Home Blog Page 28

ઘરે-ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સુર્ય ઘર વિજળી યોજના

0

ગ્રીન ગ્રોથ અને દેશના સસ્ટેનેબલ વિકાસમાં મહત્વનો ફાળો આપતી યોજનાનો સુરતીઓનો બહોળો પ્રતિસાદ

સુરતના સંકેત શ્રોફને ૬ વર્ષથી થઈ રહ્યો છે બમણો લાભ: વીજળી બિલ શૂન્ય અને વધારાના યુનિટની બચત

તાજેતરમાં અમલી બેનેલી પીએમ સૂર્યઘર વીજળી યોજનામાં પણ સરકારની સબસિડી મળવાપાત્ર:

સુરત:મંગળવાર: રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યૂચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે. જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ કરી શકાય છે.


રાજ્યભરમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલી “સૂર્ય ગુજરાત” રેસિડેન્સિયલ રૂફટોપ સોલાર યોજનાને સુરતવાસીઓએ આવકારી તેનો મહત્તમ લાભ લીધો છે. જેમાં અઠવાગેટ સ્થિત દિવાળીબાગ ખાતે રહેતા સંકેતભાઈ શ્રોફનો પણ સમાવેશ થાય છે. માતા-પિતા સાથે ચાર વ્યકિતનો પરિવાર ધરાવતા સંકેતભાઈને સુરત સહિત અન્ય ૪ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી રૂફટોપ સોલાર યોજના વિષે માહિતી મળતા જ તેમણે રસ દાખવી યોજના અંગે જરૂરી માહિતી મેળવી લીધી હતી. અને માસિક વપરાશના આધારે પોતાના ઘરે ૩kv સોલાર પેનલ્સ ઈન્સ્ટોલ કરાવી હતી. જેમાં ૪૦ ટકા સબસિડી મળતા ૮૦ હજારના ખર્ચે આ યોજનાનો લાભ મેળવ્યો હતો.
વર્ષ ૨૦૧૯થી રૂફટોપ સોલાર યોજનાનો લાભ લેતા સંકેતભાઈ જણાવે છે કે, શરૂઆતથી જ આ યોજના દ્વારા મને બમણો લાભ થઈ ગયો છે. પહેલા માસિક રૂ.૧૫૦૦ સુધી આવતું વીજબિલ છેલ્લા ૬ વર્ષોથી શૂન્ય જેવુ જ થઈ ગયું છે. અને સાથે જ વધારાના યુનિટો પ્રતિમાસ જમા થતાં ઉનાળાના સમયમાં એ.સી.નો વપરાશ વધતા બિલ સરભર થઈ જાય છે. સાથે જ પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના વપરાશને કારણે પર્યાવરણને થતું નુકસાન પણ ઘટાડી શકાય છે, જે એકંદરે સૌના જીવનધોરણમાં સુધારો કરે છે.
રાજ્યસરકાર દ્વારા અપાતાં સોલાર સિસ્ટમના પ્રોત્સાહનને બિરદાવતાં તેઓ દરેકને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહનને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા.૦૫-૦૮-૨૦૧૯ના રોજ ‘સૂર્ય-ગુજરાત યોજના’ હેઠળ સબસીડી આપવામાં આવતી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ‘ગ્રીન અને ક્લીન એનર્જી’ના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ એક કિલો વોટ થી ૨ કિલો વોટ સુધી ૩૦,૦૦૦ અને ૨ કિલો વોટ થી ૩ કિલો વોટ સુધી રૂ. ૧૮૦૦૦ તથા ૩ કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂ.૭૮,૦૦૦ની સબસિડી આપવામાં આવે છે. યોજના હેઠળ લોકો પોતાની મનગમતી કંપની પસંદ કરીને સોલાર ઈન્સ્ટોલ કરાવી શકે છે. યોજનાનો લાભ મેળવવા માટે pmsuryaghar.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને લાભ મેળવી શકાય છે. જેના કારણે પણ લોકો મોટી સંખ્યામાં પોતાની અગાસી પર સોલાર પેનલો લગાવી રહ્યા છે. પર્યાવરણની દ્રષ્ટ્રિએ પણ રિન્યુએલબ એનર્જી આશીર્વાદરૂપ બની છે.

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં ઉત્પન્ન થતા ગંદાપાણીને સંસાધનમાં રૂપાંતરિત કર્યુ

0

116 એમએલડીની સ્થાપિત ક્ષમતાવાળા 4 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપ્યા

સુરત:મંગળવાર: સુરત મહાનગરપાલિકાએ 116 એમએલડીની સ્થાપિત ક્ષમતાવાળા 4 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપીને શહેરમાં ઉત્પન્ન થતા ગંદાપાણીને સંસાધનમાં રૂપાંતરિત કર્યા છે, જેથી તાજા પાણીના સંસાધનો પરની નિર્ભરતા ઓછી કરી અને ટ્રીટેડ ગંદાપાણીને આર્થિક સંસાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. સુરતે ડાયરેક્ટ સર્વિસ લાઇન તેમજ ટેન્કર ફિલિંગ સ્ટેશન દ્વારા ઔદ્યોગિક ઉપયોગ, તળાવોના પુનર્જીવન, કૃષિ-સામૂહિક વૃક્ષારોપણ, ગટરની સફાઈ, બાગકામ વગેરે જેવા વિવિધ બિન-પીવાલાયક હેતુઓ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુનઃઉપયોગ શરૂ કર્યો છે. આજ સુધીમાં સુરતમાં 170 ગટર સફાઈ મશીનરી છે, જેમાં ગટર વ્યવસ્થાની સફાઈ માટે નવીનતમ અદ્યતન રોબોટિક ટેક્નોલોજી પર આધારિત મશીનરીનો પણ સમાવેશ થાય છે.


વેસ્ટ મેનેજમેન્ટ:- તાજેતરના વર્ષોમાં સુરતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. શહેરમાં ઉલ્લેખનીય પરિવર્તનોમાં પૈકી એક કચરાના ડમ્પને લોકો માટે બેસવા માટેના સ્થળોમાં રૂપાંતરિત કરવાનો છે. કચરાના ઢગલાઓને દૂર કરવા માટે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ આમાંથી ઘણા પોઈન્ટસને સિટીંગ એરિયામાં પરિવર્તિત કર્યા છે. તેઓ શહેરમાં કચરાના ડમ્પિંગ સ્પોટને ઘટાડવામાં મદદ કરવા સાથે લોકોને બેસવા અને આરામ કરવા માટે સ્વચ્છ અને આરામદાયક જગ્યા મળે એવો હેતુ છે. આ પહેલ હેઠળ સુરતે કચરાના ઢગલાઓના સ્થાને બેન્ચ, લાઇટ અને કચરાપેટીથી સજ્જ બેઠક વિસ્તાર બનાવ્યા. હરિયાળું વાતાવરણ બનાવવા અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષો અને છોડવાઓનું વાવેતર પણ કર્યું છે. ‘સંજય નગર સર્કલ’ આ પરિવર્તનના થોડાં ઉદાહરણોમાંનું એક છે, જ્યાં SMC દ્વારા કચરાના ડમ્પ સાઇટને સુંદર બેઠક વિસ્તારમાં રૂપાંતરિત કરી છે. આ સ્થળની સ્વચ્છતા જાળવવા માટે, SMCએ સવારે 5 વાગ્યે એક ગાર્ડને સ્થળ પર ગોઠવ્યો છે, જેથી નાગરિકો કચરો અહીં ન ફેંકે. SMC 100% કચરો સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે આસપાસના વિસ્તારમાંથી ડોર-ટુ-ડોર કચરાના સંગ્રહનું દૈનિક કવરેજ સુનિશ્ચિત કરે છે.

પ્રમોશન અને રેલવેનો એવોર્ડ મેળવવા કીમ-કોસંબા વચ્ચે રેલકર્મીઓએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ

0

સુરત,સુરતના કીમ-કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે. ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના પર છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસનાં સૂત્રો અને રેલવેનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડલોક કાઢ્યા હતા. NIAને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં.

જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઇલટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈપણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે 71 પેડલોક ખોલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે, આથી શંકા છે કે પેડલોક એક પછી એક ખોલવામાં આવ્યાં હશે અને આ ટ્રેનો તેમાંથી પસાર થઈ હશે. જ્યારે આ ષડ્યંત્રની સૌથી મહત્ત્વની ફિશપ્લેટ સવારે 5થી 5.20 દરમિયાન બહાર કાઢીને ટ્રેક પર રાખવામાં આવી હશે. પહેલા પેડલોક હટાવવા અંગે શંકા છે, પરંતુ 20 મિનિટમાં ફિશપ્લેટ સહિત 71 પેડલોક અને નટ્સ ખોલવા એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં આ શખસોએ રાત્રે 3 વાગ્યાથી વધુ સમય પછી એક પછી એક લોક ખોલ્યા હશે અને ટ્રેન આવી ત્યારે છુપાઈ ગયા હશે. જ્યારે તેણે સવારે 5થી 5.20 વાગ્યાની વચ્ચે ફિશપ્લેટ ખોલીને એને ટ્રેક પર રાખી હતી, જે સમયસર ગેંગમેનની નજરમાં આવી હતી.

પરિણીત યુવકને પરિણીત પ્રેમિકાએ બ્લેકમેઇલ કરતા ફાંસો ખાધો

0

સુરત મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા હળપતિ વાસમાં 34 વર્ષીય અઝીઝ લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક વર્ષનો દીકરો છે. અજીજ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો. હાલ તે માર્કેટમાં પાર્સલ ઉંચકવાની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.આપઘાત કરનાર અઝીઝના ભાઈ અનિશે જણાવ્યું હતું કે, અઝીઝના લગ્ન પહેલાં એક યુવતી સાથે અફેર હતું. 11 વર્ષ પહેલા અઝીઝ અને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. અઝીઝ અને તેની પ્રેમિકા ફરી પાંચ વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા અને તેમનું અફેર શરૂ થયું હતું. આ અંગે પહેલા તો અઝીઝની પત્ની જાણતી ન હતી. જો કે, થોડો સમય પહેલા તેની પત્નીને આ અંગે જાણ થઈ ગઈ હતી.

ગતરોજ અઝીઝ ઘરે હાજર હતો ત્યારે તેણે ઘરમાં રૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અઝીઝના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, લગ્નના 10 વર્ષે પુત્રનો જન્મ થયો અને એક જ વર્ષમાં એ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અઝીઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે પરિવારજનોના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુ કાર્યવાહી સલામતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

0

આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી

૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી

શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક આકર્ષણનું કેન્દ્ર બની

સુરત(માહિતી બ્યુરો):શનિવાર: વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના શુભ દિને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી, મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૨ પી.એચ.ડી. તથા ૪ ને એમ.ફિલ.ની પદવીઓ એનાયત થઈ હતી. પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને, પદવીદાન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ એક વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ નર્મદ યુનિ.માં એમ.એ. (પોલિટિકલ સાયન્સ)નો બે વર્ષ એક્ષ્ટર્નલ અભ્યાસ કરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.
શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોના તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક સાથેના સમારોહનો ભવ્ય શુભારંભ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

 ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન
 માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો
 સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે

:- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા


દીક્ષાંત પ્રવચન કરતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ‘વિનમ્ર બનાવે તે જ્ઞાન’ વિધાન થકી નવયુવાનોને ભારતીય પરંપરાથી અવગત થવા સાથે ઉચ્ચ શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી સમાજ અને દેશના હિતમાં સેવાકાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. મંત્રીશ્રીએ ‘વિદ્યા વિનયથી શોભે’ કહેવતનું દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વિનમ્ર અને વિવેકી બનવાની શીખ આપી હતી. ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા એનો ઉલ્લેખ કરી તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.
સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું કે, માત્ર ભૌતિક ડિગ્રીના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન ન થઈ શકે. મન, વચન અને કર્મથી સંસ્કારિત, શિક્ષિત બની આપણે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ લોકોની સેવા અને સુખાકારી માટે કરવો જોઈએ.


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ‘શ્રીમદ્દ ભગવદ્ ગીતા’ને સામેલ કરીને જીવનમૂલ્યોના પાઠ ભણાવી બાળકોને દ્રઢ નિશ્ચયી, સંસ્કારી અને કર્મશીલ બનાવવાના ધ્યેયની મંત્રીશ્રીએ છણાવટ કરી હતી.
તેમણે માનવીયતાના અભિગમ સાથે મેળવેલું શિક્ષણ જ દેશની ઉન્નતિ-પ્રગતિનો પાયો છે એમ જણાવી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે અને તે સૌનું ભલું કરવાની ભાવના ધરાવે છે. પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ જ્ઞાન છે, ત્યારે એકજૂથ થઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું.
નર્મદ યુનિ.ના પૂર્વ કુલપતિ અને હાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ રિસર્ચ (યુનિવર્સિટી ફોર ઇનોવેશન-ગાંધીનગર)ના લોકાયુક્ત તરીકે કાર્યરત પ્રો.રમેશચંદ્ર કોઠારીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક છે. કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યુ હતું.
તેમણે ઉમેર્યું કે, વિજ્ઞાન વિદ્યાશાખામાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ઝુકાવ વધે તે જરૂરી છે. સમાજ-રાજય અને રાષ્ટ્રને નવલોહિયા યુવાઓ પાસે ખુબ મોટી અપેક્ષાઓ છે. યુવાશક્તિને સતત અભ્યાસથી કારકિર્દીને નિરંતર ઉજ્જવળ બનાવવાનો પુરૂષાર્થ જ સફળતાના શિખર સુધી લઈ જશે. વિદ્યાર્થીઓએ જ્ઞાનને હંમેશા તાજું રાખવા, મનમસ્તિષ્કને સતત રિફ્રેશ રાખવું જોઈએ. અભ્યાસ સિવાયનું વાંચન, લેખન જીવનમાં કારકિર્દી ઘડતર માટે ખૂબ મહત્વનું છે એમ જણાવી પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.
વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવતા કુલપતિશ્રી ડો.કે.એન. ચાવડાએ ઉપસ્થિત યુવાધનને નવા પડકારો માટે સુસજ્જ રહેવા સમાજ અને દેશના હિતમાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને આપણા ભવ્ય વૈદિક વારસાને અનુસરવા અને પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રનાં નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાની હિમાયત કરી હતી. તેમણે ભારત સરકારના NAD-નેશનલ એકેડેમિક ડિપોઝીટરી તેમજ ડિજીલોકરમાં આ તમામ ડિગ્રીઓ અપલોડ કરવામાં આવી હોવાની વિગતો આપી યુનિવસિર્ટીએ પારદર્શી શિક્ષણ પ્રક્રિયા અને મેનેજમેન્ટથી શિક્ષણ જગતમાં આગવી ઓળખ ઉભી કરી હોવાનું ઉમેર્યું હતું.
ડો.ચાવડાએ વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત યુનિવર્સિટીમાં ૨૧ આગામી ૧૯મી સપ્ટે. પહેલા હજાર વૃક્ષો વાવવામાં આવશે અને તેને ઉછેરવાનો સંકલ્પ સ્પષ્ટ કરી વધુ ને વધુ વૃક્ષારોપણમાં સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું,
આ વેળાએ રાજ્યસભા સાંસદ અને એસ.આર.કે. ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા ઉપસ્થિત સૌને શ્રીમદ્દ ભાગવત ગીતાનું પુસ્તક ભેટ અપાઈ હતી.
આ પ્રસંગે યુનિ.ના રજિસ્ટ્રાર ડો.આર.સી.ગઢવી, એક્ઝામ કન્ટ્રોલર એ.વી.ધડુક, સેનેટ અને સિન્ડિકેટના બોર્ડ મેમ્બર્સ, વિભાગીય વડાઓ, યુનિ.ના પદાધિકારીઓ, વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ સહિત દીક્ષાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાગળ ચાર રાસ્તા ખાતે મટકી ફોડ કાર્યક્રમની રૂપરેખા આપતાંસુરત ગોવિંદા ઉત્સવ સમિતિ ના પ્રમુખ શ્રી ગણેશ પી. સાવંત

0

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંત એમની અખબાર યાદીમાં જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ ૨૭/૦૮/૨૦૨૪ મંગળવાર ના રોજ સાંજે ૪.૦૦ ક્લાકે ભાગળ ચાર રસ્તા ખાતે કેબિનેટ જળશક્તિ મંત્રીશ્રી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

ગોવિંદામાં જલશક્તિ કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ ૨૭/૦૮/૨૦૨૪ મંગળવાર ના રોજ સાંજે ૪.૦૦ કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે કેબિનેટ જળશક્તિ મંત્રીશ્રી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જેમાં સંયોજક તરીકે ‘બેગમપુરાનું જય કિશન ગ્રુપ ઓફ સુરત જોડાશે, જેઓને ૫,૧૦૦/- રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે.આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ ૨ મટકી બાંધવામાં આવશે, જેમાં “અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ કલબનું મહિલા મંડળ મટકી ફોડશે. તેમજ “રૂદરપુરા બારવા વાડનું આર.કે સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ- મટકી ફોડશે એમ આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડવામાં આવશે. જેઓને પણ ૧૬,૦૦૦/- નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે તેમજ આ વર્ષે ૨૫ વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગળ ખાતે મટકી બોધવામાં આવે છે જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો એમાં *અડાજણનું શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબ” નું નામ ખુલ્યું હતુ જેઓ મટકી ફોડશે. જેઓને *૧૧,૦૦૦/- રૂપિયાનું રોક્ડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાશન ઈનામ તથા ટ્રોફી આપવામાં આવશે… યુથ ફોર ગુજરાત દ્વારા સંજય નગર ચોક લિંબાયત ખાતે મટકીને સલામી આપવા ૧૧ મંડળી હાજર રહેશે અને મટકી ફોડવા ૧૦ મંડળી ભાગ લીધો છે. એમ કુલ ૨૧ ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે. અને બે મહિલા મંડળએ ભાગ લીધો છે. “યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા ૧,૫૧,૦૦૦/- નું રોકડ ઇનામ જાહેર” કરવામાં આવેલ છે, લીંબાયત ખાતે પણ આ વર્ષે *મહિલાઓ માટે વિશેષ બે મટકી બાંધવામાં આવશે.

જેમાં “કૈલજાઈમાતા મહિલા મંડળ વેડરોડ અને કમલાબા ગાર્ડન મહિલા ગોવિદા મંડળ ગોડાદરા” દ્વારા ફોડવામાં આવશે જેમાં મહિલા ગોવિંદા માટે *૫૧,૦૦૦/- ઈનામ જાહેર’ કરવામાં આવેલ છે. વધુમાં ગણેશભાઈ સાવતે ઉમેર્યું હતું કે ગત વર્ષે ૧૩૫ ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે આ વર્ષે ૧૪૧ ગોવિંદા મંડળોએ પરમિટ ફોર્મ ભર્યા છે. આ કાર્યકમના અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકાના સભ્યશ્રી, ભાજપના ધારાસભ્યો શ્રી, પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, નગર સેવકો શ્રી, તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ગોવિંદા ઉત્સવ સમિતિના અગ્રણીઓ અશોક દુધાણે, દિપક કદમ, જયેશ જાદવ, ચંદ્રકાંત નિબાલકર, હરીશ સપકાલ, લક્ષ્મણ ડીગે, પ્રકાશ મહાનુંગે, પરેશ મોરે, બન્ટી પાટીલ, મહેન્દ્ર પવાર, જયેશ સોનાર, વિજય નિક્રમ, જર્મશ ધનાવડે, પ્રદીપ મોરે, અશોક પોર્ટ, રૂપેશ કોડાલકર, સંતોષ શેડગે, સંજય દેવીલકર ચંદ્રકાન્ત નિંબાલકર, મહેશ ગજ્જર, શરદ સાવંત, નિશાંત મોદી, અવિ શેડગે સંતોષ કદમ મહેશ માનસરે હરીશ પગારે, રમેશ ધુમાલ અને કમલાકર મોરે તેમજ નલીની શેડગે, રેશ્મા રાજીવડે, કામિની કદમ, જપા સાવંત, પ્રેરણા શિદ્દે નયના સાલુંકે, ઉર્મિલા કડુ તેજલ કદમ, અમિ કુંડપાને, ધર્મિષ્ઠા તાંદલકર, શીતલ કદમ, અનિતા ગાયકવાડ, મીનાક્ષી કદમ, હેતલ ઝાઝે, પિન્કી શીરકં, વૈશાલી મોરે પલ્લવી શિંદે સુલોચના કાલગુડે, ફા શિદ્ર આરતી મોરે, ઉર્વી શિટ્ટ, ગીતા પવાર, હિના માળી, દક્ષા દેવીલકર તથા સમિતિના અન્ય તમામ હોદેદારોએ સમગ્ર કાર્યક્રમની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે એવું ગણેશભાઈ પી. સાવંત ગોવિંદા ઉત્સવ સમિતિ સુરત શહેર પ્રમુખએ જણાવ્યું છે.

સુરતના મલ્હોત્રા પરિવારના પાંચ બાળકો ટેકવેન્ડો સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કરી રહ્યાં છે રાજ્ય-દેશનું પ્રતિનિધિત્વ

0
સરકાર રમત ગમતને પ્રોત્સાહન આપીને મહિલા સશક્તિકરણનું કાર્ય

મલ્હોત્રા પરિવારની દીકરી કામ્યાએ ટેકવેન્ડો સ્પર્ધાના વિવિધ ચરણોમાં ૧૩ સુર્વણચંદ્રક મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી

સરકાર રમત-ગમતને પ્રોત્સાહન આપીને મહિલા સશક્તિકરણનું કાર્ય કરી રહી છેઃ કામ્યા મલ્હોત્રા

સ્પોર્ટ્સ તાલીમ માટે દર મહિને રાજ્ય સરકારની રૂ.૪૫૦૦ સહાય મેળવી રહી છે ટેકવેન્ડો ખેલાડી કામ્યા મલ્હોત્રા

સુરતઃશુક્રવારઃ સુરતના મલ્હોત્રા પરિવારના પાંચ બાળકો ટેકવેન્ડો સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ-રાજ્યનું પ્રતિનિધિત્વ કરી અનેકવિધ સિદ્ધિઓ મેળવી પરિવાર, રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યાં છે. પરિવારની બે દીકરી અને ત્રણ દીકરા ટેકવેન્ડોમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. મલ્હોત્રા પરિવારના બે ભાઈઓ અમનભાઈ અને આશિષભાઈના પાંચ સંતાનો જેમાં અમનભાઈના કુશલ, દર્શ, અને કામ્યા તેમજ આશિષભાઈના સંતાનો તન્મય, સ્તુતિ ટેકવાન્ડોની રમત માટે સખત મહેનત કરી દેશ-રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ખાસ કરીને ૧૮ વર્ષીય દીકરી કામ્યા મલ્હોત્રાએ ટેકવેન્ડો સ્પર્ધામાં ૧૩ જેટલા ગોલ્ડ, ૫ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલો મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે. તેને સ્પોર્ટ્સ તાલીમ માટે દર મહિને રાજ્ય સરકારની રૂ.૪૫૦૦ સહાય મળી રહી છે.
મૂળ નવી દિલ્હીના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલ મલ્હોત્રા પરિવાર પાર્લે પોઈન્ટ સ્થિત ગોકુલ રોહાઉસ ખાતે રહે છે. પરિવારના અમનભાઈ મલ્હોત્રા ટેક્સટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમની પુત્રી કામ્યાએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે. કામ્યા સુરતની સ્કેટ કોલેજમાં બીસીએ(બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) ના પ્રથમ વર્ષમાં અભ્યાસની સાથે છેલ્લા દશ વર્ષથી ટેકવેન્ડો રમી રહી છે. જેણે દેશ-વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ટેકવેન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અત્યાર સુધીમાં ૧૩ ગોલ્ડ, ૫ સિલ્વર, ૨ બ્રોન્ઝ સહિત કુલ ૧૯ મેડલો પ્રાપ્ત કરી આ સ્પર્ધામાં ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડ્યા છે.
કામ્યાએ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૫ ગોલ્ડ અને ૩ સિલ્વર મેડલ મેળવ્યા છે, જ્યારે ખેલ-મહાકુંભમાં ૪ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. નેશનલ સ્કુલ ગેમ્સમાં ૧ ગોલ્ડ, ૪૦ મી જુનિયર નેશનલ ૧ સિલ્વર, આઈટી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ ફાઈનલમાં ૧ ગોલ્ડ, આઈટી જુનિયર નેશનલ ૧ ગોલ્ડ, ઈન્ડિયન ટેકવાન્ડો (IT) ઓપન નેશનલ ૧ ગોલ્ડ, 65મી SGFI નેશનલ ૧ સિલ્વર, ત્રીજી માઉન્ટ એવરેસ્ટ ઈન્ટરનેશનલ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ૧ બ્રોન્ઝ સહિત ૧૩ ગોલ્ડ, ૫ સિલ્વર, ૨ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવાની ગૌરવભરી સિદ્ધિ મેળવી છે.
કામ્યા મલ્હોત્રાએ પોતાની સંઘર્ષગાથા વિશે જણાવ્યું કે, હું ૬ વર્ષની વયથી ટેકવેન્ડો રમું છું. રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી મારી ટ્રેનિંગ વેસુ સ્થિત ડાયનામિક વોરિયર્સ એકેડેમીમાં ચાલી રહી છે. દર મહિને રાજ્ય સરકાર તરફથી તાલીમ માટે મને રૂ.૪,૫૦૦ની સહાય મળી રહી છે. જેથી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પીઠબળ મળ્યું છે. માતા-પિતાએ મારી કારર્કિદીને નવી ઉડાન ભરવા માટે સજ્જ કરી હતી. તેમના સંપૂર્ણ સાથ સહકારથી જ મેં ટેકવાન્ડોની નિયમિત તાલીમ શરૂ કરી હતી. સેલ્ફ-ડિફેન્સ માટે માતા-પિતાએ મને ૬ વર્ષની નાની ઉંમરે ટેકવાન્ડોની રમતમાં ભાગ લેવામાં માટે પ્રેરિત કરી હતી. શાળાના કોચે તાલીમ દરમિયાન મારી સુષુપ્ત પ્રતિભાને પિછાણીને આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.
કામ્યાએ જણાવ્યું કે, સૌપ્રથમ જિલ્લાક્ષેત્રની સ્પર્ધામાં મને ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો, ત્યારબાદ વર્ષ ૨૦૧૩ પૂણે(મહારાષ્ટ્ર) અને વર્ષ ૨૦૧૯માં ચેન્નાઈ(તમિલનાડુ) માં નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો જેમાં સફળતા ન મળતા નાસીપાસ થઈ પણ શીખ મળી કે મારે હજુ વધુ મહેનતની જરૂર છે. ત્યારબાદ એ જ વર્ષમાં રાજસ્થાનમાં યોજાયેલી નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો, જે મારા જીવનો મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો, મારો ઉત્સાહ બેવડાતા સતત ત્રણ વર્ષ તાલીમ લઈ નાસિક ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ખેલ જગતમાં નામ કમાઈ રહેલી સુરતની ટેકવેન્ડો ગોલ્ડ મેડાલિસ્ટ કામ્યા અભ્યાસની સાથે સાથે દિવસના છ કલાક ટેકવેન્ડોની પ્રેક્ટિસ પણ કરે છે. તે રસોઈમાં પણ પાવરધી છે. સ્પોર્ટ્સમાં પુરતું ધ્યાન આપી શકાય એ માટે મોબાઈલ અને ટીવીથી દૂર રહે છે. હોટેલ અને રેસ્ટોરાના ફાસ્ટફૂડ-જંકફૂડના બદલે ઘરનું સાત્વિક ભોજન જમે છે.
કામ્યા કહે છે કે સરકાર રમત ગમતને પ્રોત્સાહન આપીને મહિલા સશક્તિકરણનું કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ઓરિએન્ટેડ અનેક યોજનાઓ અને નીતિઓના કારણે ખેલજગતના સેંકડો ઉભરતા બાળકો-યુવાનોને નવી દિશા મળી છે એમ જણાવી વધુમાં કામ્યાએ ઉમેર્યું કે, જીવનમાં એવા દિવસો પણ આવ્યા કે સતત તાલીમ કરવા છતાં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ મને એક પણ નેશનલ લેવલનો મેડલ પ્રાપ્ત થયો ન હતો. જેથી હું હતાશ થઈ ગઈ હતી. એવા સમયે પરિવાર અને કોચે મને આશ્વાસન આપી હિંમત વધારી હતી. અવિરત પ્રેક્ટિસના કારણે ત્રણ વર્ષ બાદ નેશનલ ટુર્નામેન્ટમાં વધુ એક ગોલ્ડ જીતી શકી હતી, અને વર્ષ ૨૦૨૨માં ત્રીજી માઉન્ટ એવરેસ્ટ ઈન્ટરનેશનલ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. મારી કારકિર્દી માટે આ ઉજવવળ તક મળતાં મારી એકેડમીના કોચ તથા મારી સાથે તાલીમ લેતા સાથીમિત્રોના પરિવારજનો મારી વ્હારે આવ્યા હતા. જેથી ફંડીગની સુવિધા થકી હું એશિયન ચેમ્પિયનશિપ રમવા ગઈ હતી. જેમાં ભારતનું પ્રતિનિત્વ કરી નેશનલ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારથી લઈને હું સતત વિવિધ સ્પર્ધાઓમાં સારો દેખાવ કરી રહી છું.
કામ્યાના પિતા અમન મલ્હોત્રાએ જણાવ્યું હતું કે,અમારા પરિવારના દરેક સભ્યો કોઈને કોઈ રમતો સાથે જોડાયેલા છે. હું પોતે કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન રહ્યો છું. જેથી પરિવારના પાંચ બાળકોને રમતગમતમાં કારકિર્દી માટે પ્રોત્સાહન પુરૂં પાડી રહ્યો છું. પરિવારના પાંચે બાળકોએ ટેકવેન્ડોની રમતમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે,જેમાં કામ્યાએ સૌથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી પરિવાર અને દેશનું નામ વધાર્યું છે.

ટેકવેન્ડો ગેમ શું છે?

માર્શલઆર્ટ પ્રકારની ટેકવેન્ડો રમત મૂળ દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય રમત છે. જેનો વર્ષ ૨૦૦૦ થી બિજિંગ ઓલિમ્પીકથી ઓલિમ્પીક ગેમ્સમાં સમાવેશ કરાયો છે. હાથ અને પગની મદદથી રમાતી આ રમતમાં બે સ્પર્ધકોએ સર્કલમાં રમવાનું હોય છે. જેમાં સ્પર્ધક કમર પર બાંધેલા બેલ્ટથી નીચે મારી શકતો નથી. છાતી અને મોં પર હાથ અને પગ મારવાથી પોઈન્ટ મળે છે. જેમાં મોં પર કિક કે હાથ વાગતા ૩ પોઈન્ટ જ્યારે પેટ પર હાથ કે પગ લાગતા ૨ પોઈન્ટ મળે છે.

(ખાસ અહેવાલઃમેહુલ વાંઝવાલા)

સચીન ના પાલી પ્રધાનમંત્રી આવાસ યોજના માં ભાડુઆત તરીકે અ લોકો ઉપર કોણ મેહરબાન

0
પાલી આવાસ

સુરત,સચીન ના પાલી પ્રધાનમંત્રી આવાસ યોજના માં સુડા તરફ થી આપવામાં આવેલ આવાસમાં ભાડુઆત તરીકે ના રહેઠાણ થી સોસાયટી ના લોકો હેરાનગતિ થતી હોવાનું અનેક રજુઆત કરવામાં આવેલ હોવા છતાં. કોઇપણ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી.

આવાસ ફાળવણી માં જેતે સમય ના અધિકારી ભષ્ટાચાર કરી પોતનું કરેલ ભૂલો નું લોકો એ ભોગવાનું વારો આવ્યું છે.એક આર.ટી.આઈ ના જવાબ માં આવેલ માહિતી પ્રમાણે અમુક આવાસ ની પુરતી માહિતી રેકોર્ડ ઉપર બતાવામાં આવેલ ન હોવા થી ફાળવણીમાં જે તે સમય ના અધિકારી ની મળી ભગત અને બેદરકારી થી રાજકીય ભલામણો હોવાથી આવાસ ની ફાળવણી માં જેની જરૂરીયાત ન હતી તેની ફાળવણી કરી તેને ભાડા ની આવક મેળવા માટે હાલ આવાસ ભાડે થી આપી ને ૩૫૦૦ થી ૪૦૦૦/- સુધી નું ભાડાનું વસુલાત પણ કરવામાં આવે છે.

જેની તપાસ થાય તો અધિકારી અને આવાસ ની ફાળવણી માં થયેલ ભષ્ફાટાચાર સામે આવે અને જેની જરૂરિયાત હોય તેવા લોકો ને આવાસ મળે રહે અને પ્રધાનમંત્રી આવાસ યોજના નું સફળ થયા.

સુરતના ભાગળ ખાતે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે શહેરીજનોને તિરંગા વિતરણ

0
‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી

તા.૧૧મીએ સુરતમાં વાય જંક્શન, પીપલોદ ખાતે યોજાનાર તિરંગા પદયાત્રામાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા આહ્વાન કરતા ગૃહરાજ્ય મંત્રી

સુરત:શુક્રવાર: લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તિરંગા પદયાત્રા યોજાશે. દરેક લોકો પોતાના ઘરો, શેરી-મહોલ્લાઓમાં તિરંગો લહેરાવશે. આ અભિયાનના અનુસંધાને સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા વાહનચાલકો સહિત શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌને આગામી તા.૧૧મીએ સુરતમાં વાય જંક્શન, પીપલોદ ખાતે યોજાનાર તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ વેળાએ લોકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ અપાઈ હતી.

           તિરંગા વિતરણમાં મેયરશ્રી દક્ષેશ માવાણી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત સહિત સામાજિક આગેવાનો જોડાયા હતા.

સુરત જિલ્લામાં મેઘ મહેર:માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે ૩૯ લોકો અને ૮ પશુઓને રેસ્ક્યૂ કરાયા

0

સુરત:બુધવાર: છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર સુરત જિલ્લામાં અનારાધાર વરસી રહેલા વરસાદને પરિણામે અનેક સ્થળોએ પાણી ભરાવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂર પડયે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે કીમ નદી ઓવરફ્લો થતા ગામના ઘરોમાં ભરાય જતા સ્થાનિક તંત્ર દ્વારા તત્કાલ એસ.ડી.આરફએફની જાણ કરવામાં આવી હતી. જેથી SDRFની બચાવ ટીમ આવીને સીમોદ્રા ગામેથી ૨૦ પુરુષ, ૧૯ સ્ત્રી કુલ મળી ૩૯ લોકો તથા અન્ય પશુઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.