Home Blog Page 20

સાગરના બાંદ્રી પોલીસ સ્ટેશનમાં સ્થિત રામસખા આશ્રમના બાબા ઓમકાર મિશ્રા (નાથેશ્વર ધામ સરકાર) વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ

0

મધ્યપ્રદેશ-સાગર,સાગરના બાંદ્રી પોલીસ સ્ટેશનમાં સ્થિત રામસખા આશ્રમના બાબા ઓમકાર મિશ્રા (નાથેશ્વર ધામ સરકાર) વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવેલ છે. જેથી બે દિવસ પહેલા મહિલાએ આરોપી બાબા વિરુદ્ધ એસપી ઓફિસમાં ફરિયાદ કરી હતી. આ પછી બાંદ્રી પોલીસ સ્ટેશનમાં આરોપી બાબા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

હવે પોલીસ આરોપી બાબાને શોધી રહી છે. આરોપ છે કે બાબા પીડિત મહિલાને રોજ ફોન કરીને હેરાન કરતો હતો. વીડિયો કોલ પર તમામ કપડાં ઉતારી દેતો હતો. સાથે ધમકી આપતો હતો કે, જો પીડિતા વિરોધ કરશે તો તે તાંત્રિક વિધિ કરશે અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જ્યારે પીડિતાએ તેનો નંબર બ્લોક કર્યો તો તે તેના ઘરે પહોંચ્યો. પતિને શંકા ગઈ. બાદમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ કહ્યું, ‘બાબાએ મારા પતિને હવનની તૈયારી કરવાનું કહીને આશ્રમની બહાર મોકલ્યા. મને ખાનગીમાં મરચાં અભિમંત્રિત કરવાનું કહી રૂમમાં લઈ ગયો. રૂમની અંદર લઈ જઈ આગમાં કંઈક નાખ્યું જેનાથી ધુમાડો નીકળ્યો. ધુમાડો વધતાં જ હું બેહોશ થઈ ગઈ. થોડા સમય પછી જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારા શરીર પર કોઈ કપડા નહોતા. મને શંકા હતી કે મારી સાથે કંઈક ખોટું થયું છે. મેં જઈને બાબાને પૂછ્યું તો તેણે મને ધમકાવવાનું શરૂ કર્યું. તેણે તાંત્રિક વિધિ કરીને પરિવારને બરબાદ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું. ડરના કારણે તે ચુપચાપ તેના પતિ સાથે તેના ઘરે પરત ફરી હતી.

બાબાની પ્રવૃત્તિઓ અટકી ન હતી. ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. ઘટનાના લગભગ 10 થી 15 દિવસ બાદ આરોપી બાબા પીડિતાના ઘરે પહોંચ્યો હતો. પીડિતા ઘરમાં એકલી હતી. બાબા તેની છેડતી કરવા લાગ્યા. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો તેણે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી, જેનાથી તે ડરી ગઈ. આ પછી બાબા ઘરે આવ્યા અને પીડિતાનું અનેકવાર શારીરિક શોષણ કર્યું.

મહિલાના પતિને શંકા ગઈ. જ્યારે તેણે પત્નીને વિશ્વાસમાં લીધી તો સત્ય બહાર આવ્યું પીડિતાએ તેની સાથે થયેલા શોષણ વિશે જણાવ્યું. સત્ય સાંભળીને પતિ ચોંકી ગયો. આરોપી બાબા ઓમકાર મિશ્રાએ જિલ્લાના બાંદ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના પથરિયા બામણ ગામમાં રામસખા આશ્રમ બનાવ્યો છે. તેઓ આશ્રમમાં દર મંગળવારે દૈવી દરબારનું આયોજન કરે છે. બાબા દરબારમાં લોકો માટે પેમ્ફલેટ તૈયાર કરે છે. લોકો તેમની સમસ્યા બાબાને જણાવે છે, બાબા તેના ઉકેલ આપે છે. આ સાથે તે જિલ્લાના અલગ-અલગ સ્થળોએ જાય છે અને દરબાર ભારે છે. આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમો અને મેળાઓનું આયોજન કરે છે.

બાંદ્રી પોલીસ સ્ટેશનના પ્રભારી ગજેન્દ્ર સિંહ બુદેલાએ જણાવ્યું કે, ‘એક મહિલાએ રામસખા આશ્રમના બાબા ઓમકાર મિશ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો છે કે છેલ્લા એક વર્ષથી આરોપી ઓમકાર મિશ્રા તેને બ્લેકમેલ કરી રહ્યો છે અને તેનું શારીરિક શોષણ કરી રહ્યો છે. કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આરોપી ફરાર છે.

વીડિયો વાઇરલ-શાક માર્કેટમાં લારી મુકવા મામલે મહિલા સાથે મારામારી પોલીસે ત્રણની ધરપકડ કરી ગુનો નોંધ્યો

0

યુવક મહિલાને ઢીક-મુક્કા મારતો અને વાળ ખેંચતો હોવાનો વીડિયો વાઇરલ

સચીન GIDC વિસ્તારમાં શાકભાજીના માર્કેટમાં લારી મૂકવાના મુદ્દે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક મહિલાને ઢોર માર મારતો જોવા મળે છે. મહિલાને વાળ ખેંચીને યુવક મારી રહ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં, સચીન પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ધરપકડ કરી છે.લારી મુકવા બાબતે બબાલ સ્વરાજ કોમ્પ્લેક્ષ સામે આવેલા શાક માર્કેટ પાસે લારી મુકવા માટે બોલાચાલી બાદ વાત ઝઘડામાં ફેરવાઈ હતી. વીડિયોમાં એક યુવક મહિલાને ઢીકા-મુક્કા મારતો અને વાળ ખેંચતો દેખાય છે. આ હિંસાનું દૃશ્ય જોઈ લોકોએ આક્ષેપ કર્યો કે, આ વાત માત્ર લારી મુકવાના વિવાદ સુધી મર્યાદિત નથી રહી.

પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી આ મામલે સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી IPC કલમ 115(2), 351(3), 353 અને 504 મુજબ કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ (1)ઉર્મીલા બીરજુ ચૌહાણ (ઉમર 42) (2) રાકેશ બીરજુ ચૌહાણ (ઉમર 21) (3)ગોલુ બીરજુ ચૌહાણ (ઉમર 18)

લિંબાયતમાં રંગીલા ટાઉનશીપમાં ચાલતા કોઈનના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સે 60થી વધુ જુગારીઓને પકડી પાડી,2.40 લાખની રોકડ

0

લિંબાયતમાં રંગીલા ટાઉનશીપમાં ચાલતા કોઈનના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સે રવિવારે બપોરે રેડ પાડી હતી. રેડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.વિજિલન્સે બન્ને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે બિલ્ડીંગના ટેરેસ પર બામ્બુ વડે તાડપત્રી બાંધી નામચીન મુન્નો લંગડો અને સન્ની જુગારનો અડ્ડો ચલાવતો હતો.જુગારના અડ્ડા પર વિજિલન્સની રેડ પડતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક વ્યકિત નામે સોન પ્રતાપ પટેલ(38)(રહે,અભિષેક એપાર્ટ,લિંબાયત) ભાગવા જતા ત્રીજા માળે ટેરેસ પરથી નીચે પટકાયો હતો. જેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ઈજા પામેલો વ્યકિત ટેરેસ પર જુગાર રમવા આવ્યો હતો કે કેમ તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ગઠિયાઓ ફ્રોડ કરતા; મુંબઈથી ડિલિવરી કરવા આવ્યા ને પકડાયા

0

મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા.

સરોલી પોલીસના બાતમી મળી હતી કે, દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખસો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મુકીને નીકળ્યા છે. આ ત્રણેય અંત્રોલીગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા ચાલતા જનાર છે. જેથી, પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા. તે દરમ્યાન ત્રણેય શખસો ચાલતા ચાલતા આવતા કોર્ડન કરી પકડી પડ્યા હતા.

ઉધના, પાંડેસરા, સચીન વિસ્તારોમાં બોગસ તબીબોના ક્લિનિક,પાંડેસરામાં સૌથી વધુ 138

0
જે તે સમય પ્રશાસન માં રજૂઆત કરવામાં આવેલ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

નકલી ક્લિનિકો 2થી 10 વર્ષ સુધી ચાલ્યાં, હવે પોલીસ દરોડા કાર્યવાહી શરૂ કરશે.

શહેરના વિવિધ 30 વિસ્તારમાં કુલ 690 બોગસ ડિગ્રી વેચાઈ હતી. તપાસમાં સામે આવ્યા મુજબ પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાથી પાસેથી લીધેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તોરમાં 34 બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવી રહ્યા છે. અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને ડોક્ટર બનાવી દેવાયા છે. મોટા ભાગના નકલી ક્લિનિકો છેલ્લા 2થી 10 વર્ષ સુધી ચાલી રહ્યા છે. પોલીસે હવે વિસ્તાર પ્રમાણે નકલી ડોક્ટરોની યાદી બનાવી કાર્યવાહી કરવા માટે તૈયારી શરૂ કરી છે.

હાલમાં સચીન પાંડેસરા વિસ્તાર માં રજીસ્ટ્રેશન થયેલ સૌથી વધુ બોગસ ડિગ્રી વેચાઈ હતી. પણ સચીન વિસ્તારમાં વગર રજીસ્ટ્રેશન થયેલ સૌથી વધુ નકલી ક્લીનીક જેવા મળી રહ્યા છે. જેમાં કોઈ પણ રજીસ્ટ્રેશન વગર ફક્ત નામ માત્ર થી કિલનીક ચાલુ કરી દેવામાં આવેલ છે. જેમાં હાલમાં તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર રીતે મંજુરી વગર અમુક લોહીની તપાસ કર્તા અમુક લેબોરેટરી પણ મોટા માથા ના ચાલે છે. જેમાં કોઈપણ અનુભવ વગર નું રિપોર્ટ આ નકલી કિલનિક જોડે સંકળાયેલા હોવાથી કોઈ પણ યોગ્ય તપાસ વગર ની રિપોર્ટ બનાવી ને તેના આધારે સારવાર કરી રહ્યા હોવાનુંજાણવા મળ્યા છે.જેમાં તપાસ નું વિષય વસ્તુ હોવાથી વિભાગ તરફ થી કરવામાં આવેલ તપાસ નું રિપોર્ટ માન્યતા મળે છે. પછી ભલે ને મેડીકલ તપાસ હોય કે પુલીસ તપાસ?

પૈસા લઈને ડોક્ટરની બોગસ ડિગ્રી આપવાના કેસમાં પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

વિસ્તાર પ્રમાણે ડોક્ટરની બોગસ ડિગ્રી ન લીસ્ટ રેકોર્ડ ઉપર છે.તે રજીસ્ટર ન થયેલ હોય તેવા અનેક.

પાંડેસરા138
ખટોદરા20
ડીંડોલી85
અમરોલી32
ભેસ્તાન36
લિંબાયત47
ઉધના75
ગોડાદરા34
અઠવા15
ચોકબજાર22
કતારગામ14
સચિન29
સલાબતપુરા33
વરાછા18
રાંદેર15
પુણા21
લાલ ગેટ12
લાલ ગેટ12
મહિધરપુરા5
અડાજણ6
અલથાણ4
ડુમસ1
હજીરા1
ઇચ્છાપોર2
પાલ1
સચિન GIDC5
સરથાણા3
સિંગણપોર3
ઉમરા4
ઉત્રાણ3

બે વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને કામરેજ પોલીસની હદમાંથી ઝડપી લીધા; 1.27 કરોડનો મુદ્દામાલ કબજે

0

31st પહેલાં સ્ટેટ વિજિલન્સની ટીમનો સપાટો.

સ્ટેટ વિજિલન્સની ટીમે આજ રોજ સપાટો બોલાવ્યો હતો. સુરતના કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમે 77 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી કુલ 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સ્ટેટ વિજિલન્સની ટીમને કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં સફળતા મળી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર કામરેજ પોલીસની હદમાં આવેલી મહાદેવ હોટેલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા બે કન્ટેનર ઝડપી લીધા હતા.એક કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે બીજો પકડાઈ ગયો હતો. કન્ટેનર ખોલવામાં આવતા સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી. બંને કન્ટેનરમાંથી 77 લાખની કિંમતની કુલ 32,916 જેટલી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂ, બે કન્ટેનર, રોકડ, મોબાઈલ મળી કુલ 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કન્ટેનરચાલક વિવેક કુમાર શ્યામ સુંદરને ઝડપી અનિલ યાદવ, માણેક પટેલ, રવીન્દ્ર રાજપૂત સહિત કુલ 7ને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ વિદેશી દારૂનો જથ્થો દમણથી સૌરાષ્ટ્ર તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

પાંડેસરાના શ્રમિક વિસ્તારમાં રશેષ ગુજરાથી સહિતના આરોપીઓને સાથે રાખીને પોલીસે સરઘસ કાઢ્યું ત્યારે લોકોમાં ભારે ચર્ચાઓ

0
સરઘસ જોઈ લોકો ચોંક્યા, કહ્યું વર્ષો સુધી અમે તો આવા બોગસ ડોક્ટર પાસે દવા લીધી

પાંડેસરા વિસ્તારમાં લગભગ દરેક દસ દુકાન પછી બોગસ ડૉક્ટરની દુકાન જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી આવા બોગસ ડૉક્ટરો પોતાની દુકાનો ચલાવતા હતા. પાંડેસરા પોલીસે હવે આવી દુકાનો પર કડક કાર્યવાહી હાથ ધરી છે. રસેશ ગુજરાતી દ્વારા જેઓને બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને જેઓ પોતાનું ક્લિનિક ચલાવી રહ્યા હતા, ત્યાં જ રસેશને લઈ જઈને પોલીસે લોકોના જમાવડા સામે તેનું સરઘસ કાઢ્યું. લાખો લોકોની જિંદગી સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરોના મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, બી.કે. રાવત અને ઇરફાનની પાંડેસરા પોલીસે ધરપકડ કર્યા બાદ તેમનું સરઘસ કાઢ્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ત્રણેય આરોપીઓને લઈને પોલીસએ સરઘસ કાઢ્યું. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગરીબ અને લાચાર લોકોના સારવાર કરતા બોગસ ડૉક્ટરો પોતાની ક્લિનિક ચલાવી રહ્યા હતા. લોકો આવા બોગસ ડૉક્ટરોથી બચી શકે તે માટે પાંડેસરા પોલીસે આ કાર્યવાહી કરી. આ વિસ્તારમાં મોટાભાગના લોકોને રસેશ ગુજરાતી એ જ બોગસ સર્ટીફીકેટ આપ્યું હતું

ડોક્ટરોને બોગસ ડિગ્રી ફક્ત એક પાંડેસરા પુલીસ સ્ટેશન ની હદ માં છે. એવા અન્ય પુલીસ સ્ટેશન ની હદ માં ચાલતા બોગસ ડૉક્ટરો પોતાની ક્લિનિક ચલાવી રહ્યા હતા તેનું શું.

પાંડેસરા પુલીસ સ્ટેશન ના પીઆઇ એચએમ ગઢવી પોતના ફરજ રૂપે કામગીરી પૂરી કરી.

પીઆઇ એચએમ ગઢવી એ જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમિયાન આરોપી રસેશ ગુજરાતી, ભુપેન્દ્ર રાવતે ખુલાસો કર્યો હતો કે અલગ-અલગ વિસ્તારમાં તેમના તરફથી જે સર્ટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે લોકોને ડોક્ટર બનાવવામાં આવેલા છે. તેથી અમે આરોગ્યની ટીમને સાથે રાખીને જે તે જગ્યા પર લાવવામાં આવ્યા છે. હાલ જે ચારથી પાંચ જગ્યા બતાવવામાં આવી છે, તે હાલ બંધ છે. આરોગ્ય વિભાગને એક પત્ર લખવામાં આવશે કે, જે જગ્યા અને દુકાન બતાવવામાં આવી છે, જે હાલ ક્લિનિક છે ત્યાં એક્ટ મુજબ સીલિંગની કાર્યવાહી કરવામાં આવે.

સુરત શહેરમાં બોગસ તબીબોના કૌભાંડનો પર્દાફાશ

0

સુરત પોલીસે બોગસ તબીબો દ્વારા ચાલતી ઝુંઠી પ્રેક્ટિસ અને લોકોના જીવન સાથે કરવામાં આવતી ચેડાં સામે મોટી કાર્યવાહી કરી છે.

મુખ્ય મુદ્દાઓ:

  • 13 બોગસ તબીબોની ધરપકડ: સુરત શહેર પોલીસએ 13 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે, જે ખોટા સર્ટિફિકેટના આધારે પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
  • 1500 બોગસ સર્ટિફિકેટ જપ્ત: પોલીસને તપાસ દરમિયાન 1500 જેટલા બોગસ તબીબી સર્ટિફિકેટ મળ્યા.
  • સર્ટિફિકેટ બનાવવા માટે 70,000 રૂ. લીતા: બોગસ સર્ટિફિકેટ તૈયાર કરીને લોકોને ડોક્ટર બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા આરોપી પણ પોલીસની ધરપકડમાં છે.

કૌભાંડ કેવી રીતે ચાલતું હતું?

આ આરોપી 70,000 રૂપિયા લઈને બોગસ તબીબી સર્ટિફિકેટ બનાવી આપતા હતા, જેથી તેઓ માન્યતા વિના પ્રેક્ટિસ કરી શકતા. આના કારણે હજારો લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું હતું.

કાર્યવાહી:

  • પોલીસ દ્વારા આ કૌભાંડની જાણ થયા બાદ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી.
  • તમામ આરોપીઓ સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

આ કૌભાંડથી ખુલાસો થાય છે કે જાલસાજો કેટલી સુકાવટથી લોકોના જીવન સાથે ચેડાં કરી રહ્યા હતા. સુરત પોલીસે આ કિસ્સામાં આગળની તપાસ શરૂ કરી છે અને વધુ દોષિતોને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે.

હવે લોકોએ ચેતવું જરૂરી છે અને માત્ર પ્રમાણભૂત અને લાયસંસ ધરાવતા ડોક્ટરો પાસેથી સારવાર લેવી.

અલથાણ ને બદલે હવે ખટોદરા પીઆઇને તપાસ સોંપાઈ, કોર્પોરેટર ચિરાગનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યું.દીપિકાના ઘરે સીસીટીવીમાં ગ્લોવ્ઝ સાથે ચિરાગ ગયા હતા.

0

ભાજપ નેતા દીપિકા પટેલના પરિવારજનોએ મૌન સેવી લેતા વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું.

દીપિકાને પાલિકાની ટિકિટ આપવાના નામે બે કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ચર્ચાએ સૌથી વધુ જોર પકડ્યું છે.

ચિરાગ સાથેની બોલાચાલીમાં જ દીપિકાએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું.

સચીન વોર્ડ ન.૩૦ મહિલા પ્રમુખ ભીમરાડ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતી અને વોર્ડ નંબર 30ની ભાજપ મહિલા મોરચાની વોર્ડ પ્રમુખ દીપિકા નરેશ પટેલ દ્વારા ગત રવિવારના રોજ બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવામાં આવી હતી. આ પ્રકરણમા શરૂઆતની તપાસ અલથાણ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બ્રહ્મભટ્ટ કરતા હતા, પરંતુ હવે આ તપાસ ખટોદરા પોલીસ મથકના પીઆઈ બી આર રબારીને સોંપવામાં આવી છે.

જોકે, આ ચર્ચાસ્પદ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે. દીપિકા પટેલના ફોનને એફએલમાં મોકલવામાં આવ્યો છે. આ સાથે જ કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીનો પણ મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

વોર્ડ નં. 30નાં ભાજપના મહિલા મોરચાના 34 વર્ષીય પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં પહેલા દિવસથી કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા પોલીસને શંકાસ્પદ લાગી રહી છે. રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે, હું આપઘાત કરું છું. ગણતરીની મીનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જીકલ ગ્લોવ્ઝ પહેરીને પહોંચ્યો હતો, જે કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ બતાવતું હોવાનું મનાય છે.

દીપિકાના ઘરે સીસીટીવીમાં ગ્લોવ્ઝ સાથે ચિરાગ દીપિકાની ડેડબોડી નીચે ઉતારવી, પોલીસને જાણ ન કરવી, દુપટ્ટો કબાટમાં મૂકવો, રોજ 30-35 કોલ કરવા, દીપિકાનો સ્યુસાઇડ કરતા પહેલા ચિરાગને જ ફોન કરવો, દીપિકાનો ફોન લોક થઈ જવો, સિવિલમાં ડેડબોડી લઈ જતી વખતે ગ્લોવ્ઝ ફેંકી દેવા જેવી બાબતો ચિરાગ ઉપર દીપિકાના આપઘાતના કારણ માટે જવાબદાર હોવાની પોલીસને શંકા ઉપજાવી રહી છે. દીપિકાની બોલાચાલી પણ ચિરાગ સાથે થઇ હતી.

ભીમરાડની દીપિકા પટેલે બપોરે દુપટ્ટો બાંધી આપઘાત કર્યા બાદ ચિરાગ સોલંકી જ સૌપ્રથમ તેના ઘરે પહોંચ્યો હતો. દીપિકાનો મૃતદેહ પોલીસને જાણ કર્યા વિના ફાંસા પરથી ઉતાર્યો હતો, દીપિકા સાથેના સંબંધ અંગે ચિરાગ સામે આક્ષેપ થઇ રહ્યા છે. ચિરાગનું કહેવું છે કે, તેઓ બંને વચ્ચે ભાઇ બહેન જેવા સબંધ હતા. પોલીસ ચિરાગની વર્તણૂક હજી શંકાસ્પદ દાયરામાં લઈ રહી છે અને એટલે જ દીપિકાનો આઇફોન એફેસેલમાં મોકલ્યો છે અને ચિરાગનો ફોન કબજે કરી લીધો છે. તેના રીપોર્ટના આધારે હવે આ પ્રકરણમાં નવાજુની થવાની શકયતા રહેલી છે. જોકે, આ પ્રકરણમાં પોલીસની ભુમિકા પણ ખુબ જ મહત્વની પુરવાર થશે.

દીપિકાના ઘરે સીસીટીવીમાં ગ્લોવ્ઝ સાથે ચિરાગ દીપિકાની ડેડબોડી નીચે ઉતારવી જેના પુરાવા સી.સી.ટી.વી. માં કેદ થયા છે. શું કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ રૂપે આ ઘટનાક્રમ ને બતાવામાં આવે છે.

ભાજપ વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના આપઘાત અને કોર્પોરેટર ચિરાગ સોલંકીના ફોનની કોલ ડિટેઈલ જોઈને પોલીસ પણ ચોંકી,રોજના 30-35 કોલ કેમ ?

0

પોલીસે કોલ ડેટા જોઈ પૂછ્યું, દીપિકાને બહેન માનતા હતા તો રોજના 30-35 કોલ કેમ ? કોર્પોરેટર ચિરાગ સોલંકી કહ્યું, કાર્યકર્તા હોવાથી કામ માટે કરતો હતો

શું એક જ કાર્યકર્તા મહિલા પ્રમુખ જ વોર્ડ ન.૩૦ માં છે. એક સવાલ ઊભા થયા ? કે જેનો રોજે કોલ કરવામાં આવતું હતું. કે અન્ય પણ છે. ?

સુરત, સુરત ના મનપા વોર્ડ નં. 30નાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને ભીમરાડના બ્રાહ્મણ ફળિયામાં રહેતાં 34 વર્ષીય દીપિકા પટેલના આપઘાત કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી શંકાના દાયરામાં છે. પોલીસે કોર્પોરેટર ચિરાગ સોલંકીના કોલ ડેટા કઢાવ્યા હતા. જેમાં પ્રત્યેક દિવસે સરેરાશ 20 કોલ તે દીપિકાને કરતા હતા. સંખ્યાબંધ દિવસો એવા પણ મળ્યા છે કે જેમાં ચિરાગે 30-35 કોલ દીપિકાને કર્યા હતા.

આ ડેટા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. અને ચિરાગ સોલંકીને પૂછ્યું હતું કે,તમારા કહેવા પ્રમાણે દીપિકાને તમે બહેને માનો છો તો રોજ 30-35 કોલ કરવાની જરૂર કેમ પડી છે? જવાબમાં ચિરાગે કહ્યું હતું કે,એ ભાજપના કાર્યકર્તા હોવાથી કામ માટે હું ફોન કરતો હતો.

આ ઉપરાંત પોલીસની પૂછપરછમાં ચિરાગ સોલંકીએ કહ્યું હતું કે, દીપિકાને ગુસ્સો ખુબ આવતો અને તેના મગજનો ટેમ્પરેચર પણ હાઈ રહેતું હતું. ઘણી વખત તે રડવા લાગતી હતી. રવિવારે આપઘાત પહેલા પણ કઈંક આવું જ બન્યું હતું.

ચિરાગે કહેલી વાત પોલીસને ગળે ઉતરી નથી અને છેલ્લા ફોનમાં બંને વચ્ચે કઈ બાબતે બોલાચાલી થઈ હતી તે અંગે ચિરાગ સોલંકી ગોળગોળ વાત કરી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. જોકે હજુ પણ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. દીપિકા પટેલનો ફોન પણ એફએસએલમાં તપાસ માટે મોકલાયો છે.

દીપિકા પટેલના પરિવારજનોને સાંત્વના પૂરી પાડવા સોમવાર સવારે શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને મહામંત્રી કિશોર બિંદલ પણ તેમનાં નિવાસસ્થાને પહોંચ્યા હતાં. દીપિકાની અંતિમ યાત્રા નિકળી ત્યારે ભીમરાડના બ્રાહ્મણ ફળિયું હિબકે ચઢ્યું હતું. દીપિકા પટેલના અંતિમ પગલાંથી સૌ ગ્રામજનો દ્વિધામાં હતા.

અંતિમયાત્રામાં સ્થાનિકોએ કોર્પોરેટર ચિરાગને આડેહાથ લઈ કહ્યું હવે આ વિસ્તારમાં દેખાતા નહીં.

કોર્પોરેટર ચિરાગની ૩ ક્લાક પૂછપરછ, આર્થિક લેતી દેતી અંગે પણ તપાસ.

દીપિકા પટેલે આપઘાત કરતાં પહેલાં છેલ્લો ફોન સચિનના કોર્પેરેટર ચિરાગ સોલંકીને કર્યો હતો. આ ઉપરાંત આપધાત પહેલા સવારથી બપોરે સુધી 15 જેટલા કોલ થયા હતા. પોલીસે સતત 3 કલાક કોર્પોરેટર ચિરાગની પૂછપરછ કરી હતી. જોકે બોલાચાલી કેમ અને કઈ બાબતે થઈ હતી. તે અંગે ચોક્કસ કારણ કે વાત ચિરાગે પોલીસ સમક્ષ રજૂ કરી ન હતી. પોલીસને શંકા છે ચિરાગ સોલંકી ઘણુબધુ છુપાવી રહ્યા છે. એટલે પોલીસ હવે ચિરાગ સોલંકીના તમામ વ્યવહારોની તપાસ શરૂ કરી છે. બીજી તરફ દીપિકા પટેલની ચિરાગ સોલંકી સાથે કોઈ પણ પ્રકારની આર્થિક લેતીદેતી હતી કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. સ્થાનિકોમાં તી ચર્ચા મુજબ દીપિકા કરોડોના આસામી હતા એટલે ચાલતી કોર્પોરેટર ચિરાગ સોલંકી અને અન્ય એક કોર્પોરેટર સતત તેમની સાથે જ રહેતા હતા. ફરવા પણ જાય ત્યારે બધો ખર્ચો દીપિકા પોતે કરતા હોવાની ભાજપમાં ચર્ચા ચાલે છે.

જેથી કહેવાય કે પાપ ભરાઈ જાય તો શું થયા આ રીતે ની ઘટનાક્રમ માં બધા જ ખુલાશો થઈ જાય. સચીન ખાતે આવેલ ભાજપ ના કાર્યકર્તાઓ નું પાપ લોકો ને માથે ઉપર થી થઈ ગયા હોવાથી અમુક સમય થી પક્ષ ના નામ ખરાબ કરી રહ્યા કાર્યકર્તા ને ભાજપ પક્ષ થી કેમ નીકળી દેવામાં આવતું નથી તે પણ એક સવાલ ભાજપ ના હોદ્દેદારો સામે ઊભા થયા છે.