સુરતઃસોમવારઃ કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય હેઠળના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના તળાદ ગામની હાઈસ્કુલ ખાતે નેહરૂ યુવા કેન્દ્રની ‘સુવર્ણ જયંતી’ નિમિત્તે કબડ્ડી, ખો-ખો જેવી રમતગમત સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા યુવા-યુવતીઓને પ્રમાણપત્ર તથા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તા.૧૪મી નવેમ્બર,૧૯૭૨ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નેહરૂ યુવા કેન્દ્ર સંગઠનની સ્થાપના થઈ હતી. આ વર્ષે નેહરૂ યુવા કેન્દ્રના ૫૦ વર્ષ (સુવર્ણ જયંતી) પૂર્ણતાના અવસરે આયોજિત કબડ્ડી અને ખો-ખો સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે નિરીક્ષક તરીકે NYV શ્રી મનોજ દેવીપુજક સહિત તળાદ હાઇસ્કુલના મંડળ પ્રમુખ ઇશ્વરભાઇ પટેલ, ઉપપ્રમુખ ભગવતીભાઈ પટેલ, ઉપપ્રમુખ કોસમિયા, ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય દોલતસિંહ ઠાકોર, પ્રા.વિભાગના આચાર્ય નટવરભાઈ પટેલ, કદરામા સખી મંડળના પ્રમુખ નેન્સી પટેલ સહિત મોટી સંખ્યામાં રમતવીરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીતિન ગડકરીએ કહ્યું કે હવે ટૂંકસમયમાં ટોલ પ્લાઝા હટાવીને કેમેરા લગાવવાની યોજના છે.
નીતિન ગડકરીનવી નંબર પ્લેટટોલ ટેક્સ
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર ટોલ ટેક્સ સંબંધિત બિલ લાવી શકે છે. કેન્દ્રીય મંત્રી અનેક વખત સંકેત આપી ચૂક્યા છે કે આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસુલાતનું સમગ્ર કામ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે હવે ટોલ પ્લાઝા હટાવીને કેમેરા લગાવવાની યોજના છે. લોકોને ટૂંક સમયમાં ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. હાઇવે પર વાહન ચલાવવા પર, કાર સાથે જોડાયેલા બેંક ખાતામાંથી સીધો ટેક્સ કાપવામાં આવશે,ગડકરીએ કહ્યું કે વર્ષ 2019માં આ અંગે એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ વાહનો કંપનીની ફીટ નંબર પ્લેટ સાથે આવશે. હવે હાઈવે પર લાગેલા કેમેરા આ નંબર પ્લેટ વાંચશે અને ટોલ સીધો બેંક ખાતામાંથી કપાશે,કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર આ યોજનાને લઈને એક પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટોલ ટેક્સ ન ભરનારાઓ સામે જલ્દી કાયદો લાવવાની જરૂર છે. હાલમાં કાયદામાં ટોલ પ્લાઝા છોડીને ટોલ ન ભરનાર વાહન માલિકને સજા કરવાની કોઈ જોગવાઈ નથી. સરકાર એવા વાહનો માટે નવો નિયમ પણ લાવી શકે છે, આવા વાહનોને નિયત સમયમાં નંબર પ્લેટ લગાવવા માટે કહેવામાં આવશે..
પોસ્ટલ બેલેટથી મતદાન માટે કુલ ૮૯૫ અરજદારોએ અરજી કરી છે
સુરત પૂર્વમાં સૌથી વધુ ૮૩૮ અને કરંજ વિધાનસભામાં સૌથી ઓછા ૧૧૮ મતદારો ૯૦ થી ૯૯ વય ધરાવે છે
‘વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨: અવસર લોકશાહીનો’
સુરત:સોમવાર: આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મહત્તમ મતદાન થાય અને ૮૦ વર્ષથી વધુ વયના વડીલો પણ તેમના મતાધિકારનો સમાન રીતે ઉપયોગ કરી શકે એ હેતુથી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત ૮૦ વર્ષથી વધુની વયના વૃદ્ધો ઘરઆંગણે મતદાન ટુકડીના નિરીક્ષણમાં પોતાનો મત આપી શકે છે. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના ૬૨,૦૩૭ જેટલા ૮૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ મતદારોને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા BLOના માધ્યમથી ઘરે ઘરે જઈ પોસ્ટલ બેલેટ માટે અરજી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેમાંથી અંદાજિત ૮૯૫ અરજીઓ મળી છે. ઉક્ત અરજીઓમાંથી સૌથી વધારે સંખ્યા ઓલપાડ વિધાનસભાથી આવી છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ બેલેટના માધ્યમથી મત આપવા ઈચ્છુક અરજદારોને અગાઉથી જાણ કરી મતદાન દિવસ પહેલા જ મતદાન કરાવી દેવામાં આવશે. નોંધનીય છે કે, સુરતની ૧૬ વિધાનસભાઓમાં સુરત પૂર્વમાં સૌથી વધુ ૮૩૮ અને કરંજ વિધાનસભામાં સૌથી ઓછા ૧૧૮ મતદારો ૯૦ થી ૯૯ વય ધરાવે છે.
પ્રિસાઈડીંગ-પોલીંગ ઓફિસર સહિતના કર્મચારીઓને ત્રણ સેશન્સમાં તાલીમબદ્ધ કરાયા
સુરતઃરવિવારઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ રીતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાય તે માટેની આયોજનબદ્ધ તૈયારીઓ થઇ રહી છે. જે અંતર્ગત સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકના વિવિધ તાલીમ કેન્દ્રો પર પ્રિસાઈડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઈડીગ ઓફિસરો સહિત કુલ ૧૬,૭૫૫ પોલીંગ સ્ટાફને બે દિવસ દરમિયાન તાલીમ આપવામાં આવી હતી.
સુરત શહેર સહીત જિલ્લાના વિવિધ તાલીમ સેન્ટર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કમલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા મતવિસ્તારોમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર કામગીરીની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અને સમજની સાથોસાથ ચૂંટણીલક્ષી કામગીરી સબબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પ્રિસાઇડીંગ ઓફિસર અને ફીમેલ પ્રિસાઇડીંગ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં નિરીક્ષકની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટેની આવશ્યક સૂચનો આપવામાં આવ્યા હતા. જે મુજબ મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓને જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન, VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. શિક્ષણ અને ચુંટણી વિભાગના માસ્ટર ટ્રેનર્સે આ બે દિવસીય તાલીમ વર્ગોમાં તેમની સેવાઓ આપી હતી.
ક્રાંતિ સમય-પ્રતિનીધી,સુરતના સચિન વિસ્તારમા ગત તા.૨૦મી એપ્રિલ-ફેડરેશનના પ્રમુખ ગણેશ સાવંતે જણાવ્યું હતું કે અનાજની ૨૦૨૧નાં રોજથી જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ સચિન- સુરતની રચના કરવામાં આવી હતી. જેના પ્રમુખપદે ગણેશ સાવંતની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અલગ-અલગ ટીવી ચેનલ્સ તેમજ પ્રિન્ટ મીડીયાના પત્રકારોએ એકજૂથ થઇને કામ કરવાનું શરૂ કરતાં સેવાયજ્ઞ અંગે પણ વિચાર-વિમર્સ કરવામાં આવતાં ગતરોજ વિધવા બહેનોને મદદરૂપ થવા માટે અનાજની કિટનું વિતરણ કરાયું હતું. નજીકના દિવસોમાં શીરડી પ્રવાસ યાત્રા અને વિદ્યાર્થીઓમાં નોટબુકનું પણ વિતરણ કરાશે.
જરૂરીયાતમંદ બહેનોને લાભ આપવામાં આવ્યો હતો. કિટ વિતરણ મુદ્દે જરૂરીયાતમંદ બહેનોના ફોર્મ ભરવામાં આવ્યાં હતાં અને તે મુજબ જ આ સેવાયજ્ઞ માટેનો ૧૦-૧૧-૨૦૨૨ ના રોજે દિવસ નક્કિ કરાયો હતો. પ્રમુખે ઉમેર્યુ હતું કે ફેડરેશનના તમામ મિત્રોએ આ સેવાયજ્ઞમાં પોતાનો આર્થિક સહયોગ આપ્યો છે.જે હકીક્તમાં એક છત્ર નીચે કામ કરવાની મોટી સફળતા છે. આવા અનેકો કાર્યક્રમ ભવિષ્યમાં થતાં રહેવાના છે અને તેમાં સિનીયર સીટીઝનો માટે ચૂંટણી બાદ વિનામૂલ્યે શીરડી યાત્રા અને ગરીબ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓમાં વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કાર્ય પણ હાથ ધરાવા જઇ રહ્યું છે. આ સેવાયજ્ઞ દરમિયાન જરૂરીયાતમંદ હાજર વિધવા બહેનોમાં ૫૦થી વધુ અનાજની કિટનું વિતરણ સામગ્રીઓ સામેલ કરાઇ હતી.
આ જર્નાલિસ્ટ ફેડરેશન સચિન-સુરત ના મિત્રો સમાજ અને સામાજીક સમસ્યાઓ ધ્યાન લઈ લોકો નું સમસ્યા નું નિરાવરણ કરવાનું ઉદ્દેશ્ય થી કામગીરી કરવામાં આવે છે.
સચિન પોલીસ ૨૭-૧૦-૨૦૨૨ ના રોજે ટ્રકો ન ઝડપતે તો બની શકે. સમગ્ર મામલો રફેદફેની શક્યતા વધી જતે,
હવે પોલીસ અધિકારી શ્યામલ દેસાઈ પાસે તપાસ આવતા નવા નામ ખુલવાની શ્યકયતા વધી ગઈ..
ક્રાંતિ સમય-પ્રતિનિધિ, સચિન અનાજ ગોડાઉનમાં ચાલતા ચોરીનો આખરે પર્દાફાશ થયો અને મામલતદાર જીગનેશ પટેલ દ્વારા FRI થઇ. નામ વાળા તસ્કરોએ ગોડાઉનમાંથી આશરે 673 મેટ્રિક ટન અનાજ અને કઠોળ રૂપિયા ૧૩,૮૭૦૦૦/-નું અનાજ કાળાબજારમાં વેચવા બહાર કાઢ્યું હતું. તે કૌભાંડ સચિન પોલીસ દ્વારા બાતમીના આધારે યુદ્ધ ની ગતિએ ઝડપી પાડી કલેકટરશ્રીને જાણ કરી હતી, ત્યારે ખુદ કલેક્ટરશ્રી હરકતમાં આવતાં તેમના આદેશ બાદ,સ્થાનિક અને ગાંધીનગર ટીમ દ્વારા ૧૨ દિવસ ચકાસણી કરી ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરીને સસ્પેન્સ કરાયા અને આગળ તપાસ ચાલુ રાખી હતી.
સમગ્ર અહેવાલ સુપ્રત કર્યા બાદ ગત રોજ સચિન પોલીસ સ્ટેશને એફ.આર.આઈ. દાખલ થઈ છે. તંત્રની તપાસમાં નિર્દોષ ગરીબોનું અનાજ પડાવી લેનારા દાણચોરો સહિત અનેક લોકો કાયદાના દાયરામાં આવી ગયા છે. અને હજી દાખલ થયેલ નામની ઘરપકડ બાદ બીજા નામો પણ ખુલી શકે. હજી મુખ્ય સુત્રધાર કોણ તેની તપાસ રોકાઈ નથી. સચિન પોલીસ દ્વારા ગરીબોનું સગે વગે થતું ત્રણ ટ્રકોનો માલ તસ્કોરના હાથમાં જતા પહેલાજ ઝડપી પાડેલ જે ખરેખર પ્રસંશનીય બાબત છે. હજી તપાસમાં ઘણા ચેહરાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
આમ તો કોમ્યુટર ઓપરેટર વગર ચલણ બનાવે કોણ? માટે ઓપરેટરની પણ ખાસ સંડોવણી હોઈ શકે? દિવાળીની રજાઓ દરમિયાન સુરતના સચિન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની તસ્કરીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે સચિન પોલીસે રંગે હાથે ૧૫૦૦ બોરી લઇ જતી, 3 ટ્રક ઝડપી પાડી હતી, આ ઘટના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ એક્શનમાં આવી ગયા હતા. અને તપાસના આદેશો જારી કર્યા હતા અને છેક ગાંધીનગરની ટીમ સચિન પહોંચી હતી અને સ્થાનિક ટીમ સાથે મળીને સતત 10 દિવસ સુધી સખત ઝીણવટ ભરી તપાસ કરી જેમાં લગભગ ૬૭૩.૫ મેટ્રિક ટન અનાજ તસ્કરો દ્વારા સચિન ગોડાઉનમાંથી સગે વગે કરી બારોબર વેચી દેવાયાની વાત બહાર આવી હતી.
જે રૂપિયા ૧૩,87000. નો દાણ થાય છે. પોલીસ દ્વારા આ પ્રકરણમાં હજી મુખ્ય વ્યક્તિઓની તપાસ રડાર પર છે. જેઓ દક્ષિણ ગુજરાતના વિવિધ સરકારી અનાજના ગોડાઉનોમાંથી દુકાનોમાં અનાજ લઈ જાય છે એ આધારે પણ અનેકોના નામ ખુલે તો નવાઈ નહિ. સમગ્ર ચેન સિસ્ટમના નામો ટૂંક સમયમાં બહાર આવી શકે . સૂત્રોના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્રે તપાસ શરૂ કરી હતી જેમાં અંદાજિત 673 મેટ્રિક ટન અનાજ ગરીબોનો હિસ્સો આ તસ્કર ટોળકી દ્વારા લૂંટવામાં આવ્યો હતો. યાદ રહે જેને રંગે હાથે સચિન પોલીસે ઝડપ્યો હતો અને છેક ૧૨ દિવસ બાદ ગત રોજ પુરવઠા મામલતદાર જીગ્નેશ પટેલ દ્વારા FRI થઇ છે. સાથે મેં. સુરત કલેક્ટરશ્રી અને સચિન પોલીસ સ્ટેશનને રિપોર્ટ પણ સોંપ્યો છે, જેમાં સચિન ગોડાઉનમાં આવક-જાવક નો સ્ટોક કોણે અને કયા કયા સમયગાળા દરમિયાન અને ક્યારે અનાજ બહાર કરવામાં આવ્યું તેની સંપૂર્ણ વિગતો છે.
અહીં કોમ્યુટર ઓપરેટર ની ભૂમિકા તરફ પણ શંકા ની સોઈ ઉપજે છે. કેમ કે, જાણકારોની ચર્ચા દ્વારા જાણીએ આ કાળાબજારી વર્ષોથી થતી હશે. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોઈ તો હશેજ ! આ બાબતે કોમ્પ્યુટર ઓપરેટરને તમામ ખ્યાલ હોઈ શકે? કેમ કે, ઓપરેટરને એન્ટ્રી માટે આદેશ આપનારા કોણ કોણ કોણ છે તે ઓપરેટર જાણતો જ હોય છે , બીજું ચર્ચા પ્રમાણે શું અહીં ઉચ્ચ કચેરીના આટલા મોટા સચિન ગોડાઉન પર એક પણ ઇન્સપેક્શન કે એ.જી.ના ઓડિટ થયાજ નહિ હોય? અને થયા હોય તો શું આટલા મોટા ગોડાઉન ની કોઈ કવેરી કે પેરો નિક્ળ્યોજ નહિ હોય? આવા પ્રશ્નો ના ખુલાશા માટે પોલીસ તંત્રે છેલ્લા ૨૦ વર્ષના ઇન્સ્પેક્શન અને ઓડિટ રિપોર્ટનો અભ્યાસ કરવો જરૂરી છે. જેનાથી અનેક ખુલાસાઓ કદાચ બહાર આવી શકે,
જે માટે સુચના અધિકાર અધિનયમ-૨૦૦૫ અન્તર્ગત વિભાગ તરફ થી માહિતી માંગવામાં આવેલ છે. પણ સમ્રગ ઘટનાક્રમ અને વિગતવાર માહિતી જો વિભાગ તરફ થી પૂરી પાડી દેવામાં આવે તો કેટલા રિટાયર્ડ થયેલ લોકો ના નામો પણ આ લીસ્ટ માં સામેલ થઈ શકે છે. તેવું માહિતી હ્વોવાથી સમગ્ર ઘટનાક્રમ ની જાણ તપાસ માં સામે આવે તેવું લાગી રહ્યા છે.
હવે સચિન પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી કરવામાં આવશે તેમાં ગરીબોનું અનાજ સગેવગે કરનાર તસ્કરો સામે કેવી અને કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તેની રાશનધારકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં થયેલ એફ આઈ આર પ્રમાણે
જે ઉપરોકત અનાજનો જથ્થો પકડાયો હતો તે બાદ સરકારી અનાજનો તે જથ્થો સરકાર હસ્તક સીઝડ કરી બિજો હુકમ ના થાય ત્યા સુધી એ અનાજનો જથ્થો બગડી જવા ન પામે એટલે દર માસે રોટેશન મુજબ બદલતા રહેવાની શરતે જીલ્લા પુરવઠા મામલતદાર શ્રી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડ સુરતને સુપ્રત કરવા હુક્મ કરવામાં આવેલ છે અને ટ્રકો પણ ત્યાં મુકવામાં આવેલ છે. આ ઈસમોએ ટ્રક સાથે રજુ કરેલ ચલણો બનાવટી હોવાનું માલુમ પડે છે. જેથી (૧) પ્રિતિબેન્ મનુભાઇ ચૌધરી (સચિન ગોડાઉન મેનેજર) (૨) મેહુલકુમાર ભગવતિલાલ શર્મા રહે-બી/૦૬ અનુપ પાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી સુરત (એજંટ) અને (૩) સરજીતસિંહ તિલકરામ નહ્યાલ, રહે- ૩૧ બાલાજીનગર કડોદરા તા.પલસાણા જી.સુરત (ટ્રાંસપોર્ટર) તથા (૪) પ્રવિણ ખોઇવાલ મો.નં.૮૭૮૦૬૯૯૪૪૬ (દાણ સગેવગે કરનાર) તેમજ (૫) દિપેશ મહેશ પટેલ રહે – લાજપોર તા.ચોર્યાસી જી.સુરત તથા પોલીસ તપાસમા નિકળી આવે.
તેઓ તમામ વિગેરેનાઓ વિરૂધ્ધમાં આવશ્યક ચિજ વસ્તુ ધારા અધિનિયમ સને-૧૯૫૫ ની કલમ ૦૩ સાથે કલમ ૩૭ મુજબ તથા ઇ.પી.કો.કલમ ૪૦૬, ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧:૧૧૪, ૧૨૦(બી) મુજબ ધોરણસર તપાસ થવા ફરિયાદ થઇ છે. જેથી સચિન પોલીસ મુખ્ય અધિકારી આર આર.દેસાઈ એ સ્વભાવે શાન્ત રહેતા પણ ખોટા કામો કરતા ગુન્હેગારો માટે જાબાંઝ પી એસ આઈ અધિકારી શ્યામલ દેસાઈને તપાસ સોંપતા હવે તસ્કરીમાં સામેલ અનેકોના નામ બહાર આવશે એવું રાશનધારકોનું માનવું છે.છતાં પોલીસ તપાસમાં શું? થઇ શકે તે જોવાનું રહયું
સરકારી અનાજની તસ્કરી બાદ ૧૨ દિવસ બાદ ગુનેગારો સામે ફરિયાદ સચીન પુલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું. તેમાં પણ શંકાસ્પદ ભૂમિકા અધિકારીયોનું હોય શકે.જોકે, ગોડાઉન મેનેજર પીતિ ચૌધરીને તાત્કાલિક અસરથી સસપેન્ડ કરી દેવાયાં હતાં અને ૧૩.૭૮ લાખનો ગોટાળો સપાટી ઉપર લાવી દીધો હતો. તપાસ અને જવાથી લોકોમાં એવી પણ ચર્ચાઓ કોઇકને બચાવવાનો ખેલ ચાલી રહ્યો હોય શકે છે. સોમવારે ૭મી નવેમ્બરના રોજ મામલતદાર (૧) પ્રીતિબેન મનુભાઇ ચૌધરી (ગોડાઉન મેનેજર) (૨) મેહુલકુમાર ભગવિતલાલ શર્મા (રહે-બી ૦૬ અનુપ પાર્ક સોસાયટી ગાંધીરોડ બારડોલી સુરત (એજંટ) (૩) સરજીતસિંહ તિલકરામ ન્યાલ (રહે- ૭૧ બાલાજીનગર કડોદરા તા.પલસાણા જી.સુરત) (ટ્રાંસપોર્ટર) (૪) પ્રવિણ ખોઇવાલ (સગેવગે કરનાર) તેમજ (૫) દિપેશ મહેશ પટેલ (રહે-ભંડાર ફળિયુ લાજપોરગામ તા.ચોર્યાસી જી.સુરત) વાગ્યાથી ફરિયાદ મુદ્દે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાવી હતી જે ચાલી હતી. મોડી રાત્રે આરોપીઓ સહિત મેહૂલ શર્મા, સુરજીતલ, પ્રવીણ ખોઇવાલ અને દિવ્યેશ પટેલ વિરૂદ્ધ આઇપીસી કલમ મુજબ ૧૨ દિવસના જિલ્લા અને ગાંધીનગરની ટીમે રીપોર્ટીંગમાં લાંબો સમય વિતી કામગીરી રાત્રે ૧.૩૦ વાગ્યા સુધી સમયગાળા બાદ કાયદેસરની પીએસઆઇ શ્યામલ દેસાઇ આ કાર્યવાહીનો આરંભ થતાં લાખનો ગોટાળો સપાટી ઉપર લાવી ઉઠી હતી કે સમગ્ર પ્રકરણમાં પૈકી ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી ગુનેગારોમાં ફફડાંટ તો છે જ પરંતુ પ્રકરણમાં બીજા કેટલા લોકોની આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ ને પકડવા માટે નું તસ્કરી બાદ તાલુકા, જિલ્લા અને ગાંધીનગરની ટીમે ૧૩.૭૮ હોવાની શંકાએ લોકોમાં ચર્ચાનો ગોડાઉનમાંથી દિવાળીની રજાઓનો લાખનો ગોટાળો પકડ્યો, પ્રીતિ ચૌધરી સહિત પાંચ સામે ફરિયાદ માહોલ બનાવ્યો છે. જો કે, આ સચિનના સરકારી અનાજના લાભ લઇ ગરીબોના ખુલ્લી પડી જતાં સમગ્ર હકીકત સામે આવી ગઇ હતી. ત્યારબાદ તાલુકા, તપાસની કામગીરી આશરે ૧૩.૭૮ હોય તપાસ અને રીપોર્ટીંગના નામે ૧૦થી ૧૨ દિવસનો સમય કાઢી અંતે ગતરોજ સોમવારે મામલતદાર જે.ડી પટેલ અને તેમની ટીમે સચિન પોલીસ મથકમાં પાંચ આરોપીઓના સામે ફરીયાદ દાખલ કરાવી છે.
અનાજમાફિયાઓએ સચિનના ગોડાઉન પરથી સરકારી અનાજ સગેવગે કરી પોતાના મળતિયાઓ સુધી પહોંચાડવા માટે ખોટું ડિલિવરી ચલણ બનાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગોડાઉન પરથી નીકળ્યા બાદ જીએસટીની ટીમ અથવા પોલીસ કે અન્ય કોઇ અટકાવી અનાજ મુદ્દે પછતાછ કરે તો તેવા સમયે કાયદેસર રીતે સરકારી અનાજની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું પ્રસ્થાપિત કરવા અનાજમાફિયાઓએ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના નામે ડિલિવરી ચલણ બનાવી દીધું હતું. અક્ષયપાત્રને મહિનામાં એક વખત જરૂરિયાત પ્રતો જથ્થો ફાળવી દેવામાં આવે છે. ત્યારબાદ તેઓને જરૂરિયાત ઊભી થાય તો તેઓએ ઓનલાઈ માધ્યમથી પોતાને જરૂરિયાત હોય તેટલા જથ્થાની માંગણી કરે છે. પરંતુ અહીંયા કૌભાંડિયાઓએ અક્ષયપાત્રના નામે ઘડો લાડવો કરવા બોગસ ચલણ બનાવી દીધું હતું.
કોની કોની સામે ફરિયાદ
(૧) પ્રિતિબેન મનુભાઇ ચૌધરી (ગોડાઉન મેનેજર),
(2) મેહુલકુમાર શર્મા (રહે.,બી-૧૬ અનુપ પાક સોસાયટી, ગાંધી રોડ, બારડોલી, સુરત (એજન્ટ) અને
(૩) સરજિતસિંહ તિલકરામ ન્યોલ (રહે.,૩૧-ભાવનગર, કડોદા, પલસાણા, જિ.સુરત) (ટ્રાન્સપોર્ટર) તથા
(૪) પ્રવીણ ખોઇવાલ અનાજનો જનો સગેવગે કરનાર તેમજ
(૫) દીપેશ મહેશ પટેલ (રહે.,ભંડાર ફળિયું, લાજપોર)
પરંતુ આ કૌભાંડીઓ દ્વારા બોગસ પરવાના બનાવી તેને કાળા બજારમાં વેચી મારવામાં આવતો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઇ છે.
ચોર્યાસી તાલુકાવિસ્તારના કાર્યક્ષેત્રમાં સચિન સ્ટેશન ચાર રસ્તા પાસેથી બે ટ્રક નં.(૧) GJ 12-AY-5325 જેમાં ડ્રાઈવર તરીકે કૃણાલ જનાર્દન રામ અને (૨) GJ-06–Z8818 માં ડ્રાઈવર મનીષ રામપાલ જ્યસ્વાલ, (૩) ટૂક નં.(GJ-09-AV-3122)ના ડ્રાઈવરથી વિનોદ છોટેલાલને સરકારી અનાજ સાથે પકડી પાડવામાં આવેલા હતા. આ ટ્રકોમાં અંદાજે સાડા ચાર લાખનો 50 કિલો ચોખાનો જથ્થો હોવાની વિગત તપાસ દરમિયાન બહાર આવી હતી. આ મામલે સચિન પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પુરવઠા વિભાગે કાચું કેસની સંપૂર્ણ તપાસ સચિન પોલીસ શ્યામલ દેસાઇ કરી રહ્યાં છે. આ તસ્કરીનો ખેલ રચવામાં આવ્યો હતો. ત્યારબાદ તાલુકા, જિલ્લા અને જીગ્નેશ પટેલ અને તેમની ટીમે ૪૦૬, ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧, સ્ટેશનના પી.આઇ આર.આર પરંતુ ચોર-તસ્કરોની આ બાજી ગાંધીનગરની તપાસ ટીમે આશરે સચીન પોલીસ મથકે પોલીસ તપાસમા નિકળી આવે તેઓ તમામ વિગેરેના નાઓ વિરૂધ્ધમાં આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ સને-૧૯૫૫ ની કલમ ૦૩ સાથે વાંચતા કલમ ૩૭ મુજબ તથા ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૦૯,૪૬૫,૪૬૭, ૪૭૧:૧૧૪, ૧૨૦(બી) મુજબ ધોરણસર તપાસ થવા ફરિયાદ છે
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટે પાંચ એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરોની નિમણુંક કરવામાં આવીઃ ફરિયાદ માટે લોકો તેમનો સીધો સંપર્ક કરી શકશે
સુરત:મંગળવાર: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા જિલ્લાની કુલ-૧૬ વિધાનસભા બેઠકો માટે ૫ એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રીઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં શ્રી મુરલી મોહન (I.R.S) (મો.નં.૯૦૧૬૬ ૮૧૭૬૯) ને ૧૫૯-સુરત પૂર્વ, ૧૬૦-સુરત ઉત્તર, ૧૬૨-કરંજ, ૧૬૭-સુરત પશ્ચિમ, જ્યારે શ્રી ગજેન્દ્ર સિંઘ (I.R.S) (મો.નં.૯૦૨૩૩ ૫૭૫૪૧) ને ૧૫૫-ઓલપાડ, ૧૫૮-કામરેજ, ૧૬૧-વરાછા રોડ, ૧૬૬-કતારગામ, શ્રી અનુરાગ ત્રિપાઠી (I.R.S) (મો.નં.૬૩૫૫૧ ૨૪૨૮૧) ને ૧૬૮-ચોર્યાસી,૧૬૯-બારડોલી, ૧૭૦-મહુવા, શ્રી કુંદન યાદવ (I.R.S) (મો.નં.૮૭૯૯૦ ૩૧૧૪૩) ને ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી અને શ્રી પ્રશાંત સિંઘ (I.R.S) (મો.નં.૬૩૫૨૯ ૩૯૭૭૮) ને ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા વિધાનસભા બેઠકની કામગીરી સોંપવામાં આવી છે.
ઓબ્ઝર્વરો દ્વારા સુરત જિલ્લાની તમામ બેઠકો પર ખર્ચ નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી માળખાકીય સુવિધાઓ તથા ટીમોની સમીક્ષા કરવામાં આવી રહી છે. સામાન્ય જનતાને કોઈ પણ ફરિયાદ જણાય તો તેમનો સીધો સંપર્ક કરી શકે છે.
આ સિવાય સુરત જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૨૪×૭ એક્ષપેન્ડીચર & મોનિટરીંગ સેલ ખાતે જાહેર નાગરિકો/મતદારો માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૧૨૦ તથા લેન્ડલાઇન નં. ૦૨૬૧/૨૯૯૨૨૪૫/૨૨૪૬/૨૨૪૭૮૨૨૪૯ પણ કાર્યરત કરવામાં આવ્યો હોવાનું સુરત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.