Home Blog Page 40

સચિનમાં ડ્રાઈવરનું રહસ્મય સંજોગોમાં ભેદી મોત

0

માર મારતા મોત થયાના હોવાનું પરિવારજનો ના આક્ષેપ

પડી જતા ઇજા થઇ હોવાની પોલીસે શક્યતા દર્શાવી પણ ફોરેન્સીક પી.એમમાં માથામાં ઈજા થવાથી મોત થયાનું ખુલ્યું

સુરત શુક્રવાર સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવાન ડ્રાઈવર ગુરુવારે સવારે રહસ્યમય સંજોગોમાં ઇજા પામેલી હાલતમાં મળતા સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. ડ્રાઈવરને માર મારી તેની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

નવી સિવિલના સૂત્રો પાસેથી વિગત મુજબ ૩૫ વર્ષ નો મુકેશનું મોત થયું છે. તેનું મારે મારવાથી વિગત મુજબ ૩૫ વર્ષનો મુકેશ મહેન્દ્ર ચૌહાણ મોત થયું છે. મુકેશ પાંચેક મહિના પહેલા જ ગુરુવારે સાંજે સચિન જીઆઇડીસી પોલીસ મથકનની નજીક આવેલ ફૂટપાથ ઉપરથી મળી આવેલ હતા . રહસ્યમય સંજોગોમાં ઈજા અને બીમાર હાલતમાં મળી આવતા ૧૦૮ એમ્બ્યુલેન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં શુક્રવારે સવારે તેનું મોત થયું હતુ. આ અંગે મુકેશના ભાઈ અનિલએ કહ્યું કે, મુકેશ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલમાં પલસાણામાં રહેતો હતો અને સચિન ખાતે જેસીબી ચલાવતો હતો. બે-ત્રણ દિવસ પહેલા મુકેશનો ફોન આવ્યો હતો કે, રાજુ નામક શખ્સે માર માર્યો હતો. જોકે આજે સવારે નવી સિવિલ ખાતે મુકેશ ફોરેન્સીક પીએમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, તેના માથામાં બોથડ પદાર્થથી ઇજા થઇ હોવાના નિશાન છે. તેના ખભા અને પીઠના ભાગે ચકામાના નિશાન પણ મળ્યા છે. આ ઇજા ત્રણ-ચાર દિવસ પહેલા થઈ હોવાની શક્યતા છે. માથામાં ઈજા થવાથી મોત થયુ હોવાની શક્યતા છે. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, પડી જવાથી ઇજા થઈ હોવાની શક્યતા છે. પણ તપાસ બાદ તમામ હકીકત સ્પષ્ટ થશે. અને પછી શું કાર્યવાહી કરવામાં આવે છે તે એક સવાલ ઉભા થયા છે.

વડોદ સાંઈ મોહન સોસાયટી-4 માં એક વર્ષ સુધી હપ્તા ભર્યા પછી ખબર પડી પ્લોટનો માલિક બીજો છે.

0

વડોદમાં પ્લોટ અપાવનાના બહાને પાટીલ દંપતી સાથે 7.13 લાખની છેતરપિંડી

પાંડેસરા ,સચીન ,ડિંડોલી અને અન્ય વિસ્તારમાં પુલીસ સ્ટેશન ખાતે અનેક છેતરપીંડી ની અરજીઓ ક્રિષ્ના દુબે ના વિરુધ્ધમાં હોવાનું સુત્રો જણાવ્યું છે.

સુરત : ભેસ્તાન ખાતે રહેતા પાટીલ દંપત્તિએ વડોદ સાંઈ મોહન સોસાયટી-4 માં એક પ્લોટ ખરીદ્યો હતો. જેની પાસે ખરીદ્યો તે ઠગે પોતાનો હોવાનું કહીને 23.50 લાખમાં સોદો નક્કી કરી દંપત્તિ પાસેથી 7.13 લાખ મેળવી લીધા હતા. પરંતુ બાદમાં આ પ્લોટ કોઈ બીજાનો જ હોવાની જાણ થતા તેમને ઠગ પાસેથી પૈસાની માંગણી કરી હતી. ઠગે વકીલ પાસે વ્યાજ સહિત 10.34 લાખ અપાવવાનું લખાણ કરી બાદમાં પૈસા નહીં આપી છેતરપિંડી કરી હતી.

ભેસ્તાન ખાતે પ્રિયંકાગ્રીન પાર્કમાં રહેતી 37 વર્ષીય ચિત્રાબેન દિલીપભાઈ પાટીલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના નન્હેભાઈ દુબે (રહે.શિવાંજલી પાર્ક ભેસ્તાન) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચિત્રાબેનના પતિ ટેમ્પો ભાડે ચલાવે છે. નવેમ્બર 2021 માં ચિત્રાબેનને મકાન લેવાનું હોવાથી તેમના ઓળખીતાઓને વાત કરી હતી. ત્યારે સોસાયટીમાં શાકભાજી વેચતી મહિલા બસંતીબેને આ ક્રિષ્ના દુબેનું નામ આપ્યું હતું. તેની પાસેથી સાંઈ મોહન સોસાયટી-4 માં પ્લોટ ખરીદવાના હતા પણ તેમની પાસે વ્યવસ્થા નહીં હોવાથી સોદો કેન્સલ થયો હતો. આ પ્લોટ લેવા માટે ક્રિષ્ના દુબેનો સંપર્ક કરાવ્યો હતો. તેને ખુલ્લો પ્લોટ બતાવતા પાટીલ દંપત્તિને પસંદ આવ્યો હતો. કિષ્ના દુબેએ પ્લોટ અને તેની ઉપર બાંધકામ મળીને કુલ 23.50 લાખમાં સોદો નક્કી કર્યો હતો. ત્યારબાદ પાટીલ દંપત્તિએ ટુકડે ટુકડે 7.13 લાખ ચુકવી આપ્યા હતા. અને તેની ડાયરી બનાવી આપી હતી. બાદમાં દુબેએ લોન કરાવી આપવાનો હોવાથી પંજાબ નેશનલ બેંક સચિન જીઆઈડીસીમાં ખાતુ ખોલાવી આપ્યું હતું. અને તેના ચેકો પોતે લઈ ગયો હતો. પછી ઓગસ્ટ મહિનામાં લોન માટે સાટાખત કરવા બહુમાળી બોલાવ્યા હતા. ત્યાં વકીલ પાસે લઈ જઈ પ્લોટનું સાટાખત કરાવ્યું હતું. અને તેના આધારે અઠવાડિયા પછી પંજાબ નેશનલ બેંકમાંથી 15.61 લાખની લોન મંજુર થયાનું લોન લેક્શન લેટર આપ્યો હતો. ત્યારબાદ પ્લોટનો દસ્તાવેજ કરી આપવાનું કહેતા તેને 18 ઓગસ્ટે બહુમાળી ભવન ખાતે બોલાવ્યા હતા. જ્યાં આખો દિવસ બેસાડી રાખ્યા હતા. સર્વર ડાઉન ચાલે છે તેમ કહીને સમય પસાર કરી દસ્તાવેજ કરાવ્યો નહોતો. ત્યારપછી વારંવાર પ્લોટનો દસ્તાવેજ કરી આપવા માટે કહેતા દુબેએ સમય પસાર કર્યો હતો. અંતે દસ્તાવેજ નહીં કરી આપી અને લીધેલા 7.13 લાખ વ્યાજ સહિત 10.34 લાખ આપવાનું લખાણ કરાવ્યું હતું. અને તે પણ નહીં આપી છેતરપિંડી કરી હતી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીટરે પાટીલ દંપતીને લોનનો બોગસ લેટર પણ આપી દીધો હતો

એક વર્ષ પછી નવેમ્બર 2022 માં તેઓ ફરી પ્લોટ જોવા ગયા ત્યારે સૌરભ નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. આ સૌરભે તે પ્લોટ તેનો હોવાનું કહ્યું હતું. અને ક્રિષ્ના દુબે ફ્રોડ માણસ હોવાનું કહેતા દંપત્તિના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દુબેને ફોન કરતા તેણે સૌરભભાઈએ પ્લોટ વેચાણથી આપવાની વાત કરી પણ તેઓ ફરી ગયા છે તેમ કહ્યું હતું. અને તમારા રૂપિયા પરત આપી દઈશ તેવી વાત કરી હતી. દંપત્તિએ પંજાબ નેશનલ બેંકમાં જઈને તપાસ કરતા આવી કોઈ લોન થઈ નહોતી. લોનનું લેટર પણ બોગસ હતું.

વલસાડના સિનિ. ફૂડ સેફ્ટી ઓફિસરના ભ્રષ્ટાચારનો ભાંડો નિવૃત્તિ બાદ ફૂટ્યો

0

આવક કરતાં 20.73 લાખની સંપત્તિ વધુ હોવાનું ખૂલ્યું

ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા બાદ વલસાડના મોગરાવાડી ખાતે રહેતા અધિકારી તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કરવા જતા નિવૃત્તિ બાદ ભેરવાઈ ગયા છે. આરોપી અધિકારીએ આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરી હોવાનું તપાસમાં ખૂલતા ભ્રષ્ટ નિવૃત્ત અધિકારી વિરુદ્ધ પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.માં ગતરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા ખાતે છેલ્લે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર (વર્ગ-૨) તરીકે ફરજ બજાવનાર આરોપી અશોક લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ. ૬૦, મૂળ રહે. ધોડીપાડા, વાવા સંજાણ, તા. ઉમરગામ, હાલ રહે. શારદાધામ સોસાયટી, મોગરાવાડી, વલસાડ) ગત તા. ૩૧-૦૫-૨૦૨૨એ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. તેમની વિરુદ્ધ ભષ્ટાચારની થયેલી ફરિયાદને આધારે એ.સી.બી.એ હાથ ધરેલી તપાસ દરમિયાન આરોપી અધિકારીએ તા. ૦૧-૦૧-૨૦૦૨થી તા. ૩૧-૧૨- ૨૦૧૯ દરમિયાન કાયદેસરના આવકનાં સાધનોમાંથી મેળવેલી આવક કરતાં રૂ. ૨૦,૭૩,૯૦૦ (૨૧.૨૦ ટકા) પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ધનવાન થવા- માટે ગેરકાયદેસર રીતરસમો અપનાવીને ભષ્ટાચાર આચરી મેળવીને તે નાણાંનો સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હતું. જે અપ્રમાણસરનું રોકાણ જણાઈ આવતા નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના આદેશ અન્વયે પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. ગોધરા ખાતે પી.આઈ. જે.આર. ગામીત દ્વારા તા. ૦૬-૧૨-૨૩ના રોજ આરોપી નિવૃત્ત અધિકારી અશોક પટેલ વિરુદ્ધ ભષ્ટાચારની કલમ હેઠળ સુનો દાખલ કશવ્યો હતો. એ.સી.બી.ની ટીમો દ્વારા હાલમાં સર્ચ ઓપરેશનની કામગીરી ચાલુ છે. આ ગુનાની વધુ તપાસ મદદનીશ નિયામક બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. ગોધરાના પી.આઇ. આર.બી. પ્રજાપતિ કરી રહ્યા છે.

નિવૃત્તિ પછી પણ ત્રણ સરકારી અધિકારી ઉપર એસીબીનો ગાળિયો કસાયો

0

ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકતો વસાવનારા સામે ગુનો નોંધાયો

ગાંધીનગર : રાજ્યના લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા જુદા જુદા વિભાગના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસરની મિલકતો વસાવીનું તપાસમાં બહાર આવતા આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારી- કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી સુનિલ ચતુરભાઈ વસાવા વર્ગ- 1 નાયબ કલેકટર, તત્કાલીન પ્રાંત અધિકારી, પાટડી, સુરેન્દ્રનગર, હાલ આસિસ્ટન્ટ કમિશનર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર, આરોપી અશોક લક્ષ્મણભાઈ પટેલ વર્ગ- ૨ તત્કાલીન સિનિયર ફૂડ સેફટી ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા, હાલ નિવૃત્ત તથા આરોપી અરુણ પુનાભાઈ પટેલ વર્ગ-૩ તત્કાલીન સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી મહુવા, જિલ્લો સુરત આ ત્રણેય અધિકારીઓએ પોતાની કાયદેસરની આવકના સાધનો કરતા પોતાના હોદાનો દુરુપયોગ કરી ભ્રષ્ટ રીત- રસમો અપનાવી ગેરકાયદેસર રીતે નાણા મેળવી અપ્રમાણસરની મિલકતો વસાવી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ત્રણે અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી – અરુણ પુનાભાઇ પટેલ તત્કાલીન સર્કલ ઓફિસર મામલતદાર કચેરી મહુવા 14.47 લાખની અપ્રમાણસરની મિલકત વસાવી

આરોપી – અશોક લક્ષ્મણ પટેલ તત્કાલીન સિનિયર ફૂડ સેફટી ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન, ગોધરા 20.73 લાખની અપ્રમાણસરની મિલકત વસાવી

આરોપી – સુનિલ ચતુરભાઈ વસાવા નાયબ કલેકટર, તત્કાલીન પ્રાંત અધિકારી પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર 88.84 લાખની અપ્રમાણસરની મિલકતો વસાવી

આરોપી અરુણ પટેલ તત્કાલીન સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી મહુવાએ ભ્રષ્ટ રીત- રસમો અપનાવીને 14.47 લાખની અપ્રમાણસરની મિલકત વસાવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જ્યારે અશોક લક્ષ્મણભાઈ પટેલ વર્ગ-૨ તત્કાલીન સિનિયર ફૂડ સેફટી ઓફિસર, ગોધરાએ પોતાની ફરજ દરમિયાન 20.73 લાખની અપ્રમાણસરની મિલકત વસાવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત સુનિલ ચતુરભાઈ વસાવા વર્ગ-1 નાયબ કલેકટર, તત્કાલીન પ્રાંત અધિકારી, પાટડી, જિલ્લો સુરેન્દ્રનગરએ 88.84 લાખની અપ્રમાણસરની મિલકતો વસાવી હોવાનું એસીબીની તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે.

સચિનની એથર કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં પછી જ ચીજ ગામનો યુવાન ન મળતા યુવાન નું જીવન બુઝાઈ ગયો હોવાની આશંકા

0

સચિન જીઆઈડીસી સ્થિત એથર કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં કંપનીના ઘણા કર્મચારીઓ બુઝાઈ ગયા હતા. ત્યારે આ આગની ઘટનામાં જલાલપોર તાલુકાના ચીજગામનો એક યુવાન છેલ્લા અઠવાડિયાથી ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતામાં બેઠા છે.સચિનની એથર કંપનીમાં જલાલપોર તાલુકાના ચીજ ગામે નવા પટેલ ફળીયામાં રહેતો દિવ્યેશ નરસિંહભાઈ પટેલ (ઉ.વ. 39) નામનો યુવાન સુપરવાઈઝર તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો હતો. દિવ્યેશ પટેલ ચીજગામથી સચિન બાઈક લઈને નોકરીએ જતો હતો. બ્લાસ્ટના દિવસે દિવ્યેશ સેકન્ડ શીફ્ટમાં નોકરીએ ગયો હતો. દિવ્યેશના પરિવારજનોના જણાવ્યા મુજબ દિવ્યેશની સેકન્ડ શીફ્ટ રાત્રે 11 વાગ્યે પૂરી થાય છે. પરંતુ તેમનો રિલિવર નોકરીએ નહીં આવવાને કારણે દિવ્યેશ નાઈટ શીફ્ટમાં રોકાઈ ગયા હતા. અને તે દરમિયાન જ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી.

આ ઘટનાને આજે અઠવાડિયું વીતી ગયું છે. પરંતુ દિવ્યેશનો કોઈ પત્તો લાગ્યો નથી. છેલ્લા એક અઠવાડિયાથી દિવ્યેશ ઘરે આવ્યો નહીં હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું છે. ત્યારે પરિવારજનો દિવ્યેશની રાહ જોઈ બેઠા છે. પરંતુ કંપનીના આટલા મોટા બ્લાસ્ટમાં દિવ્યેશ બચ્યો હશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. છેલ્લા અઠવાડિયાથી દિવ્યેશ ઘરે આવ્યો નહીં હોવાથી દિવ્યેશના પરિવારજનો દિવ્યેશ મૃત હાલતમાં મળી આવે તે માટે સુરતની હોસ્પિટલોમાં આંટા ફેરા છે. પણ હાલ માં અત્યાર સુધી માં કોઈ પણ માહિતી તેના પરિવારજનો ને મળેલ નથી જેથી આ શંકા ઊપજે છે કે ક્યાંક તો અમારા ઘર નું ચીરાગ બુઝાઈ તો નથી ગયા.

આ ઘટનાને આજે અઠવાડિયું વીતી ગયું છે. પરંતુ દિવ્યેશનો કોઈ પત્તો લાગ્યો નથી. છેલ્લા એક અઠવાડિયાથી દિવ્યેશ ઘરે આવ્યો નહીં હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું છે. ત્યારે પરિવારજનો દિવ્યેશની રાહ જોઈ બેઠા છે. પરંતુ કંપનીના આટલા મોટા બ્લાસ્ટમાં દિવ્યેશ બચ્યો હશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. છેલ્લા અઠવાડિયાથી દિવ્યેશ ઘરે આવ્યો નહીં હોવાથી દિવ્યેશના પરિવારજનો દિવ્યેશ મૃત હાલતમાં મળી આવે તે માટે સુરતની હોસ્પિટલોમાં આંટા ફેરા છે. પણ હાલ માં અત્યાર સુધી માં કોઈ પણ માહિતી તેના પરિવારજનો ને મળેલ નથી જેથી આ શંકા ઊપજે છે કે ક્યાંક તો અમારા ઘર નું ચીરાગ બુઝાઈ તો નથી ગયા.

સુરતની એથર ફેક્ટરીની ઘટનામાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો

0
ક્રાંતિ સમય

સચિન જીઆઇડીસીની એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં 28 નવેમ્બરની મોડી રાત્રે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં દાઝી ગયેલા 27 જેટલા દર્દીઓને શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 80થી 100% શરીરે દાઝેલા 10થી વધુ દર્દીઓની હાલત ખૂબ જ ગંભીર હતી. આગ લાગવાના દિવસે ત્રણ જેટલા કામદારોને સુરત ઉધના દરવાજા વિસ્તાર પાસે આવેલી એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર લઈ રહેલા 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમનું આજરોજ મોત થયું છે. મૃતક મૂળ બિહારનો વતની હતો. બ્લાસ્ટ સાથે આગની ઘટનામાં સાત લોકો બળીને ભડથું થઈ ગયા હતા. ઉપરાંત આગથી લપેટમાં આવી જતાં 27 જેટલા શ્રમિકો દાઝી ગયા હતા. જેમાંથી હાલ પણ 15થી વધુ શ્રમિકની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સારવાર લઈ રહેલામાંથી 9થી વધુ દર્દીની સ્થિતિ હજી પણ નાજુક છે. આજે હોસ્પિટલના બિછાને એક દર્દીએ દમ તોડતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે.

બીભત્સ ફોટા વાયરલ ના કેસ માં ભાગતા ફરતા સુરત ભાજપના નેતાના ફરાર હિતેન્દ્ર વાસિયાની અટકાયત

0

પોલીસે ડમી સિમ કાર્ડ ઉપયોગ કરી ષડ્યંત્ર રચનાર ત્રણની જિલ્લા એલ સી બી એ ધરપકડ કરી હતી.

સુરત જિલ્લા ભા.જ.પ ના જે તે સમયના પ્રમુખ અને હાલ ધારાસભ્ય સંદીપ દેસાઈના બીભત્સ ફોટા વાયરલ થવાના પ્રકરણમાં ફરાર હિતેન્દ્ર વાસીયાની જિલ્લા એલ સી બી એ અટકાયત કરી છે.

ગત 23 ઓગસ્ટ 2022 ના રોજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સ્વિમિંગ પૂલમાં મહિલા સાથે ન્હાતા હોય એવા ફોટા નીચે લખાણ સાથે ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જે અંગે ભારે વિવાદ થયો હતો. સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે જ આ ફોટો વાઇરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. સંદીપ દેસાઈએ બારડોલી પોલીસ મથકમાં અરજી આપી હતી. જે અરજી આધારિત બારડોલી પોલીસ તપાસ કરતા જે નંબરથી ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. એ નંબર અંગે વિગતવાર તપાસ કરતા તે મોબાઈલ નંબર અન્ય કોઈ ગ્રાહક સાથે છેતરપિંડીથી એક્ટિવ કરી ગુનેગારને આપ્યું હોવાનું બહાર આવ્યું હતું .

જે તે સમય જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈને બદનામ કરવાનું કાવતરું કરવામાં બદનામ કરવા બદલ સંડોવાયેલા ત્રણેય વ્યક્તિ નવસારીના હિરેન ગુણવંત દેસાઇ, સંદીપ લોધી તેમજ અન્ય એક ઈસમ મળી વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ કરી હતી. ગત ઓગસ્ટ માસ 2022માં ત્રણેયની ધરપકડ થઈ ચૂકી હતી. જે પ્રકરણમાં સચિનના રહેવાસી એવા હિતેન્દ્ર વાસીયા પર ફોટા વાયરલ કરવાનો આરોપ હતો. જે બાબતે આજે જિલ્લા એલ સી બી એ હિતેન્દ્ર વાસીયાની અટકાયત કરી લીધી હતી.

શિક્ષણરાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દત્તક લીધેલી કામરેજ તાલુકાનાં લાડવી ગામની બે દીકરીઓને મળશે પાકું ઘર

0

શિક્ષણ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સંજના અને વંશિકાના હસ્તે મકાનનું ખાતમુહૂર્ત

દિકરીઓના શિક્ષણથી લઈને જીવનજરૂરી તમામ જવાબદારીઓ નિભાવવા અને ‘સેવા પરમો ધર્મ’ને સાર્થક કરવામાં નિમિત્તમાત્ર બન્યો તેનો આનંદ છે: પ્રફુલભાઈ પાનશેરીયા

સુરત:સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામ સ્થિત હળપતિવાસમાં રહેતી માતા-પિતાની છત્રછાયા વિહોણી બે આદિવાસી દીકરીનો આધાર બની શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ બંને દીકરીઓને દત્તક લીધી છે, તેમના શિક્ષણ અને ગુજરાન માટેની તમામ જવાબદારીઓ પણ પોતાના શિરે લઇને માનવીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ૮ વર્ષીય સંજના રાઠોડ અને ૬ વર્ષીય વંશિકા રાઠોડ નામની આ દીકરીઓ વૃદ્ધ દાદા સાથે જીર્ણશીર્ણ ઝૂંપડીમાં રહેતી આ અનાથ દીકરીઓની સ્થિતિ જોઇને તેમના માટે પાકા મકાનની સુવિધા ઉભી કરવાનો નિર્ધાર કર્યો હતો, જેના અનુસંધાને આજે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ બંને દીકરીઓના હસ્તે જ પાકા મકાનનું ખાતમુહુર્ત કરાવ્યું હતું.


મકાન ખાતમુહૂર્તની આ ભાવવાહી ક્ષણે સમગ્ર લાડવી ગામ સહભાગી થયું હતું અને મંત્રીશ્રીના માનવતાભર્યા અભિગમને બિરદાવતા તમામ ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી.
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે, પાકું મકાન બનાવી બંને દીકરીઓ અને વૃદ્ધ દાદા માટે છત્રછાયા કરવાનો સંકલ્પ કર્યો હતો, જે મકાનના ખાતમુહૂર્ત થતા જ ઝડપભેર સાકાર થશે. ઉપરાંત, સંજના અને વંશિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રત્યેક દીકરી દીઠ રૂ.૫.૨૫ લાખ એમ કુલ રૂ.૧૦.૫૦ ની ફિક્સ ડિપોઝીટ પણ મૂકી દેવામાં આવી છે. હળપતિ સમાજની માતાપિતાવિહોણી આ દિકરીઓના શિક્ષણથી લઈને જીવનજરૂરી તમામ જવાબદારીઓ નિભાવવા અને ‘સેવા પરમો ધર્મ’ને સાર્થક કરવામાં નિમિત્તમાત્ર બન્યો તેનો આનંદ છે એમ તેમણે ઉમેર્યું હતું.
સમાજ માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડનાર શિક્ષણમંત્રી અગાઉ પણ વંચિતો, પીડિતો માટે અનેકવિધ સમાજલક્ષી કાર્યો કરીને ખરા અર્થમાં જનપ્રતિનિધિ બન્યા છે.

એથર કંપનીમાં પતિને શોધવા ગયેલી પત્ની કંકાલો જોઈને બેભાન થઈ

0

સચિનની એથર ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગની ઘટનામાં પોલીસે 48 કલાક બાદ પણ બેદરકારીનો ગુનો નોંધ્યો નથી. આગ કાબૂમાં આવ્યા બાદ પતિની શોધખોળમાં કંપનીની અંદર ગયેલી એક મહિલા કંકાલો જોઈને ત્યાં જ ઢળી પડી હતી. પ્રાથમિક રીતે ખબર પડી છે કે કંપનીમાં 25 હજાર લિટરની કેમિકલ ટેન્કમાં લીકેજ થતાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી.

આગ બુઝાવવા 10 હજાર લિટર ફોમ વપરાયું

કંપની તરફથી​​​​​​​ દરેક મૃતકોને 50 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને 25 લાખની સહાય

કંપનીમાં મંગળવારે રાત્રે અચાનક સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થવાની ગોઝારી ઘટનામાં 7 કામદારો બળીને ભળથુ થઇ ગયા હતા. જ્યારે 28 કર્મચારીઓ દાઝી ગયા હતા. સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લી. કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં મોતને ભેટેલા કામદારો અને ઇજાગ્રસ્ત માટે કંપની દ્વારા સહાય આર્થિક સહિતની સહાય જાહેર કરવામાં આવી છે.

જેમાં મૃતકના પરિવારોને રૂ.50 લાખની સહાય આપવામાં આવશે. પરિવારના સભ્યને ઇચ્છા હશે તો તેમને નોકરી આપવામાં આવશે, તેમજ તેમના બાળકોના અભ્યાસની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. જ્યારે આ અકસ્માતમાં ઇજા પામનારા કે જેમને અપંગતા કે કાયમી ખોડ આવે તેવા કામદારોને રૂ.25 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.

25 હજાર લિટરની કેમિકલ ટાંકી લીક થયા બાદ ધડાકો થયો

એથર ઈન્ડસ્ટ્રીમાં ભભૂકી ઉઠેલી આગમાં ગુમ થયેલા પતિને શોધવા માટે પત્નીએ દિવસ અને રાત રઝળપાટ કરી હતી. રઝળપાટ બાદ ગુરુવારે સવારે કંપનીમાં પ્રવેશેલી પત્ની બળેલા કંકાલો જોઈ ત્યાંજ ઢળી પડી હતી. ગુમ થયેલા સનદકુમારના હમ વતની વિવેકસિંગે જણાવ્યું હતું કે સનદકુમાર એથર ઈન્ડસ્ટ્રીમાં ત્રણ-ચાર વર્ષથી કામ કરતા હતા તેમને સંતાનમાં બે દીકરીઓ છે સનદકુમાર નાઈટ શીફ્ટમાં હતા સવારે ઘરે ન પહોંચ્યા તો પત્નીને ચિંતા થવા લાગી. કંપનીમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાથી વાત પણ થઈ શકી નહી.

જેથી તેમના પત્ની કંપની પહોંચ્યા પણ અંદર પ્રવેશ બંધ હોવાથી પરેશાન થઈ ગયા અમને જાણ થઈ જેથી અમે તેમની સાથે પહોંચી પૂછપરછ કરી તો ત્યાંથી જવાબ મળ્યો કે પાંચ થી છ વ્યક્તિઓ મીસીંગ છે. અંદર જઈ શકાય તેવી સ્થિતિ ન હતી. આજે સવારે અમે સનદકુમારની પત્નીને લઈ કંપનીમાં અંદર ગયા. જ્યાં માનવ કંકાલો જોઈ તેમના પત્ની બેભાન થઈ ઢળી પડ્યા હતા.

સુરત ની સચિન GIDCમાં એથર કેમિકલ ફેક્ટરીમાં આગ, ૨૦ થી વધારે લોકો દાજ્યા હોવાનું પ્રાથમિક માહિતી.

0

કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડી દોડી ગઈ છે. ફાયરના જવાનો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગમાં 25 કામદારો દાઝ્યા છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુત્એરોના માધ્થયમ થી મળતી મહિતી મુજબ એથર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત રાત્રે ૧.૪૫ વાગ્યે કોઈ કારણોસર આગ લાગી હતી. કંપનીમાં કામ કરતા કામદારો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા. રાતથી ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ કાબુ માં આવી હોવા છતાં પાણી ના મારો કરી ને કુલીગ નું કામગીરી કરવામાં આવી રહ્યા છે.

રાત્રિના સમયે અમે ઘણા બધા કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. નિયમિત જે કામ હોય છે તે કામ અમારું ચાલુ હતું. આ દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો અને અમે ભાગવાનું શરૂ કરી દીધું હતું. ઘણા બધા લોકો બ્લાસ્ટના કારણે દાઝી ગયા હતા. હું જ્યારે બહાર દોડીને આવ્યો ત્યારે કેટલાક ઈજાગ્રસ્તો હતા તેમને લઈને એપલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્રણ જેટલા કામદારોને અહીં લાવવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક કામદારોને સચિનની ખાનગી હોસ્પિટલમાં તેમજ અન્ય હોસ્પિટલજે જગ્માંયા ઉપર ખસેડવામાં આવ્યા છે. જ્યાં યોગ્ય સારવાર ન થતી હોવાનું સુત્રો ના પાસે થી મહિતી ને પરિવારજનોએ આપેલ હતા.