Home Blog Page 2

સચિન વિસ્તારમાં ગુટકાના પૈસા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં યુવાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

0
મુતક સૂરજ

સુરત,સચિન વિસ્તારમાં ગુટકાના પૈસા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં યુવાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી,સચીનમાં ગુટકાના પૈસાની મામૂલી વાતમાં સૂરજની હત્યા પહેલી ઘટના સચિન પોલીસ મથકની હદમાં આવતાં સ્લમ બોર્ડ વિસ્તારમાં બની હતી. ગોડાદરા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતો 24 વર્ષીય સૂરજ મુકેશ સુરવાડે 31મીની રાત્રે સચિન સ્લમ બોર્ડ પાછળ આવેલા હનુમાનજી મંદિર પાસે હાજર હતો.

રાત્રિના આશરે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રમદેવ અને સાહિલ કુરબાનખાન પઠાણ સાથે સૂરજને ગુટકા ખાવાના પૈસા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી.સાહિલે સૂરજ પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો આ સામાન્ય તકરાર જોતજોતાંમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ઉશ્કેરાયેલા કમલેશ અને સાહિલે સૂરજ પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. સૂરજને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સૂરજ ગોડાદરાથી સચિન શા માટે ગયો હતો અને આ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ એે અંગે સચિન પોલીસે તપાસ શરૂ કરી અને ઘટના માં સામેલ બે લોકો ની ધરપકડ કરવામાં આવે છે. જેમાં એક બાળકિશોર હોવાથી કાયદાના સંધર્ષ માં આવેલ લોકો ને પકડી આગળ ની તપાસ સચીન પોલીસ ના પી.આઈ. પી.એન. વાધેલા કરીરહ્યા છે.

સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ

0

કોઈ ગ્લાસમાં દારૂ પીતાં ભાગ્યાં તો કોઈ બૂટ-ચંપલ પહેર્યા વગર બાઈક લઈને ભાગ્યાં

બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો

સુરત ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ ‘જનતા રેડ’ મારીને ચકચાર મચાવી દીધી છે. મીની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતાં દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટાભાગના દારૂડિયા બૂટ-ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા.

રેડ દરમિયાન એક ‘શોખીન’ વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા-પીતા નીકળી ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા હતા.

રેડ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી હતી. કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, “પોલીસની મીલીભગત વગર આટલી મોટી સોસાયટીની સામે અડ્ડો ચાલવો અશક્ય છે.

” કાર્યકરો દ્વારા 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ PCR પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં મોટાભાગના દારૂડિયા ભાગી ગયા હતા અને એક બુટેલગરની અટકાયત કરાઈ હતી.

સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ઇન્સ્પેક્ટરને 5 વર્ષની કેદ અપ્રમાણસર મિલકતના ગુન્હામાં 63 લાખનો દંડ CBI કોર્ટે ની કાર્યવાહી

0

તત્કાલીન એપ્રેઝર/પ્રિવેન્ટિવ ઓફિસર, કંડલા SEZ માં કામ કરતા હતા અને હાલ ભાવનગરમાં કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત

કોર્ટે અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કઠોર કેદ 63 લાખના દંડની સજા ફટકારી છે.

CBI કોર્ટ અમદાવાદે કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કેદની સજા આપી. આરોપી કૌશિક કારેલિયા, જેઓ તત્કાલીન એપ્રેઝર/પ્રિવેન્ટિવ ઓફિસર, કંડલા SEZ માં કામ કરતા હતા અને હાલ ભાવનગરમાં કેન્દ્રીય એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. તેમની પત્ની પૂજા કારેલિયાને આ કેસમાં સહાયતા માટે એક વર્ષની કેદ અને 50 હજારના દંડની સજા આપવામાં આવી છે. CBI ને 30 સપ્ટેમ્બર, 2013 ના રોજ આરોપી કૌશિક કારેલિયા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેઓની સામે આરોપ હતો કે આરોપીએ 01 સપ્ટેમ્બર, 2008થી 31 માર્ચ, 2013 ના સમયગાળામાં પોતાની જાણીતી આવકના સ્ત્રોત કરતાં 19.86 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી.જે તેમની આવક કરતાં 130 % વધારે હતી. તપાસ દરમિયાન ચેક પીરિયડ વર્ષ 2004 થી 2013 સુધી વિસ્તારવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા પછી CBI એ 03 સપ્ટેમ્બર, 2014 ના રોજ આરોપી કૌશિક કારેલિયા અને તેમની પત્ની પૂજા કારેલિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓએ 57.60 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. જે તેમની જાણીતી આવક કરતાં 183.5 ટકા વધારે છે. તેઓને કોર્ટે અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કઠોર કેદ 63 લાખના દંડની સજા ફટકારી છે.

12 પોલીસકર્મી ફર્જી એન્કાઉન્ટરમાં ફસાયા? આરોપી તો જેલમાં બંધ હતો

0

12 પોલીસકર્મીઓ સામે FIRના કોર્ટ નું આદેશ

પોલીસ અધિકારીઓ પાસે ફરિયાદ છતાં ન મળ્યો ન્યાય

ઉત્તરપ્રદેશ: સંભલમાં 12 પોલીસકર્મી ફર્જી એન્કાઉન્ટરના કેસમાં ફસાયા. કોર્ટએ તેમની સામે FIR નોંધવાનો આદેશ આપ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે જે લૂંટના કેસમાં પોલીસએ આરોપીનું એન્કાઉન્ટર બતાવ્યું, તેમાં આરોપી હતો જ નહીં. આરોપી તે સમય દરમિયાન બદાયૂં જેલમાં બંધ હતો.

આ હકીકત સામે આવતા જ કોર્ટએ એન્કાઉન્ટરની સમગ્ર કહાણી પર સવાલો ઉઠાવ્યા છે. જે સંભલ પોલીસ પોતાના તાબડતોબ એક્શનને લઈને આખા ઉત્તર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની હતી, એ જ પોલીસના 12 જવાનો પર હવે દાગ લાગી ગયો છે—તે પણ ફર્જી એન્કાઉન્ટરના મામલે.

કોર્ટએ 2 ઇન્સ્પેક્ટર, 4 દરોગા, 5 સિપાહી અને 1 હેડ કોન્સ્ટેબલ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટએ સ્પષ્ટ કહ્યું છે કે ત્રણ દિવસની અંદર આ પોલીસકર્મીઓ સામે કેસ નોંધાઈ તેની જાણ કરવી.

પરંતુ આ વચ્ચે સંભલના “સિંઘમ” SP કૃષ્ણ કુમાર બિશ્નોઇએ પણ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ પોતાના જવાનો સામે FIR નોંધશે નહીં, પરંતુ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારશે. ચાલો જાણીએ કે શું છે ફર્જી એન્કાઉન્ટરનો આખો મામલો, જેમાં કોર્ટએ કડક વલણ અપનાવ્યું છે.

આરોપી જેલમાં હોવા છતાં ડકૈતીમાં બતાવાયો

હકીકતમાં, ઓમવીર નામના વ્યક્તિને 25 એપ્રિલ 2022ના રોજ બહજોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક લાખ રૂપિયાની લૂંટના કેસમાં આરોપી તરીકે ધરપકડ બતાવવામાં આવી હતી, જ્યારે તે સમય દરમિયાન તે બદાયૂં જેલમાં બંધ હતો. 11 એપ્રિલથી 12 મે 2022 સુધી ઓમવીર બદાયૂં જેલમાં હોવા છતાં, બહજોઈ પોલીસએ 7 જુલાઈએ એક ફર્જી મુઠભેડમાં તેની ધરપકડ દર્શાવી હતી.

આ મુઠભેડમાં 19 મોટરસાઇકલ, લૂંટની રકમની વસૂલી તથા ધીરેન્દ્ર અને અવનીશ નામના બે અન્ય આરોપીઓની ધરપકડ પણ બતાવવામાં આવી હતી. ઓમવીરનો દાવો છે કે તે 11 એપ્રિલથી 12 મે 2022 સુધી બદાયૂં જેલમાં બંધ હતો અને 12 મેના રોજ જ મુક્ત થયો હતો. એટલે 25 એપ્રિલની લૂંટમાં તેનો સામેલ હોવો અશક્ય છે.

12 પોલીસકર્મીઓ સામે FIRના આદેશ

આ મામલે ઓમવીરે ચંદૌસી જિલ્લા ન્યાયાલયમાં અરજી દાખલ કરી હતી. ઓમવીરની તરફથી વકીલ સુકાંત કુમારે કેસ લડ્યો હતો. અરજીમાં તત્કાલીન બહજોई થાણા પ્રભારી પંકજ લાવનિયા, ક્રાઈમ બ્રાંચ ઇન્સ્પેક્ટર રાહુલ ચૌહાણ, દરોગા પ્રબોધ કુમાર, નરેશ કુમાર, નીરજ કુમાર અને જમિલ અહમદ, સિપાહી વરુણ, આયુષ, રાજપાલ, માલતી ચૌહાણ, દીપક કુમાર, હેડ કોન્સ્ટેબલ રૂપચંદ્ર અને અન્ય એક દુર્વેશ સામે ગંભીર આરોપો લગાવાયા હતા.

લૂંટના સમયે બદાયૂં જેલમાં હતો ઓમવીર

વકીલ સુકાંત કુમારે જણાવ્યું કે ઓમવીર એપ્રિલ 2022માં બદાયૂં જેલમાં બંધ હતો, છતાં બહજોई પોલીસે તેને લૂંટની ઘટનામાં સામેલ બતાવી ફર્જી મुठભેડમાં ધરપકડ દર્શાવી. વકીલના જણાવ્યા મુજબ, પોલીસે માત્ર ધરપકડ જ નહીં પરંતુ લૂંટની રકમની વસૂલી બતાવીને કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આથી પ્રાથમિક દૃષ્ટિએ સ્પષ્ટ થાય છે કે કેટલાક પોલીસકર્મીઓએ ષડયંત્ર રચ્યું, ખોટી તપાસ કરી અને દસ્તાવેજોમાં હેરાફેરી કરી.

કોર્ટએ મુઠભેડની કહાણી પર ઉઠાવ્યા સવાલ

સુનાવણી બાદ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીરે સમગ્ર મામલો ગંભીર ગણાવ્યો. રેકોર્ડના અવલોકન બાદ તેમણે જણાવ્યું કે જે દિવસે લૂંટની ઘટના બતાવવામાં આવી છે, એ જ દિવસે આરોપી અન્ય કેસમાં જિલ્લા કારાગાર બદાયૂંમાં બંધ હતો. આ હકીકત સામે આવતા જ મુઠભેડમાંની કહાણી પર ગંભીર સવાલો ઊભા થયા.કોર્ટએ ત્રણ દિવસની અંદર બહજોઈ પોલીસ સ્ટેશનમાં 12 પોલીસકર્મીઓ અને એક અન્ય સહિત કુલ 13 લોકો સામે FIR નોંધવાનો આદેશ આપ્યો. કોર્ટનો આદેશ આવતા જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો.

SPનું નિવેદન: હાઈકોર્ટમાં પડકારશું

બહજોઈના સીઓ પ્રદીપ કુમાર સિંહે જણાવ્યું કે હજુ સુધી કોર્ટનો આદેશ ઔપચારિક રીતે મળ્યો નથી, માત્ર મીડિયામાંથી માહિતી મળી છે. સંભલ SP કૃષ્ણ કુમાર બિશ્નોઇએ કહ્યું કે પોલીસ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારશે અને જવાનો સામે FIR નોંધવામાં આવશે નહીં. બીજી તરફ, પીડિત ઓમવીરે કહ્યું કે કોર્ટનો નિર્ણય ન્યાયસંગત છે. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. “જ્યારે હું જેલમાં બંધ હતો ત્યારે લૂંટ કેવી રીતે કરી શકું?” એમ તેણે પ્રશ્ન કર્યો.

પોલીસ અધિકારીઓ પાસે ફરિયાદ છતાં ન મળ્યો ન્યાય

ઓમવીરે આરોપ લગાવ્યો કે તેને ફસાવવામાં તત્કાલીન બહજોઈ સીઓ ગોપાલ સિંહનો પણ હાથ હતો, જોકે કોર્ટએ સીઓ ગોપાલ સિંહને રાહત આપી છે. હાલ તેમનું ટ્રાન્સફર થઈ ચૂક્યું છે અને તેઓ સંભલમાં તૈનાત નથી.

ઓમવીરનું કહેવું છે કે ફર્જી મુઠભેડ મામલે તેણે અનેકવાર પોલીસના વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી હતી. SPથી લઈને અન્ય ઉચ્ચ અધિકારીઓના ઓફિસોના ચક્કર લગાવ્યા, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. અંતે થાકી-હાર કરી તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટનો આ આદેશ તેની માટે મોટી જીત છે.


ઈજાગ્રસ્ત વ્યકિતને માર ખાધા બાદ કલાકો સચિન GIDC પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો બાબત ના આક્ષેપો

0

CCTV વાયરલ થતા સચિન GIDC પુલીસ કાર્યવાહી કરી

20 લોકોનું ટોળું પાઈપ-લાકડીથી યુવક પર તૂટી પડયું હતું.

ભોગ બનનાર અંકુરસિંહે સચિન GIDC પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. સચીન ખાતે તલંગપુર રોડ ઉપર આવેલી શિવાંજલી સોસાયટીમાં ગત 22 ડિસેમ્બરના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ એક CCTV વાયરલ થયો હતો જેમાં એક હચમચાવી દે તેવી ઘટના બની હતી. જૂની અદાવતનો ખાર રાખીને અંકુરસિંહ નામના કામદાર યુવક પર 15થી 20 જેટલા શખ્સોએ લાકડાના દંડા અને પાઈપ વડે હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, અંકુરસિંહ સોસાયટીમાં શાંતિથી બેઠો હતો, ત્યારે અચાનક લાકડાના દંડાથી સજ્જ 15થી 20 જેટલા યુવાનોનું ટોળું તેના પર ત્રાટકે છે. અંકુરસિંહને કઈ સમજાય તે પહેલા જ આરોપીઓ તેના પર તૂટી પડે છે અને એક પછી એક લાકડીઓના ફટકા મારવા લાગે છે. હુમલો એટલો ગંભીર હતો કે અંકુરસિંહનો મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો જેથી તે કોઈને મદદ માટે ફોન ન કરી શકે.ફરીયાદીનો આક્ષેપ છે કે ઘટના 22 ડિસેમ્બરની છે અને ફરિયાદ 24 ડિસેમ્બરના રોજ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભોગ બનનાર અંકુરસિંહે સચિન GIDC પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ઘટના બાબત માં સચિન GIDC પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કુલદીપ સિંહ ગોહિલે આ આરોપોને નકારી કાઢ્યા છે.આ ઘટના જૂની અદાવતમાં બની છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેવું માહિતી પુલીસ વિભાગ તરફ થી જાહેર કરવામાં આવેલ છે.

ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા ઝડપાયો

0

ઉધના ઝોન A/B તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો.

હોટલની ફાયર NOCના બદલામાં 1 લાખની માગણી કરી

એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ-3 અધિકારી ઇશ્વર પટેલે રૂપિયા 1 લાખની લાંચની માગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.

સુરત ACBની ટીમે મુગલીસરાઈ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવીને ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇશ્વર મગનભાઈ પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.ACB દ્વારા સ્થળ પરથી લાંચની 1 લાખની પૂરેપરી રકમ રિકવર કરવામાં આવી છે. આરોપી ઇશ્વર પટેલ (ઉ.વ. 48) સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અને તેમની પાસે ઉધના ઝોન A/B તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો. સત્તાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ ટ્રેપનું ઓપરેશન નવસારી ACB પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી. રાઠવા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા રેન્જના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.

ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરને એ.સી.બી. એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો

0

જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં લાંચ માંગી હતી

સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આ કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી.વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (ઉ.વ. 38) એ 10,000 ની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.



સચિન GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો

0

સચિન GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જૂની અદાવતના કારણે યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં પોલીસની કાર્યવાહી પર મૌન સેવાતું હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેટલાંક ઇસમોએ એક યુવક પર લાકડાં અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો છે. છતાં પણ કડક કાર્યવાહી કરવાના બદલે પોલીસે બંને પક્ષોને બોલાવી સમગ્ર મામલો રફેદફે કરી દીધો હોવાનો આરોપ લાગી રહ્યો છે.


આ મામલે ફરિયાદીએ જણાવ્યું છે કે તેની સાથે અન્યાય થયો છે અને હુમલાખોરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી તેની માંગ છે. ફરિયાદી દ્વારા ન્યાયની માંગ ઉઠાવવામાં આવી છે.
હાલ તો જોવાનું રહેશે કે સચિન GIDC પોલીસ આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી કરે છે અને પીડિતને ન્યાય મળે છે કે નહીં.

ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો ‘સાઈકો’ ઝડપાયો

0

અડપલાં કરી બાઈક પર ભાગી જતો

મહિલા પોલીસકર્મીઓએ રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીની સાન ઠેકાણે લાવી દીધી

સુરતના ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા. એક અજાણ્યો બાઈકસવાર પૂરઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો હતો. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી પહેલા રસ્તા પર એક-બે રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ એકલી મહિલા કે યુવતી દેખાય, તેની પાછળ બાઈક ધીમી પાડી મહિલાના કમરના નીચેના ભાગે અડપલાં કરી પૂરપાટ ઝડપે નાસી છૂટતો હતો. આ સાયકિક વિકૃતિને કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું.

આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતો આરોપી એટલો સાતીર હતો કે તેને પકડાઈ જવાનો ડર હતો. છેડતી સમયે જે બાઈક પર સવાર થઈને નીકળતો તે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો. જેથી પોલીસ સીસીટીીવ તપાસે તો તેમાં નંબર વાંચી ન શકાય.

પકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિશાદ (20 વર્ષ) છે. તે મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે. તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાંની ગડી કરવાનું કામ કરતો હતો. દિવસભર સીધો-સાદો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો.

સૌથી રસપ્રદ અને હિંમતભર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ આરોપીને ‘ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન’ માટે ઘટનાસ્થળે લઈ ગઈ. પોલીસનો હેતુ આરોપીના મનમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિત મહિલાઓમાં વિશ્વાસ જગાડવાનો હતો. ત્યાં હાજર એક મહિલા પોલીસકર્મીએ આરોપીનો કોલર પકડીને તેને જાહેરમાં ખખડાવ્યો હતો.આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ પ્રકારની કડક ચેતવણી સમાજના એવા રોમિયો અને સાયકો તત્વો માટે એક કડક સંદેશ છે જે સ્ત્રીઓને નબળી સમજે છે. પીઆઈ એસ.એન. દેસાઈએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે આવા વિકૃત માનસ ધરાવતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું જેથી અન્ય કોઈ આવું સાહસ ન કરે.

અલથાણમાં આવેલી શિવ રેસીડેન્સી દિવાલ ધરાશાઈ

0

રાજલક્ષ્મી ગ્રુપના વિવાન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું તે સમયે બની ઘટના

સુરત, સુરત અલથાણ ખાતે આવેલ શિવ રેસીડેન્સી ની દીવાલ ધરાશાઈ થવા ની ઘટના સામે આવી. રાજલક્ષ્મી ગ્રુપના વિવાન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું તે સમયે બની ઘટના દિવાલ સાથે અન્ય ગાડીઓ પણ ખાડામાં પડી.પોલીસ અને ફાયર તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું.