Home Blog Page 19

બિહાર નું યુવતી ને પ્રેમ-પ્રસંગ માં બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા

0

 કિશોરી સ્કૂલે જવાને બદલે, કિશોર ને ઘરે જઈ શરીરસુખ માણતો હતી.જેના કારણે ગર્ભ રહી ગયો હતો.

સુરત, ઘટના પાંડેસરા વિસ્તાર નું ગત 9 મીના રોજ આ વિસ્તાર માંથી એક નવજાત બાકી મળી આવી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ દરમ્યાન ભોગ બનેલી કિશોરીના ઘરે પહોંચી હતી.પોલીસે કિશોરીની માતાને તેમની કિશોરી ગર્ભપાત કરી બાળકી ત્યજી દીધી હોવાની હકીકત કહેતા માતા પણ ચોંકી ગઈ હતી.આ મામલે 16 વર્ષીય કિશોરીને પરીક્ષણ માટે સિવિલ ખાતે લઈ જવાઇ હતી.જ્યાં માતાની હાજરીમાં ડોકટર સમક્ષ પોતાની આપવીતી કહી હતી. ત્યાર બાદ ડોકટરે તપાસ કરતા તાજેતરમાં તેની ડિલિવરી થઈ હોવાની હકીકત જાણવા મળી હતી.

મળતી માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં મૂળ બિહારનો એક શ્રમિક પરિવાર રહે છે. આ પરિવારની 16 વર્ષની કિશોરી ધો.10 માં અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા મારફત તે આ જ વિસ્તારમાં રહેતાં એક 16 વર્ષીય કિશોરના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતાં. કિશોરી જ્યારે સ્કૂલે જવા માટે નીકળતી ત્યારે આ કિશોર તેને તેના ઘરે લઇ જતો હતો અને શરીરસુખ માણતો હતો. જેના કારણે કિશોરીને ગર્ભ રહી ગયો હતો.

મળતી માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં મૂળ બિહારનો એક શ્રમિક પરિવાર રહે છે. આ પરિવારની 16 વર્ષની કિશોરી ધો.10 માં અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા મારફત તે આ જ વિસ્તારમાં રહેતાં એક 16 વર્ષીય કિશોરના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતાં. કિશોરી જ્યારે સ્કૂલે જવા માટે નીકળતી ત્યારે આ કિશોર તેને તેના ઘરે લઇ જતો હતો અને શરીરસુખ માણતો હતો. જેના કારણે કિશોરીને ગર્ભ રહી ગયો હતો.

DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પાડેસરા વિસ્તારમાં અપેક્ષાનગર પાસેથી પોલીસને 9 જાન્યુઆરી,2024ના રોજ એક ભ્રૂણ મળી આવ્યું હતું, આ ભ્રૂણ તાજેતરમાં જન્મ્યુ હોય એવુ લાગતું હતું. તે ભ્રૂણને ત્યાંથી તુરંત જ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું અને બાદમાં ટીમને આ અંગે વધુ તપાસ હાથ ધરી તો પોલીસને તેના બાતમીદારો પાસેથી જાણવા મળ્યું કે, નજીકમાં એક કિશોરી તેના પરિવાર સાથે અહીં રહે છે. પરિવાર મૂળ બિહારનો છે. આસપાસમાં રહેતી એક યુવતીએ તે કિશોરી પર શંકા દર્શાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી.પોલીસે આ મામલે યુવક વિરૂદ્ધ પોસ્કો અને બળાત્કારનો ગુનો કરી તેની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

DGP ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા મંજુરી વગર વિદેશ પ્રવાસ કરનાર બોટાદ, અમરેલી અને જામનગરના ચાર પોલીસ સસ્પેન્ડ,વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી સામે પણ કાર્યવાહી.

0

૪ પોલીસકર્મીઓ હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ની પોલ પકડાઈ ગઈ હતી.

૯ પુલીસ કર્મીઓ સામે ખાતાકીય તપાસ નું આદેશ

પુલીસ અધિકારીઓ નાં નામે ઉઘરાણી પ્રવુતી કર્તા હોવાનું ફરિયાદ.

ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમરેલી, બોટાદ, જામનગરમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ચારેય ફરજ દરમિયાન મંજુરી વિના વિદેશ પ્રાસ કર્યો હોય જે બાબતે જખઈએ તપાસ કરી રીપોર્ટ કરતા રાજય પોલીસ વડાના ધ્યાને આવતા ચારેયને સસ્પેન્ડ કર્યા હતાં.મળતી માહિતી મુજબ,

ડીજીપી વિકાસ સહાયે અમદાવાદના ૧૩ પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવાના આદેશ કર્યા હતા. જેની સામે ૩ પોલીસકર્મીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. દરમિયાન આ પોલીસકર્મીઓ અંગે તટસ્થ તપાસ કરવા સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને આદેશ કર્યા હતા. જેમાંથી ૪ પોલીસકર્મીઓ હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ની પોલ પકડાઈ ગઈ હતી.

આ ચારેય પોલીસકર્મીઓએ પોતાની ફરજ દરમિયાન વિભાગને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વિદેશ પ્રવાસ કર્યા હતા.

ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવતા વિકાસ સહાય દ્વારા ચારેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા ૪ કથિત વહીવટદાર/પોલીસ કર્મચારીઓએ તેમની સરકારી ફરજ દરમિયાન અનેક વિદેશ પ્રવાસ કર્યા છે.

નિયમાનુસાર પાસપોર્ટ મેળવ્યા બાદ જયારે પણ સરકારી કર્મચારી અધિકારીએ વિદેશ પ્રવાસ કરવાનો હોય તો સંલગ્ન વિભાગને જાણ કરી મંજૂરી મેળવવાની હોય છે.જો કે, આ ચારેય પોલીસ કર્મચારીઓએ પોલીસ વિભાગની મંજૂરી મેળવ્યા વિના વિદેશ પ્રવાસો કર્યા ક હોવાનું નિર્લિપ્ત રાયની તપાસમાં સામે આવ્યું છે.

13 પોલીસ કર્મીની ગત નવેમ્બરમાં અમદાવાદ શહેરમાંથી જિલ્લામાં બદલી કરાઈ હતી. અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં 13 પોલીસ કર્મચારીઓ પોતે જ્યાં નોકરી કરતાં હોય તે સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ ઈન્સ્પેક્ટરો, એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓ. માટે કે તેમના નામે ઉઘરાણા કરવાની પ્રવૃત્તિ કરતાં હોવાની ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશનરને મળી હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં પોલીસ સ્ટેશન ચલાવવા કરવા પડતાં સત્તાવાર સિવાયના ખર્ચા માટે કાર્યરત રહેતાં પોલીસ કર્મચારી એટલે કે વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતા.

પાંડેસરા કાયદા નું ઉલ્લંઘન છતાં વિડીયો વાયરલ થયા પછી જ કેમ કાર્યવાહી લોકો માં ચર્ચા નું વિષય બન્યા.

0

જાહેરમાં તલવાર કાઢી અને લાકડાના ફટકા સાથે બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.બંને પરિવારો સામસામે આવી જતા એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી. એટલું જ નહીં અન્ય એક યુવક પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો,

આ વિડીયો વાયરલ થયા બાદ અમુક નેતાજી નાં સમર્થકો લોકો ને ધાક -ધમકીઓ પણ આપતા ફોન નું ઘંટીઓ વાગડી હતી. જેમાં આ વિડીયો ચલાવા બાબત માં કાનૂની કાર્યવાહી કરવા અંગે ની ધમકીઓ પણ આપવામાં આવેલ હતા.

પરંતુ યુવક હટી જતાં આબાદ બચાવ થયો હતો. તો બીજી તરફ લાકડાના દંડા વડે એકબીજાને ઈજા પણ પહોંચાડી હતી. સ્થાનિક લોકો વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે, લાકડાના ફટકા વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો.

જેને કારણે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા.આસપાસના લોકોએ બંને પક્ષોને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો ખૂબ ઉગ્ર બની ગયો હતો. લાકડાના ફટકાથી હુમલો કરવાના લીધે બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.પાંડેસરાના પીઆઈ એચએમ ગઢવીના જણાવ્યા અનુસાર બંને પરિવારો નાનકડી બાબતમાં ઝઘડી પડ્યા હતા. વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો અમારા ધ્યાન પર આવ્યો હતો. અમે કાર્યવાહી શરૂ કરી છે. બે વ્યક્તિ ઇજા પામ્યા છે, તેઓની સારવાર ચાલી રહી છે. શ્વાન મામલે ઝઘડો થયો હતો. ગુનો દાખલ કરી એકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.

સચિનમાં કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતા ગંભીર રીતે દાઝી જતાસારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.

0

પતંગની દોરીમાં વીજકરંટ આવતા કિશોરનું મોત.

સચિનમાં કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પિતાએ જણાવ્યું હતું મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી ત્યારબાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો.સચિનની મિલમાં મજૂરી કામ કરી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર સંતાનોમાં મોટો દીકરો પ્રિન્સ (ઉ.વ.13) ધોરણ-4માં અભ્યાસ કર્યો હતી. ગતરોજ(બુધવારે) સ્કુલેથી આવ્યા બાદ પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો.એક કલાક પછી ચિચયારી સાંભળી દોડીને ગયા તો પ્રિન્સ મકાન બહારથી જતી હાઈટેનશન લાઈનના કરંટથી ગંભીર રીતે દાઝી ગયો હતો. તપાસ કરતા ખબર પડી કે પ્રિન્સ 18000 વોટની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા વીજકરંટથી દાઝી ગયો હતો. 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા તેની હાલત ગંભીર હોવાનું તબીબો એ જણાવીને દાખલ કરી દીધો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

સરકારી અધિકારી ની પાપ લીલી ની પુકાર પુલીસ સ્ટેશન માં પતિ, પત્ની અને પ્રેમિકા નું કિસ્સો

0

પરસ્ત્રી સાથે રહેતો RTO ઈન્સપેક્ટર પતિ રંગેહાથ ઝડપાયો.

RTO ઈન્સપેક્ટર પતિ, ફોરેસ્ટ અધિકારી પત્ની અને યુવતી

સુરત શહેરના કેશવનગર વિસ્તારમાં જે હોબાળો મચ્યો હતો તેમાં જે પતિ છે તે RTOમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેની પત્ની ફોરેસ્ટ વિભાગમાં અધિકારી છે. ઘરકંકાશના કારણે દંપતી અલગ અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે. તેની વચ્ચે આજે પત્નીએ કેશવનગર વિસ્તારના એક ફ્લેટમાં યુવતી સાથે રહેલા તેના પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે. પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. બંનેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. આ લગ્ન ગાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે.

સુરતના એક ફ્લેટમાંથી પતિને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં પત્નીની સાથે પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. પોલીસ જ્યારે પતિને લઈને બહાર આવે છે ત્યારે પતિ પોતાની કારમાં બેસવાનો પ્રયાસ કરે છે પરંતુ, પત્ની તેની ચાવી લઈ લેવા પોલીસને અરજ કરે છે અને પોલીસવાનમાં જ પતિને બેસાડવાની માગ કરતા પોલીસ પોતાના જ વાહનમાં પતિને બેસાડી દે છે. આ સમયે RTO ઈન્સપેક્ટર પતિ પણ પોલીસ અને તેની પત્ની સામે દલીલ કરતો જોવા મળી રહ્યો છે. પોલીસની હાજરીમાં પતિ, પત્ની વચ્ચે સર્જાયેલા આ ઝઘડાના કારણે આસપાસના લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

પોલીસનું ઓપરેશન ‘બોગસ ડૉક્ટર’ 14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો

0

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. શહેર પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરી અત્યાર સુધીમાં અનેક બોગસ ડોક્ટરોને ઉઘાડા પાડવામાં આવ્યા છે. ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવ સાથે ચેડા કરી આ ઝોલાછાપ ડૉક્ટરો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હજુ માત્ર ત્રણ દિવસ પહેલા જ પોલીસે લિંબાયતમાંથી બોગસ ડોક્ટરને ઝડપ્યો ત્યારે હાલ ગોડાદરા વિસ્તારમાંથી સાત બોગસ ડોક્ટર અને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે ચાર બોગસ તથા સચિનમાંથી ત્રણ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ-અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ACP નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ સર્ટિફિકેટ વગર એલોપેથીની દવાઓ આપી રહ્યા છે, જેની જાણકારીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરના આઈ ડિવિઝન વિસ્તારમાં ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોગ્ય વિભાગની ટીમ સાથે ભેસ્તાન વિસ્તારમાં 22 સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું. સચિન વિસ્તારમાં 8 સ્થળે તપાસ કરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરો મળી આવ્યા, જેમાંથી કેટલાક પાસે ડિગ્રી નથી અથવા સરકાર માન્ય ડિગ્રી નથી.

ગોડાદરા વિસ્તારમાં પોલીસે 7 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, અમે પાંચ ટીમો બનાવી ગોડાદરા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ વખતે 64 સ્થળે તપાસ હાથ ધરી હતી, જેમાં 7 ક્લિનિક એવા મળ્યા જ્યાં બીઇએમએસ અને બીયુએમએસ ડિગ્રીના સર્ટિફિકેટ દર્શાવતાં ડોક્ટરો હતા. આમાંથી કેટલાક લોકો ધોરણ 7 પાસથી 12 પાસ સુધી છે.

પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ ડિગ્રી તેઓએ ક્યાંથી મેળવી હતી

પાંડેસરામાં બંધ મકાનમાંથી મહિલાની કોહવાયેલી લાશ મળી ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી પતિ ફરાર

0

રૂમમાંથી દુર્ગંધ આવતા લોકોેએ પોલીસને જાણ કરી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના શંકાસ્પદ બનાવે ચકચાર મચાવી છે. કર્મયોગી સોસાયટીના એક રૂમમાંથી 35 વર્ષીય લક્ષ્મીબેન કૃષ્ણા સ્વાઈની કોહવાય ગયેલી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મીબેનની લાશ ઘરની અંદરથી મળી આવી છે, મકાન બહારથી બંધ હતું. પતિ બે દિવસથી કોઈ સંપર્કમાં ન હોવાથી શંકાના દાયરામાં આવ્યો છે.

કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58 ખાતે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં આજુબાજુના રહીશોએ શ્વાસ લેવા સુધી મુશ્કેલીઓ અનુભવી રહ્યાં હતાં. આ અસહ્ય સ્થિતિને કારણે લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને રૂમના દરવાજા પર લાગેલું લોક તોડી અંદર પ્રવેશતા પલંગ પર લક્ષ્મીબેનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, મહિલાના પતિએ છેલ્લા બે દિવસથી તેની સાથે સંપર્ક તોડ્યો હતો અને તે બંને દિવસથી ગાયબ છે. પોલીસને આશંકા છે કે, પતિએ લક્ષ્મીબેનની હત્યા કર્યા બાદ ઘરની બહારથી લોક મારી ભાગી ગયો હશે. રહેવાસીઓએ જણાવ્યું કે, પતિ અને પત્ની વચ્ચે પાછલા દિવસોમાં તનાવભર્યા સંબંધો જોવા મળ્યા હતા, જે હત્યાની શંકાને મજબૂત બનાવે છે.

પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની ક્રિષ્ના સ્વાઇ અને તેની પત્નીએ વર્ષ 2017માં ઘરના વારસા બાબતે સાળા ધર્મેશની પત્ની અનિતાની હત્યા કરી હતી.જેમાં ક્રિષ્નાને આજીવન કેદની સજા થઇ હતી જ્યારે લક્ષ્મી નિર્દોષ છૂટી હતી. આજીવન કેદની સજા ભોગવતો ક્રિષ્ના થોડાક દિવસ પૂર્વે જેલમાંથી બહાર આવ્યો હતો. કોઇક મામલે લક્ષ્મી જોડે ઝઘડો થતાં તેની હત્યા કરી રૂમને તાળુ મારી ભાગી ગયો હતો. ઘરમાંથી સતત દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં આ ઘટના સામે આ‌વી હતી. મહિલાનું મોત આશરે ત્રણેક દિવસ પહેલાં થયું હોવાથી લાશ કોહવાઇ ગઇ હતી.


સ્કૂલ વાનના ડ્રાઈવર વિરુદ્ધ છેડતીના ગુનામાં કેસ નોંધાયો

0

સુરતના સચિન ગામમાં બનેલી ગંભીર ઘટનામાં સ્કૂલ વાનના ડ્રાઈવરે 13 વર્ષીય વિદ્યાર્થીની સાથે છેડતી કર્યા અંગે પોલીસમાં ગુનો નોંધાયો છે. સ્કુલ વાન ના ડ્રાઈવરે કિશોરીને કેફી પદાર્થ પીવડાવી તેને ચુંબન કરી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ ઘટના કિશોરી દ્વારા પરિવારને જાણ કરાતા બહાર આવી હતી અને પછી ડ્રાઈવર વિરુદ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.સચિન ગામના કડી મહોલ્લામાં રહેતો સુભાષ નિમ્બા પવાર, જે સ્કૂલ વાનનો ડ્રાઈવર છે. જ્યારે વાનમાં માત્ર વિદ્યાર્થીની એકલી હાજર હતી, તે સમયે સુભાષ પવારે કેફી પદાર્થ મિશ્રિત ચા પીવડાવી. ત્યારબાદ તે વિદ્યાર્થીનીની ઇચ્છા વિરુદ્ધ તેને પકડીને ચુંબન કરી બળજબરીનો પ્રયાસ કર્યો.

રાજ્યના અધિક ગૃહ સચિવ એમ.કે.દાસે તમામ જિલ્લા પોલીસ વડા, તમામ પો.કમિ. અને રેન્જ આઈજીને તાકીદ કરતો પત્ર લખ્યો ગંભીર ગુનામાં ફરિયાદ દાખલ નહીં કરનાર પોલીસ અધિકારી સામે કડક પગલાં ભરાશે

0

સ્વાગત ઓનલાઈન લોક દરબારમાં મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદીની રજૂઆતથી સરકાર ખફા.

કોઈ પણ ફરિયાદ કરો તપાસ એ જ વ્યકિત કરે જેને વિરુધ્ધ માં ફરિયાદ હોય. આ હાલ ગુજરાત ના દરેક જીલ્લા માં છે. કમિશનર શ્રી પાસે લોકો ના ફરિયાદ સંભાળવાનું સમય નથી એવું લાગે છે.

ગાંધીનગર: આડકતરી રીતે ગુજરાતમાં ગંભીર ગુનાઓની બાબતે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાતી જ નથી, તેવું સરકારે પોતે જ સ્વીકારી લીધું છે. રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, તમામ પોલીસ કમિશ્નરો તથા રેન્જ આઈજીને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો ગંભીર ઘટનાઓના સંદર્ભમાં પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાનો ઈન્કાર કરવામાં આવશે, તો કડક હાથે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલે લેવાશે. તાજેતરમાં અમદાવાદમાં એક ડીસીપી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતાં હોવાની ઘટના બની હતી. આ ઘટના અંગે ફરિયાદી સીધા ગાંધીનગરમાં સ્વાગત ઓન લાઈન લોક દરબારમાં આવી પહોચ્યા હતા. એક ડીસીપીની સૂચનાના પગલે ફરિયાદ નહીં દાખલ કરાતી હોવાની રજુઆત સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરાઈ હતી. અમદાવાદના સીપી પણ આ રજુઆત દરમ્યાન વીડિયો કોન્ફરન્સ વખતે જાણે કે આરોપીનો બચાવ કરતાં હોય તેવી છાપ પેદા થવા પામી હતી. છેવટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ફરિયાદ દાખલ કરીને આરોપીઓ સામે પગલા તાકીદ કરી હતી. જો કે સમગ્ર ઘટના સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાગત ઓન લાઈન લોક દરબારમાં બની હતી. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે આકરા પગલા સૂચના આપી દીધી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ હોવાનો મૂડ પારખી ગયેલા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે પોલીસ બેડામાં ધ્રુજારી આવી જાય તેવો લાકડાતોડ પત્ર તમામ જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશ્નરો તથા રેન્જ આઈજીને લખી નાંખ્યો છે. આ પત્રમાં ખુદ દાસે સ્વીકાર્યુ છે કે ક્યાંકને ક્યાંક પોલીસ ફરિયાદ દાખલ કરાતી નથી, હકીકતમાં આવી ફરિયાદ ગંભીર ગુનાઓના સંદર્ભે દાખલ કરીને સરકારને જાણ કરવાની રહેશે. સમયસર ફરિયાદ દાખલ કરી સરકારને જાણ કરવાની રહેશે.

સુરતના સચિન વિસ્તારમાં ગૌરક્ષકનો મોટો ખુલાસો: પત્રકાર વિજયસિંહ રાઠોડના કાળા કારસ્તાન બહાર આવ્યા શું છે હકકીત તપાસ નું વિષય ?

0

આ વિજયસિંહ રાઠોડ વિધાયક ના શું સંબધો છે ?. સચીન ના BJP થી સંકળાયેલા લોકો નું શંકાસ્પદ કામગીરી

પહેલા ચિરાગ સોંલકી નગરસેવક ચર્ચામાં હવે અન્ય લોકો ની શંકાસ્પદ કામગીરી બાબત માં વિડીયો વાયરલ.

શંકાસ્પદ કામગીરી છાપ ધરાવતા પત્રકાર નું કોનો સાથે સંબંધ તે સવાલ ?

સુરત જિલ્લાના સચિન વિસ્તારમાં રહેતા ગૌરક્ષક ગભરુભાઈ ભરવાડે મોટું ખુલાસું કર્યું છે. સચિન વિસ્તારના જાબાજ પત્રકાર વિજયસિંહ રાઠોડના કાળા કારસ્તાનનું વિસ્ફોટક ખુલાસું કરવામાં આવ્યું છે. હવે તેનું સંબંધ કયા વિધાયક સાથે છે. શું આ સમગ્ર ઘટના ક્રમ માં વિધાયક ને જાણ માં છે. કે તેની વતી સમગ્ર વિસ્તાર માં આ રીતે કાર્યરતા ની ભૂમિકામાં તોડબાજોનાં નું ટીમ સામેલગીરી છે. તે એક સવાલ ?

સીસીટીવી ફૂટેજમાં જુઓ સાબિતી:
એક બિલ્ડરે ગભરુભાઈ ભરવાડના ઓફિસમાં જઈને વિજયસિંહ રાઠોડના કાળા કારસ્તાનનો પર્દાફાશ કેવી રીતે કર્યો તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો.

મળી રહેલી માહિતી અનુસાર:
વિજયસિંહ રાઠોડે સુડા વિભાગ, એસએમસી વિભાગ, વેરા અને આકારણી સહિતના વિવિધ વિભાગોમાં લોકોને ત્રાસ આપવા અને મામલો સમેટવાના કોન્ટ્રેક્ટ લીધા હતા. આ માટે તેણે બિલ્ડર પાસેથી રૂ. 5.50 લાખનું મૌખિક કરાર કર્યું હતું. એક બિલ્ડરે પોતે ગભરુભાઈ ભરવાડના ઓફિસમાં જઈને વિજયસિંહ રાઠોડના ભ્રષ્ટાચારનું ભાન કરાવ્યું હતું.

ગભરુભાઈ ભરવાડે જણાવ્યું કે, વિજયસિંહ રાઠોડે આવા જ રીતે ઘણા સીધા-સાદા અને અજાણ બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ લીધી છે. આ રકમ સુડા વિભાગ, એસએમસી વિભાગ, નેતાઓ અને ગ્રામ પંચાયતોના નામે લઈ સિસ્ટમ વિરુદ્ધ કામ કરવા માટે વપરાવી છે.

તપાસની માંગ:
હવે જોવું એ છે કે પત્રકાર વિજયસિંહ રાઠોડ દ્વારા લેવામાં આવેલી આ રકમ કેટલી સાચી છે અને કેટલી ખોટી. આ હકીકત સંબંધિત તમામ વિભાગોની તપાસ બાદ જ બહાર આવશે. ગભરુભાઈ ભરવાડે ખાસ કરીને જણાવ્યું કે એક પત્રકાર હોવા છતાં કેવી રીતે તેમણે બિલ્ડર પાસેથી કરોડો રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કર્યો છે.

સવાલ એ છે. SMC & SUDA બન્ને ના હવાલા લેનાર પાછળ કોના આશીર્વાદ વિદ્યાયક કે અન્ય કોઈ ?

વાયરલ વિડીયોગ્રાફી માં તા.૨૫-૧૨-૨૦૨૪ ના રોજે સવારે ૧૧.૦૦ વાગે આસપાસ નું છે. જેમાં સુરત મનપા અને સુડા બન્ને વિભાગ માં આ વ્યકિત કેવી રીતે કામગીરી કરી લેતા હોય નગર સેવક ના આશીર્વાદ હોય તો સુરત મનપા માં અને વિધાયક નું સાથ અને સહકાર હોય તો જ સુડા માં આ કામગીરી થઈ શકે કે અન્ય કોઈ વ્યકિત જે સુરત મનપા,સુડા,પુલીસ અને અન્ય કાર્યરતા ને સંભાળી ને કામગીરી કર્તા હોય એવું કોઈ અન્ય મી. ઇન્ડિયા છે. જેની પાસે જાદુઇ ચિરાગ છે. તે તપાસ નું વિષય વસ્તુ હોવાથી તપાસ પછી જ હકકીત સામે આવશે.