Home Blog Page 67

હનીટ્રેપમાં ફસાવનાર જ પોતે ફસાઈ ગયા :મહિલા

0

‘ઘરે કોઇ ન હોય ત્યારે આવજો, મજા કરીશું’

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારના સાબુના વેપારીને મહિલાએ મારા ઘરે કોઇ નહીં હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું. કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.1.10 લાખની માંગણી કરનાર પરિણીતાને પુલીસ ફરીયાદ ના આધરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ઉત્રાણ પોલીસના હવાલે કરી છે. પુલીસ સૂત્રોના અનુસાર મોટા વરાછા સ્થિત સુમન નિવાસ ખાતે ડી-404 ખાતે રહેતી સોનલ સાવલિયા તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ કરવામાં આવી હતી. જે અંગે સરથાણા જકાતનાકા સ્થિત વ્રજ ચોક રેસિડેન્સી ખાતે રહેતા પ્રતીક વિનુભાઇ કોરાટે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

વેપારી એ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વ્હોટ્સએપ પર તેની મુલાકાત સોનલ સાવલિયા સાથે થઇ હતી. ત્યારબાદ સોનલ સાવલિયાએ મજા કરવી હોય તો તેના ઘરે સાબુ સાથે લઇને આવવા માટે જણાવ્યુ હતું. તેણે સવારે નવ વાગ્યે તેના પતિ ઘરે ન હોય તે દરમિયાન પ્રતીકને બોલાવ્યો હતો. દરમિયાન તે સોનલના ઘરે ગયો ત્યારે અચાનક બહાર બે માણસો આવી ગયા હતા.વેપારીએ ચાલાકી વાપરી કાકા હસ્તક પોલીસને જાણ કરતા ઉત્રાણ પોલીસ ઘસી ગઇ હતી અને હનીટ્રેપમાં ફસાવનાર બબીતાના પતિ અને અન્ય એકને પકડી લીધા હતા. જ્યારે આ ટોળકીમાં સામેલ બબીતાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભીખુ સાવલિયા નામના આરોપીએ તે સોનલનો પતિ હોવાનું જણાવ્યું હતું. અને તે આધારે પુલીસ તપાસ કરી રહ્યા હોવાનું જાણવ્યુ. જેમાં મહિલા ના સાથ સહકાર આપનાર બન્ને પુરુષ મહિલા ના પતિ સહિત અને પોતે મહિલા જે હનીટ્રેપ માટે વેપારી ને શોશલ મીડિયા થી સંપર્ક માં આવેલ હતા. તેને પુલીસ ટીમ તરફ થી ગિરફ્તાર કરવામાં આવેલ હતા.

સુરત સચીન સુડામાં યુવકે મિત્રના ભરોસે 12 વર્ષની ભાણીને મૂકી બજાર ગયા અને બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ

0

12 વર્ષની કિશોરી પર તેના મામાના મિત્રએ જ દુષ્કર્મ કરવાનો કર્યો પ્રયાસ

સુરતના સચિન સુડા વિસ્તારમાંથી 12 વર્ષીય કિશોરી સાથે બળાત્કારના પ્રયાસની ઘટના સામે આવી છે. કિશોરીને તેના મામા મિત્રના ભરોસે રૂમ પર મૂકી શાકભાજી લેવા ગયા અને મિત્રએ જ ભાણી પર દાનત બગાડી હતી. મિત્રએ કિશોરીનું મોઢું દબાવી તેની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કિશોરી બૂમો પાડવા લાગતા નરાધમ ત્યાંથી ભાગી છુટ્યો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ અંગે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રના રૂપમાં નરાધમ યુવકે કિશોરીની એકલતાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જેની પર વિશ્વાસ મૂકીને કિશોરીના મામા ખરીદી કરવા ગયા હતા તે જ મિત્રએ તેની સાથે દગો કર્યો હતો.બાર વર્ષીય કિશોરીને તેના મામાના ભરોસે મૂકી માતા કામ પર નીકળી ગઈ હતી. રૂમ પર કિશોરીના મામા અને તેની સાથે તેનો મિત્ર વિલાસ પાસવાન રૂમ પાર્ટનર તરીકે સાથે રહેતો હતો. મામા પણ પોતાની ભાણીને દીકરીની જેમ સાચવતા હતા. પરંતુ તેની સાથે રહેતો તેનો રૂમ પાર્ટનર મિત્ર જ ભાણી પર દાનત બગાડશે તેવું આ મામાને ક્યાં ખબર હતી. દિવસ દરમિયાન મામાએ ભાણીને સાચવી ત્યારબાદ સાંજે ભાણીને તેના મિત્ર પર વિશ્વાસ કરી તેના ભરોસે મૂકીને શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. ત્યારે કિશોરી રૂમમાં એકલી હતી તે વખતે કિશોરીના મામાના 26 વર્ષીય રૂમ પાર્ટનર ચંદન વિલાસ પાસવાનએ કિશોરીને એકલી જોઈએ તેને પકડી લીધી હતી અને મોઢું દબાવી તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો.

બનાવ અંગે પરિવાર અને સ્થાનિક લોકો દ્વારા ઘટના અંગે સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટના અંગે સચિન પોલીસ મથકના પીઆઇ આર આર દેસાઈ એ જણાવ્યું હતું કે ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસની પીસીઆર તથા ડીસટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. કિશોરી સાથે મામાના મિત્ર એ જ બળાત્કાર નો પ્રયાસ કર્યો હોવાની હકીકત જાણવા મળતા નરાધમ ચંદન આમતેમ ભાગી છૂટે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આ અંગે પોક્સો અંતર્ગત છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સ્નેહા ડાઇંગ મિલમાં અચાનક ભીષણ આગ ભભૂકી,કોઈ જાનહાનિ નહીં

0

સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ડાઇંગ પ્રિન્ટિંગ મીલમાં અચાનક આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી રોડ નબર 2 પર આવેલી સ્નેહા ડાઇંગ મીલમાં અચાનક ભીષણ આગ લાગી ઉઠી હતી. મીલમાં આગ લાગવાની જાણ કર્મચારીને થતા મીલમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ કરાતા ફાયર કાફલો આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.

સચિન જીઆઇડીસીમાં આવેલી સ્નેહા ડાઇંગ મીલમાં આગ લાગી હોવાની જાણ ફાયરને થતા જ ફાયર વિભાગની મોટી ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. શહેરના પાંચ ફાયર સ્ટેશનની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી. શહેરના ડુંભાલ, માન દરવાજા, ડીંડોલી,હજીરા અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત સચિન જીઆઇડીસી, હોજીવાલા નોટિફાઇડ અને કલર ટેક્સ કંપનીનો ફાયરનો કાફલો પણ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અંદાજે 15થી વધુ ફાયર ફાઈટર સાથેની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. આ આગ ક્યાં કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. જોકે ફાયરની ટીમને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી. જેમાં ફાયર સ્ટેશન ના કર્મચારીઓ કંપની માં ફસાયેલા લોકો ને બહાર નીકળવામાં જીવના જોખમો કંપનીના પાછળ ના ભાગે થી નીકળવામાં આવેલ હતા.

જમીનમાં રોકાણના નામે 67 લાખની ચીટિંગ

0

જમીન દલાલની પત્નીની ફરિયાદના આધારે 3 સામે ગુનો.

સુરત,જમીન અને મકાનમાં રોકાણના નામે 67 લાખની રકમ ગુમાવી પડી છે. આ અંગે જમીનદલાલની પત્નીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપતાં પોલીસે 3 જણા સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. પીપલોદ ડિવાઇન બંગ્લોઝમાં રહેતી જમીનદલાલની 48 વર્ષીય પત્ની સોનલ ચૌહાણે આપેલી પોલીસ મુજબ વર્ષ 2014માં તેમના દીકરા સાથે કોલેજમાં રાજેન્દ્ર કાવ્યા અભ્યાસ કરતો હતો. રાજેન્દ્રના પિતા બિલ્ડર હોવાથી તેણે 2015માં બારડોલી, ગંગાધરા, પલસાણા અને નવસારી સહિતની સાઇટોના બ્રોસર બતાવ્યા હતા. રાજેન્દ્રે જમીન- મકાનમાં ઊંચા વળતરની લાલચ આપી 67 લાખનું રોકાણ કરાવી ચીટિંગ કરી હતી.

પુલીસ એ સોનલ ચૌહાણની ફરિયાદના આધારે બિલ્ડર પુત્ર રાજેન્દ્ર બજરંગ કાવ્યા(રહે,નંદ એન્કલેવ,ગોવર્ધન હવેલી, ડુમસ રોડ), ઉધનામાં હાર્ડવેરનો ધંધો કરતા મુકેશ ગૌતમલાલ સોની અને તેનો ભાઈ તનસુખ ગૌતમલાલ સોની(બન્ને રહે,હેપ્પીહોમ એપાર્ટ, ઉધના) સામે ઠગાઈનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

460 રહેણાક તથા 170 કોમર્શિયલ મિલકતો તોડવાની કવાયત શરૂ

0

સુરત,લિંબાયત ઝોને ગોડાદરાના ડીકે નગરમાં 45 મીટર પહોળા રોડ પર લાઈનદોરીમાં આવતી 460 રહેણાક તથા 170 કોમર્શિયલ મિલકતોના દબાણ તોડવા તખ્તો ઘડ્યો હતો. લિંબાયત ડ્રાફ્ટ ટીપી નં-61 (૫૨વટ–ગોડાદરા)માં FP નં-162/એથી 162/બી સુધીના ડીકે નગરમાં 45 મીટર પહોળા રોડને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરાઇ હતી. નજીકના FP નં-151 સ્થિત ગણેશનગર વિભાગ-1 તથા FP નં-148 સ્થિત શ્રીજી નગર-1 અને FP નં-17/બી સ્થિત મંગલભુવન સોસાયટી પાસેના રોડ પરની મિલકતોએ સ્લેબ, બીમ-કોલમ, પતરાનાં શેડ તાણી દીધાં હતા. જેમાંથી 22 દુકાનોના શટર તોડી વધારાના બાંધકામ દુર કરાયા હતા.

સાથે આવા દબાણ અનેક વિસ્તાર માં હાલ થતું હોય છે. તે સમયે સુરત મનપા તરફ થી ગેરકાયદેસર વહીવટ કરી ને પણ કામગીરી પૂરી કરાવી દેવામાં આવેલ હોય છે. અને હાલ માં એ જ જગ્યા ઉપર દબાણ દુર કરવામાં સુરત મનપા ની ટીમ કામે લાગે છે. જેમાં ભષ્ટાચાર ની ગેરવહીવટ પણ જબરદસ્ત જવાબદાર પરિબળો પણ છે.

ઉધના ઝોન-એ ખાતે પાણી વિભાગ ના લાઇન્સ હોલ્ડર પલ્બર શહેરી વિકાસ ના અધિકારી ને જાન થી મારવાની આપી ઘમકી.

0

સુરત, સુરત ના ઉધના ઝોન એ ખાતે સુત્રોના જણવ્યા અનુસાર પાણી વિભાગ ના લાઈન્સ હોલ્ડર પલ્બરએ કોઈ બાત ને લઈ ને બોલાચાલી થતા. શહેરી વિકાસ ના અધિકારી ને જાન થી મારવાની ધમકીઓ આપતા ઝોન ખાતે હાજર સ્ટાફ ના લોકો લાઈન્સ હોલ્ડર પલ્બર ને શહેરી વિકાસ વિભાગ માં થી બહાર ઘક્કો મારી ને નીકળવામાં આવેલ હતા. જેમાં ઉધના ઝોન માં ખુલ્લેઆમ આ રીતે દાદાગીરીથી ધમકીઓથી ઝોન ના સ્ટાફ અને અધિકારીઓ ભય થી ગભરાઈને આખરે પુલીસ સ્ટેશન માં ફરીયાદ કરવામાં આવેલ છે.પુલીસ આ મામલે ગંભીરતા થી લઈ ને આગળ ની તપાસ ચાલુ કરી છે. જેમાં વધુ માહિતી પુલીસ તપાસ માં આવશે.

રેરા રજીસ્ટ્રેશન વગર ચાલતા પ્રોજેકટ ઉપર કાયદેસર ની કાર્યવાહી ક્યારે ?

0

Suresh [email protected] WhatsApp :-9879141480

સુરત, દેશ ના અલગ-અલગ રાજ્ય અને શહેરોમાં થી રોજગાર ની તલાશ માં આવી. રોટી,કપડાં અને મકાન માટે ભણેલા અને અભણ લોકો આવતું હોવાથી પોતના આવડત ના રીતે રોજગારી માટે નોકરી કે ધંધા શુરુ કરી ને પોતના ગુજરાન ચલાવતા હોય છે. પણ અમુક લોકો જેના ખુન માં ચોરી,છેતરપીંડી,કરવાની આવડત તેની પૂર્વજોએ વિરાસત માં આપેલ હોય છે. તેના માટે કાયદાકીય કોઈ પણ રીતે યોગ્ય પગલા લઈ શકતા નથી. કારણકે ભષ્ટાચાર એ એક ભાગ રૂપે જ કામગીરી કરતા હોય છે. જેના નમુના નીચે પ્રમાણે છે.

રોટી અને કપડાં: જીવન જીવા માટે રોટી અને તન માટે કપડાં દરેક લોકો ને જરૂરિયાત હોય છે.

પણ તેના પછી મનુષ્ય ની ઈચ્છાઓ વધારે હોય તો રહેવા માટે પોતના મકાન માટે ની જરૂરિયાત ઊભા થાય છે. બસ એ સમય થી જ વ્યકિત ના કાયદાકીય રીતે કોઈ પણ છેતરપીંડી નું ભોગ ન થાય તે માટે રેરા રજીસ્ટ્રેશન ના કાયદા અમલ માં આવેલ છે.

ધી રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ની કલમ ૩(૧)ની જોગવાઈ મુજબ પ્રમોટર રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યાં વગર તેનાં પ્રોજેક્ટનું વેચાણ, કરી શકતા નથી પણ હાલ માં ભષ્ટાચાર ના લીધે કોઈ પણ જાત નું રજીસ્ટ્રેશન કર્યા વગર પ્રોજેક્ટ ચાલુ કરી ને વેચાણ માટે મુકવામાં આવે છે. જેમાં લોભામણી જાહેરાત આપી ને ગેરમાર્ગે દોરી ને તેનું શોષણ કરવામાં આવે છે. તેના પરિણામે લોકો ને પુલીસ અને કોર્ટ ના દરવાજે ઊભા થવાનું વારો આવે છે.

દસ્તાવેજ ના નામે વેચાણ:- સુરત ના આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કાયદેસર નું દસ્તાવેજ કરી ને વેચાણ કરવા માટે નું જાહેરાત અનેક શોશલ મીડિયા માં આપી. ને ગેરકાયદેસર રીતે અભણ અને ભણેલા લોકો ને છેતરપીંડી ના ભોગ બનેલા છે. તેવું અનેક ઘટના સુરત ના અલગ-અલગ- પુલીસ સ્ટેશન ખાતે નોધવામાં આવેલ છે.

કબજા રસીદ ઉપર ના વેચાણ:- સુરત ના આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કબજા રસીદ ઉપર મકાન વેચાણ કરવાનું કોભાંડ ચાલી રહ્યા છે. જેમાં કબજા રસીદ ઉપર માસિક અને હપ્તા થી જમીનોના વેચાણ કરવામાં આવે છે. જેમાં એક જમીન અનેક લોકો ને વેચી ને ડેવલપર પોતાના આવક ગેરકાયદેસર રીતે ઊભા કરી દેતા હોય છે. જેમાં અને કરી પુલીસ વિભાગ માં આવતું હોવા છતાં કોઈ પણ જાત ની કાર્યવાહી કર્તા નથી.

દસ્તાવેજો અને કબજા રસીદ ના વેચાણ કરવા માટે પણ રેરા રજીસ્ટ્રેશન ની જરુર નથી. કેમ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી

હવે ટૂંક સમય માં અલગ-અલગ વિસ્તારમાં થયેલ આ રીતે ના કોભાંડમાં સામેલ વ્યકિતના નામ સરનામું, પ્રોજેકટ ના નામ, લોકો કેવી રીતે છેતરપીંડી ભોગ બન્યા છે. તેનું ખુલાશો પણ કરવામાં આવશે. જેમાં અનેક રાજકીય રીતે સંકળાયેલા લોકો અને અમુક રાજકીયપક્ષો ના નામ નું દુરુપયોગ કરી પોતના કામગીરી કરી રહ્યા હોય છે.તેના પુરાવા સાથે વિભાગ ની મહેરબાની કેવી રીતે છે. તે જોતા રહેશો આવનાર દિવસમાં.

સુરત શહેર-જિલ્લામાં તા.૨૭મી જાન્યુ.એ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

0

કામરેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાશે.

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલ સુરત શહેર કક્ષાના કાર્યક્રમમાં જોડાશે.

સુરત:બુધવાર:- કેન્દ્રીય શિક્ષા મંત્રાલય દ્વારા તા.૨૭મી જાન્યુ.એ દેશવ્યાપી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં સવારે ૧૦.૩૦ કલાકે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સુરત શહેર-જિલ્લાની ૪૩ શાળાઓમાં મંત્રીશ્રીઓ, પદાધિકારી-અધિકારીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મહાનુભાવો ઉપસ્થિતમાં ‘પરીક્ષા પે ચર્ચા’ યોજાશે. સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંદર્ભે જીવત પ્રસારણમાં સીધો સંવાદ કરશે, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરાશે. કામરેજ ખાતે ધી.કે.વી.કો.ઓ.માધ્યમિક શાળા, રામકબીર, કામરેજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાશે., જ્યારે ઓલપાડની મહાદેવશાસ્ત્રી વિદ્યાલય ખાતે આયોજિત તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને માંડવી ખાતેની વી.એફ.ચૌધરી હાઈસ્કુલમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહેશે,જ્યારે અન્ય તાલુકા કક્ષાએ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

         સુરત શહેર વિસ્તારમાં ગુરૂકુલ કન્યા વિદ્યાલય, કતારગામ ખાતે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કુલ, અઠવાલાઇન્સ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને પી.એચ. બચકાનીવાલા હાઇસ્કુલ, ઉધના ખાતે સાંસદ અને પ્રદેશ સંગઠન અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ  ઉપસ્થિત રહેશે.
                 શહેરી વિસ્તારની શાળાઓમાં જી.ડી. ગોએન્કા સ્કુલ વેસુ ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, એસ.ડી.જૈન મોડેલ સ્કુલ વેસુ ખાતે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, લુડઝ કોન્વેટ સ્કુલ અઠવાલાઇન્સ ખાતે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પ્રેસિડેન્સી સ્કુલ, અડાજણ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, એલ.પી. સવાણી સ્કુલ, અડાજણ ખાતે એડી. કમિશનર અરવિંદભાઈ વિજયન, બી.એ.બી.એસ. હાઈસ્કુલ બારડોલી ખાતે નાયબ કલેક્ટરશ્રી બારડોલી પ્રાંત સ્મિત લોઢા ઉપસ્થિત રહેશે.

અનોખું દાન કરી સુરતના સિંગ પરિવારે ઉત્તરાયણના દાનની મહત્તાને સાર્થક કરી

0

બ્રેનડેડ મંજુબહેનના બે કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી મળી

માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા ચીંધતો સુરતનો પરિવાર

સિવિલ હોસ્પિટલના ઉમદા પ્રયાસોના પરિણામે ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું

ટેક્ષટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.

મંજુબહેનને ચક્કર આવતા બેભાન અવસ્થામાં સિવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

સુરતઃ રવિવારઃ ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ઉત્તરાયણ પર્વમાં દાનનો મહિમા પરાપૂર્વથી વર્ણવાયો છે. વેદો પુરાણોમાં અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન, ઔષધદાન, શાસ્ત્રદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનના અનેક પ્રકારોનું વર્ણન છે. ત્યારે સુરતે અંગદાનને વ્યાપક બનાવ્યું છે અને દેશમાં અંગદાન ક્ષેત્રે બહોળી નામના મેળવી છે. દાનની આ કડીમાં વધુ એક મણકો ઉમેરતા સુરતમાં અનોખું દાન કરી સિંગ પરિવારે ઉત્તરાયણના દાનની મહત્તાને સાર્થક કરી છે. સિંગ પરિવારે નાણાં, અનાજ કે ચીજવસ્તુઓનું દાન નથી કર્યું પણ તેમણે પોતાના બ્રેનડેડ સ્વજનના અંગોનું દાન કરી ઉત્તરાયણ પર્વમાં ‘દાન આવું પણ હોઈ શકે છે’ એવી અનોખી મિસાલ કાયમ કરી છે.

         સુરત શહેરના બમરોલી વિસ્તારની હિરાનગર સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય મંજુબહેન પ્રમોદસિંગ ઉત્તરાયણ પર્વ આવતું હોવાથી તા.૧૨મી જાન્યુઆરીના રોજ તેમના બહેનને ત્યાં તલના લાડુ બનાવવા ગયા હતા, જયાં તેમને અચાનક ચક્કર આવી જતા બેભાન હાલતમાં નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા. વધુ સારવાર માટે મંજુબહેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અહી પ્રેશર વધવાને કારણે બ્રેન હેમરેજ થયાનું નિદાન થયુ હતું. બે દિવસની સઘન સારવાર બાદ આજે મોડીરાત્રે ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલે તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા.
         સિવિલની ટીમે તેમના પરિવારજનોને ઓર્ગન ડોનેશન વિશે જાણકારી આપી અન્યોના જીવન બચાવી શકાય છે તેમ સમજાવતા તેઓ અંગદાન કરવા સહમતિ દર્શાવતા આજે વહેલી સવારે અમદાવાદની સોટોની ટીમ બે કિડની અને લિવરનું દાન સ્વીકારી રવાના થઈ હતી. આમ, સિંગ પરિવારે ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. 
        આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયક, ડો.ઓમકાર ચૌધરી, ડો. નિલેશ કાછડિયા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફની હાજરીમાં અંગોનુ દાન કરાયુ હતું.         
         આમ, સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જેમા સિવિલ હોસ્પિટલના ડોકટરો સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે આજે ૧૩મું અંગદાન થયુ છે.

ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ

0
ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ

હેલ્પલાઈન સેવાને ખુલ્લી મુકતા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્નેહીજનો એક હજાર બ્લેન્કેટનું વિતરણ

નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ.

સુરત:શુક્રવાર: ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા ૧૫ વર્ષથી નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના હસ્તે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથોસાથ ધારાસભ્યશ્રીના હસ્તે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્નેહીજનો એક હજાર બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

            આ પ્રસંગે સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, નિર્દોષ, અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ પણ આપણી સૌની નૈતિક ફરજ હોય છે. ત્યારે વર્ષ ૨૦૧૭ થી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને સારવાર માટે દસ દિવસીય 'કરૂણા અભિયાન' હાથ ધરવામાં આવે છે. સુરતવાસીઓ પણ આ જીવદયા અભિયાનમાં જોડાય એવી અપીલ કરી ઉતરાયણ પર્વમાં શક્ય હોય ત્યાં સુધી પરિવાર સાથે મોટર સાઈકલ પર બહાર જવાનું ટાળવું જોઈએ એમ ઉમેર્યું હતું.
                આ અવસરે નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓ માટે છેલ્લા ૧૫ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવા ચલાવી રહ્યા છીએ. શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, જે સરાહનીય છે. લોકો જાગૃત્ત બનવા સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર થઈ રહ્યા છે.
         નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પલાઈન સેવા માટે કોન્ટેક્ટ નં. ૮૪૬૦૬૭૦૬૪૪, ૯૯૭૯૦૮૭૦૫૩, ૯૮૨૫૫૦૪૭૬૬, ૯૮૨૫૫૨૫૬૩૭, ૯૯૦૯૯૨૭૯૨૪ ઉપર કોલ કરીને ઈજાગ્રસ્ત પક્ષીઓ કે નાગરિકોની સારવાર માટે કોલ કરી શકે છે.
           આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સહસ્ત્રફણા ટ્રસ્ટના લહેરૂભાઈ ચાવાલા, છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહ, આરએમઓ ડો.કેતન નાયક, નિલેશ લાઠીયા, વિરેન પટેલ, વિભોર ચુગ, જગદીશ બુહા સહિત નર્સિંગ એસો.ની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.