Home Blog Page 25

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમ કાર્યરત

0
બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈ

પલસાણામાં બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈ: રૂ.૫૪૦૦ ના દંડની વસૂલાત.

સુરત:બુધવાર: સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ અસરકારક કામગીરી થઈ રહી છે. સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમે પલસાણા ખાતે બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓને તેમજ જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ ફટકારી રૂ.૫,૪૦૦ની દંડ વસુલાત કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ.અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩”ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વિક્રેતાઓને જરૂરી માર્ગદર્શન આપી નિયમાનુસાર નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવા જણાવાયુ હતું.


આ કામગીરીમાં સ્ક્વૉડ ટીમમાં એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી, સામાજિક કાર્યકર મુકેશ શ્રીવાસ્તવ, તા. હેલ્થ સુપરવાઈઝર હસમુખ પરમાર અને પી.આઇ વિ.એલ.ગાગીયા, પો.કો. દિનેશભાઈ રાઠવા સહિત પલસાણા પોલીસકર્મીઓ જોડાયા હતા.

સુરતના મોટા બોરસરાંમાં હવસખોરોએ વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું 

0

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી, મહિલા સુરક્ષાના લીરેલીરાં ઉડી રહ્યા એક બાદ એક ઘટનાક્રમ સામે આવી રહ્યા .

સુરત,સુરત માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે રાત્રે સમય ગાળા માં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યાં તેસમય અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. ત્યાં થી દુષ્કર્મના આરોપીએ મહિલાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી મૂક્યો હતો. નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી અને મોબાઇલ સુદ્ધાં ઝૂંટવી લીધો હતો. જેથી તે કોઇનો સંપર્ક કરી શકે નહી. વાત અહીં જ અટકી ન હતી ત્યારબાદ આ તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. 

માંગરોળના બોરસરાં ગામે વડોદરા પેટર્નથી 3 નરાધમે પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો,અને પછી એક બાદ એક સગીરાને પીંખી. પીડિતાના મિત્રએ જાણ કરતાં ગ્રામજનોએ પહોંચી અર્ધનગ્ન હાલતમાં સગીરાને હોસ્પિટલ પહોંચાડી હતી.

સામૂહિક દુષ્કર્મ મામલે માહિતી આપતા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે ગઈકાલે મંગળવારે રાત્રે ના સમય માં કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરાં ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ ની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે 3 શખસ અચાનક આવી. તેની મિત્ર ને ભગાડી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલું. ઘટના ની જાણ થતાં જ કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય Dy.SP, LCB, SOG, સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ રેન્જ IG અને SPએ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે તેમજ નવા જે કાયદા છે BNS અને BNSS પ્રમાણે આ ઘટનામાં પોલીસ ખૂબ જ સંવેદનશીલતાથી અને ખૂબ જ ઝડપથી આ ગુનો ઉકેલાય તેમજ આમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને કડકમાં કડકમાં સજા થાય એ દિશામાં કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરની 14 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

0

સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ.

સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર ની પણ પૂછપરછ કરાઈ.

સુરત,ડાયરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI)ના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. એના માટે તેમણે હજારો બોગસ બિલો પણ જનરેટ કર્યાં હતાં.પ્રાથમિક તપાસમાં જ 200 કરોડથી વધુનાં કૌભાંડની વિગતો સામે આવી રહી છે. આ તપાસમાં આ કૌભાંડોનો અને કૌભાંડીઓનો આંકડો માં વધારો થાય એવી સંભાવના અધિકારીયાઓ ના સૂત્રોના પાસે થી મળી રહ્યા છે .

સમગ્ર દેશમાં 200થી વધુ છેતરપિંડીથી બનાવેલી કંપનીઓ-એકમો સંગઠિત રીતે કામ કરી રહી છે, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આવી પ્રકારની પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપિંડીના રસ્તાઓ અપનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ પ્રકાર ની આવાં બનાવટી બિલિંગ,બનાવટી દસ્તાવેજો અને અન્ય ખોટી રજૂઆત દ્વારા કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવા માટે રાષ્ટ્રને નાણાકીય નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું કરવા માટે એક મોટું જૂથ કામ કરી રહ્યું છે, જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરામાં સગીરા સાથે 3 લોકોએ આચર્યું હતું દુષ્કર્મ,મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ

0

સગીરા ગેંગરેપ કેસના આરોપી 3 વિધર્મી લંગડાતાં-લંગડાતાં મેડિકલ માટે પહોંચ્યા હતા.

ડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું હતું કે શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા. આરોપીઓ વિરુદ્ધ BNS અને POCSO હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે. વિક્ટિમનો મોબાઇલ આરોપીઓ લઇ ગયા હતા,એના આધારે આખો ગુનો ઉકેલાયો છે.સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા,વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ACPના સુપરવિઝનમાં 02 પોલીસ-ઇન્સ્પેક્ટર, 08 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, 55 પોલીસકર્મચારીઓ મળી કુલ 65 જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ આરોપીઓને પકડવા કામે લાગ્યા હતા. બનાવ બન્યો એ પરિસર સહિતના 45 કિલોમીટર જેટલા રૂટ પર આવતા આશરે 1100 ઉપરાંતના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. બનાવ બન્યો એ જગ્યાના વિસ્તારમાં પણ સતત તપાસ કરાઈ હતી. સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી.

માંડવીની નરેના આશ્રમશાળાની વિદ્યાર્થિઓને કોઈક બહાને રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા

0

રાજ્યમાં વધુ એક શિક્ષકે ગુરુ-શિષ્યનાં સબંધોને શર્મસાર કર્યો છે.

સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હતા. માંડવી તાલુકાની નરેના આશ્રમ શાળાની એક ઘટના સામે આવી છે. અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીનો બનાવ સામે આવ્યો છે. ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતી આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ તા. 24 જૂલાઈનો છે. આશ્રમ શાળાનાં આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા.

સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આશ્રમ શાળાની એક નહી પરંતુ 4 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ વિદ્યાર્થિનીઓના નિવેદનો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે. માંડવી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કિરણ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરનારનું બેન્ક ખાતું ફરિયાદ કરીને ફ્રીઝ કરાવનાર મહિલા સહિત ચાર સામે ફરિયાદ

0

બે વ્યક્તિ સાથે મળી રત્નકલાકારનું બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી ફ્રીઝ કરાવી પૈસા પરત કરવા ધમકી આપી હતી.

સુરત,પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર ઉમરાળા દડવા રાંદલના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ ગાયત્રી સોસાયટી એ/44 માં રહેતા 33 વર્ષીય કૈશીકભાઇ રમેશભાઇ માંગુકીયા વરાછા ભવાની સર્કલ ખાતે કિરણ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે.છ મહિના અગાઉ સાથે કામ કરતા ઘનશ્યામ જાસોલીયા મારફતે તેમની ઓળખાણ સરથાણા જકાતનાકા ખાતે અવધ બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા શેર બ્રોકર કુંજ પારેખ સાથે થઈ હતી.કૈશીકભાઇએ કુંજ પારેખ પાસે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.જોકે, કુંજ પારેખ ટ્રેડ કરવા કહેતો હતો છતાં પૈસા ન હોય કૈશીકભાઇનું ટ્રેડીંગ એકાઉન્ટ દોઢ મહિના સુધી આમ જ પડી રહ્યું હતું.કુંજ પારેખે થોડા સમય બાદ હું તમારા એકાઉન્ટમાં પૈસા નંખાવું છું, થોડા સમય બાદ પાછા આપી દેજો તેમ કહેતા કૈશીકભાઇએ હા પાડતા કુંજ પારેખે શ્રદ્ધા ગજેરાના એકાઉન્ટમાંથી રૂ.25 હજાર કૈશીકભાઇના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી બાદમાં ટ્રેડીંગ એકાઉન્ટમાં લઈ ટ્રેડ કરવા કહ્યું હતું.જોકે, કૈશીકભાઇને તેમાં ગતાગમ પડતી ન હોય કુંજ પારેખના કહ્યા મુજબ ટ્રેડીંગ કરતા તમામ રકમનું ત્રણ જ દિવસમાં નુકશાન થયું હતું.કુંજ પારેખે વધુ પૈસા નાંખવા કહ્યું હતું.પણ કૈશીકભાઇએ વધુ પૈસા નથી તેમ કહેતા કુંજ પારેખે શ્રદ્ધા ગજેરાએ નાખેલા પૈસા પરત કરવા કહ્યું હતું.કૈશીકભાઇ પૈસાની સગવડ થાય ત્યારે આપવાનો વાયદો કર્યો હતો.જોકે, ત્યાર બાદ કુંજ પારેખ અને શ્રદ્ધા ગજેરા કૈશીકભાઇને અવારનવાર ફોન કરી પૈસાની માંગણી કરતા હતા.

વરાછા લંબે હનુમાન રોડ ખાતે રહેતા મૂળ ભાવનગરના રત્નકલાકાર પાસે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવી રૂ.25 હજાર નંખાવી નુકશાન કર્યા બાદ તે રકમ પરત માંગી તેનું બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી ફ્રીઝ કરાવી પૈસા પરત કરવા ધમકી આપતા શેર બ્રોકર, મહિલા સહિત ચાર વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

HONEY TRAP- हनी ट्रैप-હની ટ્રેપ-सभी लोग सावधान हो जाए, एक गिरोह इस तरह से काम करता हैं जिसके कुछ लोग…… पुरा वीडियो देखो

પલસાણા ના તાંતીથૈયા અનુસંતોષ મિલમાં મશીનનું ટેમ્પરેચર વધી જતાં બ્લાસ્ટ થયો,જેટ મશીન ફાટતા 3 દાઝયા

0

સુરત,પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે આવેલ અનુસંતોષ મિલ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ આવેલ છે. આ મિલમાં આવેલું જેટ મશીન શુક્રવારના રોજ મધરાત્રે 2.00 વાગ્યાની આસપાસ પ્રેસર વધી જવાને કારણે ધડાકાભેર ફાટ્યું હતું. જેને લઈ અંદરથી નીકળેલી ગરમ વરાળને કારણે નજીકમાં કામ કરતાં કામદાર આદિત્ય ઈન્દુભુષણ પાસવાન (30) (રહે. કડોદરા) સંજીવકુમાર વીરુ ચૌહાણ (20) (રહે. સોનીપાર્ક તાંતીથૈયા), આનંદ કુમાર રામ ક્રિષ્ના યાદવ (24) (રહે. સોની પાર્ક, તાંતીથૈયા) નાઓ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે પલસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મશીન ફાટવાને કારણે મિલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ ની જાણ થતાં કડોદરા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના.

0

16 વર્ષના કિશોરે 13 વર્ષની બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

સુરત,ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો 16 વર્ષીય પુત્ર રાહુલ ( નામ બદલ્યું છે ) અને 13 વર્ષની પુત્રી શિવાની( નામ બદલ્યું છે ) પૈકી મયુર નાસ્તાની લારી ઉપર મજૂરીકામ કરે છે.જયારે ખુશ્બૂ ધો.8 માં અભ્યાસ કરે છે.ગત સોમવારે સવારે ખુશ્બૂને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઊનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું. જ્યાં ડોકટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનોગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જેથી દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતાં શિવાનીએ કોઈ જવાબ આપ્યો નહોતો.બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયું હતું.ત્યાં પણ ડોકટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું.

ધો.8 માં ભણતી કિશોરીએ ઈન્કાર કરતા દુષ્કર્મ કરી માતાપિતાને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કર્યું હતું

નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

0

ઓગષ્ટ મહિના દરમિયાન ૨ બાળશ્રમિક અને ૩ તરૂણશ્રમિકોનું પુન:વસન.

સુરત:સોમવાર: નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ગત ઓગષ્ટ માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરોને ટેક્ષટાઈલ માર્કેટ્સ, જરી ઉદ્યોગોના વિસ્તારો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે નિવાસી અધિક કલેકટરશ્રીએ જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુન:વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બાળશ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો.


મદદનીશ શ્રમ આયુક્ત એસ.એસ.ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, ઓગષ્ટ મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા કુલ ૩ રેડ કરવામાં આવી હતી, જેમાં ૨ બાળશ્રમિક અને ૪ તરૂણ શ્રમિકો માલૂમ પડ્યા હતા. જેમાંથી ૨ બાળશ્રમિક અને ૩ તરુણ શ્રમિકના પુનર્વસનની કામગીરી કરવામાં આવી હતી. ૧ સંસ્થા સામે એફઆઈઆર અને ૨ નિયમનનો કેસ કર્યો હોવાની વિગતો શ્રમ આયુકત અધિકારીએ આપી હતી.
બેઠકમાં જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી જે એમ પટેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મુકેશભાઇ ગામીત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય સ્વિમીંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪:રૂસ્તમપુરા ખાતે આયોજિત સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના ચાર સ્વીમરોએ જીત્યા મેડલો

0

વિજેતા ખેલાડીઓ ભોપાલ ખાતે ૨૦મી માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ભાગ લઇ સુરતનું પ્રતિનિધિત્વ કરશેઃ

સુરત:સોમવારઃ ગુજરાત સ્ટેટ એકવેટીક એસોસિએશન દ્વારા આયોજિત ૧૩મી ગુજરાત રાજ્ય સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪ રૂસ્તમપૂરા તરણ કુંડ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના ૨૫થી વધુની વયના ૧૬૦થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરત મનપા સંચાલિત સિંગણપોર તરણ કુંડના ચીફ સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર વિરલ સેલરના માર્ગદર્શન હેઠળ સુરતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં કેટલીક રમતમય સિદ્ધિઓ નોંધાઇ, જેમાં ભરતકુમાર સેલરે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ, મનીષકુમાર ગાંધીએ એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ, રાજેશકુમાર ચૌધરીએ બે ગોલ્ડ અને બે સિલ્વર અને જયસુખ ઘોઘારીએ એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરી પોતાનું કૌવત દેખાડ્યું હતું. આ સફળતાના પરિણામે, આ ખેલાડીઓ હવે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત ૨૦મી માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ભાગ લેવા માટે ભોપાલ જશે. ગુજરાત સ્ટેટ એકવેટીક એસો.એ ખેલાડીઓની સિદ્ધિઓ પર આનંદ વ્યક્ત કરી આગામી ચેમ્પિયનશિપમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.