Home Blog Page 30

SMC SZ-A ના બે ક્લાર્ક રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

0

વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવા લાંચ માંગી હતી

આકારણી વિભાગના બંને ક્લાર્ક જીજ્ઞેશકુમાર પટેલ અને મેહુલકુમાર પટેલે

એસીબીએ છટકું ગોઠવી ખરવર નગર રોકડીયા હનુમાન મંદિરની પાછળ જય બજરંગ પાન એન્ડ ફુલ સેન્ટરની સામેથી બંનેને ઝડપી લીધા

સુરત , ACB દ્વારા  સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની ધરપકડનો સિલસિલો હજુ પણ જોવા મળી રહ્યો છે. જાણે કર્મચારીઓને ગેરકાયદે અને કાયદેસરના કામ માટે પગાર ચૂકવવો પડે. આવી છબી સુરત કોર્પોરેશનની બની રહી છે. આ વખતે એસીબીએ ઉધના દક્ષિણ ઝોન-એના વેલ્યુએશન વિભાગના બે ક્લાર્કને રૂ. 35 હજારની લાંચ લેતા ઝડપ્યા છે. રિક્વિઝિશન પર કાર્યવાહી કરવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન એસીબીએ છટકું ગોઠવી બંનેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાઉસ ટેક્સ ભરતા એક વ્યક્તિ કે જે દર ત્રણ વર્ષે જમા કરાવવો પડે છે, ટેક્સની માંગણીની પ્રક્રિયાને આગળ ધપાવવાના બદલામાં બંને આરોપીઓએ એકબીજાની મીલીભગતથી રૂ.35 હજારની લાંચની માંગણી કરી હતી. દરમિયાન ફરિયાદ મળતાં એસીબીએ છટકું ગોઠવી બંનેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસીબીએ  સુરતના ઉધના દક્ષિણ ઝોન-એમાં અકર્ણી વિભાગના ક્લાર્ક જીગ્નેશકુમાર ચીમન પટેલ અને મેહુલકુમાર બાલુ પટેલની ધરપકડ કરી હતી . એસીબીએ છટકું ગોઠવીને ખટોદરા રોકડિયાને હનુમાન મંદિર પાછળથી લાંચ લેતા ઝડપ્યા હતા.

આરોપી : (1) જીજ્ઞેશકુમાર ચીમન પટેલ, કારકુન, મૂલ્યાંકન વિભાગ,  સુરત મહાનગરપાલિકા, દક્ષિણ ઝોન-એ, ઉધના, સુરત. વર્ગ 3

(2) મેહુલકુમાર બાલુ પટેલ કારકુન, મૂલ્યાંકન વિભાગ, સુરત મહાનગરપાલિકા, દક્ષિણ ઝોન-એ, ઉધના, સુરત. વર્ગ 3

સ્થાન : જય બજરંગ પાન અને ફુલ સેન્ટરની સામે, ખારવર નગર, રોકડિયા હનુમાન મંદિર પાછળ, ઉધના કેનાલ રોડ, સુરત.

સ્માર્ટ મીટર બાબતે વિરોધ કરી રહેલ વિપક્ષ નેતા પાયલ સાકરીયા સહીત કોર્પોરેટરો અને રહીશો ની અટકાયત બાદ છુટકારો:

0

વેસુ આવાસમાં લાગેલા સ્માર્ટ મીટર હટાવવા રહીશો આવેદન આપવા આવ્યાં હતાં

પાયલ સાકરીયાનો DGVCL ને સવાલ : ભાજપ નાં કોર્પોરેટરો, ધારાસભ્યો નાં ઘરે કેમ સ્માર્ટ મીટર નથી લગાડ્યા?

સ્માર્ટ મીટર નું તુત આજકાલ ઘણું સાંભળવા મળી રહ્યું છે. લોકોની ફરિયાદ છે કે સ્માર્ટ મીટર લગાડ્યા પછી એમનું બિલ બમણું કે ત્રણ ઘણું આવે છે. આવો જ એક કિસ્સો સુરત નાં વેસુ માં આવેલ આવાસ નાં રહીશો નો હતો. જેમનું માંડ બે મહિનાનું બિલ 1000 કે 1500 આવતું હતું, સ્માર્ટ મીટર લગાડ્યા પછી 15 જ દિવસમાં 3000 નું રિચાર્જ પણ પતી ગયું હતું. તેથી આવાસ નાં રહીશોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયા નો સંપર્ક કર્યો અને આ બાબતે ન્યાય અપાવવા અપીલ કરી હતી.

આજરોજ સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયા ની આગેવાનીમાં ‘આપ’ નાં કોર્પોરેટરો કુંદનબેન કોઠીયા, મનીષાબેન કુકડીયા અને આગેવાનો સાથે વેસુ આવાસ નાં રહીશો કાપોદ્રા ખાતે DGVCL ની કચેરીએ રજૂઆત કરવાં ગયાં હતાં. રજુઆત કરતાં વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ DGVCL નાં અધિકારીઓ ને પૂછ્યું કે તમે કોની પરમિશન થી સ્માર્ટ મીટરો લગાડ્યા હતાં. પાયલ સાકરીયાએ અધિકારીઓ ને આ મુદ્દે બે સવાલો કર્યા હતાં કે તમે મધ્યમવર્ગીય અને આર્થિક પરિસ્થિતિ જેમની એટલી સારી નથી તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા કરતા ભાજપ નાં કોર્પોરેટરો, ધારાસભ્યો કે આગેવાનો ને ઘરે કેટલા મીટરો લગાવ્યા? તો એનો કોઈ જવાબ અધિકારીઓ પાસે નોહ્તો. બીજો સવાલ કર્યો કે, આમ જ કેવીરીતે તમે કોઈને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાડી દો છો?

પાયલ સાકરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકોને પહેલેથી જ કેટલી હાલાકી છે, રોજબરોજ નાં જીવન નિર્વાહ માટે લોકો જેમતેમ જીવે છે એમાં આ સ્માર્ટ મીટર નું ગટકડું લોકોનું બજેટ ખોરવશે. લોન નાં હપ્તા, ઘરખર્ચો, છોકરાઓની સ્કૂલ ની ફી, બીજા ત્રીજા ખર્ચા વિગેરે થી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. વધુ બોજો પોષાય એમ નથી હવે. આ સરકાર to રોજ નવા નવા ગટકડા અને ફતવા લાવે છે, જેની અસર સામાન્ય માણસ પર પડે છે.

આ બધી બાબતો વચ્ચે કાપોદ્રા પોલીસ માંથી સ્ટાફ નાં માણસો પહેલેથી જ હાજર હતાં. તેમણે પરિસ્થિતિ વણશે એ પહેલાં વિપક્ષ નેતા પાયલ સાકરીયા, કોર્પોરેટરો કુંદનબેન કોઠીયા, મનીષાબેન કુકડીયા અને વેસુ આવાસ નાં સ્થાનિક આગેવાનો ની અટકાયત કરી હતી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઇ ગયાં હતાં. જોકે મોડેથી બધાને છોડી મુક્યા હતાં.

પુલીસ સ્ટેશન ની પાસે ગેરકાયદેસર દબાણ કે ગેરકાયદેસર જગ્યા ભાડે થી આપી લોકો ના માથે જોખમ

0

સુરત, સુરત સચીન પુલીસ સ્ટેશન અને આશિષ હોટલ પાસે આવેલ ચારે બાજુ થી રોડ અને વચ્ચે અને જોખમી અને હાનિકારક સમાન મૂકી રાખવામાં આવેલ હોવા છતાં. કેમ સુરત મનપા કે સુડા તરફ થી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતું નથી. આ જગ્યા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ છે કે ગેરકાયદેસર રીતે જગ્યા ભાડે થી આપી ને અધિકારી પોતના ખિસ્સામાં રકમ નાખી રહ્યા છે. તે તપાસ કરવામાં આવે તો લોકો ના માથે કોઈ પણ જોખમી કે આકસ્મીક ઘટના કે બનાવ બનતા પહેલા અટકાવી શક્ય .

જોખમી રીતે જુના ટાયર પણ આ જગ્જયા ઉપર ઉપર મુકવામાં આવે છે. જેમાં ફાયર ના કોઈ પણ સાધનો વ્સવામાં આવેલ નથી. અને સામે ની તરફ પેટ્રોલ પંપ હોવાથી આ બાબત માં તપાસ થવા જોઈએ.

ગેરકાયદેસર દબાણ કરનાર પાસે થી સુરત મહાનગર પાલિકા ના દબાણ વિભાગ ના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કર્તા. સુત્રોના જણાવ્યું પ્રમાણે દબાણ કરનાર અને સુરત મહાનગર પાલિકા ના દબાણ વિભાગ ના કોન્ટ્રાક્ટ વચ્ચે કોઈ સંબંધ છે ખરા.?.

નાયક મરાઠા સમાજ સેવા સંઘના ૨૬માં સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલ વર-વધૂઓ સાથે ગતરોજ સાંસદ સીઆર પાટીલ જોડે શુભેચ્છા મુલાકાત

0

સુરત, સુરત માં નાયક મરાઠા સમાજ સેવા સંઘના ૨૬માં સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલ વર-વધૂઓ સાથે ગતરોજ સાંસદ સીઆર પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ હતા.

જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે ગતરોજ નાયક મરાઠા સમાજ સેવા સંઘના ૨૬માં સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલ વર-વધૂઓ સાથે ગતરોજ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી,સાથોસાથ તેમને આશી વચનો આપી ચાંદીના સિક્કા ભેટ સ્વરૂપે આપ્યા હતા. સાથોસાથ યૂથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિજ્ઞેશ ભાઈ પાટીલ દ્વારા અને નિલેશ રીયલ એસ્ટેટ ગ્રુપના નિલેશ જાદવ દ્વારા રોકડ કવર સ્વરૂપે સપ્રેમ ભેટ આપી હતા.

૨૬માં સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલ વર-વધૂઓ સમાજ ના તરફ થી એક યાત્રા ની પ્રવાસ નું આયોજન પણ કરવામાં આવેલ હતા જેમાં તમામ નવ યુગલ ને યાત્રા શુભદાયી નીવડે તેવા આશીર્વચન આપ્યાં, આ પ્રસંગે ભાજપ માજી ઉપપ્રમુખ તેમજ પીએસી મેમ્બર શ્રી છોટુભાઈ પાટીલ હાજર ર્હ્યા હતા.

આ તમામ આયોજન પાછળ નવગુજરાત ટાઈમ્સ અને આઈ વીટેન્શ ના એમડી ગણેશભાઈ સાંવત સાહેબ કર્યા હતા. જેમાં પહેલી વખત આ રીતે ની આયોજન જોઈ ને દરેક સમાજ ના લોકો આ રીતે સમૂહ લગ્ન ના આયોજન કરવામાં આવે તેવું સંદેશ લોકો સુધી આપ્યા છે.

બનાવ ની ઘટના બને તો તપાસ થાય તો શું કાર્યવાહી આજ દિવસ સુધી થઇ તે લોકો ને એક સવાલ ?

0

સુરત, આજ સુધી માં કોઈ પણ ઘટના બને જાનહાનિ થાય તો તપાસ થાય તો શું કાર્યવાહી આજ સુધી થઇ તે કોઈ પણ સામે આવતું નથી.

*** સુરતમાં 22 માસૂમોને ભરખી જનાર અગ્નિકાંડ 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. 

કર્યા સંજોગોમાં આગ લગ્યા હતા તે પરિબળો સામે આવ્યું પછી પણ આજે શું છે.

બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકન્ડીશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી.

જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

દરમિયાન નીચેની આગ મીટરરૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યો હતો.

પ્રથમ તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ નહોતી.

અહીં ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. માળની હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો.

છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી.

ચોથા માળે આગ પહોંચતાં વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, એમાં પણ અમુક વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હતાં.

જે કે હાલ માં રાજકોટ માં ગેમ જોન માં આગ લગતા જ ફરી ગુજરાત સરકાર તપાસ ના આદેશ આપ્યા છે. અને કમેટી બનાવી તપાસ માટે ના પરિબળો નક્કી કર્યા છે.

જે તપાસ પછી પણ અધિકારીઓ પોતની મરજી પ્રમાણે જ કામગીરી કર્તા નજરે ચડે છે.

સચીન માં લાઈબ્રેરી, રાજનેતા અને અધિકારી શું વિદ્યાર્થી ને ભવિષ્યમાં ની ચિંતા કે ભષ્ટાચાર ની ગંધ

0

વર્ક ઓર્ડર આપીને ૫૦ દિવસ વીતી ગયા છતાં હજુ કામગીરી ના નામે મીંડું

સચીન બી ઝોન ખાતે આવેલ વોર્ડ નંબર – ૩૦ માં ગુજરાત સ્લમ બોર્ડ ખાતે કોમન પ્લોટ ઉપર લાઈબ્રેરી ની કામગીરી

સામાન્ય જનતા માટે બનનારી લાઈબ્રેરી નું નિર્માણ થશે ખરી?

સુરત-સચીન , સુરત મહાનગર પાલિકા માં સમાવેશ થયેલ નવા વિસ્તાર માં વિકાસ ના કામગીરી અંગે સુરત મહાનગર પાલિકા લોકો પાસે થી વેરા રૂપે મિલકત ટેક્સ વસુલાત કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા સુવિધાઓ પૂરી પડાવમાં માટે પણ ચાર્જ વેરા માં કરવામાં આવે છે. જે થી લોકો ને જીવન જરૂરીયાત પ્રમાણે ની સુવિધાઓ મળી રહે. તે માટે સુરત મહાનગર પાલિકા ના આયોજન વિભાગ તરફ થી લોકો નું જરૃરિયાત પ્રમાણે સુવિધા પૂરી પાડે છે. જેમાં ની લાઈબ્રેરી બનાવવા ના કામ નુ આયોજન કરવામાં આવ્યું છે

સુરત મહાનગર પાલિકા ના સાઉથ ઝોન-બી ના વોર્ડ નંબર ૩૦ માં આવેલા ગુજરાત સ્લમ બોર્ડ ખાતે ના COP નંબર ૪ ખાતે સુરત મહાનગર પાલિકા દ્વારા લાઈબ્રેરી બનાવવા ના કામ નુ આયોજન કરવામાં આવ્યું છે જે માટે ની તમામ પ્રક્રિયા પાલિકા દ્વારા પુરી કરી દેવા માં આવી છે અને વર્ક ઓર્ડર પણ તાં.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ આપી દેવા માં આવ્યો છે છતાં ત્યાં આજદિન સુધી કામ ચાલુ કરવામાં આવેલ નથી.

સુત્રો પાસે થી મળી માહિતી પ્રમાણે કોઈ વ્યકિત રાજકીય દબાણ લાવી ને સમગ્ર કામગીરી ન્ કરવા માટે રાજકીય પ્રેસર લાવી ટેન્ડર થયેલ હોવા છતાં કામગીરી કરવા દેવામાં ન્ આવે તો કેમ કોઈ પણ આગેવાન કે રાજકીય નેતાઓ કોઈ પણ વિરોધ કે કામગીરી ન્ કર્તા હોય તો શું તે કામગીરી ન્ કરવા દેવા માટે ની ભલામણ કરી રહ્યા હોય તેવું લાગે છે. પણ જે કામગીરી કરવા માટે ખાત-મુહૂર્ત પણ કરી દેવામાં આવેલ અને અટકવા માટે પણ જો ભલામણ કર્તા હોય હોય તો શું હિત હશે તે બાબત જનતા એ વિચારું કે પ્રજા ની સુવિધા માટે છે કે અંગત લાભ માટે લાઈબ્રેરી છે. તે ચર્ચા નું વિષય બનાયા છે.

ગરબડી-લાપરવાહી-બેદરકારી બદલ ચાર આર્કિટેક્ને પાલિકાની નોટિસ

0

ઓનલાઈન પ્લાન મંજૂરી વખતે ખોટી માહિતી રજૂ થતાં આર્કિટે ભીંસમાં

ઓનલાઇન ચઢાવેલા ડેટાની ઓફલાઇન સ્ક્રૂટિનીમાં ભાંડો ફૂટ્યો.

સુરત મહાનગરપાલિકાના હદવિસ્તારમાં બાંધકામ ક્ષેત્રે હરણફાળ વિકાસ સાથે જ હાલના તબક્કે પણ અનેક પ્રોજેક્ટો નિર્માણાધીન છે અને અનેક નવા પ્રોજેક્ટો પાલિકાની મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. વહીવટી તંત્રએ પ્લાન મંજૂરીની પ્રક્રિયા સરળ બને એ માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ અમલી કરી છે. જોકે, પ્લાન મંજૂરીની આ ઓનલાઇન પ્રક્રિયામાં કેટલાક આર્કિટેક્ટ ખોટી માહિતી આપતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. ઓનલાઇન અપલોડ થયેલા ડેટાની ઓફલાઈન સ્કૂટિની વેળા આખો મામલો બહાર આવ્યા બાદ પાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગે ચાર આર્કિટેક્ટને નોટિસ ફટકારી છે. પાલિકા સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમમાં ફાઇનલ પ્લાન અને બાંધકામના પ્લાન, માલિકી સંબંધિત માહિતી અપલોડ કરવાની રહે છે. અપલોડ થયેલા ડેટાને આધારે પાલિકા દ્વારા પ્લાનને ઓનલાઇન મંજૂરી આપવામાં આવે છે. કોઈ પણ માપ કે ક્ષેત્રફળના આધારે જીડીસીઆરની જોગવાઈ પ્રમાણે પ્લાનને ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે. આ સિવાય અપલોડ કરાયેલા ડેટાની ખરાઈ અને અન્ય કેટલીક જોગવાઈઓ પ્રમાણે જો મેન્યુઅલી એટલે કે ઓફલાઇન સ્કૂટિની વેળા ફાઈલો નામંજૂર પણ કરી શકાય છે. ઓનલાઇન સિસ્ટમમાં પ્લાનના ડેટાની ખરાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે આર્કિટેક્ટની હોય છે. જેમાં હાલમાં જ મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા કરાયેલી મેન્યુઅલ સ્ક્રૂટિની વેળાએ ચાર ફાઈલોમાં રજૂ કરાયેલી વિગતો, માહિતીમાં વિસંગતતા જોવા મળી હતી. પ્લાનના સીઓપીમાં માપ, માલિકીના નામ સહિતની કેટલીક વિગતોમાં ઓનલાઇન અને ઓફલાઈ ન ડેટા ચકાસણીમાં જુદીજુદી માહિતી નીકળતા ચાર આર્કિટેક્ટને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, હવે તકનીકી કે માલિકી સંબંધિત માહિતી ઇરાદાપૂર્વક ખોટી અપલોડ કરાઇ છે કે પછી બેદરકારી દાખવવામાં આવી છે એ અંગે તપાસ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે ચાર આર્કિટેને નોટિસ ફટકારાતા બાંધકામ ક્ષેત્રે સક્રિય આર્કિટેકુમાં ચર્ચાનું મોજું ફળી વળ્યું છે. આ સાથે જ જો આ પ્રકારે ઓનલાઇન પ્લાન મંજૂરી સિસ્ટમમાં ડેટા અપલોડ કરતી વેળા પૂરતી ચોક્સાઇ રાખવામાં ન આવે તો ભવિષ્યમાં બીજા પ્રશ્નો પણ સર્જાઈ શકે એવો મત અધિકારીઓ આપી રહ્યા છે.

મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ.

0
police

કિમત રૂ.૩૬,૬૦૦/- ની મતાનુ મેફેડ્રોન ડ્રગ્સ

લોકસભા સામાન્ય ચુટણી ૨૦૨૪ માટે દેશમાં ૧૬ માર્ચ ૨૦૨૪ થી આચાર સંહિતા અમલમા હોય જે દરમ્યાન સુરત શહેર માથી નાર્કોટીક્સની બદિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે મહે.પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨, નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી આઇ ડીવિઝન સુરત શહેર નાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટીક્સની ગેરકાયદેસર પ્રવ્રુત્તી અટકાવવા સારૂ સુચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવી તથા ।। પો.ઇન્સ.વી.એમ.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.એસ.જી.ચૌહાણ નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની સ્કોર્પીયો જેનો રજીસ્ટેશનનં GJ-19-BJ-5229 તથા કાળા કલરની મહિન્દ્રા થાર જેનો રજીસ્ટેશન નં-GJ-05-RX-0297 એમ.ડી ડ્રગ્સ માદક પદાર્થનો ધંધો કરતો ઇસમ મોહમંદ જુનેદ અલ્તાફ હુસેન અને તેના મિત્રો સાથે એમ.ડી.ડ્રગ્સ નો જથ્થો લઇ ભેસ્તાન ત્રણ રસ્તા ખાતેથી પસાર થનાર છે.જે આધારે ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે પોલીસ અધીકારી તથા પોલીસ માણસોની ટીમ બનાવી ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે બેરીકેટીંગ કરી વાહન ચેકીગ કરી ઉપરોકત બાતમી હકીકત વર્ણન વાળી ફોરવ્હિલો આવતા તેને રોકી કોર્ડન કરી તેમાથી નીચે મુજબ ના આરોપીઓ પકડી પાડેલ છે

પકડાયેલ આરોપીઓ :-

(૧) અભય જનાર્દન યાદવ ઉ.વ.૨૭ ધંધો-વેપાર રહે- ઘર નંબર-૦૫, રિધ્ધી સિધ્ધી સોસાયાટી, બાજીપુરાગામ, બારડોલી,સુરત ગ્રામ્ય મુળ રહે- દૂપભીલાઇ, પોસ્ટ-ભીલાઇ, થાણા-સુબેલા,જી-રાયપુર (છત્તીસગઢ)

(૨) મુસ્કાન અકીલ અંસારી ઉ.વ.૨૫ ધંધો-મેકઅપ આર્ટીસ્ટ, રહે- ઘર નંબર-૩૯, અતિક પાર્ક, નુરાની મસ્જીદ ઉન પાટીય, ભેસ્તાન,સુરત.

(૩) ખુશી રાજીત પાંડે ઉ.વ.૨૦ ધંધો-ડાન્સિંગ રહે-ઘર નંબર-૨૩ ઉમિયાધામ, બંગ્લોઝ, ગંગેશ્વર મહાદેવ મંદિર, પાલ અડાજણ,સુરત

(૪) અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન પઠાણ ઉ.વ.૨૮ ધંધો-મજુરીકામ, રહે-પ્લોટ નંબર-૭૬,૭૭ તિરૂપતિ સોસાયટી, મદનીનગર, ઇસાદભાઇના મકાનમાં ઉન પાટીયા,ભેસ્તાન,સુરત. મુળ રહે-ગામ-બંદરાહા, પોસ્ટ-મનકાપુર, થાણા-મનકાપુર, જી.ગૌડા (ઉત્તર પ્રદેશ)

(૫) રૂબી અજય વિશ્વકર્મા ઉ.વ.૨૧ રહે-પ્લોટ નંબર-૫૧૩, તુલસીધામ સોસાયટી, દેવકીનંદન સ્કુલની બાજુમાં, ગુ.હા.બોર્ડ, પાંડેસરા,સુરત.મુળ રહે-ગામ-રાજગીર, થાણા-નાલંદા.જી-નાલંદા (બિહાર)

(૬) અસ્ફાક નજરખાન જાતે ખાન ઉ.વ.૨૭ ધંધો-વેપાર, રહે- સાદીક ભરૂચીની રૂમમાં તિરૂપતિ નદનીનગર,ઉન પાટીયા,ભેસ્તાન,સુરત.મુળ રહે-ગામ- ધુલીયા,દેવપુર, વારીબોકા રોડ, તા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર)

(૭) મો.જુનેદ અલ્તાફ હુસેન કડીયા ઉ.વ.૨૯ ધંધો-લુમ્સ મશીન રીપેરિંગ, રહે-બી/૫૩૫ અર્જુમનનગર, મસ્જીદની સામે, રૂસ્તમપુરા, સલાબતપુરા, સુરત.

પકડી પાડી તેમની પાસે થી મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો ૩.૬૬ ગ્રામ નો કિમત રૂ ૩૬,૬૦૦/- ની મતા નો પકડી પાડેલ તેમજ રોકડા રૂપીયા ૧૫,૩ ૨૦/- તથા ફોન નંગ-૦૬ કિંમત રૂપિયા ૧,૧૯,૫૦૦/- તથા બન્ને ફોરવહીલ ની કિમત ૨૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૨૪,૭૧,૪૨૦/- ની મતા સાથે સાત આરોપી ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમજ મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર કાલુ વ્હોરાજી જેનુ પુરુ નામ સરનામું જણાઇ આવેલ નથી તથા (૨) સમીર જેનુ પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી નાઓને વૉટેડ જાહેર કરી નીચે મુજબ નો ગુનો દાખલ થયેલ છે.

રજીસ્ટર થયેલ ગુનો :- ભેસ્તાન પો.સ્ટે બી-પાર્ટ ગુ.ર.નં ૧૧૨૧૦૦૭૦૨૪૦૬૨૭/૨૦૨૪ એન.ડી.પી.એસ.એક્ટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી),૨૨(સી), ૨૯ મુજબ

સફળ કામાગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :-

પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.એમ.ગઢવી તથા પોલીસ ઇન્સપેકટર વી.એમ.દેસાઇ તથા પો.સ.ઇ.એસ.જી.ચૌહાણ તથા વુ.પો.સ.ઇ.બી.જી.યાદવ તથા એ.એસ.આઇ.રીતેશભાઇ મોહનભાઇ તથા એ.એસ.આઇ. રાકેશ સાહેબરાવ તથા અ.હે.કો.જયપાલસિંહ ગંભીરસિંહ તથા અ.હે.કો. ચંદ્રકાત મણીલાલ તથા અ.હે.કો.દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા અ.હે.કો.ધનશ્યામસિંહ વનરાજસિંહ તથા અ.હે.કો.દિવ્યરાજસિંહ ધરમેંદ્રસિંહ તથા અ.હે.કો.દિલુભાઇ નકુભાઇ તથા અ.પો.કો.દિલુભાઇ ભીમાભાઇ તથા અ.પો.કો.બ્રીજરાજસિંહ જગદિશસિંહ તથા અ.પો.કો.જતીનભાઈ પ્રવીણચંદ્ર અ.પો.કો.સંદિપ સદાશીવ તથા અ.પો.કો.અસ્પાકહુસેન સૈયસહુસેન નાઓએ કરેલ છે.

1st May : આરસીસી સચિન દ્વારા “1st મે ગુજરાત દિવસ અને વિશ્વ મજુર દિવસ”ની 2 દિવસ પહેલા અનોખી ઉજવણી.

0
આરસીસી સચિન દ્વારા "1st મે ગુજરાત દિવસ અને વિશ્વ મજુર દિવસ"ની 2 દિવસ પહેલા અનોખી ઉજવણી.

પહેલી મે એટલે ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ, વિશ્વ્ મજૂર દિવસ. મહાગુજરાત આંદોલન’ની ચાર વર્ષની ચળવળ બાદ પહેલી મૅ, ૧૯૬૦નાં રોજ બૃહદ્ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઇ. જે નિમિત્તે બે દિવસ પહેલા તા.30/04/24 ના રોજ રોટરી કલબ સુરત તાપી સંચાલિત રોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિન દ્વારા સ્પેશિયલ સ્થાનિક મજુરવર્ગ માટે ઠંડી છાસ પીવડાવવાનો વિચાર કરી ઉજવણી કરવા ખાસ સચિન રેલવે સ્ટેશન, સચિન બાઝાર પાસે આ કાર્યક્રમરોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિન દ્વારા આયોજિત કરાયો જેમાં સ્થાનિક મજૂરો સાથે વાહન ચાલકો, ટેક્ષટાઇલ, કેમિકલ ફેકટરીઓ, હોસ્પિટલો તથા મોલ અને દુકાનમાં કાર્ય કરતા ઉપરોક્ત તમામ પ્રકારના મજુર ભાઈ બહેનો અને યુવાનોએ વિશેષ લાભ લીધો. પહેલી મે નિમિત્તે ખાસ તેમના માટે ઠંડી ઠંડી છાસનો વિતરણ સેવા યજ્ઞ કરવામાં આવ્યો. જેમાં ૧૦૦૦થી વધુ લોકોએ ઠંડી છાસનો લાભ લીધો. સાથે સાથે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પ્રકાશ ભાવસારે એક પંક્તિ માં કહ્યું ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત!અને પછી કાર્યક્રમની શરૂઆત કરી. સમગ્ર દિવસ આજના ૪૦ ડિગ્રીમાં લૂ સહન કરીને પણ ભારતની પ્રગતિ માટે કામ કરતા મજૂરો માટે ખાસ મન અને શરીર ને ઠંડક આપતી સેવા એટલે ઠંડી ઠંડી છાસ વિતરણ સેવા યજ્ઞ આયોજિત કરાયો જેમાં વધુમાં સિટી બસ, ગાર્બેજ ગાડી, રિક્ષા ચાલકો સાથે શાકભાજી અને ફ્રૂટ ની લારી ગલ્લા વાળા, પાસેની દુકાનમાં કામ કરતા મજદૂર ભાઈ બહેનો તથા રેલવેના મુસાફિરો અને રાહદારીઓ તથા દરરોજ ટ્રેન માં આવતા જતા નોકરિયાત વર્ગ અને નાના બાળકો અને યુવા હોય કે પછી વડીલ બંધુ એવા દરેક વર્ગ ના માટે આજે ખાસ ઠંડી છાસ વિતરણ કરવામાં આવી. આજના કાર્યક્રમમાં રોટરી ક્લબના સદસ્યશ્રી રઝાક ભાઈ સૈયદ,સચિન આરસીસી પ્રમુખ પવન જૈન, સચિન આરસીસી સંસ્થાપક પ્રકાશ ભાવસાર, સેક્રેટરી સુરેશ પિછોલીયા, જો.સે. રમેશ શાહ, ખજાનચી મોહનલાલ સોની, ઓડિટર વિજય ટેલર, મહેશ પટેલ તથા જૈન સમાજ બંધુઓ અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા સહેલાણીઓને આપવામાં આવ્યો મતદાનનો સંદેશ

0

ભીમપોર અને ડુમસ દરિયા કાંઠે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું

સુરતઃરવિવારઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત જિલ્લા વહીવટી તંત્ર અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આજે નવસારી લોકસભાનાં વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે.

જે અંતર્ગત આજે નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ચોર્યાસી તાલુકાના ભીમપોર દરિયા કાંઠે સાંજે 5 વાગે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજા માણવા આવેલા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નાટક મંડળી દ્વારા લોકોને ચોક્કસ મતદાન કરી પોતાની ફરજનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.

જ્યારે બીજો કાર્યક્રમ ડુમસ દરિયા કાંઠે કરવામાં આવ્યો હતો. રવિવારની સાંજે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેમને મતદાનનાં મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આદિવાસી કલાકાર વિકાસ મંડળ, અમદાવાદ દ્વારા નાટકની ભજવણી કરી મનોરંજનની સાથે સરળ ભાષામાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બંન્ને કાર્યક્રમમાં લોકોએ જાતિ, ધર્મ વગેરેથી બહાર આવી અચૂક મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મતદાન મથકમાં રાખવામાં આવતી તકેદારી, ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન જેવી કે સક્ષમ, વોટર હેલ્પલાઇન અને સી વિજિલ એપની જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં સુરત મનપાનાં આસી. કમિશ્નર અને સ્વીપ નોડલ અધિકારી અજય ભટ્ટ, હજીરા નિર્દિષ્ટ વિસ્તારના ચીફ ઓફિસર અર્જુનભાઈ વસાવા, ચૂંટણી શાખાનાં ડે. ઇજનેર સુનિલભાઈ રાજભોઈ, સિદ્ધાર્થ પ્રજાપતિ અને તેમની ટીમ તેમજ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, મનોજ દેવીપૂજક અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશનભાઈ પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઊઠાવી હતી.