પાંડેસરા પુલીસ સ્ટેશન વિસ્તાર માં પુલીસ ના હપ્તા આપી તેમ કહી ગાળો આપતા વિડીયો
દારૂ પી ના ગાડી ચલાવનાર વ્યકિત પુલીસ ને ખુલ્લેઆમ ચેલેન્જ કરતા નજર આવ્યું.
સુરત, સુરત ખાતે આવેલ તેરેનામ ચોકડી પાસે ગલીમાં થી કારચાલક ની ના વિડીયો.
સુરત, સુરત ખાતે આવેલ તેરેનામ ચોકડી પાસે ગલીમાં થી કારચાલક ની ના વિડીયો.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઓફીસની અંદર જુગાર રમાડતા અને જુગાર રમી રહેલા લોકો ની સાથે કુલ મળી કુલ ૪ લોકોની પોલીસે ધરપકડ કરી છે. જે પુલીસ બાતમી ના આધારે તપાસ કરતા હકીકત જાણીતા. પોલીસે ત્યાંથી 1.80 લાખની રોકડ, 4-મોબાઈલ અને ત્રણ ફોરવ્હીલ મળી કુલ 14.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
સચિન જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે સચિન જીઆઈડીસી આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત પ્લોટ નંબર 59માં આવેલા ભંગારના ગોડાઉનની ઉપર ઓફિસમાં ઓમપ્રકાશ ગુપ્તા નામનો વ્યકિત એ બહારથી લોકોને જુગાર રમવા માટે બોલાવે છે. અને તેઓને જુગાર રમવાની સવલતો પૂરી પાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી જુગાર રમાડી રહેલા ઓમપ્રકાશ નેહરુલાલ ગુપ્તા તેમજ જુગાર રમી રહેલા રફીક બદરૂદિન ખેરણી, કૈલાશ દેવીદાસ પાટીલ અને અનચલકુમાર રાજકુમાર ગુપ્તાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી અંગઝડતી તેમજ દાવપરના રોકડા રૂપિયા મળી કુલ 1.80 લાખની રોકડ, 1.04 લાખની કિંમતના 4-મોબાઈલ ફોન, 3 ફોરવ્હીલ તેમજ જુગાર રમવાના સાધનો કાર મળી કુલ 14.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ જુગારીઓ સામે સચિન જીઆઈડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતઃડાયમંડ સિટી, સિલ્ક સિટી અને બ્રિજ સિટી સાથે સાથે સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે નામના મેળવી રહ્યું છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોકટરોના સફળ પ્રયાસોના પરિણામે દસમું અંગદાન કરાવવામાં આવ્યું છે. સુરતના ખંડારે પરિવારે બ્રેઈનડેડ સ્વજનના લીવર અને બન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.
સુરત શહેરના એસએમસી ક્વાટર્સ, ન્યુ સિટીલાઈટ રોડ ખાતે રહેતા અનિલ અશોક ખંડારે ગત તા.૨જી ડિસેમ્બના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે પોતાના ઘરના દાદર ઉતરતા હતા, એ સમયે તેઓને માથામાં દુ:ખાવો થતા દવા લઈને સુઈ ગયા હતા. બીજા દિવસે તા.૩જીના રોજ રાત્રિ દરમિયાન અચાનક તબિયત લથડતા પરિવાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તત્કાલ નવી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ આઈ.સી.યુ.માં શિફ્ટ કરીને સિટી બ્રેઈન રિપોર્ટ કરતા અનિલ ખંડારેને વધુ બ્લડ પ્રેશર હોવાથી મગજનું હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.

તેમના સ્વસ્થ થવાની સંભાવના ન હોવાથી તેમની સારવાર દરમિયાન ગત તા.૪થીના રોજ નવી સિવિલના ન્યુરોફિઝીશ્યન ડો.જય પટેલે અનિલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ.- SOTTO અને નોટોના ઓર્ગન ડોનેશન ટીમના સભ્યો તેમજ સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક સહિત સિવિલની તબીબી ટીમ દ્વારા આ અંગેની પરિવારજનોને જાણકારી આપી તેમજ અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
સ્વ.અનિલભાઈના પરિવારમાં ધર્મપત્ની દિપાલીબેન ૧૦ વર્ષીય પુત્ર મયુર, ૭ વર્ષીય પુત્ર સર્ગસ ખંડારે અને ૪ વર્ષીય પુત્રી દેવાસી છે. પરિવારે અંગદાનની મંજૂરી આપી જણાવ્યું કે, અમારા સ્વજનનું શરીર બળીને રાખમાં મળી જવાનું છે, ત્યારે તેમના અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરાવો. પરિવારજનોની સહમતિ મેળવ્યા બાદ અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર-IKDRC ને નિયત ગાઈડલાઈન મુજબ લીવર અને બન્ને કિડની ફાળવવામાં આવ્યા. તેમના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી કામરેજ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. અંગદાનની કામગીરી સુપેરે પાર પાડવા સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

સુરતઃગુરૂવારઃ- ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચુંટણીના પ્રથમ તબક્કાની ચુંટણીઓમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.
આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલે (ધોડિયા) ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કરીને લોકશાહી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી. મણિબેન કહે છે કે, ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી પ્રાણ બલિદાનો આપ્યા છે, જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે, જેથી સૌ કોઈએ આ લોકશાહીના મહાપર્વની મતદાન કરીને ઉજવણી કરવી જોઈએ. મણિબેનનું ૧૦૧ વર્ષ થયા છે. દરેક ચૂંટણીમાં તેઓ અચૂક મતદાન કરે છે. તેઓ પોતાનું રોજીંદુ કામ પણ જાતે જ કરે છે, પરિવાર શાંતિથી આરામદાયક જીવન જીવવાનો આગ્રહ કરે છે, પણ તેઓ ‘કામ કરીશું તો શરીર સાજું નરવું રહેશે’ એમ જણાવે છે.
મણિબેને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનથી આજની યુવા પેઢીએ ધણુ શીખવા જેવું છે. મહાત્મા ગાંધીજીએ ‘કરેંગે યા મરેગે’ નો નારો આપ્યો ત્યારે સમગ્ર દેશમાં અંગ્રેજો સામે લાખો સત્યાગ્રહીઓએ જુસ્સા સાથે લડત ચલાવી. એ સમયે આદિવાસી સમાજના અણમોલ રત્ન એવા મણિબહેન તથા તેમના પતિ બાપુભાઈએ સાથે મળીને આઝાદીના આંદોલન અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેઓ કહે છે કે, ૧૯૪૨માં વિદેશી કાપડનું વેચાણ કરતા વેપારીઓની દુકાન સામે પિકેટીંગ કરવા જતા ઓલપાડ ખાતેથી મારી અને અમારા સમૂહની ચાર-પાંચ બહેનોની ધરપકડ કરવામાં આવી, ત્યારે મારી ઉમર ૨૦ વર્ષની હતી. કોર્ટ દ્વારા છ મહિનાની સજા કરવામાં આવી અને સાબરમતી જેલમાં મોકલવામાં આવી. જેલ ભરો આંદોલનના કારણે જેલમાં કેદીઓનો ભરાવો થઈ જતા બે મહિનામાં અમને મુકત કરવામાં આવ્યા હતા.
અમે તો આઝાદીના લડવૈયાઓ છીએ, આઝાદીની લડાય માટે જેલવાસ પણ ભોગવ્યો છે. લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારે પોતાનું મતદાન કરવાનોઅનુરોધ કર્યો હતો. મણિબહેન જેવા આઝાદીના જંગના સાક્ષી રહેલા સ્વતંત્રતા સેનાનીઓ આજે સ્વતંત્ર અને આધુનિક ભારતના લોકશાહી પર્વમાં ભાગ લઈ રહ્યા છે એ પણ નવી પેઢી અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.
સુરતઃબુધવારઃ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની સામાન્ય ચુંટણીઓનું મતદાન તા.૧લી ડિસેમ્બરના થનાર છે ત્યારે વિધાનસભાઓના રિસિવીંગ એન્ડ ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો મતદાન માટેની ઈ.વી.એમ. વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન-સામગ્રી લઈને પોતપોતાના ફરજના મતદાન મથકે પહોંચી ગયા છે.










આજરોજ જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે સુરત પશ્વિમ વિધાનસભામાં રાંદેરની પીપરડીવાલા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ, મજુરા વિધાનસભાની સેન્ટ ઝેવિયર્સ, સુરત પૂર્વની ટી.એન્ડ ટી.વી.સ્કુલ, લિંબાયતની એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ઉધના સિટીઝન કોમર્સ કોલેજના સેન્ટરોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરીને જે-તે વિધાનસભાના ચુંટણી અધિકારીઓ, મદદનીશ અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાઓમાં ૨૫,૫૨,૯૦૫ પુરૂષ મતદારો તથા ૨૧,૯૪,૯૧૫ મહિલા મતદારો તથા ૧૬૦ અન્ય મતદારો મળી કુલ ૪૭,૪૫,૯૮૦ જેટલા મતદારોના મતથી ૧૬૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. જિલ્લામાં ૪૬૩૭ મતદાન મથકો પર મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
મતદાનના દિવસે સવારે દરેક મતદાન મથક પર સવારે ૭-૦૦ વાગે મોક પોલિંગ કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૮-૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચાલશે. દરેક મતદાન મથકે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૭૯૪ ઈવીએમ મશીનોનું ટ્રેકિંગ અને જિલ્લાકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ૧.૫૦ લાખ જેટલા યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી ચુંટણીતંત્ર દ્વારા ૧૬ વિધાનસભાઓમાં વિધાનસભાદીઠ એક-એક મોડેલ, એક-એક દિવ્યાંગ મતદાન મથકો, એક-એક ઈકોફ્રેન્ડલી મતદાન મથકો, ૧૧૨ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં મજુરા વિધાનસભામાં યુવાઓ દ્વારા સંચાલિત એક મતદાન મથક તથા આદિવાસી વિસ્તાર એવા માંડવી અને બારડોલી વિધાનસભામાં એક-એક ટ્રાયબલ પોલીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વારલી પેઈન્ટીંગ, વાંસ(બામ્બુ) દ્વારા મતદાન મથકોને સુશોભિત કરવામાં આવ્યા છે.
સુરત જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના ૨૮૪ મતદારોએ વ્હીલચેર તથા ૧૮૯ મતદારોએ સહાયક મેળવવાની માંગણી કરી છે, જ્યારે એક મતદારે વાહનની માંગણી કરી છે. આમ, કુલ ૪૭૪ જેટલા મતદારોની માંગણી મુજબ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તેઓને મતદાન કરવા માટેની સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે.

સુરત:બુધવાર: વિધાનસભા ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણીપંચ દ્વારા ઈકોફ્રેન્ડલી મતદાનમથક ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે સુરતની ૧૬ વિધાનસભા દીઠ એક-એક ઈકોફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવાની પર્યાવરણલક્ષી પહેલ કરવામાં આવી છે.
સુરતની ૧૬૫-મજુરા વિધાનસભામાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે ઇકોફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આ બુથની સજાવટ માત્ર બાયોડિગ્રેડેબલ સામગ્રીથી કરવામાં આવી છે. ઉપરાંત, પર્યાવરણની જાળવણીને લગતા પોસ્ટર્સ-બેનર્સ, ગ્રીન થીમ આધારિત ટેબલની સજાવટ, ફુગ્ગાઓ, ફૂલ છોડ દ્વારા સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ સાથે અત્યાર સુધીના તમામ ચૂંટણીઓમાં મતદાન વખતે ઉપયોગમાં લેવાતી અવિલોપ્ય શાહીની બોટલ અને તેને રાખવાનું સ્ટેન્ડ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતું, જ્યારે આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીને માટીના પાત્રમાં રાખીને પર્યાવરણની જાળવણીનો અનોખો સંદેશ અપાયો છે.

સુરતઃબુધવારઃ સુરત જિલ્લામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા સાથે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ આગવા પ્રયાસો કર્યા છે, ત્યારે મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સુરતની ૧૬ વિધાનસભા દીઠ એક-એક મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. આદર્શ મતદાન મથકો સુધી પહોંચવા અવરોધરહિત માર્ગ, વિવિધ પ્રકારના દિશા-નિર્દેશ સૂચવતા સાઈનબોર્ડ, વાહનપાર્કિંગની વ્યવસ્થા, પીવાનું પાણી, વેઈટીંગ રૂમ, પોલિંગ સ્ટાફ માટે ગુણવત્તાયુક્ત ફર્નિચરની વ્યવસ્થા,મતદાન મથક પરિસરમાં મતદારોના માર્ગદર્શન માટે પોસ્ટર-બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મતદાન મથકને જુદા જુદા ચિત્રોથી સુશોભિત કરવામાં આવ્યા છે. મતદારોનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાશે.
મોડેલ મતદાન મથકોમાં ઓલપાડ વિધાનસભામાં મોટા વરાછા:ક્રમાંક-૩૭૫ અને માંગરોળ વિધાનસભામાં માંગરોળ-૨ તથા માંડવી માલ્ધા-૧, કામરેજમાં કોસમાડી ગામે, સુરત પૂર્વમાં નાનપુરા-૮, વરાછા રોડમાં ફુલપાડા ઉપરાંત કતારગામ, કરંજ તથા લિંબાયત વિધાનસભામાં ડીંડોલી-૫૮ને મોડેલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ઉધનાના પાંડેસરા, મજુરામાં અઠવાલાઈન્સ વિસ્તારમાં, સુરત પશ્વિમમાં જહાંગીરાબાદ-૧૧, ચોર્યાસીમાં કવાસ-૧, બારડોલીમાં એના-૪(ઘલુડા-ગોટીયા) અને મહુવામાં વેજલપુર-૨ મળીને સુરતની ૧૬ વિધાનસભા દીઠ ૧-૧ મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

સુરત, (ક્રાંતિ સમય(સુરેશ મૌર્ય) સચીન સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના કૌભાડમાં સાત વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાયા. બાદ પરિવહનનો કોન્ટ્રાકટર તેમજ કોમ્પ્યુટર ઓપરેટર બન્ને મહિલાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા.
દિવાળીના દિવસોમાં સચીન સરકારી ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના ઝડપાયેલા કૌભાડમાં અગાઉ એક પોલીસ નોધાયા બાદ રાજ્ય પુરવઠો નિગમ ના રીપોર્ટ ના આધારે ચોર્યાસી મામલદારે મંગળવારે ડોર સ્ટેપ ડીલીવરી પરિવહન કોન્ટ્રાક્ટર, કોમ્યુટર ઓપરેટર, સહિત સાત વિરુદ્ધ રૂ.૧.૨૮ કરોડ નું અનાજ સંગ્રહ કરી રાખવા બદલ તેમજ આઠ લાખ ની કિમંત ગેહૂઁ સગેવગે કરવાના કોભાંડમાં ફરિયાદ નોધવી હતી.આ ફરિયાદ ના આધારે સચીન સ્ટેશન ના અધિકારીએ પરિવહન કોન્ટ્રાકટર રત્નાબેનહેતલ શાહ ( રહે. માતૃછાયા બંગ્લોઝ દવે સ્ટ્રીટ ગણદેવી નવસારી) અને કોમ્યુટર ઓપરેટર આંકાક્ષા વિઠ્ઠલ રાવળ ની ધરપકડ કરી કોર્ટમાં બન્ને ના રીમાન્ડ નામંજુર કર્યા હતા. સચીન પોલીસ સ્ટેશન દ્વારા આગમી દિવસો માં અન્ય આરોપીની ઘરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પણ હકકીત પણ તપાસ જોતા એવી પણ લાગી રહ્યા છે. કે સમગ્ર તપાસ ઉચ્ચ અધિકારીઓ પોતાના કુર્સી બચાવવા ના મજદૂર વર્ગ ના લોકો ને ભેરવી રહ્યા છે. જો સમયાન્તરે ઉચ્ચ અધિકારી દ્વ્રારા તપાસ કરવામાં આવતું હોય તો આવું રીતે કેમ ભૂલ થયા એક પણ એક સવાલ ઉભા થયા છે.
ચાર માં થી ફક્ત ત્રણ વાહનો ની રેકોર્ડ ઉપર બતાવામાં આવેલ છે. જે વાહન બારડોલી થી પાછા લાવામાં આવેલ હતા. તે વાહન કે રેકોર્ડ ઉપરલેવામાં આવેલ નથી. તો અન્ય એક વાહન કોનો ઇશારેથી સગેવગે કરવામાં આવેલ છે. સમગ્ર તપાસ માં ઉડાણ થી તપાસ કરવા માટે અ ઉચ્ચ અધિકારી ની સામેલગીરી જરૂરી હોય છે. એવી લાગી રહ્યા છે.

સુરત, ક્રાંતિ સમય (સુરેશ મૌર્ય) કામરેજ ખાતે આવેલ પારડી ગામની જમીનમાં તૃપ્તિ નગર સોસાયટીના પ્લોટીંગના નામે ૧.૨૨ કરોડ પડાવી લઈ ટાઈટલ ક્લીયર ન કરાવી ઠગાઈ કરનાર આરોપીઓ પૈકી એક આરોપીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ ઉપેન્દ્ર એમ.ભટ્ટે નકારી કાઢી છે. જેથી હવે આરોપી ની ધરપકડના ચ્રકો ગતિમાન થયા.
આરોપી જીતુ આહીરની અરજી નકારાઇઃ કામરેજના ધોરણપારડીમાં પ્લોટીંગ બાદ ટાઇટલ ક્લીયર કરાવાયા નહોતા.
મૂળ રાજસ્થાન સીકર જિલ્લાના વતની ફરિયાદી મહેશકુમાર કાશી પ્રસાદ ચીરાનીયા (રે.ક્રિષ્ના કોમ્પ્લેક્ષ,ભટાર રોડ)એ તા.૧૬-૧૧-૨૨ના રોજ આરોપી રાજેન્દ્ર રાઘુભાઈ આહીર,મોહન રાજેન્દ્ર આહીર,પ્રકાશ રાજેન્દ્ર આહીર,વિભેન્દ્રકુમાર રણછોડ આહીર (રે.ધોરણ પારડી,ભરવાડ વાસ,તા.કામરેજ) વગેરે વિરુધ્ધ જમીન સંબંધી ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ એકબીજાના મેળાપિપણામાં નવી પારડી ગામના બ્લોક નં.૧૯૮ની જમીનમાં તૃપ્તિ નગર સોસાયટીના નામે પ્લોટીંગ કરીને ફરિયાદી પાસેથી કુલ ૩.૨૨ કરોડનો અવેજ મેળવી કાયદેસરનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. જેમાં છેતરપીંડી,વિશ્વાસઘાત કરેલ હોવાથી આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતા.
આ કેસમાં કામરેજ પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી જીતુ રાઘુ આહીરે આગોતરા જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કિશોર ખૈરનારે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલું છે. આરોપી પાસેથી કુલ રૂ.૧.૨૨ કરોડ વસુલવાના છે.
જેમાં આ રીતે ની ઘટના અન્ય વિસ્તાર માં પણ બનતી હોવા છતાં પ્રશાસન તરફ થી યોગ્ય પગલા લેવામાં આવે તેવું લોકો ની રજુઆત છે.


સુરત, સોમવાર ફિકસ કરી તમામ વિરુદ્ધ ચોર્યાસી મામલતદારે જિલ્લા કલેકટરના સચીન સરકારી અનાજ ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના અનાજ આદેશથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અગાઉ ગોડાઉન મેનેજર સગેવગે કરવાના કૌભાડમાં નવસારી- સુરતના ત્રણ ડોર સ્ટેપ ડિલિવરી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. આવશ્યક ચીજવસ્તુ અને લેબર ઇજારદાર, કોમ્પ્યુટર ઓપરેટર સહિત સાતની જવાબદારી ધારા હેઠળ આ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.
દિવાળીના દિવસોમાં સચીન સરકારી અનાજનો જથ્થો જોઇએ છે. તેવી ડિમાન્ડ લાખની કિંમતના ધંઉ કાળાબજારમાં સગેવગે ગાંધીનગર મોક્લ્યા બાદ અનાજ આવ્યા પછી કરી દેવાયા હતા. તો ચોખા ખાંડ, મીઠુ મળી ખોટુ ડિલિવરી ચલણ, બીલો બનાવીને ખા કુલ્લે ૭૬૦૬ કિવન્ટલ અને દ૨ કિલો ચણા તરીકે ઉપયોગ કર્યો હતો. અને સાથે જ ખોટા મળી કુલ્લે રૂા.૧.૨૮ કરોડનો જથ્થો ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ કૌભાડ સગેવગે કરવાની ઉઠેલી ફરિયાદમાં પ્રાથમિક તપાસના અંતે ગોડાઉન મેનેડર પ્રિતિ ચૌધરી સહિત પાંચ વિરુદ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. ત્યારબાદ પુરવઠા તંત્ર રાજ્ય પુરવઠા નિગમ દ્વારા થયેલી તપાસના રિપોર્ટની રાહ જોઇ રહ્યુ હતુ. આ રિપોર્ટ જિલ્લા કલેકટર સમક્ષ રજુ થયો હતો. જેમાં સ્પષ્ટ લખ્યુ હતુ કે અક્ષયપાત્રના સંચાલકોની જાણ બહાર સચીન ગોડાઉન પરથી વધારાનો મોકલી ગોડાઉન ખાતે જજમા રાખીને ગુનો કર્યો હોવાનું જણાવી આ જથ્થામાંથી રૂા.૮.૩૨ છે. આ રિપોર્ટ બાદ માત્ર સરકારી બાબુઓ જ નહીં ગોડાઉન પરથી અનાજ સપ્લાય કરનારનો કોન્ટ્રાકટ અને ગોડાઉનમાં ચકાસણી કરનાર તેમજ ૪ કોમ્પ્યુટર ઓપરેટરની પણ જવાબદારી ફિકસ કરીને જિલ્લા કલેકટરે પુરવઠા અધિકારીને ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા ચોર્યાસી મામલતદાર જીજ્ઞેશ પટેલે આજે સચીન પોલીસ સ્ટેશનમાં સાત આરોપી ડોર સ્ટેપ ડિલીવરીના ઇજારદાર, પરિવહન લેબર કોન્ટ્રાક્ટર, ઇન્ટરનલ ઓડીટર સહિત સાત વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.
(૧) રાકેશ પારસનાથ ઠાકુર (યશ રોડલાઇન ડોર સ્ટેપ ડીલીવરી. (રહે.વૈરાગીની વાડી દિલ્હીગેટ સ્ટેશન રોડ, સુરત)
(૨) રત્નાબેન હેતલ શાહ (પરિવહન લેબર ઇજારદાર. રહે. ગાંધી કોમ્પલેક્ષ હાઇવે રોડ મુ. થાલા નવસારી)
(૩) દર્શન એમ.શાહ (પરિવહન લેબર ઇજારદાર. રહે. ગાંધી કોમ્પલેક્ષ હાઇવે રોડ મુ. ચાલા,નવસારી)
(૪) આંકાક્ષા ડી. રાવળ (કોમ્પ્યુટર ઓપરેટર. રહે, ઓર્કેટ આર્કેડ ઉના ગાર્ડનની સામે, બોડકદેવ, અમદાવાદ)
(૫) શાર્પ એન્ડ એસોસીએટના વહીવટકર્તા (ઇન્ટરનેશનલ કોર્મસ સેન્ટર મજુરાગેટ)
(૬) અનુજ – ઇજારદારના માણસ
(૭) સાહિલ – ઇજારદારના માણસ
