Home Blog Page 32

પલસાણાના ગંગાધરા ખાતે સુરત જિલ્લા પંચાયત-આયુર્વેદ શાખા દ્વારા વિનામૂલ્યે હોમિયોપેથીક નિદાન સારવાર મેગા કેમ્પ અને યોગ પ્રદર્શન યોજાયુઃ

0
વિનામૂલ્યે હોમિયોપેથીક નિદાન સારવાર મેગા કેમ્પ અને યોગ પ્રદર્શન

નિદાન સારવાર કેમ્પમાં ૩૩૪, હોમીયોપેથી પ્રચાર પ્રસારના ૬૭૦, લૂ પ્રિવેન્ટિવના ૨૧૦, ડેન્ગ્યુ પ્રિવેન્ટિવના ૪૪૩ અને યોગના ૪૨ લાભાર્થીઓએ ભાગ લીધોઃ

સુરતઃબુધવારઃ હોમિયોપેથીક પદ્ધતિના શોધક ડો. સેમ્યુઅલ હનેમનના જન્મ દિવસ એટલે કે વિશ્વ હોમિયોપેથીક દિન નિમિત્તે નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને “સુરત જિલ્લા પંચાયત-આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલબેન મઢીકરની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના તમામ હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા પલસાણાના “શ્રી લક્ષ્મીચંદબાપુ નકલંક સેવા ગંગાધરા (અલખધામ) ખાતે “મફત હોમિયોપેથીક નિદાન સારવાર મેગા કેમ્પ અને યોગ પ્રદર્શન યોજાયું હતું.
આ કેમ્પમાં નિદાન સારવાર કેમ્પમાં ૩૩૪, હોમીયોપેથી પ્રચાર પ્રસારના ૬૭૦, લૂ પ્રિવેન્ટિવના ૨૧૦, ડેન્ગ્યુ પ્રિવેન્ટિવના ૪૪૩ અને યોગના ૪૨ લાભાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં મેડિકલ ઓફિસરો દ્વારા ચર્મરોગ, બાળ રોગ,સ્ત્રી રોગ, સાંધાના રોગો, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, સામાન્ય રોગો વગેરેનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી.સાથે જ હોમીયોપેથી વિશે લોકોને વિશેષ સમજ આપવામાં આવી હતી. ડેન્ગ્યુ તથા ફલૂ માટે પ્રિવેન્ટિવ દવાઓ પણ આપવામાં આવી હતી.
આ મેગા કેમ્પમાં ડો.રચના રાણા,ડો.જયેશ પટેલ,ડો.બ્લેસી મેથ્યુઝ,ડો.શીતલ પટેલ,ડો.જય રૈયાણી,ડો.પરિતા પટેલ,ડો.નિરાલી ચૌધરી, ઉર્વશી પરમાર,માયા પટેલ,ઉત્કર્ષ બલર,તૃપ્તિબેન પરમાર સહિત યોગ શિક્ષક ગીતાબેન પટેલે પોતાની સેવા આપી હતી.

મુગલીસરા ખાતે મતદાન જાગૃતિ અંગે અધિકારી અને કર્મચારીઓની સાથે બેઠક યોજાઈ

0
મતદાન જાગૃતિ અંગે અધિકારી અને કર્મચારીઓની સાથે બેઠક યોજાઈ

તમામ ઝોન વિસ્તારમા મોલ અને શોપિંગ સેન્ટર પર મતદારોની અવર જવર વધુ હોય ત્યાં મતદાન જાગૃતિ અંગેના બેનરો પ્રદર્શિત કરવામાં આવશેઃ

સુરત:બુધવાર: અગામી લોકસભાની સામન્ય ચુંટણીમાં મોલ, મોટા શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવતા મતદારો અવશ્ય મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અધિકારી અને કર્મચારી સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP)ના નોડલ ઓફિસરશ્રી અને ડે. મ્યુનિ. કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ (IAS) નાં માર્ગદર્શન અને સુચના અનુસાર આસી. મ્યુનિ. કમિશ્નરશ્રી અને નોડલ ઓફિસરશ્રી(સ્વિપ) અજય એચ. ભટ્ટ, સ્પે.ઓફીસર અને કાર્યપાલક ઈજનેરશ્રી રાકેશ.એન.મોદીની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના આસીસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરશ્રી, ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રી, UCD વિભાગના પ્રોજેક્ટ મેનેજરશ્રી, આકારણી અને વસુલાત અધિકારીશ્રી અને ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટરશ્રી એમ કુલ ૫૦ થી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.


બેઠકમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારમા સમાવિષ્ટ મોલ અને શોપિંગ સેન્ટર પર જ્યાં મતદારોની અવર જવર વધુ હોય ત્યાં મતદાન જાગૃતિ અંગેના બેનરો પ્રદર્શિત કરવા અને જ્યાં એલઇડી સ્ક્રીન ઉપલબ્ધ છે ત્યાં વિડીયો બેનરના માધ્યમથી દરેક મતદારો અવશ્ય મતદાન કરે તે પ્રકારના મતદાર જાગૃતિ અંગેના બેનર ડિસ્પ્લે થાય તે મુજબની કામગીરી કરવામાં માટે સુચનો આપ્યાં હતા. ઉપરાંત મોલ, મોટા શોપિંગ સેન્ટરનું સંચાલનકર્તા ધ્વારા પણ મતદાન જાગૃતિ અંગે મહત્તમ મતદાન કરવા પ્રચાર થાય તે માટે અપીલ કરવામાં આવી હતી.
વધુમાં, ICDS વિભાગ આંગણવાડી કાર્યકર્તા અને UCD વિભાગ સાથે સંકળાયેલ સ્થાયી મહિલા મંડળો સાથે સંકલન કરી જે વિસ્તારમાં ભૂતકાળમાં ઓછું મતદાન નોંધાયું હોય તેવા અને સ્ત્રી-પુરૂષ મતદારોની મતદાનની ટકાવારીમાં વધુ તફાવત હોય તેવા મતદાન મથકો પર જનજાગૃતિ લાવવા તેમજ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરાયો હતો. સાથે જ બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિન સંદર્ભે સુરતના વિવિધ સ્થળોએ નિ:શુલ્ક સ્વાસ્થ્ય ચકાસણી

0

૫૦૦ થી વધુ નાગરિકોના સ્વાસ્થ્યનું નિદાન કરાયું

સુરતઃસોમવારઃ EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ ૧૦૮ ઈમરજન્સી સેવા-સુરત દ્વારા વિશ્વ આરોગ્ય દિન સંદર્ભે સુરત શહેરમાં વિવિધ સ્થળો જેવા કે વૃદ્ધાશ્રમ, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, બગીચા, માર્કેટસમાં ૧૦૮ વાન સાથે બ્લડપ્રેશર, ડાયાબિટીસ તેમજ સ્વાસ્થ્યને લગતી અન્ય સમસ્યાઓનું નિદાન નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું. ૧૦૮-સુરતના તમામ કર્મચારીઓએ સ્વાસ્થ્ય કેમ્પમાં સેવા આપી હતી. જેમાં ૫૦૦ થી વધુ લોકોની સ્વાસ્થ્ય ચકાસણી કરાઈ હતી. આ સેવા કાર્યક્રમો સુરત જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લા કોર્ડીનેટર રોશન દેસાઈ, જ્યોતીન્દ્ર ચૌધરી, અજય કદમે કર્યું હતું

નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

0
નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

ક્વોલિટી રિસર્ચ થકી દર્દી, ડોક્ટર, વિદ્યાર્થી અને સોસાયટીને ફાયદો થશેઃ ડો.અમુલ ડોંગરે

સુરતઃસોમવારઃ સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ઓડિટોરિયમ હોલ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં “Narrative of Insight:Exploring Qualitative Research In Action” જેવા વિષયો ઉપર વિવિધ નિષ્ણાતોએ વ્યાખ્યાન આપ્યા હતા.
આ પ્રસંગે સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, નર્સિંગ કોલેજ હંમેશાં તેના ફેકલ્ટી સભ્યોને અનુકૂળ વાતાવરણ પૂરૂ પાડવાનો પ્રયાસ કરે છે, જેથી સંશોધન અને શિક્ષણ ક્ષમતા વધારી શકાય. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર અને મેડિકલ કોલેજ ડીન ડો.રાગિણી વર્માએ નર્સિંગ કોલેજને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે,દક્ષિણ ગુજરાતની તમામ કોલેજો દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવા અતિ આવશ્યક છે, વિવિધ કોલેજોને એકત્રિત કરી પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન થતા દરેક ફેકલ્ટીનો વિકાસ થશે તેમજ વેશ્વિક સ્તરે પ્રગતિ કરશે.
આ પ્રસંગે પુણે AIIMSના પીએસએમ વિભાગના આસિસ્ટન્ટ પ્રો. ડો.અમુલ ડોંગરેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી સરળ વિષયો પર સંશોધન કરવામાં આવતું હતું, પરંતુ હવે દરેક ક્ષેત્રે ક્વોલિટી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. જેનાથી દર્દી, ડોક્ટર, વિદ્યાર્થી અને સોસાયટીને ફાયદો થશે. ક્વોલિટી રિસર્ચમાં વૈશ્વિક સંશોધન, રીતરિવાજ, સંસ્કૃતિ અને નવા રોગો પર સંશોધનનો સમાવેશ થાય છે. આણંદ નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ડો.સિતારામ સરાઠે અને જીએમસીના પ્રો. ડો.પ્રિતી યાદવે વિશિષ્ટ સંશોધન અને પ્રકાશનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ટી.બી. ચેસ્ટ વિભાગ વડા અને નર્મદ યુનિ. સિન્ડીકેટ મેમ્બર ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઓબ્ઝર્વર નિલમ સરવૈયા, TNTV નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ કિરણભાઇ દોમડીયા, સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિ પારસ શાહ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

લૂથી બચવા માટે શું કરવું અને શું ન કરવું

0

હીટવેવની આગાહીના પગલે નાગરિકો “લૂ”થી રક્ષણ મેળવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવો હિતાવહ

સુરતઃસોમવારઃ ઉનાળાની ઋતુની કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે.

આટલું કરો

રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્રો વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવુ હિતાવહ છે. વાઈ, હ્રદય, કીડની કે યકૃતને લગતી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતાં પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજનમાં તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે, તેમની વિશેષ કાળજી લો.

કામદારો માટે આટલું કરો

કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. સાથોસાથ તમામ કામદાર માટે શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિ ટાળવી, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવુ. જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલા નથી તેમને હળવું તેમજ ઓછી અવધિ માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું. કામદારોને હીટવેવ એલર્ટ વિશે માહિતગાર કરવા. પંખાનો ઉપયોગ કરવો.

ઘરને શીતળ રાખવા માટેના ઉપાયો

ઘરની દીવાલોને સફેદ રંગથી રંગો. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રૂફ ટેક્નોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મોફૂલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાંસની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો. બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો.

લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર

જો કોઇ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેંદ્ર ઉપર લઈ જાવ. જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુ:ખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.

શું ન કરવું

બપોરના ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી તડકામાં ન જવું, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેમ કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સ ન લેવા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો.

વરાછાના PI વર્દીમાં ભાન ભૂલ્યા

0

કોર્ટમાં મેજિસ્ટ્રેટને કંઈક એવું કહી દીધું કે વ્યાપી ગયો સન્નાટો

કોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટે સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટને એક કેસને પુરો કરવા સૂચના આપી હતી. તે કેસને લગતા અસલ કાગળીયા વરાછા પોલીસ સ્ટેશનમાં હતા. કોર્ટે વરાછા પોલીસ પાસેથી અસલ કાગળીયા માંગ્યા હતા. પરંતુ વરાછા પોલીસે કોર્ટમાં અસલ કાગળીયા મોકલ્યા ન હતા. તેથી કોર્ટે પીઆઈ એ.એન.ગાબાણીને સમન્સ મોકલ્યા હતા.ગાબાણીને મેજીસ્ટ્રેટે વારંવાર સૂચના છતાં શા માટે કાગળીયા મોકલ્યા નહીં એવું પૂછતા પીઆઈ ગાબાણીએ મેજીસ્ટ્રેટને કહ્યું કે સાહેબ હું પણ એક ગેઝેટેડ ઓફિસર છું,તમે નીચા અવાજે વાત કરો.પીઆઈના આવા શબ્દોથી કોર્ટમાં જાણે કે સન્નાટો છવાઈ ગયો હતો. મેજીસ્ટ્રેટે પીઆઈના આ શબ્દો અને વર્તનને ગંભીરતાથી લઈને તમામ ઘટનાની રેકોર્ડ પર નોંધ લીધી હતી. હવે આવતી કાલે પીઆઈને તેમના એસીપી સાથે હાજર રહેવા સૂચના આપી છે.

ભાગળ શાકમાર્કેટના મકાનમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું

0

 છ દલાલ સાથે ચાર ગ્રાહક ઝડપ્યા ત્રણ ભારતીય લલનાને મુક્ત કરાવાઈ

મહિલા ગુન્હા નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વુમન એએસઆઈ વૈશાલીબેન રઘુનાથરાવને બાતમી મળી હતી કે ભાગળ ચાર રસ્તા પાસે શાકમાર્કેટના ભરતનિવાસમાં કુટણખાનું ધમધમે છે.બાતમીના આધારે મહિલા ગુન્હા નિવારણ શાખાએ ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ ગત બપોરે ભરત નિવાસના ત્રીજા માળે રેઈડ કરી ત્યાંથી સંચાલક જીગર ગાંધી ઉપરાંત તેમને લલનાઓ સાથે સંપર્ક કરી મોકલતા બે દલાલ વિકી ઉર્ફે અમિત તેમજ શેખર સાલુંકે ઉપરાંત ગ્રાહકોનો સંપર્ક કરી તેમને ત્યાં શરીરસુખ માણવા બોલાવતા દલાલ ખીરોદકુમાર ઉર્ફે રાકેશ, સંજયકુમાર પટેલ, રબુલમંડલ આલીમંડલ, નુર મોંડલને ઝડપી લીધા હતા.

મહિલા ગુન્હા નિવારણ શાખાએ ત્યાંથી ત્રણ ભારતીય લલનાઓને પણ મુક્ત કરાવી ત્યાં શરીરસુખ માણવા આવેલા ગ્રાહકો માનવ બલર, જગદીશ પાદરીયા, રવિ બલર અને હીરાલાલ મિશ્રાને પણ ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.12 હજાર, રૂ.85 હજારની મત્તાના 17 મોબાઈલ ફોન, 25 છુટા કોન્ડોમ અને કોન્ડોમના બે પેકેટ મળી કુલ રૂ.97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મહિલા ગુન્હા નિવારણ શાખાએ આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કોણ કોણ પકડાયું

(1) સંચાલક જીગર રમેશચંદ્ર ગાંધી ( ઉ.વ.30, રહે.ત્રીજો માળ, ભરત નિવાસ, બ્લોક નં.5, ઘર નં.5/363-અ-એ, શાકભાજી માર્કેટ, બરાનપુરી ભાગળ, સુરત )
(2) દલાલ વિકી ઉર્ફે અમિત શો બિશ્વાનાથ શો ( રહે.34, ભાજીવાલા એસ્ટેટ, અશ્વનીકુમાર રીડ, સુરત )
(3) દલાલ શેખર ચુડામન સાલુંકે ( રહે.ફ્લેટ નં.107/એ, શાંતિસદન, પુષ્પક સોસાયટી પાસે, ટેકરાવાલા સ્કુલની સામે, પાલનપુર પાટીયા, સુરત )
(4) દલાલ ખીરોદકુમાર ઉર્ફે રાકેશ માયાધર નાયક ( ઉ.વ.43, રહે.ઘર નં.4, ગાયત્રી સોસાયટી, પાલનપુર પાટીયા, સુરત. મૂળ રહે.ઓડિશા )
(5) દલાલ સંજયકુમાર દિપકભાઈ પટેલ ( ઉ.વ.29, રહે.ઘર નં.4, ગાયત્રી સોસાયટી, પાલનપુર પાટીયા, સુરત. મૂળ રહે.ચાસા, તા.ચીખલી, જી.નવસારી )
(6) દલાલ રબુલમંડલ આલીમંડલ ( ઉ.વ.26, રહે.કાંસકીવાડ મસ્જીદ, ભાગળ ચાર રસ્તા, સુરત. મૂળ રહે.કોલકત્તા )
(7) દલાલ નુર મોંડલ જીસાદ અલી મોંડલ ( ઉ.વ.39, રહે.ફુલવાડી ઝુપડપટ્ટી, ભરીમાતા રોડ, સુરત. મૂળ રહે.કોલકત્તા )
(8) ગ્રાહક માનવ રમેશભાઈ બલર ( ઉ.વ.22, રહે.અભિનંદન રેસિડન્સી, ઉત્રાણ, સુરત. મૂળ રહે.છાપરી, તા.પાલીતાણા, જી.ભાવનગર )
(9) ગ્રાહક જગદીશ મનજીભાઈ પાદરીયા ( ઉ.વ.32, રહે.ઘર નં.62/63, પ્રાણનાથ સોસાયટી, વેડરોડ, સુરત. મૂળ રહે.ભાંથરીયા, તા.લખતર, જી.સુરેન્દ્રનગર )
(10) ગ્રાહક રવિ તુલસીભાઈ બલર ( ઉ.વ.29, રહે.ઘર નં.સી/304, સેન્ટોસા હાઈટસ, ઉત્રાણ, સુરત. મૂળ રહે.છાપરી, તા.પાલીતાણા, જી.ભાવનગર )
(11) ગ્રાહક હીરાલાલ હરીશચંદ્ર મિશ્રા ( ઉ.વ.27, રહે.આઈ-502, આનંદો હોમ્સ, બમરોલી રોડ, અલથાણ, સુરત. મૂળ રહે.બડાગામ, તા.બીજાવર,જી.છત્રપુર, મધ્યપ્રદેશ )

પંચાયતમાં ઠરાવના નામે લીધા 35 હજાર લાંચના છટકામાં ઝડપાઇ

0

તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા.

સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતા. ઘટના એ હતી કે, ફરિયાદી ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. જે જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બન્નેને તેઓ મળ્યા હતા. કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે 80 હજારમાં પતાવટ થઈ હતી. જે પૈકીના 35 હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

આરોપીઓએ 35 હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડદેવડ કરવા જતાં બંને રંગે હાથ ઝડપાઇ ગયા હતા. લાંચ લેનાર બે ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભુપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બન્ને લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતાં. સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબીના મહિલા પી આઈ આર. આર. ચૌધરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

સુરક્ષા ના ભાગરૂપે ચાઈલ્ડ પ્રોટેક્શન એવરનેસ અને “સી” ટીમ ઇન્ચાર્જ સુરક્ષા ના ભાગરૂપે અવેરનેસ તાલીમ આપવામાં આવી

0

સુરત,લાજપોર પટેલ ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સુરક્ષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત થી દીપકભાઈ જયસ્વાલ, પ્રથમ ચાઈલ્ડ પ્રોટેક્શન એવરનેસ પ્રોગ્રામમાથી સીતાબેન પટેલ , જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરત થી પ્રજ્ઞાબેન પટેલ અને ચૌધરી દર્શનાબેન અને સચીન પોલીસ સ્ટેશનના “સી” ટીમ ઇન્ચાર્જ પીએસઆઇ શ્રીમતી સુનિતાબેન સિંહ સાહેબ ના માધ્યમ થી સાયબર અવેરનેસ તાલીમ આપવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનના હોમગાર્ડઝ શ્રી પ્રકાશભાઈ મૌર્ય (મુખ્ય મંત્રી મેડલ વિજેતા, સચિન હોમગાર્ડઝ યુનિટ) દ્વારા સ્વરક્ષણ,આત્મરક્ષા ની તાલીમ ઉપસ્થિત રહી આપવામાં આવી હતી આ કાર્યક્રમ અનુરૂપ બેડ ટચ ગુડ ટચ, આસપાસમાં થતા બાળકો પર અત્યાચાર, માત પિતા ન હોય તેવા બાળકોને મળતી સહાય, મોબાઈલથી થતા ક્રાઈમ, સોશિયલ મીડિયાથી થતા ફ્રોડ, ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર , વ્યસન મુક્ત રહેવું તેમજ પોલીસ કર્મીઓ ની બાળકોને મળતી સુરક્ષા વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં કુલ 152 બાળકો-બાળકીઓ એ હાજર રહી તાલીમ લીધી હતી

અઠવાલાઇન્સ ખાતે સવારે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ

0
વિવિધ પોસ્ટરો, બેનરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપતા વિધાર્થીઓ

વોકેથોનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ ‘ચુનાવ કા પર્વ’ની ઉજવણીમાં જોડાવા અને મતદાન જનજાગૃત્તિના શપથ લીધા

વિવિધ પોસ્ટરો, બેનરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપતા વિધાર્થીઓ

સુરત:મંગળવાર: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતદાતા જાગૃતિ માટે અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી જિલ્લા કોર્ટના વિસ્તારથી પો.ગ્રાઉન્ડ સુધી વોકેથોન રેલી યોજાઈ હતી.
આ વોકેથોન રેલીને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.જે.રાઠોડ તથા આર.સી.પટેલ, ડી.સી.પી. શ્રીમતી હેતલ પટેલ તથા શ્રીમતિ અમિતા વાનાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ વોકેથોનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને ‘૧૦ મિનીટ દેશ માટે’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, “મતદાન આપણો અધિકાર”, ‘અવસર લોકશાહીનો’, ‘પહેલા મતદાન પછી અન્ય કામ’ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો.
આ અવસરે નાયબ પોલીસ કમિશનર શ્રીમતી હેતલબેન પટેલે દેશની આઝાદી માટે શહીદી વ્હોરનારા ક્રાંતિવીરોને યાદ કરીને સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાઈ અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.જે.રાઠોડે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવીને ચૂંટણી પંચ દ્વારા એક એક મતની કિંમત સમજીને દુર્ગમ જંગલોના ગામો, પહાડી વિસ્તારોમાં પણ મતદાન મથકો ઉભા કરવામાં આવે છે એમ જણાવી મતદાનની પવિત્ર ફરજ સમજીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે સૌએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. શરૂઆતમાં સૌ વિદ્યાર્થીઓએ યોગ ગરબા કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દર્શન શાહ, મામલતદારશ્રી પ્રતિક જાખડ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ પટેલ, શિક્ષણ નિરીક્ષક સંગીતાબેન મિસ્ત્રી તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો હતો.