Home Blog Page 75

૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ

0

તા.૫ થી ૧૪ નવેમ્બર સુધી (જાહેર રજા સિવાય) સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા વચ્ચે ઉમેદવારી પત્ર મેળવી તથા ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે

તા.૧૭ નવેમ્બરના રોજ બપોરે ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે

સુરતઃશનિવારઃ ગુજરાતની વિધાન સભા સામાન્ય ચુંટણી અંતર્ગત ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત, સીટી સબડીવીઝન, સુરતના ચૂંટણી અધિકારીશ્રી જી.વી.મિયાણીએ ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ માટે ચુંટણીઓના ફોર્મ બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જે મુજબ ચૂંટણી અધિકારી, ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત,સુરત ઠે.એ/3, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ, સુરત અથવા મદદનીશ ચુંટણી અધિકારી ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ અને અને મામલતદારશ્રી, પુણા,સુરત ઠે.ગ્રાઉન્ડ ફલોર,જુની કલેક્ટર કચેરી, બહુમાળી,નાનપુરા,સુરત સમક્ષતા ૦૫-૧૧-૨૦૨૨ થી તા.૧૪-૧૧-૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય ) સવારના ૧૧:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જેમા માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૧૫-૧૧-૨૦૨૨ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત, સીટી સબડીવીઝન, સુરતના ઠે.એ/3, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ, સુરત ખાતે હાથ ધરવામાં આવશે.
તા.૧૭-૧૧-૨૦૨૨ના રોજ બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન તા.૦૧-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા વચ્ચે થશે. તેમ કરંજ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

સચિનના સરકારી અનાજના કૌભાંડ કાંડ દિવાળીની રજાઓમાં સામે આવી :ગોડાઉનમાંથી તસ્કરો અને ચોરોએ મળીને અંદાજે 673 મેટ્રીક ટન અનાજ વેચી ખાધાની હકીકત

0

નિર્દોષ ગરીબોનું અનાજ ચાઉં કરી જનારા તસ્કરો સહિત ઘણાં લોકો કાયદાની ચપેટમાં આવી જશે

સચીન સરકારી અનાજ ગોદામ

મુખ્ય સૂત્રધાર ‘શાહ’ સહિત અરવિંદ રાજપૂત અને રાકેશ રાજપૂતની મોટી કાળા બજારીમાં સંડોવણી હોવાની પ્રબળ શંકા

પ્રતિનિધિ, સચિન, તા.04
સુરતના સચિન વિસ્તારમાં આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ગરીબોના અનાજની તસ્કરીનો મામલો દિવાળીની રજાઓમાં સામે આવ્યો હતો. 6 ટ્રકોમાં 10હજાર ઘઉં-ચોખા અને ચણાનાં કટ્ટા તંત્રએ ઝડપી પાડ્યાં હતાં. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર હરકતમાં આવી ગયાં અને તપાસના આદેશો જારી કર્યા હતાં. ગાંધીનગરની પણ એક ટીમ સચિન ખાતે આવી પહોંચી હતી અને સ્થાનિક ટીમ સાથે મળીને સતત ત્રણથી ચાર દિવસો સુધી તળિયે જાટક તપાસ કરી હતી જેમાં અંદાજે 673 મેટ્રીક ટન અનાજ તસ્કરો અને ચોરોએ ભેગા મળીને વેચી ખાધું હોવાની હકીકત સામે આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં કેટલાંય દુકાન ધારકો પણ કાયદાની ચપેટમાં આવી જશે.
સચિનના સરકારી અનાજના ગોડાઉનમાંથી મોટા પાયે અનાજની તસ્કરી અને તેનો બારોબાર વેપાર કરી નાંખી રોકડાં કરી લેવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે વારંવાર ‘શાહ’ અટકધારી વ્યક્તિનું નામ સપાટી ઉપર આવી રહ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ સરકારી અનાજના ગોડાઉનથી દુકાન સુધી અનાજ નો જથ્થો હોંચાડનારા રાકેશ રાજપૂત અને અરવિંદ રાજપૂત પણ ખાસ્સા ચર્ચમાં છે. અનાજની કાળા બજારીમાં રાજપૂત બંધુઓની સંડોવણી હોવાની પ્રબળ શંકાઓ સેવાઈ રહી છે અને નજીકના દિવસોમાં રાજપૂત બંધુઓ સહિત માલ ખરીદનારા લોકો ભેરવાશે. આ સિવાય પણ કેટલાંય દુકાનદારો પણ કાયદાની ચપેટમાં આવી જશે. આ મામલો સપાટી ઉપર આવતાં તંત્
રએ લાલ આંખ કરીને તપાસ શરૂ કરી જેમાં અંદાજે 673 મેટ્રીક ટન ગરીબોના હિસ્સાનું અનાજ તસ્કરો અને ચોર ટોળકી ચાઉં કરી ગઈ અને રોકડાં પણ કરી લીધાં. જાણવા મળતી માહિતી મુજબ તપાસ કરનારી પુરવઠા ટીમે તપાસ કરીને સચિન પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ સબમીટ કરી દીધો છે જેમાં આવક-જાવકના સ્ટોક પ્રમાણે કયા સમયગાળામાં કોણ સચિન ગ
ોડાઉન ઉપર કાર્યરત હતું તથા ક્યારથી સ્ટોકમાં ગોટાળો આવી રહ્યો છે તેની સંપૂર્ણ વિગત એક રીપોર્ટમાં લખી પોલીસને આપી દેવામાં આવી છે. હવે નજીકના દિવસોમાં સુરત જિલ્લા કલેક્ટર તરફથી ફાઈનલ રીપોર્ટ આવશે અને તેના અનુસંધાને ચોર-ચપાટ ટોળકી વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
જાગૃત લોકોનું એવું કહેવું છે કે છેલ્લાં દોઢ-બે વર્ષની અંદર જ મોટી ચોરી થઈ હોય શકે કારણ કે સચિન સ્ટેશન નજીક બજાર પાસે જ સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે અને દિવસ દરમિયાન ઘણી ટ્રકો પસાર થતી હોવાનું જોવા મળ્યું છે. એકસાથે પાંચ ટ્રક નિકળતી હોય તેમાં એકાદ ટ્રક બીજી દિશામાં વાળી દેવામાં આવે તો કોઈને કાનોક
ાન પણ ખબર પડે નહીં તેવી તીવ્ર વાતોએ સચિન સ્ટેશન વિસ્તારને ગજાવી મૂક્યું છે. અરવિંદ રાજપૂત તેના સાથીદાર રાકેશ રાજપૂત સાથે મળીને સમગ્ર પ્રકરણમાં પોતાની ભૂંડી ભૂમિકા ભજવી નિર્દોષ ભૂખ્યાં ગરીબ પરીવારોનું અનાજ ચાઉં કરી ગયાં હોવાની ચર્ચાઓ છે. નામ ન જણાવવાની શરતે રાજપૂત ગ્રુપના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે
સ્થાનિક પી.આઈ પોતાના ઉપરી અધિકારીઓને વિશ્વાસમાં લઈને અરવિંદ રાજપૂતને બેસાડી દે તો સમગ્ર કાંડમાં કોણ-કોણ સામેલ છે તેની આખી બાજી ખુલી જાય તેમ છે. બીજા તરફ રાકેશ રાજપૂત પણ આવા બે નંબરીયા કામોમાં અનેકોવાર પોતાનું પોત પ્રકાશી ચૂક્યો હોવાની વાતો પણ ચાલી રહી છે. સરકારી તંત્ર કેટલાં ત્વરીત ગુનેગારો વિરૂદ્ધ
પગલાં ભરે છે તેની વાટ લોકો જોઈ રહ્યાં છે.

મતદાર જાગૃતિ માટે થીમ સોંગનું લોન્ચિંગ

0

સુરત જિલ્લાની તમામ ખાનગી પ્રિન્ટીંગ પ્રેસ અને પ્રકાશનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ/પેઢીઓએ મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે ચૂંટણીલક્ષી માર્ગદર્શિકાનું પાલન કરવા ફરમાન

0

ચુંટણીને લગતી કોઈ પણ પત્રિકાઓ, પોસ્ટરો છપાવતા પહેલા ચુંટણીની જોગવાઈનું પાલન કરવાનું રહેશે

સુરત:શુક્રવાર: આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.૧ ડીસેમ્બર ૨૦૨૨નાં રોજ મતદાન યોજાનાર છે. જે સંદર્ભે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકે જિલ્લામાં આવેલા તમામ ખાનગી પ્રિન્ટીંગ પ્રેસ તેમજ પ્રકાશનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ/પેઢીઓએ મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૧ ની જોગવાઈને આધારે કામગીરી કરવાની રહેશે.
વિધાનસભાની ચુંટણીમાં જે અનુસાર રાજકીય પક્ષો,ખાનગી વ્યક્તિઓ કે ઉમેદવારો દ્વારા ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકનું નામ અને સરનામા ન હોય એવી કોઇપણ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહિ અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહિ.
વધુમાં કોઇપણ વ્યક્તિએ જ્યાં સુધી તેના પ્રકાશકની ઓળખ વિશેના પોતે સહી કરેલા અને પોતાને અંગત રીતે ઓળખતા હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારની બે પ્રતો મુદ્રકને આપી ન હોય ત્યાં સુધી ચૂંટણી પત્રિકાઓ અથવા પોસ્ટરો છપાવી કે છાપી શકશે નહિ. આવા પોસ્ટરો/પત્રિકાઓ છપાઇ ગયા પછી દિન-૩માં મુદ્રકે તે પોસ્ટર પત્રિકાની એક નકલ સાથે એકરારની એક નકલ અત્રેના જિલ્લામાં એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલ ખાતે નિયુક્ત કરાયેલા જિલ્લા આંકડા અધિકારીને મોકલી આપવાની રહેશે. આ જોગવાઈઓનો ભંગ કરવા બદલ વ્યક્તિઓ/ પેઢીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે જેથી જિલ્લાના પ્રકાશક/મુદ્રણના ધંધા સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ ઉકત જોગવાઈઓનું પાલન કરવા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુરતની યાદીમાં જણાવાયું છે

ચુંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને સુરત જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો અપાયા

0

સુરતઃશનિવારઃ- ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ ધ્યાને લઈ ચુંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે થઈ શકે તે માટે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકે પોતાને મળેલા અધિકારીઓ અનુસાર હુકમ દ્વારા સુરત જિલ્લામાં નિયુકત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ સિવાયના અધિક જિલ્લા ચુંટણી અધિકારી, ચુંટણી અધિકારીઓ, મદદનીશ ચુંટણી અધિકારીઓ, વધારાના મદદનીશ ચુંટણી અધિકારીઓ તેમજ નિયુકત વર્ગ–૩ થી નીચેની સંવર્ગના ના હોય તેવા તમામ સેકટર ઓફીસર(ઝોનલ ઓફીસર) ઓને ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ–૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે નિયુકત કરી તેઓની નિમણુંક જે વિધાનસભા મતદાર વિભાગ માટે થયેલ હોય તે મતદાર વિભાગની સીમા પુરતા ઉપરોકત અધિનિયમની કલમ– ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ હેઠળના અધિકારો ચુંટણીની જાહેરાત થયા તારીખથી ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયાની તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી સુપ્રત કરવામાં આવ્યા છે. આ હુકમથી આપવામાં આવેલા સ્પે.એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટના અધિકાર અન્વયે માત્ર ચુંટણીની કામગીરી માટે જ કાર્યવાહી કરી શકાશે અને હુકમથી મળેલ સત્તાનો અન્ય કોઈ દુરઉપયોગ કરી શકાશે નહી.

આચાર સંહિતાના અમલ સાથે સુરત જિલ્લામાં રાજકીય જાહેરાતો, હોર્ડિંગ્સ ઉતારાયા

0

આજરોજ જાહેર તથા ખાનગી માલિકી પર ૫૪૯ રાજકીય લખાણો, ૪૧૯ પોસ્ટરો, ૪૫૦ બેનરો તથા અન્ય ૫૨૦ મળી કુલ ૧૯૩૮ રાજકીય પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી

સુરત:શુક્રવાર:- ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર સુરત જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં જોતરાયું છે.
સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી શ્રી આયુષ ઓક અને અધિક જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતો વાળા પોસ્ટર, બેનરો તથા દિવાલો પરના લખાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે જિલ્લાની સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, વિવિધ સરકારી શાળાઓની દિવાલો પરના રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો, રાજકીય લખાણો વગેરે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જાહેર વિસ્તારમાં આજરોજ જાહેર સ્થળો પર દિવાલો પરના ૪૭૯ લખાણો, ૪૧૬ પોસ્ટરો, ૪૦૯ બેનરો તથા અન્ય ૪૮૫ મળી કુલ ૧૭૮૯ જેટલા વિવિધ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. ખાનગી માલિકી પરના દિવાલો પરના ૭૦ લખાણો, ત્રણ પોસ્ટરો, ૪૧ બેનરો તથા અન્ય ૩૫ મળી કુલ ૧૪૯ રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે. આમ જાહેર તથા ખાનગી મિલકતો પરથી ૧૯૩૮ રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે.

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨,૧૫૫-ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર

0

તા.૫ થી ૧૪ નવેમ્બર સુધી (જાહેર રજા સિવાય) સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા વચ્ચે ઉમેદવારી પત્ર મેળવી તથા ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે

તા.૧૭ નવેમ્બરના રોજ બપોરે ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે

સુરતઃશુક્રવારઃ ગુજરાતની વિધાન સભા સામાન્ય ચુંટણી અંતર્ગત ૧૫૫ ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબ-ડીવીઝન, ઓલપાડ, જિ.સુરતના ચૂંટણી અધિકારીશ્રી સી.કે.ઉંધાડે ૧૫૫-ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ માટે ચુંટણીઓના ફોર્મ બાબતે નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.


જે મુજબ ચૂંટણી અધિકારી ૧૫૫ ઓલપાડ, વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબડીવીઝન, ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસારોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરતને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૧૫૫- ઓલપાડ, વિધાનસભા મતદારવિભાગ અને મામલતદાર ઓલપાડ, મામલતદાર ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસા રોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરત સમક્ષતા ૦૫-૧૧-૨૦૨૨ થી તા.૧૪-૧૧-૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય ) સવારના ૧૧:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જેમા માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.


ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૧૫-૧૧-૨૦૨૨ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી ૧૫૫ ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબડીવીઝન, ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસારોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરત ખાતે હાથ ધરવામાં આવશે.
તા.૧૭-૧૧-૨૦૨૨ના રોજ બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન તા.૦૧-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા વચ્ચે થશે. તેમ ઓલપાડ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ-મોરબી ઘટનામાં મૃત્યુ પામેલ

0
સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મોરબી ઘટનામાં

સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મોરબી ઘટનામાં મૃત્યુ પામેલને શ્રદ્ધાંજલિ મીણબત્તીથી આંબેડકર પ્રતિમા પાસે, રિંગરોડ, માન દરવાજા, સુરત ખાતે સ્થાનિક બહેનો અને મહિલા આપી હતી.

ચિન્ધીના ગોડાઉનથી લોકો ના સ્વસ્થ ને હાનિકારક હોવા છતાં વિભાગ તરફ થી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતું નથી.

0

સુરત, સુરત મહાનગર પાલિકા ના નવા વિસ્તાર માં બનાવામાં આવેલ વોર્ડ ની જુદા જુદા વિસ્તાર, સોસાયટી અને ખુલ્લી જગ્યા ઉપર ચિન્ધીના ગોડાઉનથી લોકો ના સ્વસ્થ માટે જોખમી હોવા છતાં. વિભાગ તરફ થી કોઈ પણ કામગીરી ન કરવામાં આવતું અને જે તે વિસ્તાર ના આગેવાની કોઈ પણ સવાલ કર્યા વગર જ થઇ રહ્યા ની કામગીરી ઉપર સવાલો ઉભો કરી દેવામાં આવેલ છે. જેમાં હાલ જ કનસાડ માં ચિન્ધીના ગોડાઉનથી જ લોકો નું સ્વાગત કરવામાં આવે છે. તેવું લાગી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ-30મા સમાવિષ્ટ ‘કનસાડ’ ગામમાં પ્રવેશતાન સાથે જ મુખ્યમાર્ગને અડીને ચિન્ધીનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં પડેલાં ચિન્ધીનાં પોટલામાં કેમીકલયુક્ત ચિન્ધી તથા પાણીમાં ભીંજાયેલાં કાપડના પોટલાંથી તીવ્ર દુર્ગંધ આવે છે. રસ્તા ઉપરથી પસાર થનારા અજાણ્યાં વ્યક્તિને પણ ગંધાતુ ચિન્ધીનું
ગોડાઉન વગર સરનામે મળી જાય તેમ છે. આ ગોડાઉનના કારણે ગામના અંદાજે 2500થી વધુ લોકો ત્રસ્ત થઈ ગયાં છે. ખુલ્લેઆમ આવી પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં ગામના પ્રતિનિધિઓ ‘ધૃતરાષ્ટ’ની ભૂમિકામાં રાચી રહ્યાં છે.
વેલકમ-ટુ કનસાડ, ગામમાં પ્રવેશતાની સાથે જ ગામના રહીશો અને મુલાકાતીઓનું સર્વપ્રથમ સ્વાગત દુર્ગંધ મારતું ચિન્ધીનું ગોડાઉન કરે છે. આ ગોડાઉનમાં ઠાલવવામાં આવતાં ચિન્ધીના પોટલાં જાણે પાણીમાં ઘણાં સમયથી ભીંજાયેલાં હોય તથા કેમીકલયુક્ત ચિન્ધી હોવાથી મુખ્યમાર્ગને અડીને આવેલાં આ ગોડાઉનમાંથી તીવ્ર દુર્ગંધ નિકળે છે. આ દુર્ગંધનો સામનો ગામના આશરે 2500થી વધુ લોકો દરરોજ કરે છે. કોઈક ઈસમે પોતાની માલિકીની જગ્યામાં આવી પ્રવૃત્તિ કરવાની પરવાનગી ભાડા-કરારથી આપી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ સામાન્ય ભાડાની રકમ વસૂલવા માટે કેટલાંય લોકોના સ્વાસ્થ્ય સાથે સીધાં જ ચેડાં થઈ રહ્યાં છે. નામ ન જણાવવાની શરતે ગામના એક રહીશે જાણવ્યું હતું કે ચોમાસાની ઋુતુમાં તો આ ગોડાઉને લોકોના નાકમાં દમ લાવી નાંખ્યો હતો. ગોડાઉનવાળી જગ્યાના માલિકને રજૂઆતો કરી છતાં તેઓ ગામના રહીશોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી પણ આ પ્રવૃત્તિ બંધ કરાવવા તૈયાર નથી. બસ તેઓને માત્ર રૂપિયો વાલો હોય તેમ આ પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યાં છે. કેમીકલયુક્ત ચિન્ધીની તીવ્ર દુર્ગંધના કારણે ગોડાઉનની આસપાસ રહેતાં સીનીયર સીટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા વોર્ડ-30મા ચાર પ્રતિનિધિઓ વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે તેમાંથી એક તો કનસાડ ગામના જ છે અને તેમણે નગરસેવક તરીકે નગરના હિતમાં યુધ્ધના ધોરણે આ ગોડાઉન ઉભા-ઉભા ચોવીસ કલાકમાં ખાલી કરાવી દેવું જોઈએ પરંતુ એવું આજદિન સુધી થયું નથી.
સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે અને આ ગામે ભાજપને જે પ્રતિનિધિઓ આપ્યાં છે તેઓ આ ગોડાઉન નજીકથી ઘણીવાર પસાર થઈ ચૂક્યાં છે. અખબારી અહેવાલ બાદ દુર્ગંધ મારતું ચિન્ધીનું ગોડાઉન ખાલી કરાશે કે પછી જેવું છે તેવું ચાલ્યાં કરશે તે આવનારો સમય જ કહેશે.

આચાર સહિંતાના ચુસ્ત અમલ માટે અધિકારીઓ સાથે બેઠક -વિધાનસભા ચુંટણી-૨૦૨૨

0
અધિકારીઓ સાથે બેઠક

નાણાકીય હેરફેર રોકવા ફલાઇંગ સ્કોડ અને ચેકપોસ્ટ કાર્યરત

નવા વિકાસના કામોની જાહોરાત ઉપર રોક

પદાઅધિકારીશ્રીઓના સરકારીવાહનો ઉપયોગ ઉપર રોક

પદાઅધિકારીશ્રીઓના સરકારીવાહનો ઉપયોગ ઉપર રોક

સુરતઃગુરુવારઃ-આજે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે અધિકારીશ્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા જણાવાયું હતું કે, આદર્શ આચાર સહિંતાચુસ્ત અમલ માટે આપણે સૌ પોતાની કચેરીથી શરૂઆત કરવાની રહેશે અને ત્યારબાદ આપોઆપ જાગૃતિ આવશે.
સરકારી કચેરીમાંથી કોઇપણ પ્રકારનું પ્રચારનું સાહિત્ય-સરકારી કલેન્ડર,વેબસાઇટ ઉપર મહાનુભવોના ફોટોગ્રાફ આ બંધુ તુંરત દુર કરવો અને આચાર સહિંતા નોડલ ઓફીસરને રીપોર્ટ કરવો.


રાજકીય પક્ષો માટે સરકીટ હાઉસ, સરકારી આવાસ, વિશ્વામગૃહ ઉપર આચાર સંહિતનો અમલ આવે છે.પદાધિકારીશ્રીઓ પોતાના સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહી.રાજકીય પ્રવૃતિ માટે સરકારી મકાનો શાળા કોલેજના મકાનોનો ઉપયોગ ઉપર રોક લાગુ પડે છે.
રાજ્ય સરકારી દ્વારા સંપુર્ણ અથવા આંશિક નાણાકીય સહાય મેળવતી કોઇપણ નાણાકીય સંસ્થાએ કોઇપણ વ્યકિત કે કંપનીને આપેલી લોન આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન માંડવાળ કરી શકાશે નહી .તે જ રીતે આવી નાણાકીય સંસ્થાઓએ લોન આપવાની રકમની જે મર્યાદા નક્કી કરી છે તે મર્યાદા આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન વધારી શકાશે નહિ.
ચુંટણી દરમિયાન સત્તાધારી પક્ષના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોનો અને સિદ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાન પત્રો તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી ખર્ચ/જાહેર નાણા દ્વારા ન કરવા આવે તેમજ સરકારી માધ્યમનો દુરુપયોગ ન થાય તે આચારસંહિતાના નોડલ ઓફીસરની ટીમ તેમજ નાણાકીય હેરફેર રોકવા ફલાઇંગ સ્કોડ કાર્યરત છે.વિસ્તારની સરહદો ઉપર ચેક પોસ્ટ પણ કાર્યરત છે.તેમજ ચુંટણીલક્ષી જાહેરાત કરતાં પહેલા મીડીયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી પાસે પરવાનગી લેવાની રહશે.
પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, વ્યવસાયિક શિક્ષણ આપતાં સંકુલો,મકાનો સ્થળોનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં કોઇપણ રાજકીય પ્રવૃત્તિ માટે થઇ શકશે નહિ.
જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ પોલીસ કમિશ્નરશ્રી અને પોલિસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી.
આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલઓફિસરો-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.