સુરત, સચીન વોર્ડ ન.૩૦ ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ના આપઘાત મામલે પરિજનોને હત્યાની આશંકા છે કે કેમ પરિવારજનો ને નહી કોઈ પણ ખબર ન હતી અને તે સ્થળ ઉપર ચિરાગ સોલંકી આવ્યું અને સ્થાનિક સુત્રોના જણવ્યું મુજબ દરરોજ જ ચિરાગ સોંલકી કેમ ગ્રામ માં આવતું હતું. જેથી કોઈ ને શંકાસ્પદ બાબત નું ઉલ્લેખ કરી તેની તપાસ કરવામાં આવે તેવું માંગણી કરી રહ્યા છે.
શંકા ઊભા થાય તેવું સવાલ ?
● સૌથી પહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી પહોંચ્યા ના સીસીટીવી ● કોર્પોરેટર ચિરાગ સોલંકીના આશરે 10 મિનિટ પછી ડોક્ટર આકાશ પટેલ આવ્યા ના સીસીટીવી દ્રશ્યો માં કેદ ● ચિરાગ સોલંકી કાયમ મહિલા ના ઘરે જતો હતો – સૂત્ર ● ચિરાગ સોલંકી પછી ડોક્ટર આકાશ પટેલ કેમ એમના ઘરે ગયા એ કારણ પણ એક બંધ? ● સમગ્ર ઘટનામાં ચિરાગ સોલંકી અને ડોક્ટર આકાશ પટેલની ભૂમિકા પણ શંકાસ્પદ નજરે પડી રહી છે? ● પરિજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે,”અમોને ન્યાય મળવો જોઈએ અને જે સાચું હોય તે સામે આવવું જોઈએ”
સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. 34 વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશ ભાઈ પટેલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું કે, મૃતક ઘણાં સમયથી ભાજપના કાર્યકર્તા હતાં અને સમાજ સેવિકા પણ હતાં. અમને આશંકા છે કે, આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. કારણકે, જ્યાં દિપીકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દિપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે, દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી સમગ્ર મુદ્દાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે.
CCTVનો ઘટના ક્રમ
ભત્રીજાએ ઘરના સભ્યોને જાણ કરી હતી 2:07 કલાકે કોર્પોરેટર ચિરાગ સોલંકી આવ્યો હતો
2:17 કલાકે ડોક્ટર આકાશ પટેલ આવ્યો હતો
2:30 કલાકે ભત્રીજો આવ્યો હતો
પહેલાં માળે દરવાજો લોક હતો
રૂમમાં ચિરાગ, આકાશ અને દીપિકા અંદર હતા
2:34 ડોક્ટર સુનિલ આવ્યો હતો
મૃતકના પરિવારજનો સમગ્ર બાબતે આપઘાતની વાતને નકારી રહ્યા છે. પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા જણાવી રહ્યા છે.
આત્મહત્યા નથી હત્યા થઈ છે: મૃતકના સંબંધી મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું હતું કે, મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજ સેવક પણ હતા. આ આત્મહત્યા નથી હત્યા થઈ હોવાની અમને આશંકા છે. કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે કોઇપણ દુપટ્ટો ન હતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા. તેમના પતિ ખેતરે હતા. રૂમમાં માત્ર સિચન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ કરીને હાજર હતો.
ત્રણેય બાળકીએ આઇસક્રીમ ખાધા બાદ તાપણું કરવાનું શરૂ કર્યું અને તેમને ઉલટીઓ થવા લાગી.
સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીના શંકાસ્પદ મોતના મામલે ચકચાર મચી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ ત્રણેય બાળકીએ આઇસક્રીમ ખાધા બાદ તાપણું કરવાનું શરૂ કર્યું અને તેમને ઉલટીઓ થવા લાગી.
ઘટનાની વિગત:
ત્રણેય બાળકી નજીકમાં જ રહેતી હતી અને તે દિવસે સાથે મળીને આઇસક્રીમ ખાધી હતી.
આઇસક્રીમ ખાધા પછી તાપણું કરવા જઈને તેમનું સ્વાસ્થ્ય વઘ્યું.
તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ અફસોસ કે તબિયત વધુ ખરાબ થતાં ત્રણેયનું મોત થયું.
સંદિગ્ધ પરિસ્થિતિ:
બાળકોના મોત પાછળનો સાચો કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં એવી શક્યતા જોવા મળી રહી છે કે આઇસક્રીમમાં કોઈ ઝેરી પદાર્થ હોય શકે છે, અથવા તો તાપણાથી આગમાં થયેલા ધુમાડાના કારણે તેમને અસર થઈ હોઈ શકે.
આગળની કાર્યવાહી:
પોલીસે ઘટના સ્થળે જઈને તમામ પદ્ધતિસરના પુરાવા એકઠા કર્યા છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે હજુ વધુ વિગતો બહાર આવશે.
સ્થળ ઉપરથી આઇસક્રીમના સેમ્પલ લઈ તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં શોકનો માહોલ છે, અને વાલીઓમાં ડરનું માહોલ છવાઈ ગયું છે.
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી BZ કંપનીની ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની 6 જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી હતી. ભાજપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા 36 ટકા વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી 6000 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા BZ ફાઈનાન્શિયલના CEO છે અને હાલ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેમનું બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા સન્માન પણ થઈ ચૂક્યું છે. માત્ર એટલું જ નહીં, સોનાનો તાજ પહેરવાથી લઈ લેક્સસ અને લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારના શોખ ધરાવે છે.
પોલીસના દરોડાના પગલે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં છે. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નનામી અરજી મળી હતી,. જેમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને બીઝેડ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેઈન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 3 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું.
આ અંગે સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું કે, લગભગ બે મહિના પહેલા CID ક્રાઇમને માહિતી મળી હતી કે હિંમતનગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં કોઈ એક સંસ્થા દ્વારા પોન્ઝી સ્કિમ ચલાવવામાં આવી રહી છે. તો અમારી સર્વેલન્સ તપાસમાં જાણવા મળ્યું કે લોકોને છેતરીને પૈસા એકઠાં કરી રહ્યા હતા. તે બાદ અમે ગઈકાલે મંગળવારે પાંચ જિલ્લામાં રેડ પાડી હતી. જેમાં BZ ગ્રુપની ઓફિસોમાંથી પોન્ઝી સ્કિમના ડોક્યુમેન્ટસ તેમજ ત્યાં કામ કરતા માણસો મળ્યા હતા. તેમજ સ્થળ પરથી એજન્ટ આનંદ દરજી મળ્યો હતો જેની પુછપરછમાં તે જાણવા મળ્યું કે 2020-20થી પોન્ઝી સ્કિમ ચલાવવામાં આવી રહી હતી. તેના મુખ્ય સુત્રધાર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને તેની મુખ્ય ઓફિસ રણાસણ, તા.તલોદ જિ.સાબરકાંઠામાં આવેલ છે તેમજ દરેક જિલ્લામાં તેની ઓફિસ આવેલી છે. તેમના મુખ્ય ટાર્ગેટ શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓ હતા.
વાપીમાં નોટિસના નિકાલ માટે કન્સ્ટ્રક્શન પેઢીના સંચાલક પાસે લાંચ માગી.
Vapi:CGST ઇન્સ્પેક્ટરે નોટિસના નિકાલ માટે રૂ. 40 હજારની લાંચની માંગણી કરી હતી. વલસાડ ACBની ટીમે CGST ઇન્સ્પેક્ટરને લાંચ સ્વીકારતા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.લાંચના છટકાં દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ ફરિયાદી પાસેથી CGST ઇન્સ્પેક્ટરે રૂ.40 હજારની લાંચ સ્વીકારતા પકડાઇ ગયા હતા. વલસાડ ACBની ટીમે CGST ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે
ઘટનાક્રમ:
વાપી ખાતે આવેલી સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર તરીકે યશવંત રાજેન્દ્ર ગેહલોત ફરજ બજાવે છે. જેઓએ ફરિયાદીને ટેક્ષ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે રૂપિયા 40 હજારની લાંચ માગી હતી. ફરીયાદી ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવતા હોય જે પેઢીનો સને ૨૦૨૦-૨૧ ના વર્ષનો સેન્ટ્રલ જી.એસ.ટી તથા સ્ટેટ જી.એસ.ટી. ટેક્ષ ભરેલો હતો. તેમ છતા સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરીયાદીની પેઢીના સી.જી.એસ.ટી. તથા એસ.જી.એસ.ટી.ના રૂપિયા ભરવા બાબતે નોટીસ મળી હતી.ફરીયાદી સી.જી.એસ.ટી. કચેરી ખાતે જઇ આરોપી નાઓને મળતા તેઓએ ફરીયાદીની પેઢીને ટેક્ષ બાબતે આપેલ નોટીસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે ૪૦,૦૦૦ની માંગણી કરી હતી. લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવતો હતો.
વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે મહામહેનતે આરોપીને 11મા દિવસે ઝડપી લીધો હતો, જે હાલ રિમાન્ડ પર છે. પોલીસને ગતરોજ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતાં 4 કલાક લાગ્યા હતા, જેમાં સિરિયલ કિલરે કોલેજિયન યુવતીને કેવી રીતે શિકાર બનાવી જણાવ્યું હતું.
યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચરવા દરમિયાન આરોપીએ પોતાના નખ પણ કાપ્યા હતા અને પોતાના કાપેલા નખ વડે યુવતીના મોબાઇલમાંથી સિમ કાર્ડ કાઢ્યું હતું. આ બાદ તે ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો, જ્યાંથી તે દૂધ-પાણીની બોટલ ખરીદી વાડીમાં પડેલી યુવતીની લાશ પાસે પરત આવતો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોની આંબાવાડીની આજુબાજુમાં ગતિવિધિ જોઈને નજીકમાં સંતાઈ ગયો હતો. બાદમાં મોકો જોઇને એક એંગલના સહારે અંદાજિત 10 ફૂટની ઊંચી દીવાલ આરોપી કૂદી ગયો હતો,ઉતાવળમાં તેનો સામાન અહીં રહી ગયો હતો. આ બાદ આરોપી ઉદવાડા રેલવે સ્ટેશન અને હાઇવે વિસ્તારમાં રાત્રે દોઢ વાગ્યા સુધી ફરતો રહ્યો હતો.
રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટ છે. તેણે 25 દિવસમાં કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્રમાં 3 મહિલા અને 2 પુરુષની હત્યા કરી છે. એમાં 2 રેપ વિથ મર્ડર અને 3 હત્યા બાદ લૂંટનો સમાવેશ થાય છે. આરોપી પોતે દિવ્યાંગ હોવાથી તેણે મોટા ભાગની હત્યા વિકલાંગ ડબ્બામાં કરી છે.
લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓએ આરોપીની ઓળખ કરી
સુરતની લાજપોર જેલમાં ઝડપાયેલા કેદીઓ સાથે આરોપીનું વર્ણન ચેક કરવામાં આવ્યું હતું. સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટ રહે,ગામ-મોખરા ખાસ પાના શ્યામ, પો.સ્ટે માહમ, જિ. રોહતક હરિયાણાવાળો હોવાની શંકા વ્યક્ત કરી હતી. એ આધારે શંકાસ્પદ વ્યક્તિ અંગે હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાનો રહેવાસી હોય જેથી પોલીસ અધીક્ષક કરણરાજ વાઘેલાએ રોહતક જિલ્લા પોલીસવડા સાથે સંપર્ક કરી આરોપીનું સંપૂર્ણ વેરિફિકેશન કર્યું હતું. આ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ICJS પોર્ટલ પર ચેક કરતાં ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો હતો.
સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાના છાસવારે લીરેલીરા ઉડતાં હોય તેવો ઘાટ સર્જાયો છે. જયારે પુલીસ દરેક વ્ત્યાયકિત ને કાયદા નું ભય બતાવા માંગે છે. તે સમય ફરીથી એકવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાતો હોવાનો વધુનો એક વીડિયો વાયરલ થયો છે. કથિત રીતે પાંડેસરાના ઉમિયાનગરનો વીડિયો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. જો કે આ વિડીયોમાં જાહેરમાં તલવારથી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ ઘટના ક્રમ થી આવું લાગે છે કે માથે ભારે વ્યકિતઓ ફેમસ થવા માટે આ પ્રકાર નું કૃત્ય કરી રહ્યા હોય છે. જેથી લોકો માં પુલીસ ની સામે કોઈ પણ ભય નથી એવું સાબિતી કરવા માટે આ રીતે શોશલ મિડીયા માં વિડીયો વાયરલ કરી સુરત પુલીસ કમિશ્રર ના પરિપત્ર નું ખુલ્લેઆમઉલ્લંઘન કરી ને તલવાર થી કેક કાપી કાયદા-વ્યવસ્થા ધજાગરો ઉડયો.
સુરત પુલીસ કમિશ્રર ના પરિપત્ર નું ખુલ્લેઆમઉલ્લંઘન કરી ને તલવાર થી કેક કાપી કાયદા-વ્યવસ્થા ધજાગરો ઉડયો.
આ યુવાનોમાં પોલીસનો કોઈ પણ ડર ન હોય તેમ જોવા મળી રહ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી અગાઉની જેમ પોલીસ આ મુદ્દે પણ આકરી કાર્યવાહી કરે તેવી માગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે.
લોકોને મળતા નથી, મળે તો ફરિયાદ લેતા નથી, લે તો કાર્યવાહી કરતા નથી.
ગૃહમંત્રીના અંગત સચિવે કમિશનરને પત્ર લખવો પડ્યો.
પોલીસ કમિશનરે યાદી બનાવી ડીસીપીને તપાસ સોંપી.
શહેરના પોલીસ ઈન્સ્પેકટરો અને ડીસીપી એટલા બેફામ થઈ ગયા છે કે ઉપરી અધિકારીઓની સૂચના તો માનતા જ નથી, પણ ગૃહ મંત્રી કાર્યાલયના આદેશોને પણ અવગણે છે, જેથી ગૃહ મંત્રી કાર્યાલય તરફથી પોલીસ કિમશનરને પરિપત્ર દ્વારા લેખિતમાં જાણ કરાઈ છે કે, તમારા પીઆઈ અને ડીસીપી ફરિયાદીઓને મળતા કે સાંભળતા નથી. જેના કારણે તેમને ગાંધીનગર સુધી રજૂઆત કરવા આવવું પડી રહ્યું છે. તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરો.
શહેરમાં કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ જવાબદાર હોવાનું ખુદ ઉપરી અધિકારીઓ માની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના પીઆઈ ફરિયાદી કે અરજદારને સાંભળતા જ નથી. કદાચ મળે તો ફરિયાદ લેતા નથી અને જો ફરિયાદ લઈ પણ લે તો તેમાં કાર્યવાહી કરતા નથી, જેથી આવા ફરિયાદી ડીસીપીને રજૂઆત કરવા જાય છે છતાં તેમને ન્યાય મળતો નથી. આથી તેઓ પોલીસ કમિશનર કચેરીએ જાય છે. કમિશનર કચેરી તરફથી જે તે પીઆઈને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાય છે, પણ ફરિયાદીને ન્યાય મળતો નથી.
આથી તેઓ પોલીસ કમિશનર કચેરીએ જાય છે. કમિશનર કચેરી તરફથી જે તે પીઆઈને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાય છે, પણ ફરિયાદીને ન્યાય મળતો નથી. આથી ફરિયાદી થાકીને ગૃહ મંત્રીના અંગત સચિવને મળીને રજૂઆત કરે છે. ગૃહ મંત્રીના અંગત સચિવે છેલ્લા ત્રણ મહિનામાં શહેરના બે ડઝન પીઆઈ અને તેમના ડીસીપીને ફરિયાદો લેવા સૂચના અપાઈ હતી તેમ છતાં પીઆઈ કે ડીસીપી દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હતી. આથી તેમણે પોલીસ કમિશનરને પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રમાં અમદાવાદમાં 3 ડીસીપી અને 12થી 15 પોલીસ સ્ટેશનના નામ પણ લખેલાં છે કે, તેઓને ફરિયાદ લેવા સૂચના અપાઈ હોવા છતાં તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેથી આવા તમામ પીઆઈ સામે કમિશનરે ઈન્કવાયરી સોંપી છે.
પોલીસ કમિશનરે યાદી બનાવી ડીસીપીને તપાસ સોંપી.
શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈઓએ કયા કેસમાં શું બેદરકારી દાખવી, કયા કેસમાં કેટલા પૈસા લીધા, યા કેસમાં પૈસા લઈને આરોપીઓને મદદ કરી છે તેમ જ કયા કેસમાં પૈસા લઈને ખોટા માણસને આરોપી બનાવી દીધાત .તેવા બે ડઝન પીઆઈની યાદી પોલીસ કમિશનરે તૈયાર કરીને તેમની સામે ડીસીપીઓને ઈન્કવાયરી સોંપી છે. તે ઇન્કવાયરી હાલમાં ચાલુ જ છે, જેના ભાગરૂપે એલિસબ્રિજ પીઆઈ બી. ડી. ઝીલેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હાલ માં આ રીતે સુરત શહેર પુલીસ સ્ટેશન ની પણ છે. જેમાં કાયદા નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્તા હોય છતાં. કાયદા નું ભય બતાવી કાયદાનું કામ ગીરી કરી રહ્યા છે.
ડી.જી.પી. સુધી ફરિયાદ કરવામાં આવે તો તે અરજી ફરી થી જે તે પુલીસ સ્ટેશન ખાતે તપાસ ના સંદર્ભમાં મોકલી આપવામાં આવે છે. જેમાં પુલીસ સ્ટેશન ના અમુક સ્ટાફ જ આ માટે જવાબદાર હોવા છતાં. ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ કાર્યવાહી ન કરે. એવું રીતે કામગીરી કરી આવેલ અરજી દફતરે કરી દેવામાં આવે છે. કે તેની સમજ રસીદ આપી કોર્ટ ની કાર્યવાહી કરવા માટે કોર્ટ નું રાસ્તા પણ બતાવામાં આવે છે.
હાલમાં કેટલાક પુલીસ સ્ટેશન માં ખૂલ્લેઆમ માથેભારે વ્યકિત ના રાજ હોવા તેમ લાગી રહ્યા છે.જે તેમની મિલ્કત ની તપાસ પણ વિભાગ તરફ થી કરવામાં આવે તો તે સાબિત થાય કે અમુક સ્ટાફ નું આવક કર્તા રોજ નું ખર્ચ વધારે છે. સરકારીતંત્ર માં કાયદાનું ઉલ્લંઘન કરી કાયદા નું પાલન કરવા માટે ગેરરીતિઓ કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી વિભાગ તરફ થી કરવામાં આવતું નથી. જયારે ઉપર થી કે કોર્ટ થી ઇન્કાવારી કરવામાં આવે તો ઉપરા અધિકારી પોતની નોકરી બચાવા માટે બીજા ની ભોગ આપી દેવામાં આવે છે.
સુરત: ખટોદરા પંચશીલ નગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વાત કરીએ તો પુત્ર દ્વારા જ માતાની હત્યા કરવામાં આવી છે.ખટોદરા પંચશીલ નગર પુત્ર દ્વારા માતાની હત્યા મામલે હત્યાનું કારણ અકબંધ છે. બનાવની જાણ થતા જ ખટોદરા ACP, PI, સહિતના અધિકારીનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે.
આરોપી સામે 10થી વધુ ગુના નોંધાયેલા,પોલીસના હાથે લાગેલો આરોપી મૂળ હરિયાણાનો હોવાનુ સામે આવ્યું.
વલસાડ:પુલીસ માટે પડકાર રૂપ બનેલી ઘટનામાં ૧૦ દિવસ નું રાત-દિવસ નું સતત કામગીરી થી વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપવા માટે સતત 10 દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતાં તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી હતો. એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ શંકાસ્પદ ઈસમ પરપ્રાંતીય હોવાની શક્યતાને જોતાં પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારને ઝડપવા કવાયત હાથ ધરી હતી,પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો.
શંકાસ્પદ ઈસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દિવસથી ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હતી. એ મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી હતી.આ દરમિયાન રવિવારની મોડીરાતે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં CCTV ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતાં તેને GRP ટીમે ઝડપી લીધો હતો અને વલસાડ પોલીસને સોપ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. આ શંકાસ્પદ ઈસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી ચૂકી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી, પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો નહોતો. આ માહિતી જાહેર થાય તો ગુનેગાર ભાગી છૂટે એવું હોઇ પોલીસે ખાનગી રાહે વાત ગુપ્ત રાખી તપાસ કરી રહી હતી, જોકે રવિવારે રાત્રે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી.