નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં પોણા દોઢ લાખનો એપ્પલ કંપનીનો મોબાઇલ માંગતા ફરિયાદીએ ACB નો સંપર્ક કરતા આખરે PI છટકામાં ભેરવાયા છે.
ફરિયાદી નવસારી જિલ્લામાં આવેલા ધોલાઈ બંદર ખાતે જતી બોટમાં વપરાતા છૂટક લાઈટ ડીઝલ ઓઇલના વેચાણનો પરવાનો જોઈતો હતો. જેથી ફરિયાદીને પીઆઈએ અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેમજ છૂટક લાઈટ ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીંતર ધંધો બંધ કરાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. હાલમાં નવો લોન્ચ થયેલા એપ્પલ કંપનીનો IPHONE 16 ની તેમણે લાંચ તરીકે માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ એપલ કંપનીનો IPHONE આપવા માંગતા ન હતા જેથી સીધા જ પહોંચી ગયા ACB કચેરી અને તેના આધારે છટકું ગોઠવાયું. ફરિયાદના આધારે ACB ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. PI દિનેશ જમનાદાસ કુબાવતે 1,44,900 કિંમતન નો IPHONE મોબાઈલ સ્વીકાર્યો હતો જેના આધારે રંગે હાથ પકડાઈ જતા એસીબી એ ધરપકડ કરી છે. આરોપી અધિકારી ટૂંકા સમયમાં રિટાયર થવાના હતા. તે અગાઉ એસીબીમાં તેમની ધરપકડ થતા નવસારી જિલ્લામાં આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ ટ્રેપમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી રાઠવા એ કાર્યવાહી કરી હતી જેમાં સુપર વિઝન અધિકારી તરીકે આર આર ચૌધરી મદદનીશ નિયામક સુરત એકમ દ્વારા કાર્યવાહીમાં સહયોગ આપવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ઓનલાઈન આવતાં આ આરોપીઓના ચહેરા જાહેર કરવામાં પોલીસને સફળતા મળી છે. રાજ્યમાં સૌ પ્રથમવાર સુરત પોલીસે ભોગ બનનારની માહિતીના આધારે એક્સપર્ટ પાસે સ્કેચ બનાવવામાં આવ્યાં છે. જેથી હવે ચહેરા સામે આવતાં આરોપીઓની ધરપકડ કરવી આસાન બની શકે તેમ છે. ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ બે માસ્ટર માઈન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્કેચ હવે પોલીસ સોશિયલ મીડિયામાં મુકશે, જેથી લોકો શિકાર બનતા બચી શકે અને આરોપીની જાણકારી પણ આપી શકે.આરોપીઓ લાખો-કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે. ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે. હવે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે, આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા બે સ્કેચ જાહેર કરાયા છે.
ઉધના ઝોન-એ ના વડોદમાં વર્ષોથી રહેતાં પરિવારને ઘરની બહાર કાઢી, સામાન ફેંકી ઘરનું ડિમોલીશન કરી નાંખ્યું હતું
બુલડોઝરબાજીથી 7 વર્ષના બોલી-ચાલી કે ખાઈ ન શકતા બાળક અને પરિવારને રસ્તે રઝળતો કર્યો.
સુરતઃ સુરત મનપાના અધિકારીઓ દ્વારા કોઈ જાતની નોટિસ આપ્યા વગર રહેણાંક તોડી પાડયાની રીટ હાઇકોર્ટમાં સાધનાબેન બડગુજરે નામના અરજદારે કરી હતી. આ અરજી પરની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના ભટ્ટે સુરત મ્યુનિ. કમિશનર તથા કોર્પોરેશનના અન્ય અધિકારીઓને નોટિસ ફટકારવાનો હુકમ કર્યો છે. તેમજ વધુ સુનાવણી માટે 19મી નવેમ્બરનો દિવસ આપ્યો છે.
નોટીસ આપ્યા વગર જ ડિમોલિશન કર્યા હતા.
સુરતના વડોદ વિસ્તારમાં સત્યનારાયણનગર ખાતે 96 ટકા અંપંગતા ધરાવતાં બાળક સહિત પરિવારજનો સાથે રહેતી એક મહિલાનું લાખો રૂપિયાનું મકાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના બારોબાર તોડી નાંખતાં મહિલાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેની સુનાવણીમાં જસ્ટિસ મોના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર, ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ વિરૂદ્ધ નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે.
સત્યનારાયણ નગર સોસાયટીના પ્લોટ નં. 16, 17 ઉપર પાકું ઘર બાંધીને રહેતાં સાધનાબેન ઈશ્વરભાઈ બડગુજરે તેમના એડવોકેટ નિમિષ એમ. કાપડિયા મારફત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી રજૂઆત કરી હતી કે, તેઓ વડોદ વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં પોતાના પતિ અને એક દિવ્યાંગ સહીત બે બાળકો સાથે રહેતાં હતા. વર્ષ 2021માં તેમણે બંને પ્લોટ બાંધકામ સહિત ખરીદીને એસ.એમ. સીના ટેક્સ બિલમાં પોતાના નામે ચઢાવેલા હતા. પાણી કનેક્શનની ફ્રી ભરેલી, પોતે ઈલેક્ટ્રિસિટી કનેક્શન ધરાવતા હતા અને એક વર્ષ પહેલાં લગભગ 634 સ્કવેર ફિટનું રૂપિયા 9.5 લાખના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. જે ઘરની હાલની કિંમત રૂપિયા ત્રીસ લાખ છે. દરમિયાન અગાઉ કોઈ જાતની નોટિસ આપ્યા વગર |લી ઓક્ટોબરના રોજ ઉધના ઝોનના અધિકારીએ પરિવારને ઘરની બહાર કાઢી સામાન ફેંકી દઇ ઘરનું ડિમોલિશન કર્યું હતું. તેથી અરજદારે પોલીસ ફરિયાદથી માંડીને વિવિધ સક્ષમ સત્તા સામે રજુઆત કરી હતી. પરંતુ કોઈ જવાબ ન મળવાથી તેમણે હાઈકોર્ટમાં ઉક્ત રિટ પિટિશન કરી મનપા દ્વારા તેનું ઘર ફરીથી બનાવી આપવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે તાકીદે પગલા ભરવા અને તમામ જવાબદાર અધિકારીઓ પાસેથી 45 લાખનું વળતર પણ માંગ્યું છે.
સુરત, સચીન માં માથેભારે તરીકે ની છાપ ઘરાવતા અને સરકારી કચેરી માં સચીન ના વોર્ડ નબર ૩૦ ના પ્રમુખ ની ઓળખાણ ઉપર દાદાગીરી કરતો માથે ભારે અક્ષય પાંડે પોતાના ગ્રુપ ને સાથે પુલીસ સ્ટેશન હોય કે સરકારી વિભાગ ઉપર કોઈ પણ નીતિ-નિયમ નું ઉલ્લંઘન કરી સામાન્ય વ્યકિતઓને હેરાનગતિ કરે આવી લોક ચર્ચા.
સચીન ન વોર્ડ ન.૩૦ ના પ્રમુખ ના ઈશારે માથેભારે ની છાપ અક્ષય પાંડે જન્મદિવસ નું ઉજવણી કરી
લોક ચર્ચા એ પણ છે મોટા મોટા દલાલો સાથે સંપર્ક હોવા થી અને પોલીસ નાં માણસો સાથે પણ સારા સંપર્ક હોવા થી પોલીસ સ્ટેશન બહાર પોલીસ સ્ટેશન માં થયેલ ફરિયાદ નું સમાધાન પણ કરાવે છે. સુત્રો નો માનીએ તો જેમાં મુખ્યત્વે સચીન પોલીસ સ્ટેશન અને સચીન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન બહાર સવાર-સાંજે થયેલ અરજીઓ દફતરે કરાવી સમાધાન કરવામાં આવે છે. તેનું પણ ખેલ રમી ને કામગીરી કરી રહ્યા છે.
સચીન ન વોર્ડ ન.૩૦ ના પ્રમુખ ના ઈશારે માથેભારે ની છાપ આ લોકો નું કોઈ પણ જગ્યા નામ નિશાન નથી કેમ
વાયરલ થયેલા વીડિયોમાં અન્ય માણસોનું રાજકીય સંબંધ હોવાથી નામ નહીં જાહેર કરાયો એવી લોક ચર્ચા?
સચીન ન વોર્ડ ન.૩૦ ના પ્રમુખ ના ઈશારે માથેભારે ની છાપ આ લોકો નું કોઈ પણ જગ્યા નામ નિશાન નથી કેમ
વાયરલ થયેલા વીડિયોમાં અન્ય માણસોનું રાજકીય સંબંધ હોવાથી નામ નહીં જાહેર કરાયો એવી લોક ચર્ચા?
વિસ્તાર માં ચર્ચા આવી પણ છે કે એક મહિલા નગર સેવિકાની ઓફીસ ઉપર બેસી બિનધાસ્તપણે બિનઅધીકુત રીતે સમગ્ર કામગીરી પૂરી કરતા હોય છે. જેમાં શાસન -પ્રશાસન કોઈ નું પણ ભય હોતું નથી.
આરોપી ફરાર હોવા છતાં શોશલ મીડિયા માં એક્ટીવ છે. જેમાં એક ચેલન્જ આપી ને કામગીરી કરી રહ્યા છે તેવું લોકચર્ચા. હાલ આરોપી તરીકે ફરાર સુત્રોના મુજબ ગોવામાં ની મોજ-મસ્તી કરી રહ્યા છે.
સચિન વિસ્તારમાં બર્થ ડે ની ઉજવણી કરી જાહેર નામાનો ભંગ કરવા મામલે વોન્ટેડ આરોપી અક્ષય પાંડે પોલીસ પકડથી કેમ દૂર?
શું વોન્ટેડ આરોપી અક્ષય પાંડે નું રાજકીય સંબંધ હોવાથી પકડવામાં નહીં આવ્યું?
શું સામાન્ય માણસ અને રાજકીય સંબંધ ધરાવતા માણસો માટે કાનૂન અલગ છે?
ચર્ચા એવી પણ છે કે વોન્ટેડ આરોપી અક્ષય પાંડે પોતાના વિસ્તારમાં માથાભારે તરીકે નું પણ છાપ ધરાવે છે?
હવે જોવાનું એ રહ્યું કે જાહેરનામાનું ભંગ કરવા મામલે વોન્ટેડ આરોપી અક્ષય પાંડેને સચિન પોલીસ ક્યારે પકડી પડશે?
વોન્ટેડ આરોપી સુરત શહેર પોલીસ અને સચિન પોલીસ ને ખુલ્લુ ચેલેન્જ આપી થયો ફરાર?
વાયરલ થયેલા વીડિયોમાં અન્ય માણસોનું રાજકીય સંબંધ હોવાથી નામ નહીં જાહેર કરાયો એવી લોક ચર્ચા?
જાહેરનામાનો ભંગ કરવામાં વોન્ટેડ જાહેર થયેલા અક્ષય પાંડે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી પોલીસને ખુલ્લી ચેતવણી આપતો હોય એવી લોક ચર્ચા?
વાયરલ વીડિયોમાં દેખાતા અન્ય માણસો ઉપર કેમ પોલીસે કાર્યવાહી નહીં કરી એ પણ ચર્ચા નો વિષય બન્યો?
જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરી આતશબાજી તથા કેક કટીંગ કરી.
સુરત શહેરમાં હાલમાં ધાર્મીક તહેવારો તેમજ અન્ય કાર્યક્રમ યોજવામા આવતા હોય જેથી કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારૂ સુરત પોલીસ કમિશ્નરેટની હદ વિસ્તારમાં ચાર કે ચાર કરતા વધારે માણસો ભેગા થવું નહી, તેમજ કોઇ સભા ભરવી કે બોલાવવી નહી અને કોઇ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમમાવવામાં આવેલ અને સંયુક્ત પોલીસ કમિશ્નર સેકટર-ર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર “આઈ” ડીવિઝન સાહેબશ્રી નાઓએ સદર જાહેરનામામાં દર્શાવેલ પ્રવુતી અંકુશમાં લેવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ અને ગત તા.૦૫/૦૬/૨૦૨૪ ના રોજ સોશીયલ મીડીયામાં સચીન વિસ્તારમાં જાહેરમાં રોડ ઉપર ટેબલ ગોઠવી તેના ઉપર આશરે દશેક જેટલી નાની મોટી કેકો ગોઠવી જાહેર રોડ પર કેક કાપવા સારૂ ઘણા બધા લોકો મોટર સાયકલ સાથે ભેગા થઇને આતશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરી મે. પોલીસ કમિશ્નર સુરત શહેર નાઓના જાહેરનામાંનો ભંગ કરેલ હોય તેવો વિડીયો વાયરલ થયેલ હોય જે વાયરલ થયેલ વિડીયો બાબતે ખરાઇ કરી તેઓ તમામ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પો.ઇન્સ પી.એન.વાઘેલા સા. નાઓએ સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને તેમજ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.રાજેન્દ્રભાઇ કેશવભાઇ નાઓના માર્ગદર્શન હેઠળ વિડીયોની ખરાઇ કરી વીડીયોમાં જણાઇ આવેલ
જાહેરમાં જન્મદિનની ઉજવણી કરતા ચેતજો
વોન્ટેડ આરોપી – અક્ષય S/o રાજમોહન પાંડે રહે. ઘર નં. ૩૧, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર
30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો
આ લોકો નું કોઈ પણ જગ્યા નામ નિશાન નથી કેમ આ લોકો નું કોઈ પણ જગ્યા નામ નિશાન નથી કેમ
ઉપર ની તસ્વીર માં જન્મદિવસ ની ઉજવણી માં સ્પષ્ટપણે વિડીયો વાયરલ થયા પછી કાર્યવાહી કરવામાં આવે છે. છતાં કેમ આ લોકો નું કોઈ પણ જગ્યા નામ નિશાન નથી કેમ જો કોઈ ગુનાહીત પ્રવુતિ કર્તા હોય અને કોઈ પણ ફરીયાદ કરે તો તેના પુરાવા પણ મળતા નથી. આ લોકો ની છાપ ભાઈગીરી ની હોવાથી.સામાન્ય જનતા ફરિયાદ કર્તા પણ ડરે છે. જેથી કદાચ આ તસ્વીર માં સામેલ લોકો નું નામ કોઈ પણ જગ્યા સામેલ નથી. કે કોઈ નેતા ની ભલામણ વિભાગ ને દબાણ હેઠળ કાર્યવાહી ન કરવામાં આવેલ હોય શકે.
અન્ય આરોપીઓને પકડી પાડી ના નામ
(૧) સચિન S/o રાજમોહન પાંડે ઉ.વ. ૨૫ ધંધો-નોકરી રહે. ઘર નં. ૩૧, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર
(૨) આશીષ ઉર્ફે આશુ S/o દલજીત શર્મા ઉ.વ. ૨૨ રહે. ઘર નં. ૨૭, ગીતાનગર, સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર
(૩) વિકાશસિંગ S/o ગંભીરસિંગ યાદવ ઉ.વ. ૨૬ રહે. ઘર નં. એ/૩૫, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર
(૪) મિતેશ S/૦ વિશ્વાસભાઇ પાટીલ ઉ.વ. ૨૨ રહે. ઘર નં. બી/૪૮, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર
(૫) સુભાષ S/૦ નવિનભાઇ પટેલ ઉ.વ. ૨૧ રહે. ઘર નં. એ/૧૯, સાઇ સિધ્ધી રો-હાઉસ, સચીન સુરત શહેર
(૬) આદર્શ S/o સુજીત જયશ્વાલ ઉ.વ. ૨૪ રહે. ઘર નં. બી/૨૪, સાઇ સિધ્ધી રો-હાઉસ સેજલનગરની બાજુમાં સચીન સુરત શહેર
(૮) રાજકુમાર S/o રામબહાદુર કશ્યપ ઉ.વ. ૧૮ રહે. ઘર નં. ૭૪, પટેલ નગર,શિવનગરની બાજુમાં સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર
(૯) અરુન S/o સંજયભાઇ ગૌડા ઉ.વ. ૨૧ રહે. ઘર નં. બી/૨/૧૦૮, ગોકુલધામ રેસીડેન્સી, કનસાડ રોડ સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર
(૧૦) રાહુલ S/૦ સુરેશ શ્વાઇન ઉ.વ. ૨૨ રહે, ઘર નં. એફ-૨/૩૦૨, શિવદ્રષ્ટી, પારડી સચીન સુરત શહેર
(૧૧) ભુરા S/o ભરકૈયા નિશાદ ઉ.વ. ૩૬ રહે. ઘર નં. ૧૩૫, પટેલ નગર, શિવનગરની બાજુમાં સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર
(૧૨) રાકેશકુમાર S/o રામદરશ ગૌડ ઉ.વ. ૧૮ રહે. ઘર નંબર-૩૫, સિધ્ધી ગણેશ, પાલીગામ સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર
(૧૩) પવનકુમાર S/o શ્રીધર બિંદ ઉ.વ. ૧૯ રહે. ઘર નં. ૧૧૦, પટેલ નગર, શિવનગરની બાજુમાં સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર
(૧૪) અમીતકુમાર S/o ઉદયરાજ મૌર્યા ઉ.વ. ૨૨ રહે. ઘર નં. ૫૦, સાંઇનગર નગર, શિવનગરની બાજુમાં સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર
જન્મદિવસની ઉજવણી નાઓ વોન્ટેડ આરોપી – અક્ષય S/o રાજમોહન પાંડે રહે. ઘર નં. ૩૧, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર ના જન્મ દિવસ અનુસંધાને સચીન એલ.ડી.સ્કુલની સામે ભેગા થઇ ફટાકડા તથા આતશબાજી જાહેર રોડ પર ફોડી કેક કટીંગ કરેલ હોય તેઓને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરી માં સચીન ખાતે ફરજ ઉપર ના તમામ સ્ટાફ ની કામગીરી જાહેર જનતા માટે સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે.
સચીન પોલીસ સ્ટેશન સુરત શહેર કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારી :-
સુરતમાં ભાજપનો કાર્યકર ભૂલ્યો ભાન,શોશલ મીડિયા માં વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી.
સુરત-સચીન,ભાજપી કાર્યકરો સત્તાના મદમાં હોય તે રીતે નિયમોનો ભંગ કરતાં હોય તેવા દૃશ્યો છાસવારે સામે આવી રહ્યાં છે. સચિન વિસ્તારના ભાજપના કાર્યકરે પોતાનો જન્મદિવસ જાહેરમાં ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરે રેલી યોજી હતી. ડીજે સાથે ડાન્સ કરવામાં આવ્યો હતો. સાથે જાહેરમાં આતશબાજી પણ કરવામાં આવી હતી. કેક કાપવામાં આવી હતી. જેથી લોકોએ કહ્યું કે, શું ભાજપના કાર્યકર્તાઓને કાયદાનું ભાન નથી? પોલીસનો કોઈ ડર ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. શું આવા લોકો ઉપર પોલીસ કમિશનર કાયદાનું ભાન કરાવશે
30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો
સુરત પોલિસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવવા અંગે સ્પષ્ટ મનાઈ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે અગાઉ કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. જો કે, સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉજવણી કરતો યુવક ભાજપના કાર્યકર્તા છે. જેને કે કાયદાની ઉપર હોય છે. ભાજપ ના કાર્યકર્તાઓ.
જાહેરમાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં નિયમનોના ધજાગરા ઉડાવતા યુવાનોના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં યુવકો જાહેર રસ્તા પર હાથમા ફટાકડા લઈ આતિશબાજી કરી રહ્યા હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં ડીજે સાથે ટુ-વ્હીલર પર આ યુવકો નીકળ્યા હતા. જેમાંથી એક યુવક રિક્ષાની ઉપર બેઠો હતો. બેફામ બનેલા આ યુવકોએ સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડાડ્યા હતા.
સુરતની કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો કે સુરત જે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યું છે. તેમાં અધિકારીઓએ હાથ સાફ કરી લીધો હોય તેવી પરીસ્થિતિ ઉભી થઈ છે. મુખ્યમંત્રીને ધારાસભ્ય દ્વારા પત્ર લખીને વિજિલન્સ તપાસ કરાવી સિટી ઇજનેર અક્ષય પંડ્યાની ભૂમિકાની પણ તપાસ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં હવે આ પત્ર લખ્યા પછી સુરત મહાનગર પાલિકા ના અનેક ભષ્ટાચાર નું પોલ ખુલે તેવું લાગી રહ્યા છે.
હજીરા સ્થિત ઉદ્યોગ ગૃહોને શુદ્ધ પાણી આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં કોર્પોરેશનને મોટું નુકસાન થાય તેવું કમિશનરને જણાઈ આવ્યું હતું. જેને કારણે કેતન પટેલ સામે તો પગલાં લેવાયા. પરંતુ ખાતાના વડા સિટી ઇજનેર અક્ષય પંડ્યા સામે હજી સુધી પગલાં લેવાયા નથી. જેને કારણે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ખાતાના વડા તરીકે તેમની મંજૂરી વગર આ કામ થવું શક્ય જણાતું નથી છતાં પણ તેમની સામે પગલાં ન લેવાયા હોવાનું ધારાસભ્યના ધ્યાન પર પણ આવ્યું છે.
અક્ષય પંડ્યા દ્વારા પોતાના જ વિભાગના ટેન્ડર પ્રક્રિયાની અંદર તેમાં કન્સલ્ટન્ટની નિમણૂક બાબતે ઉદ્યોગકારોને પાણી આપવાના ભાવ અને શરતો નક્કી કરવા બાબતે ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી બાબતે સુરત મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા હતી. આ તમામ નિર્ણયોમાં અક્ષય પંડ્યાની પણ સ્વાભાવિક રીતે જ મહત્વની ભૂમિકા છે. છતાં પણ કયા કારણસર તેમના સામે હજી સુધી પગલાં લેવાયા નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.
અધિકારીઓએ એવો ખેલ કર્યો કે જેના કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવી સ્થિતી ઉભી થઈ છે. અક્ષય પંડ્યાની જાણ બહાર આ કામ થયું હોય તેવું માનવાને કોઈ સ્થાન નથી. ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર કેતન દેસાઈની સાથે હવે મહાનગરપાલિકાના સિટી ઇજનેર અક્ષય પંડ્યાની ભૂમિકાની તપાસ કરવામાં આવે અને તેમની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે. આ પ્રોજેક્ટનો અંદાજ મંજૂર થયો હતો, ત્યારે સ્વભાવિક રીતે જ ખાતાના વડા અક્ષય પંડ્યાની મંજૂરી લેવામાં આવી હશે. જેમાં તેમને બચાવ કરવામાં આવી રહ્યા છે. તેવું લાગી રહ્યા છે. પાલિકામાં અક્ષય પંડ્યાની ભૂમિકા ચગડોળે ચડી છે.
સુરત,ભેસ્તાન ગાર્ડનમાં રમતી વખતે એક તરૂણના હાથમાં કંપાઉન્ડ વોલનો સળીયો અકસ્માતે ઘુસી ગયો હતો.પાંડેસરામાં ભેસ્તાન ખાતે ગાર્ડનની કમ્પાઉન્ડ દિવાલ પર રમતી વખતે ધો.૮ના વિધાર્થીનો એક હાથના બાવળામાં સળીયો ધુસી જતા અફડાતફડી મચી ગઇ હતી. જોકે દિવાલ સાથેનો સળીયાને મશીનથી કાપ્યો હતો. બાદમાં તેને હાથમાં ધુસેલા સળિયા સાથે સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. હાથમાં સળીયો ફસાઈ જતા તરૂણને ત્યાંથી ખસેડવો પણ મુશ્કેલ હતો. આખરે સળીયો કાપીને સળીયા સાથે તરૂણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સર્જરી કરી તરૂણના હાથમાંથી સળીયો બહાર કાઢવામાં આવ્યો હતો.ભેસ્તાન પાંજરાપોળ આવાસ ખાતે રહેતા મહેબુબુ શેખ ભંગાર લેવા માટે ભેસ્તાન ગુરૂકૃપા ગાર્ડન પાસે રિક્ષા લઈ ગયા હતા. જ્યાં તેઓ તેમના 14 વર્ષીય પુત્ર સાહેનને પણ સાથે લઈ ગયા હતા. પિતા ભંગાર લેવા ગયા હતા ત્યારે સાહેન ગાર્ડનમાં રમતો હતો. દરમ્યાન રમતા રમતા સાહેનના હાથમાં ગાર્ડનના કંપાઉન્ડ વોલનો સળીયો ઘુસી ગયો હતો.
હાથના બાવડાના ભાગે ઘુસી ગયેલા સળીયાને કારણે સાહેલ ત્યા ફસાઈ ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં જોખમ જણાતા આખરે ગાર્ડનમાં ગ્રાઈન્ડર મશીન મંગાવી તેની મદદથી સળીયો કાપી સાહેલને હાથમાં સળીયા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તાત્કાલિક તેની સર્જરી કરી સળીયો બહાર કઢાયો હતો.
સુરતમાં પત્નીએ પતિ સાથે અનૈતિક સંબંધ ધરાવતી વેડ રોડની 35 વર્ષીય પરિણીતાને રહેંસી નાખી હતી. હત્યા બાદ બહારથી તાળું મારી ફરાર થઈ ગઈ હતી.પોલીસ-ઇન્સ્પેકટર વી.વી. વાગડિયાએ જણાવ્યું હતું કે આ મામલે પાસોદરા ઓમ ટાઉનશિપમાં રહેતી હર્ષાબેન ચંદુભાઈ કાછાની ધરપકડ કરી હતી. ધક્કો મારતાં સેટી સાથે માથું અથડાતાં મોત થયાનું આરોપીએ કરેલી કબૂલાત કરી હતી. તેના પતિ સાથે કૈલાસબેનને છેલ્લાં 15 વર્ષથી અનૈતિક સબંધ હતા. આ સંબંધને કારણે કૈલાસબેનના છૂટાછેડાં પણ થઈ ગયા હતા. પોતાના પતિ સાથે કૈલાસબેનને સંબંધ હોવાની જાણ થતાં રવિવારે પાંચેક વાગ્યાના અરસામાં તે તેને વોર્નિંગ આપવા આવી હતી. કૈલાસબેનને ધક્કો મારતાં તેનું માથું સેટી સાથે અથડાતાં તે લોહીલુહાણ થઈ ઢળી પડતાં પોતે દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગઈ હતી.
કર્મકાંડી બ્રાહ્મણનું પાપ થી કંટાળી પીડિતા ને વારંવાર દુષ્કર્મ કરનાર વિરુધ્ધ માં ફરીયાદ.
સુરત-બારડોલી,એક કર્મકાંડી બ્રાહ્મણ યુવક દ્વારા લગ્નની વિધિ દરમિયાન પરણીતાને પોતાની મોહ જાળમાં ફસાવી અવારનવાર બળાત્કાર કરતા બારડોલી ટાઉન પોલીસ મથકમાં એટ્રોસિટી અને બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. બારડોલી પોલીસ મથકે વિકૃત બારડોલી પોલીસ મથકે વિકૃત હરકત કરતા બ્રાહ્મણ જનક પંડ્યા (રહે., સંગીની સોસાયટી, બારડોલી) વિરુદ્ધ કર્મકાંડી દાખલ થયેલા ગુનાની પ્રાપ્ત વિગત સામે મુજબ બે વર્ષ પહેલા 2022ના નવેમ્બર માસમાં તેઓ કર્મકાંડી બ્રાહ્મણ હોવાના નાતે ગોરપદુ કરવા એક લગ્ન વિધિ કરાવવા ગયા હતા. ગ્રહશાંતિની વિધિ દરમિયાન ભાવિક પંડ્યાએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ ત્યારબાદ એપ્લિકેશન ઉપર સંદેશા મોકલી પરિણીતાને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરી હતી. પરિણીતાનો પીછો કરી વારંવાર ફોન કરી ધમકી આપતા ગભરાયેલી પરિણીતા બ્રાહ્મણ યુવકને હોટલમાં મળવા ગઈ હતી. જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ કરી તેની ઉપર બળાત્કાર ગુજારાયો હતો. સતત બે વર્ષ સુધી અવારનવાર પરણીતાને ધમકીઓ આપી શારીરિક સંબંધ કેળવ્યા બાદ છેલ્લે બારડોલીના ધામડોદ લૂંભા ગામે આવેલી નિમિત રેસીડેન્સી નજીક ના એક ખુલ્લા ખેતર ના કુવાપાસે પરણીતાને બોલાવી બળાત્કાર કર્યો હતો. ધમકીઓથી કંટાળેલી પરણીતાએ ચાર દિવસ પહેલા બારડોલી ટાઉન પોલીસ મથકે અરજી આપી હતી. બારડોલી ટાઉન પોલીસે શનિવારની મોડી સાંજે પરિણીતાની ફરિયાદ લઈ હવસખોર ભાવિક જનક પંડયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.