Home Blog Page 39

કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે નિર્મિત થયેલા પોલીસ વિભાગના બિનરહેણાંક મકાનોનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા લોકાર્પણ

0
ક્રાંતિ સમય

સુરત, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા રાજય અનામત પોલીસ દળ જુથ-૧૧ માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે નવનિર્મિત બિનરહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણરાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું હતું. પોલીસ જવાનોને વધુ સુવિધાઓ મળી રહે તે માટે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે બિન રહેણાંક મકાનોમાં લાઇબ્રેરી, આંગણવાડી, શોપીંગ સેન્ટર, ગાર્ડ અને ડયુટી રૂમ, બેન્ડ સ્ટોર, કોટ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિને સમૃધ્ધ રાખવા માટે સારા વિચારો જરૂરી છે. એસ.આર.પી.એ ગુજરાતની આર્મીની ફોર્સ છે. રાષ્ટ્રના યુવાનો તેજસ્વી અને ઓજસ્વી બનીને રાષ્ટ્ર નવી ઉંચાઈઓના શિખરો સર કરે તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ભગવત ગીતા વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન મળી શકે તેવા આશયથી ધો.૬ થી ૮ના અભ્યાસમાં સિલેબસ દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો તેમણે આપી હતી. આ અવસરે હથિયારી એકમો વડોદરાના પોલીસ મહાનિરીક્ષક ડી.એચ.પરમારે કેમ્પસને નયનરમ્ય બનાવવા માટે પરિશ્રમ કરનારા પોલીસ જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, પોલીસ જવાનોના શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે સક્રિયતા દાખવી સુવિધાયુકત આવાસોના નિર્માણની સાથે અન્ય સુવિધાઓ પણ આપી છે. એસ.આર.પી. વાવ ખાતે આપદા મિત્રોને તાલીમ આપવામાં આવે છે તથા ત્રણ ગામોને દત્તક લઈને ગામના યુવાનોને તાલીમ આપીને પોલીસ સેવામાં જોડવાનુ કાર્ય થઈ રહ્યું હોવાીન વિગતો આપી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન Dysp શ્રી કે. વી. પરીખ તથા આભારવિધિ એચ.જે.આચાર્યએ આટોપી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન, Dysp શ્રી એ. એેમ.પટેલ, અગ્રણીશ્રી બળવંતભાઈ, હર્ષદભાઈ, સુમનબેન, તેજલબેન, પુષ્યાબેન તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા મેળા’માં મુલાકાતીઓને આકર્ષી રહી છે બનાસકાંઠાના કલાકારની કાચલીની અનોખી કલાકૃતિઓ

0
ક્રાંતિ સમય

સુરત, ધાર્મિક દ્રષ્ટિએ નારિયેળનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. મોટાભાગના લોકો નારિયેળની કાચલીને ફેંકી દેતા હોય છે, પરંતુ આ કાછલીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવી શકાય છે. જેનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.૨૫મી સુધી આયોજિત ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લઈ રહેલા શંકરભાઈ ધર્માભાઈ શ્રીમાળીએ. બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામના વતની શંકરભાઈ નારિયેળની બિનઉપયોગી કાચલીમાંથી ગૃહ સુશોભનની અવનવી ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરી રહ્યા છે. તેઓની અનોખી કલાકૃતિઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ઘરને સુંદર રીતે સુશોભિત કરવા માટે નારિયેળની કાચલીમાથી વિવિધ સાજ સજાવટની વસ્તુઓ બનાવી શકાય છે. બર્ડ ફીડર, જ્વેલરી બોક્સ, મીણબત્તી સ્ટેન્ડ, છોડના કુંડાઓ, ચા-કિટલી, વાઈન ગ્લાસ, બુદ્ધા, શ્રી ગણેશજી અને દેવદેવીઓ, રમકડા, કળશ, બાઉલ, પ્રાણી પક્ષીઓની કલાકૃતિઓ, ફલાવરવાઝ, શરબત ગ્લાસ, ટી કપ જેવા શો-પીસ સહિત અનેક ચીજો શંકરભાઈ બનાવે છે. શંકરભાઈ જણાવે છે કે, સરકારે વેચાણ પ્લેટફોર્મ આપવાના ઉમદા હેતુ સાથે યોજેલા ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ મેળામાં સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી નાના ગૃહઉદ્યોગોને આધાર મળી રહ્યો છે. હું છેલ્લા ૧૦ વર્ષથી આ કલા વડે આજીવિકા મેળવું છું અને અત્યાર સુધીમાં દ્વારકા, વડોદરા, ભરૂચ, અમદાવાદ, કેવડિયા, સુરત વગેરે સ્થળોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા વિવિધ ૨૦ થી વધુ મેળાઓમાં ભાગ લઈ ચૂક્યો છું. રૂ.૧૦૦ થી લઈ ૧૦૦૦ સુધીની કાચલીની ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરૂં છું. તેઓ પોતાની અનોખી કલા રસ ધરાવતા યુવાનો કે અન્ય નાગરિકોને વિનામૂલ્યે શીખવવા પણ ઉત્સુક છે જેથી કલા વારસો જળવાઈ રહે અને અન્યને પણ રોજગારી મળી રહે એમ તેમણે ઉત્સાહથી જણાવ્યું હતું.

GI મહોત્સવ, ODOP હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળાના આયોજન થકી વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ સરકારનો આભાર માનતા શંકરભાઈ કહે છે કે આ પ્રકારના પ્લેટફોર્મથી ગૃહ ઉદ્યોગ અને નાના સ્વસહાય જૂથોને ઘણી જ રાહત મળે છે અને નફાનું પ્રમાણ પણ વધે છે. નોંધનીય છે કે, વનિતા વિશ્રામ ખાતે તા.૨૫ સુધી આ હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો સવારે ૧૦.૦૦થી રાતે ૧૦.૦૦ સુધી મુલાકાતીઓ માટે ખૂલ્લો રહેશે.

ગેસ ચોરી કરતી માસમા ગામની એજન્સી પર દરોડા

0

ઘરેલું વપરાશના સિલિન્ડરોમાંથી 2-2 કિલો ગેસ ચોરી કર્તા પકડ્યા

પિંકી ગેસ સર્વિસનો માલિક પોતાના માણસો સાથે મળી 7 મહિનાથી ગેસ ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો

સુરત ગ્રામ્ય એલ સી બી અને ઓલપાડ પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડી માસમાં ગામની સીમ માંથી ગુજરાતના સૌથી મોટા ગેસ રિફીલિંગ ચોરી કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે. ઘરેલુ વપરાશની ગેસ બોટલ માંથી ગેરકાયદે નાની બોટલમાં ગેસ રિફિલ કરી વેચવાનો ખુલ્લે આમ વેપલો કરી પોલીસ તથા પુરવઠા વિભાગને પડકાર ફેંકવા સાથે બેફામ બનેલા ગુનેગારો હવે ગેસ રીફીલીંગનું મોટું નેટવર્ક ઓપરેટ કરતા પોલીસનાં હાથે પકડાયાં છે શુક્રવારની વહેલી સવારથી ઓલપાડ તાલુકાના માસમાં ગામે આવેલી પિંકી ગેસ એજન્સીમાં ઓલપાડ પોલીસ અને જિલ્લા એલસીબીઓ બાતમીના આધારે દરોડા પાડયા હતા. દરોડા પાડયા ત્યારે ગેસ એજન્સીના માણસો ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી ગેસ રિફિલ કરી ચોરી કરી રહ્યા હતા. ઇન્ડિયન ગેસ ના 16 કિલોના દરેક બોટલ માંથી એજન્સીના માણસો દોઢ થી 2 કિલો ગેસ કાઢી ખાલી બોટલ માં ભરી રહ્યા હતા.

મળેલી માહીતી મુજબ પીન્કી ગેશ એજન્સીનો માલીક પરેશ શાંતીલાલ પટેલ (રહે સુરત)ના એ ઈન્ડીયન ગેસ એજન્સી ધરાવતો હોય. જે 7 મહીનાં અગાઉથી ગેસ ચોરી નેટવર્ક ચલાવતો આવેલો જે માણસો રાખી ગેરકાયદેશરની ગુનાહીત પ્રવુતી કરતાં પોલીસ રેડમાં કુલ ચાર આરોપી પોલીસ હાથે પકડાવા સાથે અન્ય 8 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય, ગુજરાતમાં GIFT Cityમાં દારૂની છુટ, અધિકૃત કર્મચારી-અધિકારીઓ અને મુલાકાતીઓ માટે નિર્ણય

0

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (gift city)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એક્સેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. 

GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.

GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. 

સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે

0

રાંદેરના જૂના કાષ્ટના ઘરોમાંથી પ્રેરણા લઈ એરપોર્ટને હેરિટેજ ઈમારતનો લૂક અપાયો

સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે

ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી

સુરત:શનિવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મીએ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થશે.


વિશેષત: સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨ થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.


સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનાપૂરાણા ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયુ છે.


એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેકનું બાંધકામ કરવામાં છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.


સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં ૮૪૭૪ ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ ૧૭,૦૪૬ ચોરસ મીટર છે. જેથી ૧૭મીએ વડાપ્રધાનશ્રીના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર ૨૫,૫૨૦ ચો.મી. થઈ જશે.
નોંધનીય છે કે, સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.

સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.૧૬ થી ૨૫ ડિસે.દરમિયાન દિવસીય ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળાનો પ્રારંભ થશે

0
KRANTI SAMAY

દેશભરના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૩૦૦થી ૩૫૦ જેટલા કારીગરો ભાગ લેશે

સુરત, અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તા.૧૬થી ૨૫ ડિસેમ્બર સુધી ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળો યોજાશે. મેળાના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT-ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ૧૦ દિવસીય જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ)-૨૦૨૩ કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના GI ટેગ ધરાવતા ૩૦૦ થી ૩૫૦ જેટલા કારીગર/સંસ્થાઓ ભાગ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. જેનો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવિકામાં વૃદ્ધિ કરી વિવિધ રાજ્યોના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપુર્ણ કલાવારસાને જીવંત રાખી શકાય.

વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત વિશ્વ ફલક પર ઝળહળશે

0
KRANTI SAMAY

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મીએ વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકશે

૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો: ૧૭૫ દેશોના વેપારીઓ સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવા માટે આવશે

ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે

રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશેઃ ૧.૫ લાખ લોકોને રોજગારી મળશે

વિશ્વના ખૂણે ખૂણાથી સુરત આવનાર ડાયમંડ બાયર્સને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ

ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેક્ટેડ બિલ્ડીંગ: ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે

અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં બન્યું છે

‘સુરત ડાયમંડ બુર્સ’માં ભારતનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરન્સ હાઉસ

સુરત, રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ’ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ(CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મી ડિસેમ્બરે ખૂલ્લું મૂકશે. અંદાજિત રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.
સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે, ત્યારે આ બુર્સ સાકાર થતાં સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે, એ સાથે જ સુરતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણનો ઉમેરો થશે. બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે તેમજ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. ૧૭૫ દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ ૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.
અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે ૬૫ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં ૬૭ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં, નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક-ચારણકા, અમદાવાદમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.
ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. બુર્સની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં ૨૭ ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં ૨ લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને ૪ લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે ૨ લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે.
બુર્સ ૧૩૧ હાઈ સ્પીડ લિફ્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેની સ્પીડ પ્રતિ સેકન્ડ ૩ મીટરની છે. લિફ્ટનું મેનેજમેન્ટ અત્યાધુનિક ડેસ્ટીનેશન કન્ટ્રોલ સિસ્ટમ વડે થશે. જેથી કોઈપણ વ્યક્તિને ૧૬માં માળ સુધી પહોંચવા માટે ત્રણ મિનિટ લાગશે. ૩૫.૫૪ એકરના સમગ્ર બુર્સ પરિસરમાં ૧૫ એકરમાં પંચતત્વ થીમ આધારિત ફક્ત ગાર્ડન એરિયા છે. આ બગીચો વાસ્તુશાસ્ત્ર મુજબ નવ ગ્રહોને આધિન બનાવાયો છે. એક પણ ઓફિસને સૂર્ય પ્રકાશ ન મળે એવું નહીં બને. આદર્શ આર્કિટેક્ચર મુજબ પૂરતું ગણાય એટલું બે ટાવર વચ્ચે અંતર હોવાથી તમામ ઓફિસોને પૂરતો હવા ઉજાસ સૂર્યપ્રકાશ મળી રહે છે. કોઈ પણ વ્યક્તિ વેપારી, મુલાકાતી બુર્સના ૯ ટાવર પૈકી કોઈ પણ ટાવરમાંથી એન્ટ્રી કરશે તો પણ કોઈ પણ ઓફિસમાં પહોંચવા માટે માત્ર ૩ મિનિટ લાગશે.
બુર્સના કોર કમિટી મેમ્બર અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તા.૧૫/૦૨/૨૦૧૫ ના રોજ સુરતના મગદલ્લા પાસે, ખજોદ ખાતે ડ્રીમ સિટી (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું પણ શ્રીમતી આનંદીબેન પટેલે ભૂમિપૂજન કર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ બુર્સ ઝડપભેર સાકાર થાય એ માટે ઉમદા સહયોગ આપ્યો હતો.
સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનશે. ડાયમંડ બુર્સ સાકાર થવાથી દુનિયાના દેશો પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે સુરત આવતા થશે જેથી સુરતનું નામ વિશ્વસ્તરે પ્રસ્થાપિત થશે. અહીં ૪,૨૦૦થી વધુ ઓફિસો બની છે. સુરત, મુંબઈ સહિત વિદેશના હીરા વેપારીઓએ ઓફિસો ખરીદી છે. જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે, ઉપરાંત ૧.૫ લાખ લોકોને રોજગારીની તકો મળશે. વૈશ્વિક નેતા અને વિઝનરી લીડર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સ ખૂલ્લું મૂકાશે, જે ભારતીય અને વિશ્વના વ્યાપારી જગત માટે ઐતિહાસિક કદમ તરીકે અંકિત થશે એમ શ્રી સવાણીએ ઉમેર્યું હતું.
ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે એનો આનંદ વ્યક્ત કરતા શ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, આ બુર્સ પ્લેટિનમ, સિલ્વર ડાયમંડ, લેબગ્રોન ડાયમંડના વન સ્ટોપ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવશે. વિશ્વના ખૂણે ખૂણાથી બાયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જાણીતી ડાયમંડ કંપનીઓ ઉપરાંત જે MSME(Micro, Small and Medium Enterprises)ના નાના ઉદ્યોગકારો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે પણ અહીં ઓફિસો ખરીદી છે. જેથી હવે ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેનો સીધો લાભ તમામ વેપારીઓને થશે. બુર્સમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કોન્સેપ્ટ અંતર્ગત ૧૮૦૦ KLD સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા વેસ્ટ વોટરને રિસાયકલિંગ કરવામાં આવશે, તેમજ ૪૦૦ કિલોવોટ સોલાર પાવર પ્લાન્ટ પણ ઉભો કરાયો છે, જેનાથી પ્રદુષણ નિયંત્રણ સાથે પર્યાવરણની સુરક્ષા જળવાશે.
ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે જે બદલ ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ઘણી મુશ્કેલીઓ હતી. જેનું ઉદાહરણ આપતા શ્રી વલ્લભભાઈએ કહ્યું કે, સુરત મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ છે, જ્યારે મુંબઈ ડાયમંડ ટ્રેડિંગનું હબ છે. જેથી વેપારીઓને બન્ને શહેરોમાં ઓફિસ રાખવી પડતી હતી. જેનો વિવિધ ખર્ચ અને ઓપરેશનલ કોસ્ટ પણ વધુ રહે છે. પરંતુ હવે બુર્સ સાકાર થતા હીરા કટિંગ પોલિશિંગમાં મોખરે રહેલા સુરતમાં જ ડાયમંડ ટ્રેડીંગની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.
શ્રી લખાણીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ બુર્સના મેમ્બરોએ નવી હાઇડ્રોજન એનર્જીનો ઉપયોગ કરવા રચનાત્મક સૂચન કર્યું હતું, જેથી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય, તેમના આ સૂચનનો અમલ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ.
સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયાએ ‘સુરત ડાયમંડ બુર્સ’માં ભારતનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરન્સ હાઉસ બનશે, એ પણ એક અજાયબી સમાન છે એમ જણાવતા ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એ જે રીતે સરદાર પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાકાર કરવાનો સંકલ્પ સાકાર કર્યો છે એવો જ સંકલ્પ સુરતના હીરા ઉદ્યોગને નવી ચમક અને ગતિ આપવાનો સંકલ્પકૃત અને પ્રયત્નશીલ રહ્યા છે, તેમના આ વિઝનને અનુરૂપ બુર્સ નિર્માણ પામ્યું છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો હરહંમેશ સહકાર સાંપડ્યો છે.
આમ, વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે અને ગુજરાતનું સુરત હીરા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ ફલક પર ઝળહળશે. સાથોસાથ, SDB ગ્લોબલ ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ ખ્યાતિ પામશે.

SDB બનશે ડાયંમડના આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્રબિંદુ: અહીં વ્યાપારીઓને મળશે બહુઆયામી સુવિધાઓ
. . . . . . . . . . . . . . . .
૬૫ લાખ ચોરસ ફૂટમાં બાંધકામ ધરાવતા બુર્સમાં વિશાળ એન્ટ્રી ગેટ અને રિસેપ્શન, સિક્યુરિટી સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ, ટ્રેડિંગ હોલ, સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ, મ્યુઝિયમ, ફુડ ઝોન, બેન્ક, કસ્ટમ ઓફિસ, એમ્ફી થિયેટર, મની ટ્રાન્સફર ડેસ્ક, ટ્રાવેલ ડેસ્ક, રિટેલ ઝોન, ઓક્શન હાઉસ, સિકયોરીટી કંન્ટ્રોલ રૂમ, ડાયમંડ કલબ જેવી બહુઆયામી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ૩૦૦ સ્કવેર ફુટથી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો નિર્માણ પામી છે. બુર્સમાં કુલ ૯ ટાવર + ગ્રાઉન્ડ + ૧૫ માળ + ૨ બેઝમેન્ટ છે. બુર્સના વિશાળ કેમ્પસમાં ૧૧,૦૦૦ ટુ-વ્હીલ અને ૫,૧૦૦ ફોર-વ્હીલ પાર્કીંગની સુવિધા છે. પોલિશ્ડ અને રફ ડાયમંડ ઓક્શન માટે ઓક્શન હાઉસની સુવિધા, ઈઝરાયેલની C4i ટેકનોલોજીયુક્ત, સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી સંચાલિત અને ૪૦૦૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરા સાથેની હાઈટેક એડવાન્સ સિકયુરીટી સિસ્ટમ દ્વારા આ બિલ્ડીંગમાં અભેદ્ય સુરક્ષાકવચ ઉભું કરાયું છે.

વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું કટિંગ, પોલિશીંગ સુરતમાં થાય છે
. . . . . . . . . . . . . . .
હીરાના ઉત્પાદનમાં સુરત શહેર વૈશ્વિક એપિસેન્ટર છે. આજે વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું કટિંગ, પોલિશીંગ અને પ્રોસેસિંગ સુરતમાં થાય છે. ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૮૦ % છે. ગુજરાતના ૯૦% હીરાનું કટિંગ, પોલિશીંગ સુરતમાં થાય છે, જે સીધી રીતે આ ઉદ્યોગ ૯ લાખથી વધુ લોકોને રોજગાર આપે છે, એટલે જ સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’નું બિરૂદ આપવામાં મળ્યું છે.

વડાપ્રધાનશ્રી કહે છે…
. . . . . . . . . . . . . . .
સુરત ડાયમંડ બુર્સ સુરતનાં હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. જે ભારતની ઉદ્યોગ સાહસિક ભાવનાઓનો પણ પુરાવો છે. વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે. આપણી અર્થ વ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે: -વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી(એક TWEET)

વૈશ્વિક નજરાણા સમાન SDB- સુરત ડાયમંડ બુર્સની એક ઝલક
. . . . . . . . . . . . . . . .
 ૬૭,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે, આવ-જા કરી શકે એટલી ક્ષમતા
 હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એન્ટ્રીગેટ પર કાર સ્કેનર્સ
 ૬૭ લાખ સ્કવેર ફુટ બાંધકામ અને ૪૫૦૦ થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
 બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ અને કંટ્રોલ કરવા માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ
સિસ્ટમ (BMS)
 ૩૦૦ સ્કવેર ફુટ થી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો
 દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”ની લંબાઈ ૧૪૦૭ ફુટ અને પહોળાઈ ઓછામાં ઓછી ૨૪ ફુટ
 ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
 સ્પાઈનમાં ૪ અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
 દરેક ઓફિસમાંથી ગાર્ડન વ્યુ
 સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ (૩,૪૦,૦૦૦ રનીંગ મીટર પાઈપ)
 ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
 સંપુર્ણ એલિવેશન: ચારે બાજુથી ગ્રેનાઈટ અને કાચથી કવર
 ફલોર હાઈટ: ગ્રાઉન્ડ ફલોર-૨૧ ફુટ, ઓફિસ-૧૩ ફુટ
 મેઈન સેરમેનીયલ એન્ટ્રીની હાઈટ: ૨૨૯ ફુટ
 ઈલેકટ્રીકલ સિસ્ટમમાં કેબલના સ્થાને BBT (બઝ બાર ટ્રંકિંગ)નો ઉપયોગ
 યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
 સેન્ટ્રલાઈઝ કુલિંગ સિસ્ટમ (ચીલર અને કુલીંગ ટાવર)
 પ્રત્યેક બે ટાવર વચ્ચે ૬,૦૦૦ સ્કવેર મીટર (૩ વિઘા) જેટલું ગાર્ડન: સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
 દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
 એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
 ૫૪,૦૦૦ મેટ્રીક ટન લોખંડના સળીયાનો ઉપયોગ
 ૫ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ
 ૧૧.૨૫ લાખ સ્કવેર ફુટ એલિવેશન ગ્લાસ
 ૧૨ લાખ રનીંગ મીટર, ઈલેકટ્રીકલ અને આઈ.ટી ફાઈબર વાયર, ૫.૫૦ લાખ રનીંગ મીટર HVAC, ફાયર ફાઈટીંગ અને પ્લમ્બિંગ પાઈપ
 ૫ એન્ટ્રી, ૫ એક્ઝીટ અને ૭ પેડેસ્ટ્રીયન ગેટ

સચિનમાં મહિલાનો ફાંસો ખાઇ આપઘાત બીમારીથી કંટાળી ગઈ હતી.

0

સુરત, સચિન જીઆઇડીસી વિસ્તાર ની પાસે આવેલ ગભેણી રોડ ઉપર આવેલ મ્હામહાલક્ષ્મી સોસાયટીમાં રહેતી 40 વર્ષીય મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.બનાવની જાણ થતાં સચિન જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. પોલીસ તપાસમાં મહિલાએ બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. સચિન જીઆઇડીસી ગભેણી રોડ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા 40 વર્ષીય શિલા દિનાનાથ ચૌહાણ છેલ્લાં 20 વર્ષથી માનસિક બીમારીથી પીડાઇ રહ્યા હતા.બે દાયકાથી ચાલતી દવાથી કંટાળી તેમણે આ પગલું ભર્યું હતું. જેની લાંબા સમયથી સારવાર પણ ચાલી રહી હતી. બીમારીથી કંટાળીને મંગળવારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

કાળાકાછા સડોદરા માયાનોર પર બોરોપિટ પર ગેર કાયદેસર દબાણ તેમજ બેંક ને ભારે નુકશાન,

0

નવસારી, સડોદરા વેસ્મા થઈ કાળાકાછા પસાર થતી માયનોર નહેર પર પસાર થતી બોરોપીટ પર ગેર કાયદેસર દબાણ કરવામાં આવ્યુ છે, તેમજ બેંક ને ભારો ભાર નુકશાન કરવામાં આવ્યુ છે,નહેરની ખાતાની જગ્યામાં અંદાજે ૨૫ ફૂટ લાંબુ પાઇપો નાખી દબાણ કરી નહેર ઉપર બિનઅધિકૃતરીતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના રસ્તો બનાવી દીધો હોવાનું બહાર આવ્યું. જેને લઇ આવનારા સમયમાં વધું મુશ્કેલી ઉદભવે તેમ છે, કેટલાક લોકો દ્વાર જમીન માં જવા માટે નહેર પાર કરવા માટે નહેર ઉપર હાલ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બિનઅધિકૃત રીતે સિમેન્ટના પાઈપ નાંખી દેવામાં આવ્યા છે.જેના કારણે ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળતાં છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચવું ભવિષ્ય માં મુશ્કિલ થાય તેમ છે. વેસ્મા સડોદરા કાળા કાછા માઈનોરના અધિકારીઓની નજર સામે દબાણ થયુ છે છતાં ગેર કાયદેસર દબાણ દુર કરવા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. અને જેને લઈ ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે.

કાયદાના પાલન કરનાર જ કાયદા નું ઉલ્લંઘન કર્તા શોશલમીડિયા માં વિડીયો વાયરલ

0

સુરત, સુરત શહેર માં કાયદા વ્યવસ્થા અંગે આ વિડીયો ઉપર થી લોકો હેરાન થતા હોય તેવું લાગે રહ્યા છે. જે પુલીસ ના બોર્ડ લાગવી ની ગાડીમાં દારૂ પીવુંને ગાડીઓ ચલાવતા હોય છે અને તેમ છતાં પુલીસ વિભાગ તરફ થી કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તો કાયદા નું અમલ કેવા રીતે કરવામાં આવે તેવું લોકો ને સ્પષ્ટ ખ્યાલ આવે છે. જેમાં ફક્ત પુલીસ ને કારણ વગર ૧૫૧ ની કલમ લગાડી ને લોકઅપ માં રાખી પુલીસ ના નામે તોડ અને દાદાગીરી કર્તા હોય તેવું સ્પસ્ટતા હોવા છતાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તો સમાન્ય જનતા જ આ રીતે કાયદા હાથ માં લઈ ને કાયદા નું ભાન કરાવે છે તેવું સ્પષ્ટપણે જોઈ શક્ય છે.

વાયરલ વિડીયો