

0

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા તારીખ 06/07/2025 રવિવારના રોજ પરમિટ ફોર્મનું વિતરણ કરાયું.

સુરત,જન્માષ્ટમી નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોર શરૂ કરી દેવાય છે. ત્યારે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા તારીખ 06/07/2025 રવિવારના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને 9, અંબાનગર, સોસયો સર્કલ સુરત ખાતે પ્રથમ મીટીંગ નું આયોજન કરાયું હતું. આ મીટીંગ શરૂ થતા પહેલા અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો માટે બે મિનિટ મોન રાખી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે પછી સરવાનું મતે ગોવિંદા કાઢવાની 16 તારીખ નક્કી કરવામાં આવી હતી જેથી આગામી 16/08/2025 શનિવાર ના રોજ યોજાનાર મટકી ફોડ કાર્યક્રમના પરમિટ ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું હતું જે મિટિંગમાં સુરત શહેરના 136 ગોવિંદા મંડળો પૈકી 96 મંડળોને પરમિટ ફોર્મ આપવામાં આવ્યા હતા. આ મિટિંગમાં 250 જેટલા ગોવિંદા મંડળના પ્રમુખોએ હાજરી આપી હતી. તેમજ આ મિટિંગમાં માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ અને કોર્પોરેટર કુણાલભાઈ સેલાર ઉપસ્થિત રહ્યા હતા વધુમાં જે ગોવિંદા મંડળો પરમિટ ફોર્મ લઈ જવાના બાકી હોય તેઓએ બીજો માળ, સંકલ્પ શોપિંગ કોમ્પલેક્ષ, અલથાણ ટેનામેન્ટ સુરત ખાતેથી મેળવી લેવા તેમજ આ વર્ષે ગત વર્ષ કરતા ગોવિંદા મંડળોમાં વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ મિટિંગમાં ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ તેમજ ગોવિંદા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેમી સાથેનો અશ્લીલ વીડિયો વાઇરલ થવાના ડરે યુવતીનો આપઘાત

0

પ્રેમિકા સાથેની અંગત પળોનો વીડિયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતાં યુવતીને આત્મહત્યા કરવી પડી.

એપાર્ટમેન્ટના 14માં માળેથી પડતું મૂક્યું, બ્લેકમેલ કરનાર પ્રેમી સહિત બે સામે ગુનો નોંધાયો.

પ્રેમિકા સાથેની અંગત પળોનો વીડિયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતાં યુવતીને આત્મહત્યા કરવી પડી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઇરાઈઝ એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતું મૂકી દેતા 21 વર્ષીય યુવતી મીનાક્ષી (નામ બદલ્યું છે)નું મોત નીપજ્યું છે. મીનાક્ષીની આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.થોડા દિવસ પહેલાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વીડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા,

જોકે જે-તે સમયે બંને પક્ષે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યાર બાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિતરાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે.

આ મામલે હાલ ચાંદખેડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ મોહિત અને હાર્દિક રબારી સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રિન્સિપાલની ઓફિસ, ગ્રાઉન્ડ અને એન્ટ્રી-એક્ઝિટ ગેટના CCTV ફૂટેજના DVR પોલીસને ખરાબ હાલતમાં મળ્યા.

0

પરિવાર દ્વારા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી.

આ પ્રકરણમાં શાળાના સંચાલકો ઉપરાંત અશોક ત્રિવેદી નામનો એક વ્યક્તિ હાલ ચર્ચામાં આવ્યો. તેણી કામગીરી સામે શંકાસ્પદ ?

સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયના ધો.9ના વિદ્યાર્થીની તળાવમાંથી મળી આવેલી લાશની ઘટનામાં પરિવારના ગંભીર આક્ષેપોને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ, હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા નથી.જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, તેમને શાળાના સંચાલનમાં અશોક ત્રિવેદી નામના વ્યક્તિની સંડોવણી અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ સરકારી શાળામાં પણ ભણાવે છે તેવી પણ માહિતી છે. આ અંગે તેમણે પોતાના ઇન્સ્પેક્ટરને તપાસ કરીને સત્યતા જાણવા જણાવ્યું છે. અશોક ત્રિવેદી ભલે કાગળ પર સંચાલક ન હોય પરંતુ તેઓ સંચાલકની ભૂમિકા ભજવતા હતા કે કેમ તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગેની ઔપચારિક ફરિયાદ પણ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી છે. એક સરકારી શિક્ષક તરીકે ખાનગી શાળાના સંચાલનમાં તેમની દખલગીરી નિયમોનું ઉલ્લંઘન ગણી શકાય કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે.

જોકે, પોલીસ દ્વારા સ્કૂલ અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી તળાવ સુધી કઈ રીતે પહોંચ્યો? તેના CCTV આધારે તપાસ કરી રહી છે. ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ ત્રણ કિ.મી. દૂર તળાવ નજીક જતો હોય એવું CCTVમાં કેદ થયું છે.

જોકે, આ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ કેસમાં શાળાના આચાર્ય, સંચાલકો અને સરકારી શાળાના શિક્ષકની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને CCTV ફૂટેજના DVR ખરાબ હાલતમાં મળવા અને અશોક ત્રિવેદી નામના વ્યક્તિની શાળાના સંચાલનમાં કથિત દખલગીરીએ તપાસને વધુ રહસ્યમય બનાવી દીધી છે.

ગત 30 જૂનના રોજ બપોરે વિદ્યાર્થી મયંક ઝા પ્રિન્સિપાલની કેબિનમાં ગયો હતો. ત્યાં શું બન્યું તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. પરિવારનો આક્ષેપ છે કે, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચો માર્યો હતો. જોકે, વિદ્યાર્થીઓના નિવેદન મુજબ પ્રિન્સિપાલે ફક્ત ઠપકો આપ્યો હતો. આ વિસંગતાને કારણે પ્રિન્સિપાલની કેબિનમાં બનેલી ઘટના અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે. પોલીસ CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. શાળામાં કુલ 60 જેટલા CCTV કેમેરા છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પ્રિન્સિપાલની ઓફિસ, ગ્રાઉન્ડ અને એન્ટ્રી-એક્ઝિટ ગેટના CCTV ફૂટેજના DVR પોલીસને ખરાબ હાલતમાં મળ્યા છે. આ DVRને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવામાં આવ્યા છે જેથી સ્પષ્ટ થઈ શકે કે પ્રિન્સિપાલની ઓફિસમાં વિદ્યાર્થી સાથે શું થયું હતું.

‘તું નીચી જાતિની અને હું ઊંચી જાતિનો, તારી સાથે લગ્ન કરી શકાય નહીં’

0

૨૩ વર્ષીય યુવતી તેના પરિવારજનો સાથે રહીને મોડલ તરીકે ચાર સ્ટુડિયોમાં કામ હતી. થોડા મહિનાઓથી રેવન્યૂ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે જોડાયેલી હતી. આ એજન્સી થકી એ સુરત અને અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરતી હતી.

બે વર્ષ પહેલા યુવતીની સગાઈ પણ થઈ ચૂકી હતી. ૮ જૂને મોડી રાત્રે આ મોડલ યુવતીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જો કે, આપઘાત કરતાં અગાઉ મોડલ યુવતીએ ઇન્સ્ટાગ્રામ ઉપર બે પોસ્ટ અપડેટ કરી હતી. આત્મહત્યાના આ ચકચારી પ્રકરણમાં પોલીસે તપાસનો દોર ચલાવતા મોબાઈલ ફોન કબજે કર્યો હતો. પોલીસે યુવતીના પરિવારના નિવેદન પણ લીધા હતા. આમોડલને ચાર વર્ષથી ૨૫ વર્ષીય ચિંતન ધરમદાસ અગ્રાવત (રહે. મીરાં રેસિડન્સી, રજવાડી પાર્ટી પ્લોટ પાસે, અમરોલી અને મૂળ રહે. ગોલરામા, તા. ઉમરાળા, જિ. ભાવનગર) સાથે પ્રેમ હતો. ચિંતન અમરોલી વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતો હતો. ચિંતનને મળવા યુવતીએ ઘરે બોલાવ્યો હતો, પરંતુ પ્રેમી ઘરે ન આવતાં તેને માઠું લાગી આવ્યું હતું. ચિંતન સાથે આ મોડલ લગ્ન કરવા માંગતી હતી પરંતુ ચિંતન તેની વાત નકારી આપણી જાતિ અલગ છે એમ કહી જાતિવિષયક અપમાનિત કરી ઉતરતાં શબ્દો વારંવાર કહેતો હતો. ખોટા બહાના કાઢીને ચિંતને લગ્ન ન કરતાં આ મોડલ અસહ્ય માનસિક તાણ અનુભવવા લાગી હતી. મોડલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીથી આ વાતો સહન ન થતાં તેણે આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં હવે પ્રેમી ચિંતન અગ્રાવત વિરુદ્ધ મૃતક યુવતીની માતાએ એટ્રોસિટી એક્ટ અને દુસ્પ્રેરણા મુજબ ફરિયાદ નોંધાવી હતી.

સુરત મોડેલ આપઘાત કેસ:અઠવા લાઇન્સ પોલીસે ચિંતન અગ્રાવત સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ

0

સુરતના અઠવા વિસ્તારમાં આઠમી જૂને 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. અંજલિ વરમોરાની મોતના કારણે અનેક સવાલો ઊભા થયા હતા. હવે તેના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. આ આપઘાતમાં હવે પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અંજલિના પ્રેમીએ મૃતક સાથે પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કર્યા હતા. જોકે, બાદમાં બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવતા પ્રેમી તેને જાતિ વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતો. સતત કરવામાં આવતા આ ત્રાસથી મોડેલ કંટાળી ગઈ હતી અને તેથી તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. હાલ, પોલીસે આ મામલે પ્રેમી ચિંતન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી બજાર ખાતે આવેલા કાર્તિક એપાર્ટમેન્ટના પાંચમા માળે અંજલિ પરિવાર સાથે રહેતી હતી. અંજલિના માતા દક્ષાબેને જણાવ્યું હતું કે, તેમની પુત્રી અંજલિ અને ચિંતન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. અંજલિ, ચિંતનને સાચો પ્રેમ કરતી હતી, પરંતુ ચિંતન તેનો માત્ર ઉપયોગ જ કરતો હતો. દક્ષાબેને જણાવ્યું કે ચિંતન અવારનવાર અંજલિને હેરાન કરતો હતો અને કોઈને કોઈ બહાનું કાઢીને લગ્ન ટાળતો હતો. આપઘાત કરતા પહેલાં પણ અંજલિએ ચિંતન સાથે 16 મિનિટ વાત કરી હતી. દક્ષાબેને ખુલાસો કર્યો કે ફિઝિયોનો અભ્યાસ કરતી અંજલિને ચિંતન મોડેલિંગ કરાવવા લાગ્યો હતો અને અંજલિના બેંક એકાઉન્ટનો ઉપયોગ પણ ચિંતન જ કરતો હતો. લગ્ન માટે ચિંતન ક્યારેય તેના પરિવારને અંજલિના ઘરે લાવ્યો ન હતો અને જ્યારે પણ લગ્નની વાત થતી ત્યારે તે પરિવારને મનાવી રહ્યો હોવાનું જણાવતો હતો. તેણે જાતિમાં ઊંચનીચ હોવાનું બહાનું પણ કાઢ્યું હતું. છેલ્લે, માતાની બીમારીનું બહાનું કાઢીને તેણે લગ્ન કર્યા ન હતા.

મોડેલ અંજલિ વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલાંના અઢી કલાકમાં કુલ 23 કોલ હોવાનું સામે આવ્યું છે, જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ ચિંતન અગ્રાવતના હતા. એમાં અંજલિએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક અંજલિ વરમોરા અલગ-અલગ કંપનીઓ સાથે મોડેલિંગનું કામ કરતી હતી. તે સુરત અને અમદાવાદના અલગ-અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી. જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતી એમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. 

સચીન સરસ્વતી સ્કુલના વિધાર્થી ની લાશ તળાવ માં મળી આવતા,પ્રિન્સીપાલ-વિધાર્થી સામે કાર્યવાહી અંગે પરિવાર ને માંગ

0

પિતાએ કહ્યું-વિદ્યાર્થીએ માર મારી ધમકી આપી હતી,FIR ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ

સુરતના સચિન માં સરસ્વતી સ્કુલ માં અભ્યાસ કરતો એક વિધાર્આએ બે દિવસમાં મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી સચીન જીઇડીસી લક્ષ્મી વિલા વિસ્તારમાં એક 14 વર્ષીય ગુમ વિદ્યાર્થીનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવાર શોધખોળ કરી રહ્યું હતું પણ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પરિવારને પોતાના એકના એક દીકરા અંગે જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે આ ઘટનાને લઈને શંકા હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. જેથી તે સાયકલ લઈને નીકળી ગયો હતો અને તેનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો. ત્યાં સુધી પ્રિન્સિપાલ અને માર મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં.

પ્રિન્સિપાલ-શિક્ષકોએ ઘટના દબાવાનો પ્રયાસ કર્યો હતો રાત્રે પિતાએ ઘરે જતા મયંકની માતા રડતા હતા અને સ્કૂલમાં જે બન્યું તે તમામ હકીકત જણાવી હતી. સવાર પડતા જ પિતા આમોદભાઈ દીકરા મયંકની સ્કૂલ પર પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલને કહ્યું હતું કે શું ઘટના બની હતી. આ સાથે જે વિદ્યાર્થીએ માર માર્યો હતો તેને પણ બોલાવવામાં આવ્યો હતો. પહેલાં તો આ વિદ્યાર્થીએ તેણે મયંકને માર ન માર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે અન્ય એક વિદ્યાર્થીને બોલાવવામાં આવતા ભૈરવ નામના વિદ્યાર્થીએ મયંકને માર માર્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પ્રિન્સિપાલ અને શિક્ષકો પણ આ ઘટનાને દબાવતા હોય તે પ્રકારનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં પરિવારજનોને હજુ પણ શંકા હોવાથી પિતાએ કહ્યું હતું પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો છતાં પણ તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા અને તેના ગળા પર પણ નિશાન છે. જેથી અમને હજુ પણ શંકા છે. આ સાથે જ પ્રિન્સિપાલ અને મયંકને માર માર વિદ્યાર્થી ભૈરવ સામે ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. મયંક ના પિતા સાથે તેના પરિવારજનો અને સગા સંબંધીઓ પણ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે એકઠા થયા હતા અને ન્યાય માટેની માગણી કરી હતી.

પિતાએ સીસીટીવી જોવાની માગ કરી હતી પરિવારજનો દ્વારા મુદ્દે સ્વીકારવાની મનાઈ કરવામાં આવતા સચિન જીઆઇડીસી પોલીસના પીઆઇ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. સચિન જીઆઇડીસી પીઆઇ દ્વારા પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સ્કૂલના સીસીટીવી પરિવારજનોને બતાવવામાં ન આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. જેથી પિતાએ કહ્યું હતું કે તમારામાંથી બે ચાર લોકો અમારી સાથે ચાલો અને આપણે સીસીટીવી જોઈ લઈએ.

આ બધા ઘટના ક્રમ માં જો યોગ્ય તપાસ કરવામાં આવે તો સ્કુલ પ્રશાસન ની લાપરવાહી સામે આવી જેમાં પરીવારજનો ને સીસી.ટીવી.ફૂટેજ ન બતાવી ને શંકાસ્પદ ઘટના ને હકકીત માં તબદીલ કરી દેવામાં આવી. જો વિધાર્થી બે દિવસ માં કશું કરવાનું કહ્યા અને કરી બતાવ્યું કે કરાવ્યું એ તપાસ પછી સામે આવશે. આ બધા પાછળ ક્યાં સંજોગોમાં ઘટના બની તે તપાસ નું વિષય છે.

મધ્ય પ્રદેશની પીએચઇ વિભાગની મંત્રી સંપતિયા ઉઇકે ઉપર 1000 કરોડ રૂપિયાનો કમિશન લેવાનો આરોપ

0

આદિવાસી મંત્રી પર હજાર કરોડની લાંચ લેવાના આરોપ; પીએમઓએ રિપોર્ટ માગ્યો.

મધ્ય પ્રદેશની પીએચઇ વિભાગની મંત્રી સંપતિયા ઉઇકેઉપર 1000 કરોડ રૂપિયાનો કમિશન લેવાનો આરોપ લગાવાયો છે. આ અંગે લોક આરોગ્ય યાંત્રિકી (પીએચઇ) વિભાગે પોતાની જ મંત્રી સામે તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય યાંત્રિક (ઈએનસી) સંજય અંધવાને તપાસના આદેશ વડા પ્રધાનને કરાયેલી ફરિયાદ અને કેન્દ્ર સરકાર તરફથી માંગવામાં આવેલા રિપોર્ટના આધારે આપ્યા છે. મુખ્ય યાંત્રિક કાર્યાલયે તમામ મુખ્ય યાંત્રિકો અને મપ્ર જલ નિગમના પ્રોજેક્ટ ડિરેક્ટરને ચિઠ્ઠી લખી છે કે તેઓ આ મામલે સાત દિવસમાં રિપોર્ટ આપે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે રાજ્યના જલ જીવન મિશન માટે આપેલા 30,000 કરોડના ખર્ચની તપાસ કરવી. સાથે જ પીએચઇ મંત્રી સંપતિયા ઉઇકે અને તેમના માટે પૈસા વસૂલતા મંડલા જિલ્લાના કાર્યપાલન યાંત્રિકની મિલ્કતોની પણ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પીએચઇ વિભાગનું નિવેદન – આરોપ તથ્યવિહીન અને કલ્પિત છે

આ તપાસના આદેશ બાદ સંજય અંધવાને જણાવ્યું કે મંત્રી વિરુદ્ધ કરાયેલી ફરિયાદ બિનમૂળ્યવાન છે. તેમણે જણાવ્યુ કે ફરિયાદકર્તા કિશોર સમરીતે પાસે કોઈ પુરાવા નથી. માત્ર આરટીઆઈ હેઠળ મળેલી માહિતીના આધારે આ આરોપ લગાવાયો છે. બાલાઘાટના કાર્યપાલન યાંત્રિકે પણ જણાવ્યું છે કે કોઇ અનિયમિતતા થઈ નથી.

ફરિયાદકર્તાનું પ્રતિસાદ – સરકારને કોર્ટે જવાબ આપવો પડશે

ફરિયાદકર્તા કિશોર સમરીતે જણાવ્યું કે રાજ્યભરના મામલે તપાસ શરૂ થઈ છે, એ એજ યોગ્ય છે. તેઓ ટૂંક સમયમાં કોર્ટે અરજી કરશે અને સરકાર પાસે જવાબ માંગશે. તેમણે જણાવ્યું કે 12 એપ્રિલ 2025ના રોજ પીએમને પત્ર લખીને ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું કે પીએચઇ મંત્રીના નામે 1000 કરોડ અને પૂર્વ ઈએનસી બીકે સોનગરીયા દ્વારા તેમના એકાઉન્ટન્ટ મહેન્દ્ર ખરે મારફતે 2000 કરોડ લેનદેન કરાયું છે.