Home Blog Page 48

નવી સિવિલ હોસ્પિટલના ફેશિયલ પાલ્સી બિમારીથી પીડિત બાળકો સાથે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલે ૫૯માં જન્મદિવસની ઉજવણી કરી

0
ક્રાંતિ સમય

સિવિલ હોસ્પિટલમાં આવતા બિનવારસી મૃતદેહો માટે આજીવન કફન આપવાનો અનોખો સંકલ્પ કર્યો

૫૦૦થી વધુ સફાઈકામદારોને છત્રી, ૧૫૧ ધાત્રી માતાઓને પોષણયુક્ત કીટ અને ૧૫૧ બાળકોને છત્રીનું વિતરણ

સુરત, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલના ૫૯માં જન્મ દિવસે ખટોદરા કોમ્યુનિટી હોલ ખાતે નર્સિંગ એસોસિએશન અને નર્સિંગ બહેનો દ્વારા ફેશિયલ પાલ્સી બિમારીથી પીડિત બાળકોને છત્રી અને ફ્રૂટ વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિમય ઉજવણી કરી હતી. ઉજવણી પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં બિનવારસી મૃતદેહોને સન્માન પૂર્વક વિધિ થાય તે હેતુથી ૫૦૦ કફન ઈમરજન્સી વિભાગના નર્સિંગ સ્ટાફને અર્પણ કરી આજીવન સેવા પુરી પાડવાનો અનોખો સંકલ્પ કર્યો હતો. બાળકોના વોર્ડમાં ૧૫૧ બાળકોની સાથે ૫૦૦થી વધુ સફાઈ કામદારોને છત્રી, ૧૦૦થી વધુ નવજાત શિશુંને છ માસ સુધી ચાલી શકે તેવા ઝબલા, ગોદડી, રૂમાલ, રજાઈ, ઘોડિયું સહિતની સ્પેશિયલ કીટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ૧૫૧ ધાત્રી-સગર્ભા માતાઓને પોષણયુક્ત કીટ જેમાં ગોળ, ખજૂર, સીંગદાણા, ગુંદરનું પરેશભાઈ પટેલના હસ્તે વિતરણ કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે જન્મદિવસ ઉજવી સમાજને સંદેશ આપ્યો હતો.

આ ઉપરાંત ઉધના વિસ્તારની નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૨૦૮માં વૃક્ષા રોપણ કરી અને પત્ની રોમાબેન અને પરેશભાઈ પટેલે ભારતી મૈયા વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવી આર્શીવાદ લીધા હતા. નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, સુરત શહેરના દરેક નાગરિકે પોતાના જન્મદિવસની ઉજવણી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા કરીને અને શિક્ષણના ધામમાં ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સર્વેશ્રી સંદિપભાઈ દૈસાઈ, મનુભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.કે.એન.ચાવડા, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સિન્ડિકેટ સભ્ય અને મેડિકલ ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક અગ્રણી કલ્પેશ મહેતા, સિન્ડિકેટ મેમ્બર કશ્યપસિંહ ખરચીયા, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુત, સામાજીક અગ્રણી કાળુભાઈ, મહામંત્રી મુકેશભાઈ દલાલ સહિત નગરસેવકો, નર્સિંગ સ્ટાફ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરમાં એકજ વિસ્તારના બે માસૂમ ના મોત, એકને ઉલ્ટી અને બીજાનું શરીર ઠંડુ પડી ગયું હતું

0
ક્રાંતિ સમય

સુરત શહેરમાં બે નાની વયના બાળકોના બીમારીને કારણે મોત થતાં ચકચાર મચી જવા પામી છે. એક બાળક ઠંડું પડી ગયું હતું, જ્યારે બીજાને ઊલટીઓ થવા લાગી હતી. બંને બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન એક બાળકોના મોત નિપજ્યાં હતો જયારે બીજા બાળકનું તો હોસ્પિટલ જતાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું. બંને બાળકો પરિવારના એકના એક દીકરા હોવાથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી છે. બંને પરિવારના એકના એક દીકરા હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લાં 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને નાનો દીકરો છે. રાત્રે દીકરાએ ઊલટી કરવાનું શરૂ કર્યું હતું. પિતા રાજેશે જણાવ્યું હતું કે અઢી વર્ષીય લક્કી રાત્રે ઊલટીઓ કરવા લાગ્યો હતો અને અચાનક જ બીમાર પડી ગયો હતો. સવાર થતાં જ સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા. જોકે રસ્તામાં જ બેભાન થઈ ગયો હતો. સિવિલ લાવ્યા તો તબીબે મૃત જાહેર કર્યો હતો.

મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગરમાં સુનીલ કુમાર પરિવાર સાથે રહે છે. પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. સાડાત્રણ વર્ષીય દીકરો શત્રુઘ્નની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજ સવારે ઠંડો પડી ગયો હતો. જેથી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ પકડાયું, સંચાલકની ધરપકડ

0
ક્રાંતિ સમય

સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની બાજુમાં અનમોલ કોમ્પ્લેક્સની દુકાનમાં સેક્સ રેકેટ પકડાયું. દુકાનમાંથી પોલીસે કોન્ડોમ સહિતનો સામાન કબજે કર્યો. ક્રાઇમબ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળેલી બાતમીના આધારે ગુરુવારે બપોરે અનમોલ કોમ્પ્લેક્સમાં રીલેક્શન સ્પા નામની દુકાનમાં રેડ કરી હતી. રેડમાં ત્યાંથી 3 યુવતી મળી આવી હતી. પોલીસે 3 યુવતીને મુક્ત કરાવી. દુકાનમાં સ્પાના નામે સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસે સ્પાની દુકાનનું સંચાલક કરતી પૂજાદેવી મનીષ ચમાર(23)(રહે, આવાસ, ભેસાણ રોડ, મૂળ રહે. યુપી)ની ધરપકડ કરી છે. પોલીસે ગ્રાહકને રંગેહાથ પકડી સ્પાની દુકાનની માલિક મમતા ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરી છે.

સુરત શહેરના પાંડેસરા અને ઉધના વિસ્તારના બે મેડીકલ સ્ટોરના સંચાલક પ્રિસ્કીપશન વિના સીરપ-દવા વેચતા ઝડપાયા

0
ક્રાંતિ સમય

સુરત એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી પ્રિસ્કીપશન વિના નશાયુક્ત દવા અને સીરપ વેચતા પાંડેસરા હાઉસીંગ બોર્ડ સ્થિત જયવીર મેડીકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સમાંથી તેમજ ઉધના ગાંધીકુટીર સ્થિત વંશ મેડીકલ સ્ટોરમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી 3339 ટેબલેટ અને સીરપની 44 બોટલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા હાઉસીંગ બોર્ડ સ્થિત જયવીર મેડીકલ સ્ટોર્સ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સમાં નશાયુક્ત દવા અને સીરપનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ રેઇડ કરી હતી.એસઓજીએ દુકાનમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી અલગ અલગ 2639 ટેબલેટ અને નશાકારક સીરપની 14 બોટલ કબજે કરી હતી.એસઓજીએ દુકાનના સંચાલક વિજયભાઈ સોમાભાઈ પટેલ ( રહે.1781, હર્ષ બંગલો, ખરવાસા રોડ, ડીંડોલી, સુરત ) ની અટકાયત કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તદુપરાંત એસઓજીએ ઉધના ગાંધીકુટીર સ્થિત વંશ મેડીકલ સ્ટોરમાં નશાયુક્ત દવા અને સીરપનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ રેઇડ કરી હતી.એસઓજીએ દુકાનમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી અલગ અલગ 700 ટેબલેટ અને નશાકારક સીરપની 30 બોટલ કબજે કરી હતી.એસઓજીએ દુકાનના સંચાલક મિથીલેશ અનિલભાઈ શાહ ( રહે.49, શક્તિનગર, ગોવાલક રોડ, પાંડેસરા, સુરત ) ની અટકાયત કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૨૩મી જુલાઈએ ફુટ સેફ્ટી એન્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત ‘ઈટ રાઈટ મિલેટ્સ મેળાને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા ખુલ્લો મુકશે

0
ક્રાંતિ સમય

મિલેટ્સ રંગોલી, પોસ્ટર મેકિંગ, સ્લોગન લખાણની વિવિધ સ્પર્ધાઓ યોજાશે

શહેરીજનોને મિલેટ્સ ખરીદવા તથા વિવિધ મિલે્ટસના વ્યંજનોનો સ્વાદ માણવા અનુરોધઃ

સંયુક્ત રાષ્ટ્રના વિવિધ સૂચકાંક સ્વાસ્થ્ય અનુસાર ભારતમાં ૫૦ ટકાથી વધારે તથા ગુજરાતમાં ૫૩ ટકા એનિમિયાના લક્ષણો જોવા મળે છે જે સમસ્યાની નાબુદી માટે મિલેટ્સ ઉત્તમ ખોરાક છેઃ FSSAIના પશ્વિમ વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી પ્રિતી ચૌધરી

આજનું યુવાધન જંકફુડના સ્થાને મિલેટ્સયુકત ખોરાક તરફ વળે તે જરૂરી છેઃ

શાળા-કોલેજો, સરકારી-અર્ધકારી સંસ્થાઓના કેન્ટીનોમાં અઠવાડિયામાં એકવાર પોતાના મેનુમાં મિલેટ્સની વાનગીઓને સ્થાન મળે તેવા પ્રયાસો કરવામાં આવશેઃ જિલ્લા કલેકટર આયુષ ઓક

સુરત, ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલે્ટસ એટલે શ્રી અન્ન. નાગરિકો મિલે્ટસનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે વડાપ્રધાનશ્રીએ કરેલી હિમાયતના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી દેશભરમાં મિલે્ટસની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મિલેટ્સ મેળા વિશેની માહિતી આપતા FSSAIના પશ્વિમ વિભાગના પ્રાદેશિક નિયામક પ્રિતી ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI), પશ્ચિમ ક્ષેત્ર દ્વારા આગામી તા.૨૩મી જુલાઈએ વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના એમ્પિથીયેટર ખાતે વોકેથોન અને ‘ઈટ રાઈટ મિલેટ્સ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્દધાટન કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવશે. નાગરિકોના સુદઢ સ્વાસ્થ્ય માટે મિલે્ટસનો વધુને વધુ ખોરાકમાં ઉપયોગ થાય તે જરૂરી છે. જેનાથી કુપોષણની સમસ્યામાંથી મુકિત તથા એનિમિયાની સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રના વિવિધ સૂચકાંક સ્વાસ્થ્ય અનુસાર ભારતમાં ૫૦ ટકાથી વધારે તથા ગુજરાતમાં ૫૩ ટકા એનિમિયાના લક્ષણો જોવા મળે છે જે સમસ્યાની નાબુદી માટે મિલેટ્સ ઉત્તમ ખોરાક છે. ફુડ ઓથોરિટી દ્વારા બાજરી, જુવાર, નાગલી, રાજગરો, કાગ, સાંવા જેવા ૧૫ પ્રકારના મિલે્ટસને પ્રમાણિત કરવામાં આવ્યા છે. આજનું યુવાધન જયારે જંકફુડ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણી પ્રાચીન પરંપરાસમા મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. મિલે્ટસને એક ફેશન સ્ટેટસ તરીકે પ્રમોટ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મિલેટ્સમાં ફાઈબરરિચનું પ્રમાણ વધુ હોય છે. સાથે આર્યન, પ્રોટિન સાથે અન્ય માઈક્રો ન્યુટ્રીશન પણ હોવાથી તેને દૈનિક દિનચર્યામાં સમાવેશ કરવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, તા.૨૩ જુલાઈએ સવારે વોકથૉન દોડ, ૧૧.૦૦ વાગે મિલેટ્સ આધારિત ફૂડ સ્ટોલ અને બાજરી આધારિત સ્પર્ધાઓ જેમ કે, પોસ્ટર મેકિંગ, સ્લોગન લેખન, આધારિત રેસીપી, રંગોળી બનાવવી, સ્વસ્થ સાપ અને સીડીનો સમાવેશ થશે. સાંજે ૪.૦૦ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, ઈનામ વિતરણ તથા સમાપન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી. સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકે જણાવ્યું કે, શહેરીજનો દૈનિક મિલેટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય તે માટે શાળા-કોલેજો, સરકારી-અર્ધકારી સંસ્થાઓના કેન્ટીનોમાં અઠવાડિયામાં એકવાર પોતાના મેનુમાં મિલેટ્સની વાનગીઓને સ્થાન આપે તે માટે સેમિનારો-મીટીંગો યોજવામાં આવશે. આ ઉપરાંત શહેરની હોટેલ-રેસ્ટોરન્ટ એસોસિયેશનો સાથે પણ મીટીંગ કરીને મિલેટ્સને પોતાના મેનુમાં સ્થાન આપે તે માટેના પ્રયાસો કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી. આ અવસરે દ.ગુ.યુનિ.ના વાઈસ ચાન્સેલરશ્રી કે.એન.ચાવડાએ કોલેજોના વિદ્યાર્થીઓને મિલેટસ પ્રત્યે જાગૃતિ આવે તે માટે યુનિ. દ્વારા પ્રયાસો કરવામાં આવશે.

ગુજરાતના ઔદ્યોગિક વિકાસની ઐતિહાસિક ક્ષણ: ટેક્ષ્ટાઈલ ક્ષેત્રમાં નવી ક્રાંતિના મંડાણ

0
ક્રાંતિ સમય

નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ.

સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર

મુખ્યમંત્રીશ્રી:-
 રાજ્યના ટેક્ષ્ટાઈલ સેક્ટરના વિકાસની નવી દિશા ખૂલશે: રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે મોટી ઉપલબ્ધિ
 ગુજરાત દેશની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝની કુલ નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે.
 દેશભરના ડેનિમ કાપડનું ૬૦ થી ૭૦ ટકા ઉત્પાદન એકલું ગુજરાત કરે છે, જે સમગ્ર દેશમાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે

 પી.એમ. મિત્ર પાર્ક ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું વિઝન સાકાર કરશે

કેન્દ્રીય ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલ
 પી.એમ. મિત્ર પાર્કથી સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશે

 વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે

વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત નિર્માણ’ના વિઝનને સાકાર કરવાનો PM મિત્ર પાર્ક યોજનાનો ઉદ્દેશ્ય: કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

ઉદ્યોગકારો માટે ગુજરાત સૌથી વધુ સુરક્ષિત રાજ્ય: રોકાણ માટે ગુજરાત સૌથી શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે: સાંસદ સી.આર. પાટીલ

પી.એમ. મિત્ર પાર્કમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનશે

વાંસીબોરસી પાર્કથી આશરે ૧ લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ રોજગારીનું સર્જન થશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના સાત રાજ્યોમાં સ્થપાશે, જેના ભાગરૂપે ગુજરાતના નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે સુરત ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત એમ.ઓ.યુ. સમારોહમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. વાંસીબોરસીમાં સાકાર થનાર આ પાર્કમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉભી થશે. વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. અહીં ટ્રેનિંગ, રિસર્ચ અને ઈનોવેશનનો ત્રિવેણી સંગમ સર્જાશે. આ પાર્ક ટેક્ષ્ટાઈલ સેક્ટરની તંદુરસ્ત હરિફાઈને ઉત્તેજન આપી નિકાસને વેગ આપશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને ગ્લોબલ ટેક્ષટાઈલ હબ બનાવવાનો સંકલ્પ કર્યો છે. દુનિયાના સૌથી જૂના ઉદ્યોગો પૈકીનો એક કાપડ ઉદ્યોગને વર્તમાન સમય અનુરૂપ અને આવનારા સમય સાથે તાલમેલ સાધવા આધુનિકીકરણનો માર્ગ અખત્યાર કર્યો છે.‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વિકાસ પથ પર આગળ વધી હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટે સજ્જ બન્યા છે જેનો આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે ૧૧૪૧ એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. વિકાસની તેજ ગતિથી પીએમ મિત્ર પાર્ક ‘આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત’નું નવું સીમાચિહ્ન સર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત કાપડ ઉત્પાદન અને વ્યાપારના મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે, અને દુનિયાભરમાં ‘પૂર્વનું માન્ચેસ્ટર’, ‘ટેક્ષટાઈલ સ્ટેટ ઑફ ઈન્ડિયા’ અને ‘ભારતનું ડેનિમ કેપિટલ’ તરીકેની આગવી નામના ધરાવે છે. ગુજરાતની કાપડ ઉદ્યોગની સિદ્ધિઓ વર્ણવતા તેમણે જણાવ્યું કે ગુજરાત દેશની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝની કુલ નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે. દેશભરના ડેનિમ કાપડનું ૬૦ થી ૭૦ ટકા ઉત્પાદન એકલું ગુજરાત કરે છે, જે સમગ્ર દેશમાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉપરાંત, કપાસનું ૩૭ ટકા ઉત્પાદન ગુજરાત કરે છે, દેશમાંથી થતી નિકાસમાં ૬૦ ટકા ફાળો આપે છે. દેશના કુલ મેન મેડ કોટન ફાઈબર ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો પ ટકા છે, જ્યારે સિન્થેટીક ફાઈબરના ઉત્પાદનના કિસ્સામાં સૌથી મોટો ફાળા આપતા રાજ્ય તરીકે વુવન ફાઈબર ઉત્પાદનમાં 30 ટકા ફાળા સાથે અગ્રસ્થાને છે.
જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઈસ પાર્ક, ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપેજ રિસાયકલિંગ પાર્ક, મોરબીમાં સિરામીક પાર્ક અને બનાસકાંઠામાં એગ્રો ફૂડ પાર્ક સહિત અનેક નવા ઔદ્યોગિક પાર્ક આગામી સમયમાં ગુજરાતની વિકાસગાથાને વધુ ઉજ્જવળ બનાવશે એમ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વિકાસલક્ષી નીતિ વર્ણવતા કહ્યું હતું.

તેમણે કહ્યું કે, પી.એમ. મિત્ર પાર્ક ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું વિઝન સાકાર કરશે. ટેક્ષ્ટાઈલ પાર્ક માટે નવસારી જિલ્લાનું વાંસીબોરસી સર્વાધિક અનૂકુળ હોવાથી પસંદ કર્યું છે, અહીં ૧૧૪૧ એકરમાં સાકાર થનાર પાર્ક દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિકાસની નવી રાહ કંડારશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ પીએમ મિત્ર પાર્કની સ્થાપના માટે ગુજરાતની પસંદગી કરવા બદલ વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, PM મિત્ર પાર્ક એક આગવું ઔદ્યોગિક મોડેલ બનશે, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો કાપડ ઉદ્યોગમાં રોકાણ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઊભી કરવા, ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવા માટે સાથે મળીને કામ કરશે. ઉદ્યોગ પ્રોત્સાહન નીતિ હેઠળ આપવામાં આવતા તમામ લાભો પાર્કમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રીશ્રીએ ગુજરાતના ચોમેર વિકાસની સરાહના કરતા કહ્યું કે, ગુજરાત લોજીસ્ટીક, નેશનલ સ્ટાર્ટ અપ ઈન્ડેક્સ, ગુંડ ગવર્નન્સ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, નિકાસ જેવા ક્ષેત્રોમાં અવ્વલ છે અને માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. પી.એમ. મિત્ર પાર્કથી નવસારી જિલ્લામાં વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના યશસ્વી નેતૃત્વમાં ભારતની વિદેશનીતિનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ચૌમુખી વિકાસની હારમાળા સર્જનાર વડાપ્રધાનશ્રીની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન સમગ્ર અમેરિકન સંસદ, સ્થાનિક જનતા દ્વારા અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરાયું, ‘નરેન્દ્રભાઈ ઈઝ ધ બોસ’ એવા ઉદ્દગારોથી તેમને બિરદાવવામાં આવ્યા, જે દરેક ભારતીય માટે ગૌરવભરી ઘટના હોવાનું શ્રી ગોયલે કહ્યું હતું. કેન્દ્રીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, PM મિત્ર પાર્ક યોજનાનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત નિર્માણના વિઝનને સાકાર કરવાનો અને વૈશ્વિક કાપડના નકશા પર ભારતને મજબૂત સ્થાન આપવાનો છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, PM મિત્ર યોજના વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવા અને કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે. મિત્ર પાર્ક એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનાવશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે. ભારત સરકારે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા અને નિકાસ વધારવા માટે ટેક્ષ્ટાઈલ ઉત્પાદનો, એટલે કે MMF એપેરલ, MMF ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઈલ ઉત્પાદનો માટે ઉત્પાદન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે, ત્યારે આ યોજનામાં જોડાયેલા ૮૬ પૈકી ૧૩ ઈન્વેસ્ટરો માત્ર સુરતના છે.

ગુજરાતના ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી લઈને હાલની સ્થિતિએ પણ હંમેશા ગુજરાતની ચિંતા કરતા રહ્યા છે. તેઓની દુરંદેશીતા અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત રાજ્ય વિકાસના પથ પર સતત આગળ વધી રહ્યું છે. તેમાં પણ સમગ્ર દેશમાં નિર્માણ પામનારા ૭ પી.એમ. મિત્રા પાર્ક પૈકીનો એક પાર્ક ગુજરાતને મળ્યો જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. ભારત સમગ્ર વિશ્વમાં વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે તેમાં ગુજરાતનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં રોકાણ માટે વિશ્વના રોકાણકારો આગળ આવી રહ્યા છે. તેના કારણે ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રે અનેક સફળતાઓ સાંપડી છે. મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં નાગરિકો માટે રોજગારી સર્જન કરવા સાથે દેશના જીડીપી ગ્રોથ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સતત પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છે. પર્યાવરણની જાળવણી સાથે રોજગાર સર્જનમાં અગ્રેસર ગુજરાતમાં રોકાણકારોને આવકારી ૧૦૦ દિવસનો લક્ષ્યાંક નક્કી કરતા અનેક એમ.ઓ.યુ. કરીને સ્થાનિક ઉદ્યોગકારોને પણ બળ પુરૂં પાડ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

દેશની વસ્તીમાં પાંચ ટકા, અને ભૌગોલિક ક્ષેત્રફળમાં છ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત દેશની જી.ડી.પી.માં ૮.૪ ટકાનું માતબર યોગદાન આપે છે એમ જણાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, PM મિત્ર પાર્કની પરિકલ્પનાથી વડાપ્રધાનશ્રીએ માત્ર વર્તમાન વ્યાપારી સમૂહોની જ નહીં, પણ ભાવિ પેઢીના સોનેરી ભવિષ્યને સુનિશ્ચિત કર્યું છે. આહવાથી ઉભરાટને જોડતા બ્રિજને પણ મંજૂરી મળી ચૂકી છે. દેશના સાત પાર્ક્સ પૈકી વાંસી બોરસી પાર્ક ઝડપભેર સાકાર થાય એવા સઘન પ્રયાસો કરીને અગ્ર સ્થાને રહેવાનો દ્રઢ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, ઉદ્યોગકારો, વ્યાપારીઓ રજૂઆતો કે માંગણી કરે એ પહેલા જ તેમની માંગણીઓને પારખી લઈને માંગ્યા વિના જ સુવિધાઓ આપવાની કાર્યપદ્ધતિ રાજ્ય સરકારે વિકસાવી છે. દર વર્ષે માત્ર ત્રણ ટકા જ પાણીમાં ભાવ વધારો થાય એવો ઉદ્યોગકારોને અત્યંત રાહત આપતો નિર્ણય એ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ઉદ્યોગકારોની આ પાર્કમાં રોકાણ માટેનો ઉત્સાહ અને માંગ જોતા ૧૧૪૧ એકર જમીન ઓછી પડશે જેથી હજુ વધુ જમીનની તીવ્ર આવશ્યકતા રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી પાટિલે જણાવ્યું કે, ઉદ્યોગકારો માટે વ્યવસાયની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય સૌથી વધુ અનૂકુળ રહ્યું છે. ગુજરાત તેમના માટે રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે. જ્યારે ઉદ્યોગ ક્ષેત્રે સ્કીલ્ડ લેબર સૌથી વધુ પ્રમાણમાં સુરતમાં ઉપલબ્ધ છે જેનાથી રાજ્યની અર્થવ્વસ્થાને મોટો લાભ થશે.આ વેળાએ PM મિત્ર પાર્કના વિઝન અને મિશનની વિગતો આપતા બ્રોશરનું મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ‘PM મિત્ર યોજનાની જાણકારી આપતી વિડીયોફિલ્મનું નિદર્શન સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં અગ્રણી ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારશ્રી પુનિત લાલભાઈ(અરવિંદ મિલ) અને બાલકૃષ્ણ ગોએન્કા(વેલસ્પન ગ્રુપ) એ PM મિત્ર પાર્ક અંગે ખુશી વ્યક્ત કરી પ્રોત્સાહક પ્રતિભાવો આપ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ રોકાણ માટે ઉત્સાહ રૂચિ દર્શાવી હતી.

પ્રારંભે કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રાલયના સચિવશ્રી રચના શાહે સ્વાગત ઉદ્દબોધન કરી મહાનુભાવોને આવકાર્યા હતા અને પી એમ મિત્ર પાર્કની વિસ્તૃત રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે રાજ્યના ઉદ્યોગ વિભાગના સચિવશ્રી એસ.જે.હૈદરે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી કે.સી.પટેલ, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી એમ.કૈલાસનાથન, GIDCના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી ડો.રાહુલ ગુપ્તા, મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, GIDCના જોઈન્ટ ડિરેક્ટરશ્રી એન.કે.મીણા સહિત ધારાસભ્યશ્રીઓ, GIDC ના અધિકારીઓ સહિત કાપડ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મનપા, સુડા, અને માર્ગ-મકાન વિભાગના રૂ.૫૦૨.૩૪ કરોડના જનહિતલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

0
ક્રાંતિ સમય

વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ-દુનિયાને નરેન્દ્રભાઈ મોદીએ શીખવ્યું છેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આયોજનબધ્ધ રીતે જે કામ કરી શકે તે આગળ વધી શકે તેનું ઉત્તમ ઉદાહરણ સુરતે પુરૂ પાડયું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા રૂ.૪૦૩.૦૩ કરોડના ખર્ચે નિર્મિત આઉટડોર રિંગરોડ અને તાપીબ્રિજનું લોકાર્પણ

રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના ૧૩ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણઃ

રૂ.૨૦.૧૩ કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરીના બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા, અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને માર્ગ-મકાન વિભાગના રૂ.૫૦૨.૩૪ કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે.
લોકોનુ જનજીવન સહજ અને સરળ બને તે માટે નરેન્દ્રભાઈ મોદીએ ઈઝ ઓફ લિવિંગની કાર્યપ્રણાલી અપનાવી છે. સુરત શહેર આયોજનબધ્ધ રીતે આગળ વધતુ અને ધબકતું શહેર છે. જે આયોજનબધ્ધ આગળ વધે છે તેના વિકાસને કોઈ રોકી શકતુ નથી. ૧૯૯૫માં રાજયનું બજેટ ૧૨,૦૦૦ કરોડનું હતું. જે આજે વધીને ત્રણ લાખ કરોડે પહોચ્યું છે. લોકોની સુખાકારી વિકાસ માટે જેટલા નાણા માંગો તે આપવા સરકાર તૈયાર છે.

સુરત સતત આગળ વધતું શહેર છે. સૌથી વધુ ફલાય ઓવર બ્રીજ તરીકે જાણીતું છે. પી.એમ.મિત્રા પાર્કના એમ.ઓ.યુ. આજે કરવામાં આવ્યા છે અને યોગનો વિશ્વવિક્રમ પણ સુરતે પોતાના નામે અંકિત કર્યો છે. તાજેતરમાં નર્મદા અને તાપી જિલ્લાના બોર્ડર વિલેજના ગામડાઓની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેવાડાના માનવી સુધી રોડ-રસ્તા, આરોગ્ય સહિતની ઈન્ફ્રાસ્ટ્રકચર સવલતો પહોંચી છે. દેશ અને રાજયમાં માત્ર વિકાસ અને વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ-દુનિયાને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શીખવ્યું છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતમાં થઈ રહેલા વિકાસકામોની વિગતો આપતા કહ્યું કે, ૨૦૧૪ના વર્ષમાં પાંચ શહેરોમાં મેટ્રોનું નેટવર્ક હતું જે આજે ૨૦ જેટલા શહેરોમાં ડેવલપ થયું છે. છ લાખ મધ્યમ વર્ગના લોકો માટે ક્રેડિટ લીંક સબસિડી યોજના આર્શીવાદરૂપ બની છે. ઉડ્ડાન યોજના હેઠળ દેશના સેકન્ડ અને થર્ડ શહેરો હવાઈ પરિવહન સાથે એક પછી એક જોડાયા છે.

સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(URDCL) દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.૪૦૩ કરોડના ખર્ચે સુરત શહેરની ફરતે તૈયાર થયેલા આઉટડોર રિંગરોડના તથા તાપી નદી પર વાલક ખાતેના બ્રિજનું લોકાર્પણ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા અંદાજિત રૂ.૩૩.૦૮ કરોડના ખર્ચે વિકાસકામો લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન હસ્તકના રૂ.૨૦.૧૩ કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરી બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સુરત વિશ્વના ઝડપી વિકસતા શહેરોમાં નામના ધરાવે છે. ગમે તેવી આફતને અવસરમાં પલટાવી દેવા માટે સુરતીઓ જાણીતા છે. સમસ્યાઓનો સામનો કરવોએ સૂરતની આગવી તાસીર રહી છે. વિશ્વ ફલક પર ડાયમંડ અને ટેક્સટાઈલક્ષેત્રે જાણીતુ સૂરત સ્વચ્છતાથી લઈ ઝીરો સ્લમ તરફ તેજગતિથી આગળ વધી રહ્યું છે.

આઉટડોર રીંગરોડ એ વિકાસનો ફાસ્ટટ્રેક છે તેમ જણાવીને શહેરના આઈકોનીંક પ્રોજેક્ટો સાકાર થવાથી શહેરનો વિકાસ વધુ ઝડપી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આ અવસરે સાંસદશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સુરત શહેર વિકાસનું શ્રેષ્ઠ મોડલ બન્યું છે. એક પછી એક નવા ઉમેરાતા નવીન પ્રકલ્પો સાથે સુરતમાં આવતા મહેમાનોને દર વખતે વિકાસની એક નવી ભેટ જોવા મળે છે. ૧૦ જેટલા આઈકોનિક પ્રોજેક્ટ એક સાથે ચાલતા હોય તેવુ સૂરત શહેર દેશમાં પ્રથમ છે તેમ ઉમેરતા સાંસદશ્રીએ શહેરીજનોના સાથ સહકાર તેમજ સરકાર અને પાલિકા દ્વારા થઈ રહેલા સંયુક્ત પ્રયાસોને આવકાર્યા હતા.
આ અવસરે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, જેમ જેમ સુરત ઝડપી વિસ્તરીત થઈ રહ્યું છે તેમ રાજય- કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને વધુને વધુ ઈન્ફાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ પુરી પાડી રહ્યું છે. કોરોનાકાળના કારણે ધણા દેશોનો વિકાસ મંદ પડયો છે ત્યારે ભારત સહિત ગુજરાતનો વિકાસ તેજ ગતીએ ચાલી રહ્યો છે તે આ સરકારની મોટી ઉપલબ્ધિ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે ટેક્સટાઈલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સર્વશ્રી વિનોદભાઈ મોરડિયા, સંદિપભાઈદેસાઈ, સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા,મનુભાઈ પટેલ, કાંતિભાઈ બલર, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપુત, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, કોપોર્રેટરશ્રીઓ, મનપા અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પલસાણાના અંભેટીમાં BOB ના ગ્રાહક મિત્ર જીજ્ઞેશ પટેલે ગરીબ ગ્રાહકો ના પૈસા ઉસેડી લીધા!

0

સુરત,પલસાણા તાલુકાના અભેટી ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાના બેન્ક કોરસપોન્ડન્ટે ગ્રાહકોની જાણ બહાર એમના ખાતામાંથી થોડા કરી લાખો રૂપિયા ઉપાડી લીધા હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે.

અંભેટી ગામમાં આવેલા બેન્ક ઓફ બરોડામાં ગ્રાહકોની સુવિધા અને સગવડ માટે બેન્ક કોરસપોન્ડન્ટ એટલે કે બેન્ક ગ્રાહક મિત્ર તરીકે ગામના જગ્નેિશ પટેલ નામના વ્યક્તિની નિમણૂંક કરી હતી. જિગ્નેશ પટેલ પાસે ગામના અભન્ન ગરીબ લોકો પોતાનાં ખાતામાંથી પૈસાનો વ્યવહાર કરવા માટે જતા હતા. વ્યવહાર માટે ગ્રાહક અને જિગ્નેશના અંગૂઠાની છાપ જરૂરી હોવાથી ગ્રાહક એક વખત અંગૂઠાની છાપ આપે પછી જગ્નેિશ ચાલાકી કરીને ફરીથી છાપ લઈ ખાતામાંથી પૈસા ઉપાડી લેતો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી જિગ્નેશ આ નાણાંકીય લીધા હોવાનું કબૂલ કરી નાણાં પરત કરવાની બાંહેધરી આપી હતી. ગ્રાહકના ખાતામાંથી જાણ બહાર રૂપિયા ઉપાડી લીધા હોવાની વાત પ્રસરતા ગામમાં ખળભળાટ મચ્યો છે. કથિત રીતે જગ્નિશે છેલ્લા મહિનાઓ દરમિયાન ઘણાં ખાતાં સાફ કર્યા હોવાથી કૌભાંડનો આંકડો લાખોમાં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. બેંકે આ મામલે પોલીસ બહાર ફરીયાદ કરી નથી ત્યારે ગરીબ હોવાની વાત ગ્રામજનોના વિધવા સહાય,પેન્શન સહિતના નાંણ ઉસેટી લેનાર જગ્નેિશ પટેલ વિરુદ્ધ ખાતાં કોણ ફરીયાદ કરે અને કેવો ન્યાય આંકડો મળે છે.એ જોવું રહેશે.

ઘટનાની ઉપરી શાખામાં જાણ કરી છેઃ બેન્ક મેનેજર

આ મામલે બેંક મેનેજર આકાશ પાટીલે જણાવ્યું હતું કે, આ મામલે ઉપરી શાખાને જાણ કરી અભિપ્રાય માંગવામાં આવ્યો છે. સાથે જ કેટલાક લોકોના નાણાં પરત અપાવ્યા છે અને હજુ પ્રયત્ન ચાલુ છે. સાથે જ એમને આપેલી બેન્ક કોરસપોન્ડન્ટ તરીકેની જવાબદારી પરત લઇ લેવામાં આવી છે, રિજનલ ઓફિસમાંથી ફરિયાદ કરવાની પરવાનગી મળ્યે અમો પોલીસને જાણ કરીશું.

બેંક ના ગ્રાહક મિત્ર તરીકે કામગીરી કરતી અનેક કંપનીઓ પણ શંકાસ્પદ કામગીરી કર્તા તેના કર્મચારીઓ ની તપાસ થશે કે નહી?

બેંક મિત્ર તરીકે ની કામગીરી કરવામાં માટે અમુક કંપનીઓ અને તેના કામગીરી કર્તા એજન્સીઓ ના કર્મચારીઓ કઈ કામગીરી પણ શંકાસ્પદ હોય છે. જેમાં એજન્સી તેના બેંક મિત્ર બનવા માટે તેના પાસે રકમ ની વસુલાત ગેરકાયદેસર રીતે કરવામાં આવે છે. જેમાં કર્મચારીઓ વિસ્તારમાં જે બેન્ક કોરસપોન્ડન્ટે તરીકે ની નિમણૂક કરવામાં આવે છે.તેની પાસે એક મોટી રકમ ની વસુલાત કરી પછી જ તેની નિમણૂક કરવામાં આવે.તેમાં પણ નીતિનિયમ નું ઉલ્લંઘન કરી ને તેની નિમણૂક બેંક ના કાર્યક્ષેત્ર બહાર પણ નિમણૂક કરવામાં આવે. જે થી ગ્રાહક ને થતી ફરિયાદો બેંક પાસે મળતી જ નથી.

BOB ના ગ્રાહક મિત્ર ના તપાસ કરવાનું જરૂરી.

અલગ-અલગ વિસ્તાર માં બેંક તરફ થી તેના BOB ના ગ્રાહક મિત્ર બનાવી દેવામાં આવેલ હોય છે. પણ જગ્યા ઊપર તે મળતા ન નથી અને કામગીરી પણ અન્ય સ્થળ ઊપર કર્તા હોય તેવું જણવા મળેલ છે.જે એક તરીકે ભષ્ટાચાર કરી ને ગ્રાહક મિત્ર નિમણૂક કરવામાં આવેલ હોય છે. જેમાં ઉધના, પાંડેસરા જેવા વિસ્તાર માં અમુક લોકો ન તેની કંપનીઓ મારફતે જ તેની નિમણૂકન કર્તા હોય છે. તેવું માહિતી મળેલ છે. જેની તપાસ જરૂરી છે.

તા.૧૩મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૫૦૨.૩૪ કરોડના ખર્ચે સુરત મનપા, સુડા અને માર્ગ-મકાન વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

0
ક્રાંતિ સમય

રૂ.૨૦.૧૩ કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરીના બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ

રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના ૧૩ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂ.૪૦૩.૦૩ કરોડના ખર્ચે નિર્મિત રિંગરોડ અને તાપીબ્રિજનું લોકાર્પણ થશે

સુરત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૧૩મી જુલાઈએ કુલ રૂ.૫૦૨.૩૪ કરોડના ખર્ચે સુરત મનપા, સુડા અને માર્ગ-મકાન વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. જેમાં પાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(URDCL) દ્વારા અંદાજિત રૂ.૪૦૩ કરોડના ખર્ચે સુરત શહેરની ફરતે બનાવવામાં આવનાર વિવિધ રિંગરોડ અને તાપી નદી પર બ્રિજનું લોકાર્પણ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા અંદાજિત રૂ. ૩૩.૦૮ કરોડના ખર્ચે વિકાસકામો લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન હસ્તકના રૂ.૨૦.૧૩ કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરી બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તા.૧૩મીએ સાંજે ૪.૦૦ વાગ્યે અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે સમારોહ યોજાશે.

રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના ૧૩ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
રૂ.૪.૦૯ કરોડના ખર્ચે કતારગામની નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૬,૧૭૭ નવનર્મિત શાળા, રૂ.૫.૬૮કરોડના ખર્ચે લિંબાયત-ડીંડોલી ખાતે ફર્નીચર અને ઈન્ટીરીયર સહિત અધતન લાઈબ્રેરી, રૂ.૭૧લાખના ખર્ચે વેસુ ખાતે ચિન્ડ્રન પાર્ક, રૂ.૮૪ લાખના ખર્ચે પાલી, સચિન, કનસાડ ખાતે ગાર્ડન, રૂ.૫.૩૯ કરોડના ખર્ચે સરથાણા-સીમાડા ખાતે ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ કવાટર્સ, રૂ.૧.૩૬ કરોડના ખર્ચે મોટાવરાછા-ઉત્રાણ ખાતે મલ્ટીપર્પઝ કોમ્યુનિટી પ્લોટ ડેવલપ કરવાનું કામ સહિત કુલ રૂ.૧૮.૦૭ કરોડના ખર્ચે છ વિકાસના કામોનું લોકાર્પણ કરાશે. જ્યારે રૂ.૪.૬૪ કરોડ ખર્ચે ઉમરવાડા ખાતે આધુનિક વાહન તથા દબાણ ડેપો, રૂ.૧ કરોડના ખર્ચે પુણા ખાતે હેલ્થ સેન્ટરની આગળ ખુલ્લી જગ્યામાં એક્ષ્પાન્શન કરવાનું કામ, રૂ.૪,૯૭ કરોડના ખર્ચે વરાછા વડવાળા સર્કલ, વેજિટેબલ માર્કેટ તથા મલ્ટીલેવલ પાર્કિંગ, રૂ.૧૧.૪૮ કરોડના ખર્ચે લિંબાયત-ડિંડોલી ખાતે કોમ્યુનિટી હોલ, રૂ.૧.૪૧ કરોડના ખર્ચે લાલ દરવાજા ફ્લાય ઓવર નીચે, કતારગામ દરવાજા, વેડ દરવાજા ફ્લાય ઓવર બ્રીજ નીચે રાંદેર ઝોન, સ્ટાર બજાર ફ્લાય ઓવર બ્રીજ નીચે અને સરથાણા ઝોનમાં, સીમાડા નાકા જંકશ્ન ખાતે સરથાણા ફ્લાય ઓવર બ્રીજ નીચે પોર્ટેબલ ટાઈપ બી.આર.ટી.એસ બસ શેલ્ટરો, રૂ.૩.૫૨ કરોડના ખર્ચે પાલ તથા પાલનપોર ગાર્ડના નવીનીકરણ, ભેસાણ ખાતે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટ્રીટેડ સુએઝ પંપીગ સ્ટેશન બનાવવાનું તથા ૨૫૦ મીમી વ્યાસના ડીઆઈ પાઈપો પુરા પાડી ટ્રીટેડ વેસ્ટ વોટર માટે પાઈપલાઈન નાંખવાની અને તેને આનુસંગિક કામગીરી માટે ડિઝાઈન, કન્સ્ટ્રક્શન, ઈરેક્શન, ટેસ્ટીંગ, કમિશનિંગ તથા ટ્રાયલ રન સહિત ૦૫ વર્ષમાં મરામત-નિભાવનું કામ, રૂ.૧.૦૧ કરોડના ખર્ચે ડભોલી લેક ગાર્ડન નવિનિકરણ, સિંગણપોર ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આનુસંગિક કામગીરી માટે ડિઝાઈન, કન્સ્ટ્રક્શન, ઈરેક્શન, ટેસ્ટીંગ, કમિશનીંગ તથા ટ્રાયલ રન સહિત ૦૫ વર્ષના મરામત-નિભાવનું કામોનું રૂ.૨૮.૦૩ કરોડના ૭ કામોનું ખાતમુર્હુત કરાશે. આમ, કુલ રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના ૧૩ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે*

અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂ.૪૦૩.૦૩ કરોડના ખર્ચે નિર્મિત રિંગરોડ અને તાપીબ્રિજનું લોકાર્પણ
અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂ.૨૨૩.૭૨કરોડના ખર્ચે વરિયાવ જંકશનથી કોસાડ ગામમાં ૫.૦૨૪ કિ.મી, ભરથાણા ગામથી અબ્રામા રોડ ૩.૨૭૦ કિ.મી, ખડસદ રોડથી સણિયા હેમાદ ગામ ૨.૨૫૦ કિ.મી અને સણિયા હેમાદગામ થી સુરત કડોદરા રોડ ૨.૪૦ કિ.મી મળી કુલ ૧૨.૯૪૪ લંબાઈના આઉટર રિંગરોડ તેમજ રૂ.૧૭૯.૩૧ કરોડના ખર્ચે તાપી નદીપરના નવનિર્મિત ૧.૬૫ કિમી લંબાઈના રિવરબ્રિજનું લોકાર્પણ કરાશે.

સુરત શહેરી વિકાસ સતામંડળના કુલ રૂ.૨૦.૬૬ કરોડના ખર્ચે ૧૩ કામોનું લોકાર્પણ કરાશે
રૂ.૩.૮૮ કરોડના ખર્ચે ભાણોદરા ખાતે ફોરલેન ઈન્ટર મિડિએટ લેન ટી.પી રસ્તો, રૂ.૨.૬૬ કરોડના ખર્ચે ખોલવડ-ભાદા તથા રૂ.૨.૪૧ કરોડના ખર્ચે નવાગામ ખાતે સુરત અર્બન ડેવલોપમેન્ટ અથોરિટી એરિયા, રૂ.૨.૧૧ કરોડના ખર્ચે ભાણોદરા ખાતે ફોરલેન ઈન્ટર મિડિએટ લેન ટી.પી રસ્તો,રૂ.૧.૫૨ કરોડના ખર્ચે કરડવાગામના સિધ્ધાર્થનગરથી ડીંડોલી ખરવાસા સુધીનો રસ્તો, રૂ.૧.૯૩ કરોડના ખર્ચે નવાગામ-વાવ ખાતે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી એરિયા, રૂ.૧.૩૩ કરોડના ખર્ચે ઓલપાડ સારોલી ડાયવર્ઝન, રૂ.૧.૦૬ કરોડના ખર્ચે ખોલવડ, રૂ.૧ કરોડના ખર્ચે ખોલવડ-ભાદા, રૂ.૯૬ લાખના ખર્ચે ખોલવડ-ભાદા, રૂ.૭૨ લાખના ખર્ચે નવાગામ-વાવ,રૂ.૫૮ લાખના ખર્ચે ખોલવડ-ભાદા અને રૂ.૫૦ લાખના ખર્ચે ખોલવડ ખાતે સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એરિયાના કામો સહિતના કુલ રૂ.૨૦.૬૬ કરોડના ખર્ચે ૧૩ કામોનું લોકાર્પણ કરાશે.

સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના ખાતમુહૂર્તના કામો
રૂ.૧૨.૪૨ કરોડના ખર્ચે કામરેજ રોડ ખાતે સરથાણા-વાલક ટુ સ્વામિનારાયણ સ્કુલ સુધી ફલેક્ષિબ્લ પેવમેન્ટનું ખાતમુહૂર્ત કરાશે.

માર્ગ અને મકાન વિભાગના લોકાર્પણના કામો
રૂ.૨૦.૧૩ કરોડના ખર્ચે રાંદેર સ્થિત રામનગર સરકારી વસાહત ખીતે બી કેટેગરીના (જ-૧૨) બિલ્ડિંગના ૨-બ્લોકનું નિર્માણ કરવાનું કામનું લોકાર્પણ થશે.

નવી જગ્યા મુદ્દે વકીલોની સામાન્ય સભામાં ભારે હંગામો, મહારેલીની તૈયારી શરૂ

0

જીઆવ-બુડિયા તરફ કોર્ટ બિલ્ડિંગ લઇ જવાની હિલચાલ વચ્ચે મંગળવારે વકીલોએ ખાસ સભા બોલાવી હતી, જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે જીઆવ-બુડિયા જવું નથી. સાથે કેટલાક ઠરાવ પાસ કરાયા હતા જે મુજબ વકીલો હવે કલેકટરને આવેદન આપવા મહારેલી પણ યોજશે. ઉપરાંત લાલ પટ્ટી બાંધી લોક અદાલત, મીડિએશન સેન્ટરની કાર્યવાહીનો પણ વિરોધ કરશે. મહિલા વકીલોએ પણ વિરોધ નોંધાવી કહ્યું કે, મહિલાઓ માટે આ એરિયા સેઇફ નથી. પોલ્યુશનનો ઇશ્યુ છે. એડવોકેટ પ્રીતિ જોષીએ કહ્યું કે સિટીથી દૂર કોર્ટ હોય તો વકીલોની સાથે લોકોને પણ તકલીફ પડશે. તેમણે ગ્રીન ટ્રીબન્યુનલમાં જવાની પણ વાત કરી હતી. એડવોકેટ દીપક પોકાષે કહ્યું કે હવે લડી લેવામાં આવશે. કલેકટર બંગલો કે ખેતીવાડીની જગ્યાનો કબજો લઇને કોર્ટ સંકુલ મોટું કરી શકાય છે.

સુરતની અઠવાલાઈન્સ કોર્ટ બિલ્ડીંગને સુચિત જીયાવ-બુડીયા ખાતે સ્થળાંતરના વિરોધના મુદ્દે મંગળવારે વધુ એકવાર વકીલોની ખાસ સામાન્ય સભામાં અગ્રણી વકીલોના મંતવ્યો બાદ આજથી લોક અદાલત-મીડીએશન સેન્ટરમાં વકીલોએ સેવા આપવાનું બંધ કરવા તથા લાલ રીબન પહેરીને મુખ્ય જિલ્લા સેશન્સ કોર્ટની કાર્યવાહીમાં સ્વેચ્છાએ ભાગ ન લેવા સહિતના વિવિધ ઠરાવ સર્વાનુમતે પસાર કર્યા છે. સુરત જિલ્લા વકીલ મંડળની સામાન્ય સભામાં અગાઉ સર્વાનુમતે બે વખતે અઠવાલાઈન્સ કોર્ટ બિલ્ડીંગના 15 થી 20 કીલોમીટર દુર પ્રદુષિત,હેવી ટ્રાફિક ધરાવતા જીયાવ-બુડીયાની સુચિત જગ્યામાં કોર્ટ સ્થળાંતરની સામે વિરોધ વ્યક્ત કરી ત્યાં જવા સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. વકીલોએ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ સાથે વકીલોના પ્રશ્નોના મુદ્દે રૃબરુ મળીને વિગતવાર રજુઆત કરી હતી. જેથી હાઈકોર્ટે સુરતના પ્રતિનિધિમંડળને સુરત કલેકટર સાથે મળીને વિશાળ કોર્ટ સંકુલ માટે 50 હજાર ચો.મી.ના વૈકલ્પિક જગ્યા શોધવા  નિર્દેશ આપ્યો હતો. જો કે વકીલોએ હાલની કોર્ટ બિલ્ડીંગ સંલગ્ન જગ્યા સહિત સાત જેટલી વિવિધ વૈકલ્પિક જગ્યાઓ સુચવી હતી. જેને ટેકનિકલ કારણોસર નકારી કાઢવામાં આવી હતી. પરંતુ તે અંગેના દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા નહોતા.