Home Blog Page 18

નિર્દોષતા અને ભોળાપાનો ગેરલાભ ઉઠાવતાં, પિયુષે કિશોરી સાથે શારીરિક સંબંધો બનાવ્યા

0

આરોપી પિયુષ રમેશ રાઠોડે કિશોરીને પ્રેમના જાળમાં ફસાવી.

લગ્નની લાલચ આપી કિશોરીને ગર્ભવતી બનાવી.

સચીન પુલીસ સ્ટેશન ખાતે કનકપુર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીને પિયુષ રાઠોડ નામના યુવકે લગ્ન કરવાનો વાદો આપ્યો હતો. તેની નિર્દોષતા અને ભોળાપાનો ગેરલાભ ઉઠાવતાં, પિયુષે કિશોરી સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. તે સમય ગાળામાં આ તરૂણી ગર્ભવતી બની હતી અને તેને બે મહિનાનો ગર્ભ હોવાની હકીકત પરિવારજનોના ધ્યાનમાં આવી.કિશોરીના પરિવારજનો ચિંતિત થયા અને તુરંત જ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન પિયુષ રાઠોડ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સચિનમાં બુટ-ચપ્પલ ની વેપારી અને તેના પુત્ર પર તલવાર વડે ઉપર જીવલેણ હુમલા.

0

જૂતાની કિંમતને લઈને વેપારી અને તેના પુત્ર પર તલવાર વડે હુમલો

બૂટના ભાવમાં ફેરફાર થતાં વેપારી અને તેના દીકરા સાથે માથાકૂટ કરી.

સુરતના સચીન સ્ટેશન રોડ પાસે આવેલ અમરસન્સ ફુટવેરની દુકાનમાં બની હતી. ફરીયાદી વિકાસકુમાર શાંતીલાલ શાહની દુકાનમાંથી પાંચ દિવસ પહેલાં મહેશકુમાર મદનમોહન મિશ્રા 360ના બૂટ ખરીદ્યા હતા. બાદમાં, દુકાન પર આવી તેણે 10 નંબરની સાઇઝના બૂટ બદલાવ્યા.પરંતુ, જ્યારે બૂટ ફરીથી માપમાં ફિટ ના થતા, તે 23મી જાન્યુઆરીની સાંજે દુકાન પર ફરી આવ્યો. મિશ્રાને વઘારાના 100 ચુકવવાનું કહેવામાં આવ્યું, કારણ કે નવા બૂટના ભાવ 540 હતા. આ વાતથી મિશ્રા ઉશ્કેરાઈ ગયો. મિશ્રા વહેલી રાત્રે પોતાની ફોર વ્હીલ ગાડીમાં દુકાન પર પરત આવ્યો. આ વખતે તે એક તલવાર લઈને આવ્યો હતો. મિશ્રાએ ગાળ ગલોચ કરતાં તલવાર વડે વેપારી વિકાસ શાહના ડાબા કાન, માથા અને હાથ પર ઘા કર્યા.

આ ક્રૂર હુમલામાં શાહનો દીકરો સિદ્ધાર્થ પણ ઘાયલ થયો, જેના જમણા હાથ પર તલવારનો ઘા લગ્યો હતો.

સાંજે ભીડભર્યા સ્ટેશન રોડ પર આ ઘટના થતા લોકો ભયભીત થઈ ગયા હતા. મિશ્રાએ હુમલાની જગ્યાએથી નાસી છૂટતા લોકોમાં ગભરાટ છવાયો. દુકાનદારે તરત પોલીસને જાણ કરી અને બંને ઘાયલ પિતા-પુત્રને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. IPC કલમ 118(2), 352 અને જીઆરએક્ટ કલમ 135(1) હેઠળ આરોપી મહેશકુમાર મિશ્રા સામે ગુનો નોંધાયો છે. મિશ્રાની ધરપકડ માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.આ ઘટના એ પ્રશ્ન ઉભો કરે છે કે કેવી રીતે સામાન્ય વાત ગંભીર તફડાવમાં બદલાઈ જાય છે. માત્ર 100 રૂપિયાના વધારાના ભાવે મિશ્રા એટલો ઉશ્કેરાયો કે હિંસક થઈ ગયો.

જેથી સચીન ની કાયદા-વ્યવસ્થા ઉપર પણ સવાલ ઊભા કરે છે. શું આ મિશ્રા ની પાછળ કયા પરિબળો હોવાથી ખુલ્લેઆમ સુરત અને ગુજરાત નાં કાયદા-વ્યવસ્થા ને ખૂલ્લેઆમ પડકાર રૂપ હોય તેવું લાગી રહ્યા છે. જેથી સામાન્ય જનતા ને હવે પુલીસ સ્ટેશન જતા પહેલા પણ વિચાર કરે છે. શું અમને ન્યાય ની આશા છે કે નહી. તે સવાલ ?

સુરતના વેપારી અને નાગરિકોમાં આ ઘટનાને લઈને ચિંતાનો માહોલ છે. સાથે રાજનીતિમાં માં સંકળાયેલા લોકો નું સાથ સહકાર અને ભલામણો હોવાથી પુલીસ ની કાર્યવાહી કરવા માં પણ અડચણો ઊભા કર્તા હોય છે. જેમાં અમુક પુલીસ કર્મીઓ રાજનેતા નાં યુવા નેતા નાં સાથે સંડોવણી હોવાથી તપાસ માં પણ ભલામણો કરી નાગરિકોને હેરાનગતિ કરવામાં આવતું હોય છે. તેવું પુરાવા હોવા છતાં નેતા ની ભલામણ થી કામગીરી કરવામાં આવે છે .

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : ૨૦૨૫-તાપી

0

પ્રત્યેક નાગરિક પોતાના કર્તવ્યનું પાલન કરે તો ‘વિકસિત ભારત’ બનતાં વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે : રાજ્યપાલશ્રી

૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો.

‘એટ હૉમ’માં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી.

માહિતી બ્યુરો,તાપી:તા.૨૫-શનિવાર: ૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એટ હૉમ’ કાર્યક્રમ અંતર્ગત વ્યારા જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘એટ હૉમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ વ્યારા સહિત રાજ્યના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતે રોડ નેટવર્ક, આરોગ્ય સુવિધાઓમાં વધારો અને શિક્ષણનું નવીનીકરણ, આધુનિક ટેકનોલોજી, ઔદ્યોગિક ક્રાંતિ અને રોજગારી વર્ધનમાં નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. એટલું જ નહીં, આજે સમગ્ર દેશ પૂર્ણ સમર્પણભાવ સાથે શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના સાથે રાષ્ટ્રનિર્માણની નવી ચેતનાનો અનુભવ કરી રહ્યો છે એમ જણાવી તેમણે આપણા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ બને એવું આહ્વાન કર્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી:-એક અને નેક બનીને કર્તવ્યનિષ્ઠ રહીશું તો ભારતનું ‘વિશ્વગુરૂ’નું પ્રાચીન ગૌરવ પુન:સ્થાપિત કરી શકીશું

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, લોકશાહીના કારણે જ આજે સામાન્ય વ્યક્તિ પણ ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. રાજ્યના નાનકડા નગર વડનગરના શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદે અને સામાન્ય આદિવાસી પરિવારના શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દેશના રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયા છે એ લોકતંત્રની તાકાત અને સુંદરતા છે. એટલે જ લોકશાહી મૂલ્યોને જાળવી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું નિર્માણ કરવા દેશવાસીઓ આગળ વધે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રનું નવનિર્માણ સૌને સમાન ન્યાય, અધિકાર, એકતા અને પરિશ્રમથી થાય છે. દેશનો પ્રત્યેક નાગરિક કર્તવ્યભાવનાનું પાલન કરે તો દેશને ‘વિકસિત ભારત’ બનતાં વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે. આ સંદર્ભે તેમણે એક અને નેક બનીને કર્તવ્યનિષ્ઠ રહીશું તો ભારતનું ‘વિશ્વગુરૂ’નું પ્રાચીન ગૌરવ પુન:સ્થાપિત કરી શકીશું એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

દેશના ભવ્ય વારસાનું ગૌરવ-જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌને પ્રતિજ્ઞાબદ્ધ બનવાનું આહ્વાન કરતા રાજ્યપાલશ્રી

શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને સૌ નાગરિકોને ‘રાષ્ટ્ર સર્વોપરી’ના ભાવ સાથે જવાબદાર નાગરિક બનવા આહ્વાન કરતાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનાં મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

આ વેળાએ પોલીસ બેન્ડે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સુરાવલિ રેલાવી વાતાવરણને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું. કાર્યક્રમમાં સંગીત વૃંદે રજૂ કરેલા એ વતન.. મેરે વતન… સંદેશે આતે હૈ.. યે દેશ હૈ વીર જવાનો કા.. જેવા દેશભક્તિ ગીતોથી ઉપસ્થિત તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગ્યા હતા.

કાર્યક્રમ પૂર્વે પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપી રાજ્યપાલશ્રીને વિશેષ સન્માન અપાયું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિ.પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય સર્વ શ્રી મોહનભાઈ કોંકણી, મોહનભાઈ ઢોડિયા, ડો.જયરામભાઈ ગામીત, નગરપાલિકા પ્રમુખ શ્રી રિતેષ ઉપાધ્યાય, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, તાપી જિલ્લા પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણે, પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી (સામાન્ય વહીવટ વિભાગ) શ્રી કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એ.કે. શર્મા, રાજભવનના અગ્ર સચિવશ્રી અશોક શર્મા, જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, રેન્જ આઈ.જી. શ્રી પ્રેમવીર સિંઘ, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સરપંચો, એક્સ આર્મી મેન્સ, ખેડૂતો, અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, આરોગ્યકર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રમુખ, ખાદ્ય ઉત્પાદક સંગઠન, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સિદ્ધિપ્રાપ્ત રમતવીરો, પ્રબુદ્ધ અને ગણમાન્ય નાગરિકો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વારસદારને રેકોર્ડ ઉપર લાવવાના વિવાદમાં સુરતના નોટરી સામે સુરત પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજને તપાસ યોજવા હાઈકોર્ટનો આદેશ

0

એક વ્યકિતના વારસદારોને રેકોર્ડ પર લાવવા માટે દાખલ કરાયેલા બે સોગંદનામાંને લઈ ગંભીર સવાલો ઉઠાવી સમગ્ર પ્રકરણમાં આ સોગંદનામાં નોટરાઈઝ કરનાર એડવોકેટ નોટરી જાગૃતિ આઈ.યાદવ વિરૃધ્ધ તપાસ કરવાનો સુરતના પિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠને હુકમ કર્યો છે. હાઈ કોર્ટે આ સમગ્ર મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ હુકમની નકલ રાજ્યના તમામ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ, જિલ્લાના સંબંધિત નોટરીઓ અને જિલ્લા કલેક્ટરની કચેરીને આદેશ મોકલવાનો પણ આદેશ કર્યો હતો.

સામાન્ય રીતે હાઈકોર્ટમાં દાખલ થતાં સોગંદનામાંઓમાં પેરાવાઈઝ ઓથ સાથે સ્પેસીફિકેશન અને સહી સિક્કા સાથે નોટરાઈઝ્ડ કરેલા સોગંદનામાં રજૂ કરવામાં આવતા હોય છે પરંતુ પ્રસ્તુત કેસમાં જનરલ એફિડેવીટ અને એ પણ સોગંદકર્તાના શપથ(ઓથ) વિના સામાન્ય રીતે ફાઇલ કરવામાં આવતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને પેરાવાઈઝ શપથ વિનાના બંને સોગંદનામાઓને ફગાવ્યા હતા.

હાઈકોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, અમે સુરતના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજને આ હકીકતની નોંધ લેવા અને તા.૧૮-૧-૨૦૨૫ના રોજના સોગંદનામાઓને જાગૃતિ આઈ.યાદવ નામના એડવોકેટ નોટરી દ્વારા કેવી રીતે નોટરાઈઝ કરવામાં આવ્યું તેની તપાસ કરવા હુકમ કરીએ છીએ. હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે, સુરત પ્રિન્સીપાલ ડિસ્ટીકટજજ દ્વારા આ એડવોકેટ નોટરી પાસેથી ખુલાસો આવે કે, સોગંદકર્તા તરફથી કોઈ પેરાવાઇઝ શપથ લીધા વિના તેમના દ્વારા સોગંદનામાને કેવી રીતે અને કયા પ્રકારે નોટરાઈઝ કરવામાં આવ્યું..??

વધુમાં, હાઈકોર્ટે જણાવ્યું કે, અદાલત સમક્ષ સૂચિબદ્ધ સિવિલ અરજી પેન્ડીંગ અપીલમાં) દાખલ કરાયેલા બે સોગંદનામાં અરજદારના કાયદેસરના વારસદારોને રેકોર્ડ પર લાવવા માટેના હતા અને સુરતના ને સુરતના એક એડવોકેટ નોટરી દ્વારા ઉપરોકત સોગંદનામાં યોગ્ય પેરાવાઈઝ નિવેદન આપ્યા વિના જ નોટરાઈઝ કરવામાં આવ્યા હતા., જેને લઈ હાઈકોર્ટે આવા સોગંદનામાં પરત્વે ગંભીર પરનાર્થ ઉઠાવ્યો હતો.હાઈકોર્ટે આ બંને સોંગદનામાઓને લઈ સુરતના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજને તપાસ કરી તેનો વિગતવાર અહેવાલ આગામી મુદતે રજુ કરવા હુકમ કર્યો હતો.

પાંડેસરા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઊભું કરતો દ્રશ્ય, દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય એવા દ્રશ્યો પાંડેસરા વિસ્તારથી સામે આવ્યા

0

પાંડેસરા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઊભું કરતો દ્રશ્ય, દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય એવા દ્રશ્યો પાંડેસરા વિસ્તારથી સામે આવ્યા.

પાંડેસરા ના વહીવટદારોના રાજમાં આવા બુટલેગરો રોડ ઉપર પોલીસના ડર વગર પોટલાઓ લઈ પસાર થઈ રહ્યા છે

દ્રશ્યોમાં એવું પણ દેખાય છે કે પોલીસની ગાડી બુટલેગરને પાયલોટિંગ કરતી હોય, શું આવા દ્રશ્યો પછી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે?

ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલે વિદ્યાર્થિનીને ટોર્ચર કરી, પરીક્ષા આપવા ન દેતાં ૧૪ વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત

0

ગોડાદરા વિસ્તારમાંથી સામે પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ ૮ની વિદ્યાર્થિનીએ શાળા દ્વારા કરવામાં આવેલી કી ઉથરાણી અને અપમાનજનક વર્તનને કારણે ફાંસો ખાઈ લીધો છે.

મિલકતના વિવાદમાં સાર્વજનિક ટ્રસ્ટના દિનકર નાયક દિનકર નાયક સહિત 4 સામે ફોજદારી નોંધવા કોર્ટનો આદેશ

0

અઠવાલાઈન્સ નવચેતન સોસાયટીના કરોડોની મિલકતના વિવાદના કેસમાં દિનકરરાયે બારોબાર સમાધાન કરી અન્ય પીડિત વ્યક્તિ સાથે ઠગાઈ કરી હતી.

સુરતઃ અઠવાલાઈન્સ સ્થિત નવચેતન સોસાયટીમાં કરોડોની મિલકતના વિવાદમાં સાર્વજનિક ટ્રસ્ટના ઉપ પ્રમુખ દિનકરરાય નાયક અને સિટીલાઈટના નિલેશ નાકરાણી સહિત ૪ મહિલા સામે સુરતની કોર્ટે ઠગાઈ મુજબનો ક્રિમિનલ કેસ નોંધવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, મૂળ અમરેલીના વતની અને હાલ સિટીલાઈટ રોડ માહી રેસીડેન્સીમાં રહેતા નિલેશ મનસુખ નાકરાણીએ અઠવાલાઈન્સની નવચેતન સોસાયટીની કરોડો રૂપિયાની એક મિલકત વરાછા લક્ષ્મણનગરમાં રહેતા શંભુ વેલજી સવાણીને અને બાદમાં સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ દિનકરરાય છોટુ નાયક (ઉ.વ.૮૦, રહે.,મેઘદુત સોસા.,અઠવાલાઈન્સ હેડ ક્વાર્ટસને પણ વેચી કાઢી હતી.

નિલેશ નાકરાણીએ શંભુ સવાણી અને દિનકરરાય નાયક સાથે ઠગાઈ કરી હતી. જેથી દિનકરરાય અને શંભુભાઇએ નિલેશ નાકરાણી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં ફરિયાદી દિનકરરાય બન્યા હતા અને સાહેદ તરીકે શંભુભાઈને દર્શાવવામાં આવ્યા હતા. દરમિયાન નિલેશ નાકરાણી અને દિનકરરાય તેમજ શંભુભાઈ વચ્ચે સમાધાન થયું હતું. સમાધાનમાં શંભુભાઈને રૂ.૮૦ લાખ નિલેશ નાકરાણીએ ચુકવવાની વાત થઈ હતી. બીજી તરફ આ કેસની કોર્ટ કાર્યવાહી વચ્ચે જ શંભુભાઈને અંધારામા રાખી નિલેશ નાકરાણી અને દિનકરરાયે ભેગા મળીને કોર્ટમાં આ ઠગાઈનો કેસ પુરો કરી નાંખ્યો હતો.

જેથી શંભુભાઈના નિલેશ નાકરાણી પાસેથી લેવાના રૂ.૮૦ લાખ ડુબી ગયા હતા. જેથી શંભુભાઈએ નિલેશ નાકરાણી અને દિનકરરાય તેમજ બે મહિલા સામે પ્રાઈવેટ ફરિયાદ કરી હતી.

કોર્ટે દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લેતા શંભુભાઈ સાથે નિલેશ નાકરાણી અને દિનકરરાયે ઠગાઈ કરી હોવાનુ ફલિત થયું હતું. કોર્ટ દિનકરરાય, નિલેશ નાકરાણી અને બે મહિલા સામે ક્રિમીનલ કેસ દાખલ કરવાના હુકમ સાથે આરોપીઓ સામે પ્રોસેસ ઇસ્યુ કર્યા હતા.

સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પલેક્ષમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ

0

Surat,મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે, સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સ માં ફરી સ્પાની આડમાં કુટણખાનું શરૂ થઈ ગયું છે. કોઈપણ નામ ઠામ વિના જ સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું.દેવ અને લકી નામના બે ઇસમ દ્વારા આ કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. ગુજરાત અને અન્ય રાજ્યો માંથી મહિલાઓને લાવી અહીં દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો.સરથાણા પી.આઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પા આડમાં કુટણખાના પર દરોડો પાડ્યો હતો. પોલીસ અચાનક દરોડા પાડતા સ્પા માં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પણ નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા. જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા.

એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતાં તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સરથાણા શુભમ કોમ્પલેક્ષમાં પહેલા માળે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર બાતમીના આધારે સરથાણા PI એમ.બી.ઝાલાએ દરોડો પાડ્યો હતો. પોલીસ આવ્યાની જાણ થતા સ્પાનો સંચાલક લક્કી પહેલા માળેથી કુદીને નાસી ગયો હતો. એક યુવતી પણ કૂદવા જતા તેને ઇજા પહોંચી હતી. પોલીસે અન્ય 5 યુવતીને પણ મુક્ત કરાવી હતી. ગ્રાહક કુશ નિલેશ કથિરીયા (ઉવ.23, રહે, ઠાકોરદ્વાર સોસાયટી કાપોદ્રા) અને શ્યામ કિશોર યાદવ (ઉવ.31, રહે, રાજનગર સહરા દરવાજા)ને ઝડપી પાડ્યા હતા.

જ્યારે આ દરોડામાં ઈજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેહવેપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી. આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ કુટણખાનાના સંચાલક દેવ અને લકી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુભમ કોમ્પ્લેક્સ માં સરથાણા પોલીસ દ્વારા આ પહેલા પણ બે રેડ કરવામાં આવેલી હતી. પહેલા માળે કોમ્પ્લેક્સના બંને સાઇડ સ્પા ચાલી રહ્યા હતા. જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું બંધ થઈ ગયું છે. જ્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આપેલા પણ એકવાર રેડ કરવામાં આવી હતી. જોકે દસ દિવસ પહેલા ફરી અહીં સ્પાની આડમાં કુટણખાનું ચાલુ થઈ ગયું હતું. ભાડેથી ચાલતા આ કુટણખાના નામ માલિક પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોઈ રહી છે.

ડિંડોલીમાં પોલીસકર્મીની પુત્રીનો ૨૮ વર્ષીય પ્રક્ષા વસાવા પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાની શક્યતા ફાંસો ખાઈ આપઘાત.

0

સુરત,શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ASIની ૨૮ વર્ષની પુત્રીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીએ પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાની શક્યતા લાગી રહી છે. તમામ હકીકત તપાસ પછી સામે આવશે. મૂળ ઉમરપાડાના વતની અને ડિંડોલી વિસ્તારમાં યોગેશ્વર પાર્કમાં રહેતા ગુમાનભાઈ વસાવા પત્ની અને એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવાર સાથે છે. તેઓ શહેરના પોલીસ વિભાગમાં ASI ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમની મોટી પુત્રી ૨૮ વર્ષની પક્ષા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. દરમિયાન બુધવારે તેણીએ નાઈટ ડડ્યૂટીમાં નૌકરી હોવાથી તેના પિતાને રાત્રે નોકરી સ્થળે મૂકવા આવવાનું જણાવ્યું હતું. બાદમાં પોતાના ઘરમાં છતમાં લગાવેલા લોખંડના હૂક સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો. જેથી પરિવારજનો પુત્રીને નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આપઘાતના બનાવ અંગે ડિંડોલી પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

મૃતકે પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યું હોવાની શક્યતા પ્રાથમિક તબક્કે જણાય રહી છે. બનાવ પાછળનું સાચું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

સચિન GIDC પોલીસે 7 બુટલેગરોને પાસા હેઠળ કાર્યવાહી કરી જેલમાં ધકેલ્યા

0

પોલીસની કાર્યવાહીથી લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો

સુરતઃ સચિન જીઆઇડીસી પોલીસ પ્રોહિબિશનના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા 7 આરોપીઓને પાસા હેઠળ કાર્યવાહી કરી ગુજરાતની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.પોલીસ પાસે મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અંતર્ગત સચિન જીઆઇડીસી પોલીસે દારૂના અલગ અલગ કેસોમાં પકડાયેલા 7 બુટલેગરો વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરી હતી. પોલીસે નીચે મુજબ ની બુટલેગરો ને અલગ-અલગ જેલ ખાતે મોકલ્યા છે.

(1)મુકેશ ઓમપ્રકાશ ચૌધરી (ઉં.વ.33 રહે., બી/૩૬, હરીનગર, ઉધના, મૂળ રાજસ્થાન),

(2) મલખાન રામદુલાર યાદવ (ઉ.વ.૨૭ રહે., હિતેશભાઈની ચાલ, મોગરાવાડી વલસાડ, મૂળ યુપી),

(3)તુષાર ઉર્ફે લાલુ કાન્તીભાઈ પટેલ (ઉ.વ.૨૭ રહે., કનસાડગામ, સચિન જીઆઇડીસી),

(4)સુશીલ સંતોષ પાટીલ (ઉં.વ.૨૪ રહે., અંબીકા બિલ્ડિંગ, વીર નર્મદ હાઇટ્સ, પી.એમ. આવાસ, સચિન હાઉસિંગ, મૂળ જલગાંવ, મહારાષ્ટ્ર),

(5) હિતેશ આશીષ નિશાદ (ઉં.વ.22 રહે.., શીવાભાઈની ચાલમાં, સાઈકૃપા સોસાયટી, પાલીગામ, સચિન જીઆઈડીસી, મૂળ યુપી) તથા

(6)અંતીમ ઉર્ફે નનકુ મહેન્દ્ર ઉર્ફે મુછડ સોનકર (ઉં.વ.૨૪ રહે., જલારામનગર સોસાયટી, પાલીગામ, સચિન જીઆઈડીસી, મૂળ યુપી) અને

(7) ક્રિષ્ના ઉર્ફે માયકલ બાબુરામ મોર્યા (ઉં.વ.૨૬ રહે., મારવાડીની રૂમમાં, આશાપુરી સોસાયટી, હાઉસિંગ સચીન, મૂળ યુપી)

વિરૂદ્ધ કાર્યવાહી કરી રાજકોટ, નડિયાદ, મહેસાણા તેમજ અમદાવાદ જેલમાં મોકલી આપ્યા હતા.