Home Blog Page 15

એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે ૮૯૦ અને સુરત પોલીસે ૧૩૪ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા.

0
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન

અમદાવાદમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ પૈકી શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા લોકોની જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે બારીક તપાસ થશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય

અમદાવાદમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ પૈકી શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા લોકોની જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે બારીક તપાસ થશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે ૮૯૦ અને સુરત પોલીસે ૧૩૪ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.

આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, અને ગુજરાત પોલીસ આગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તીવ્ર બનાવશે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીની ચેતવણી:

શ્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ગેરકાયદેસર ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અભિયાનની મુખ્ય વિગતો:

મોટું ઓપરેશન:
ગત રાત્રે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું, જેમાં અમદાવાદમાં 890 અને સુરતમાં 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા.

આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે.

ગુનાહિત પ્રવૃત્તિઓ:
બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે.

ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે, અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.

મોડલે અગાઉ પણ વેપારી મિતેશ જૈન વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જો કે, ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થયો હતો કે કોઈ એ કરાવ્યું હતું તે સવાલ.

0

 અગાઉ પતિ વિરુદ્ધના દુષ્કર્મ કેસમાં સમાધાન બાદ ફરી હેરાનગતિ ,માનસિક ત્રાસ ની ફરિયાદ.

ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતી ખ્યાતિ મિતેશ જૈન દ્વારા મોડલ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર ખ્યાતિ તથા તેના પતિ મિતેશના ફોટાઓ સાથે સોશિયલ મીડિયામાં બિભત્સ લખાણ પોસ્ટ કરી મોડલે ત્રણેય ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે તે વાઇરલ કર્યા હતા.પણ એ જ વેપારીની પત્નીએ એક મોડલ ઉપર સોશિયલ મીડિયા મારફતે ચરિત્રહન કર્યાનો ગંભીર આરોપ ઉઠાવ્યો છે. તેના વિરુદ્ધ માં દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જે કે તે કેસ માં સમાધાન થયું અને શું થયું કે એ જ મોડેલ વિરુદ્ધ માં વેપારી ની પત્ની પુલીસ સ્ટેશન માં ફરિયાદ નોધવી. જે ફરિયાદ અનુસાર ખ્યાતિ તથા તેના પતિ મિતેશના ફોટાઓ સાથે સોશિયલ મીડિયામાં બિભત્સ લખાણ પોસ્ટ કરી મોડલે ત્રણેય ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે તે વાઇરલ કર્યા હતા.

આ મોડલે અગાઉ પણ વેપારી મિતેશ જૈન વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જો કે, ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતું. આરોપ છે કે સમાધાન છતાં ફરી એકવાર આ મોડલે સોશિયલ મીડિયાને હથિયાર બનાવી ખ્યાતિ અને તેના પતિના નામે ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ પ્લેટફોર્મ પર માનસિક ત્રાસ આપી રહી છે. ફરીયાદી ખ્યાતિબેને પોલીસને જણાવ્યું હતું કે, આ ફેક આઈડીમાંથી પોસ્ટ થયેલા તમામ ફોટાના સ્ક્રીનશોટ કાઢી તેઓએ પુરાવા સ્વરૂપે પોલીસને સોંપ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે IPC 176 મુજબ ગુનો નોંધ્યો છે.

સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી,મોડી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરીકો ઝડપાયા

0
સુરત પોલીસના જણાવ્યા મુજબ 120થી વધુ લોકોની અટકાયત

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આંતકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જેમાં મોડીરાત્રે અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોડી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરીકો ઝડપાયા છે. સુરતમાંથી 120થી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાની અટકાયત કરવામાં આવી છે. તમામના પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ ની કામગીરી હાથ ધરવામાં આવી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. 

સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. ઓપરેશન બાંગ્લાદેશીની કાર્યવાહી રાત્રના 12 વાગ્યાથી શરૂ કરાઈ હતી, જે સવારના 6 વાગ્યા સુધી ચાલી હતી. સુરત પોલીસની 6 ટીમમાં 100 જેટલા પોલીસકર્મીઓ હતા. બે ડીસીપી, ચાર એસીપી અને 10 જેટલા પીઆઇ સામેલ હતાં. હાલમાં 120થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે. પોલીસ તમામને હેડ ક્વાટર લઈને આવી છે. પુલીસ એ 6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

 

વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઇ રૂ. ૯ લાખ થી વધુ નું ઉઠામણું કરનાર આરોપી ને સારોલી પોલીસે દિલ્હી થી પડકી પડયો

0
saroli police

સુરત, સારોલી ખાતે કાપડાનો વેપાર કરતા વ્યાપારી સાથે ત્રિનેત્રા ટેક્ષટાઇલ” ના માલીક રવિ અગ્રવાલ અને દલાલ કાંગડા ટેક્ષટાઇલ” એજેન્સીના માલીક આશિષ અગ્રવાલ નાઓએ એકબીજાની મદદગારી કરી. દલાલ આશિષ અગ્રવાલ નાઓએ સામેથી વ્યાપારીનો સંપર્ક કર્યો અને વ્યાપારી સાથે મિઠી મિઠી વાતો કરી, વિશ્વાસ અને ભરોસામા લઇ દલાલ આશિષ અગ્રવાલ નાઓ મારફતે ટુકડે ટુકડે કરીને અલગ અલગ બીલથી કુલ રૂ-૧૦,૬૬,૪૦૫/- ની મત્તાનો સાડીનો માલ મંગાવ્યા પછી શરૂઆતમા રૂ- ૭૨,૩૫૪/- ચુકવી આપી. બાકીના રૂ. ૯,૯૪,૦૮૬/- નું ઉઠામણુ કરી ભાગી ગયા. વ્યાપારીએ સારોલી પોલીસ નું સંપર્ક કરતા ઉઠામણુ કરી ભાગી જનાર આરોપીને પોલીસે દિલ્હી ખાતેથી પકડી પડયો.

સારોલી પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ રાજીવભાઇ ઓમપ્રકાશ કારીવાલ તે “ઓમ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લીમીટેડ” પ્રોપારાયટર ઠે. દુકાન નં. એ-૪૦૩, ડી.એમ.ડી. લોજીસ્ટીક માર્કેટ, સારોલી ખાતે કપડાનો વેપાર કરે છે. તેઓનો ત્રિનેત્રા ટેક્ષટાઇલ” ના માલીક રવિ અગ્રવાલ ઠેકાણુ-ઠેકાણું- ૯૯૫, પ્રથમ માળ, નટવા કુંચા, ચાંદની ચોક દિલ્હી તથા દલાલ કાંગડા ટેક્ષટાઇલ” એજેન્સીના માલીક આશિષ અગ્રવાલ ઠેકાણુ – બીજો માળ, દર્શન ચેમ્બર, ભાલાભાઇની શેરી, સલાબતપુરા સુરત શહેર તથા ઠેકાણું- ૯૯૫, પ્રથમ માળ, નટવા કુંચા, ચાંદની ચોક દિલ્હી નાઓએ એકબીજાની મદદગારી કરી દલાલ આશિષ અગ્રવાલ નાઓએ સામેથી રાજીવભાઇ ઓમપ્રકાશ કારીવાલનો સંપર્ક કર્યો.

રાજીવભાઇ સાથે મિઠી મિઠી વાતો કરી, વિશ્વાસ અને ભરોસામા લઇ ત્રિનેત્રા ટેક્ષટાઇલ” ના માલીક રવિ અગ્રવાલ નાઓએ રાજીવભાઇ પાસેથી દલાલ આશિષ અગ્રવાલ નાઓ મારફતે ટુકડે ટુકડે કરીને અલગ અલગ બીલથી કુલ રૂ-૧૦,૬૬,૪૦૫/- ની મત્તાનો સાડીનો માલ મંગાવેલ જેમાં શરૂઆતમા રૂ- ૭૨,૩૫૪/- ચુકવી આપી. બાકીના રૂ. ૯,૯૪,૦૮૬/- નહી ચુકવી અલગ અલગ વાયદાઓ કરી ગલ્લા તલ્લા કરી પોતાની દુકાન બંધ કરી ઉઠામણુ કરી ભાગી જતા સારોલી પોલીસ સ્ટેશન માં પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૭૨૫૦૧૪૭/ ૨૦૨૫ ઇ.પી.કો. ૪૦૬, ૪૦૯, ૧૧૪ મુજબનો ગુનો નોધાયો હતો. જે પૈકી આરોપી ત્રિનેત્રા ટેક્ષટાઇલ” ના માલીક રવિ અગ્રવાલ નાઓને દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

સ્પામાંથી મહિને લાખોનો હપતો ઉઘરાવતા કોન્સ્ટેબલ ઉપર પહેલી વાર ACBની જગ્યાએ સ્થાનિક પોલીસે ગુનો દાખલ કર્યો.

0

32 લાખની બેનામી સંપત્તિ પત્નીના નામે ગોધરામાં પ્લોટ, મહારાષ્ટ્રમાં જમીન રોકડેથી ખરીદી.

મહિલા કાઈમ બ્રાંચના અધિકારીઓ માટે શહેરના તમામ સ્યામાંથી હપ્તા ઉધ રાવ તા પો લી સ કર્મચારી વિજય માલી વિરુદ્ધ રાણીપ પોલીસે અપ્રમાણસર મિલકતનો કેસ કર્યો છે. અમદાવાદના ઈતિહાસમાં પહેલી જ વખત એસીબીએ નહીં પરંતુ સ્થાનિક પોલીસે અપ્રમાણસર મિલકતનો કેસ કર્યો છે. વિજય માલી 1999માં નોકરી લાગ્યા ત્યારથી તેમની કાયદેસરની આવક 3.1.02 કરોડ થતી હતી. જેની સામે તેમણે રૂ.1.34 કરોડનું એટલે કે 31.61 લાખનું વધારે રોકાણ કર્યું હતું. જે ટકાવારી પ્રમાણે 25.55 ટકા વધારે હતી. એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય માલીએ એક સ્યાના સંચાલક પાસેથી રૂ.1.25 લાખ માંગ્યા હતા. જે બાબતે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ મળી હતી.

જેના આધારે સાઈબર ક્રાઈમના ડીસીપીને તપાસ સોંપાઈ હતી. જેમાં વિજય માલી એ ફક્ત તે એક સ્યા નહીં પરંતુ અમદાવાદમાં આવેલા તમામ સ્પામાંથી મહિને લાખો રૂપિયાના હપ્તા ઉધરાવતો હોવાનું પૂરવાર થયું હતું.

જેની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનરે તેની કે કંપનીમાં બદલી કરી હતી. જ્યારે ડીજીપી વિકાસ સહાવે વિજય માલીની દેવ ભૂમિ દ્વારકા ખાતે બદલી કરી હતી.

નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળા યોજાયો, 11 કપલએ પ્રભુતામાં પગલાં પાડ્યા

0

સુરત,નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 11 જોડીનો 27 મો સમૂહ લગ્ન સોહળા તારીખ 21-04-2025 ના રવિવારના રોજ બદ્રીનારાયણ મંદિર વાળી જૂની સડક નદી કિનારા પાસે અડાજન સુરત ખાતે યોજાયો હતો.

આ સમારોહમાં શ્રી સી.આર. પાટિલ ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી,શ્રી ભરતશેઠ ગોગાવલે કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર સરકાર,શ્રી મુકેશ દલાલ સુરત લોકસભાના સાંસદ ,શ્રી વિકાસશેઠ ગોગાવલે કોર કમિટી સદસ્ય મહારાષ્ટ્ર રાજ્ય યુવાસેના ,શ્રી જીગ્નેશભાઈ પાટીલ પ્રમુખ યુથ ફોર ગુજરાત, શ્રી છોટુભાઈ પાટીલ માજી ભાજપ ઉપપ્રમુખ સુરત ભાજપ,મહાડ નગર પરિષદ ના માજી નગર અધ્યક્ષા સૌ સ્નેહલ જગતાપ,ટ્રાંસપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ ભાઈ મરાઠે,સમાજ સેવક ડો ઇકે પાટીલ, સહિતના મહાનુભાવો તેમજ સમાજના અગ્રણીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે કુલ 11 કપલએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, આ સમૂહ લગ્નમાં સમાજના લોકોએ ભેગા મળીને સમાજની એકતા દર્શાવી ઉજવણી કરી હતી, મહિલા મંડળની બહેનો અને યુવાનો મળીને કાર્યક્રમની વ્યવસ્થાનો કારભાર સમુપર્ણ વ્યસ્થિત અને શિસ્તબદ્ધ પાર પડાયો હતો, સમૂહ લગ્નમાં સેવા અને સહયોગ આપનાર તમામ આગેવાનોનો નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશભાઈ સાવંત, ખજાનચી પ્રદીપ મોરેએ તમામનો આભાર માન્યો હતો.

શ્રી પ્રકાશ હેડાઊ સાહેબ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગર પાલિકા,શ્રી સંતોષ શંકર સનસ ટ્રસ્ટી, શ્રી વસંત ભોંસલે કાર્યકારી પ્રમુખ, શ્રી ચંદ્રકાંત નિંબાળકર, શ્રી સંતોષ શેડગે, શ્રી સંજય દિવિલકર, શ્રી પ્રવિણ મોરે, શ્રી સંતોષ કદમ, શ્રી રમેશ શિંદે એડવોકેટ એન્ડ નોટરી, શ્રી રૂપેશ કોડાલકર, શ્રી નિતીન પવાર, શ્રી રાજેશ કદમ, શ્રી દિપક શિંદે, શ્રી ગણેશ ઠૂલે, શ્રી મહેન્દ્ર કોડાલકર, શ્રી સંપત ગાયકવાડ, વિકાસ કાલગુડે, શ્રી બારકુ ગાયકવાડ, શ્રી સભાજી મહાડીક, શ્રી વસંત મોહીતે, શ્રી સંજય મોરે રાયગઢ વાડી ગ્રામસ્થ મંડળ અધ્યક્ષ શ્રી સુનિલ સાવંત, શ્રી રાકેશ કડુ, શ્રી અમર જંગમ, શ્રી સચિન મોરે, શ્રી દિનેશ દિપક શિંદે, જિતેન્દ્ર શેડગે, શ્રી દિપક કદમ, શ્રી સંપત તુકારામ કનોજે, શ્રી સંતોષ જાધવ, શ્રી મહાદેવ કનોજે, શ્રી મનોજ ઠુલે, શ્રી સંતોષ બોરખડે, શ્રી રાકેશ વાલેકર સહીત નાં સહિતના મહાનુભાવો તેમજ સમાજના અન્ય લોકોઓ ઉપસ્થિત રહ્યા હતા લોકો કાર્યક્રમ માં હાજર રહી ને કાર્યક્રમ આશીર્વાદ આપ્યા હતા.

ભેસ્તાન રેલ્વે સ્ટેશન હવે બુટલેગર માટે સ્વર્ગ,સ્ટેશન ઉપર લાપરવાહી નું નમુના

0

ભેસ્તાન રેલવે સ્ટેશન પર પોલીસની લાપરવાહી: મુસાફરોની સુરક્ષા પ્રશ્નચિન્હ હેઠળ

સુરત શહેરના ભેસ્તાન રેલવે સ્ટેશન પર પોલીસ કામગીરીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ત્યાં સતત જોવા મળતી લાપરવાહી એ હાલ મુસાફરો માટે જ નહીં, પણ ખાસ કરીને મહિલાઓ માટે સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી રહી છે.

સ્થાનિક લોકો અને મુસાફરોના કહેવા મુજબ, સ્ટેશન પર રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ નહિ બનતું હોય તેમ લાગી રહ્યું છે. CCTV કેમેરા પૂરતા ન હોવા અથવા કાર્યરત ન હોવાને કારણે છેડતી, ચોરી અને મહિલા સુરક્ષા સંબંધિત ઘટનાઓ થવાની શક્યતા વધી ગઈ છે.

સવાલ એ છે કે જો અણધારી ઘટના બને, તો લોકો સહાય માટે કોની પાસે જાવું? શું કોઈ હેલ્પલાઇન છે કે જગ્યાએ તરત પોલીસ સહાય મળી શકે?

આવા પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે:

  • 24×7 મહિલા હેલ્પલાઇન સ્ટેશન પર કાર્યરત હોવી જોઈએ.
  • અધિક CCTV કેમેરા સાથે લાઈવ મોનિટરિંગ.
  • GRP અને RPF વચ્ચે સંકલન બનાવવો.
  • જાહેર સ્થળે સહાય બૂથ કે પોલીસ કોન્ટેક્ટ પોઈન્ટ સ્થાપવું.

મહિલાઓ અને સામાન્ય મુસાફરો માટે ભેળસેળ અને બેદરકારીની જગ્યાએ ભયમુક્ત અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા હવે સત્તાવાળાઓએ ત્વરિત પગલાં લેવા જ પડશે.

ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર બુટલેગરો માટે સ્વર્ગ જેવી સ્થિતિ સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે તો એના પાછળ ગંભીર લાપરવાહી, મોનિટરિંગની અછત અને સ્થાનિક એજન્સીઓની બેદરકારી જવાબદાર લાગી શકે.

આવા મુદ્દા માટે કેટલીક મહત્વની બાબતો ધ્યાને લેવી જરૂરી છે:

  1. સ્ટેશન પર પોલીસની હાજરી કેટલી છે?
    RPF (Railway Protection Force) અને GRP (Government Railway Police) સ્ટેશન પર કેટલી સંખ્યામાં હાજર છે, અને તેઓની પેટ્રોલિંગ વ્યવસ્થા કેવી છે, એ જોવું પડશે.
  2. CCTV કેમેરાની સ્થિતિ:
    શું સ્ટેશન પર પૂરતા CCTV કેમેરા લાગેલા છે? અને તેઓ કામ કરે છે કે નહિ?
  3. બુટલેગરોના પ્રવૃત્તિઓ:
    શું બુટલેગરો રાત્રિના સમયે સ્ટેશન પરથી દારૂની હેરફેર કરે છે? લોકોના ટોળા ઊભા રહે છે? કોઈ ટ્રેનમાં માલ ચઢાવવામાં આવે છે?
  4. સ્થાનિક પોલીસ અને રેલવે અધિકારીઓ વચ્ચેના સંકલનનું અભાવ:
    ઘણા વખત તેવું બને છે કે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ વચ્ચે સંકલન ન હોય એટલે આવા તત્વોને અવકાશ મળી જાય.

ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર પોલીસની કામગીરી અંગે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક સમાચાર સૂત્રો મુજબ, સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થામાં લાપરવાહી જોવા મળી રહી છે, જેના કારણે બુટલેગર નાં ઇગ્લીશ શરાબ હેરાફેરી માટે જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.​

મુખ્ય સમસ્યાઓ:

  1. પેટ્રોલિંગની અછત: સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ (RPF) વચ્ચે યોગ્ય સંકલન ન હોવાને કારણે સ્ટેશન પર નિયમિત પેટ્રોલિંગમાં ખામી જોવા મળે છે.​
  2. CCTV મોનિટરિંગની અછત: સ્ટેશન પર પૂરતા CCTV કેમેરા ન હોવા અથવા તે કાર્યરત ન હોવાને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં મુશ્કેલી થાય છે.​
  3. મુસાફરોની હાલાકી: સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ માત્ર 16 કોચ સુધીની હોવાને કારણે, 5000 જેટલા મુસાફરોને ટ્રેનમાં ચડવા અને ઉતરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જે સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે .

શક્ય પગલાં:

  • સુરક્ષા વ્યવસ્થામાં સુધારો: સ્થાનિક અને રેલવે પોલીસ વચ્ચે સંકલન વધારવું અને સ્ટેશન પર નિયમિત પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવું.​
  • ટેકનોલોજીનો ઉપયોગ: CCTV કેમેરાની સંખ્યા વધારવી અને મોનિટરિંગ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવી.​
  • મુસાફરો માટે સુવિધાઓ: પ્લેટફોર્મની લંબાઈ વધારવી અને મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાં.

નિર્ણયો ખોટા લેવાઈ જઈ રહ્યા: એડિશનલ સીટી ઇજનેર વિરુદ્ધ ચાર્જશીટ હોવા છતાં સીટી ઈજનેર બનાવી દેતા ચર્ચામાં

0

સીટી ઇજનેરની નિમણૂક ‘ટોક ઓફ ધ ટાઉન’ બની.

સુરત મહાનગરપાલિકામાં લેવાતા કેટલાક નિર્ણયને લઈને અધિકારીઓ અને શાસકો હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ.અધિકારીઓ યોગ્ય રીતે ચીવટપૂર્વક ગંભીર બાબતોમાં પણ ધ્યાન આપતા નથી અને તેના કારણે નિર્ણયો ખોટા લેવાઈ જઈ રહ્યા છે. મેહકમ વિભાગે કરેલી ભૂલને કારણે સીટી ઇજનેરની નિમણૂક ટોક ઓફ ધ ટાઉન બની છે.નિયમ મુજબ જે પણ અધિકારી સામે શોકોઝ નોટિસ અથવા તો ચાર્જશીટ હોય તે અધિકારીને અન્ય કોઈ પદ ઉપર બઢતી મળવા પાત્ર થતી નથી તેમછતાં પણ જતીન દેસાઈને મેહકમ વિભાગની અનાવૃતને કારણે સીટી ઇજનેર પદ પર નિમણૂક કરી દેવામાં આવી હતી. ભેસ્તાન આવાસમાં જે આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા. તે જર્જરિત થઈ ગયા હતા, જે ખૂબ જ ચર્ચાસ્પદ પ્રકરણ રહ્યું હતું. તે પ્રકરણમાં ચાર્જશીટ આપવામાં આવી હતી.

સ્થાયી સમિતિ દ્વારા જ્યારે કમિશનરે પૂરક દરખાસ્ત કરીને જતીન દેસાઈની સામે ચાર્જશીટ હોવાને કારણે તેમની નિમણૂક રદ કરી દેવા માટે દરખાસ્ત આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પહેલા કેમ આ બાબતનો ખુલાસો કર્યો તેને લઈને અધિકારીઓનો ઉઘાડો લેવામાં આવ્યો છે. જે પણ વિભાગ દ્વારા આ ભૂલ કરવામાં આવી છે. તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જે પણ પગલાં લેવાયા છે તે અંગેનો રિપોર્ટ આપવામાં આવે તે પ્રકારની કડક સૂચના આપી દેવામાં આવી છે.

કોર્ટે એસીપી જે.ટી. સોનારા સામે IPC કલમ 166A(B) હેઠળ ફોજદારી કેસ નોંધવા માટે આદેશ આપ્યો

0

સુરત,પોલીસ ફરિયાદ ન લેતા નરદીપસિંહે કોર્ટમાં જ જઈને ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા આ કેસની તપાસ એસીપી જે.ટી. સોનારાને સોપવામાં આવી હતી. જો કે, કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો અને પક્ષકારોની દલીલોના આધારે જજએ નોંધ્યું કે, “એસીપી સોનારાની તપાસ સંપૂર્ણપણે પક્ષપાતી હતી અને તેમાં આરોપી પોલીસકર્મીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.”

સુરતમાં વર્ષ 2021ના કોરોનાકાળ દરમિયાન કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા કેટલાક યુવકો પર કરાયેલા લાઠીચાર્જની ઘટનામાં આજે મોટો ન્યાયિક વળાંક આવ્યો છે. તપાસમાં ભેદભાવ દાખવનાર એસીપી જે.ટી. સોનારા સામે હવે ફોજદારી ગુનો નોંધવાનો સુરતની કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદી યુવક નરદીપસિંહ છેલુભાને પોલીસે માર મારાયો હતો, ત્યારબાદ તેણે પોલીસના ખોટા વલણ સામે કોર્ટમાં અરજી કરી હતી. કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન ઉલ્લંઘનના આરોપ હેઠળ કાપોદ્રા વિસ્તારમાં પોલીસ લોકોએ રસ્તા પર ભેગા થયેલા યુવકોને લાઠી મારતા હતા.

તે સમયે નરદીપસિંહ છેલુભા નામના યુવકે સ્થળ પર જઈને પોલીસને ટોક્યું કે, “ગરીબ લોકોને કેમ હેરાન કરો છો?” આટલું કહેતા જ હાજર પોલીસકર્મીઓ ભડકી ગયા હતા અને નરદીપસિંહને ઝડપી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસ મથકમાં તેની સાથે મારમારી કરાઈ હતી. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તત્કાલ સારવાર લઈ હતી. બાદમાં નરદીપસિંહે આ સંબંધમાં પોલીસકર્મી દીલીપ રાઠોડ, સંજય કરજાણીયા, જય હરદીપસિંહ તથા અન્ય અજ્ઞાત સામે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો,

પરંતુ પોલીસ મથકે ફરિયાદ લેવામાં નહોતી આવી. કોર્ટએ સ્પષ્ટપણે જણાવ્યું કે, “આ પ્રકારની ભેદભાવભરી તપાસ પોલીસ તંત્રના ન્યાય પ્રત્યેના જવાબદાયીત્વ પર સવાલ ઊભા કરે છે.” એસીપીના વલણને કારણે આરોપી પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી ન થઈ શકી હોવાનો કોર્ટનો નિષ્કર્ષ રહ્યો.આ કલમ અનુસાર સરકારી કર્મચારી જો પોતાની ફરજમાં ઈચ્છાપૂર્વક બેદરકારી કરે અથવા તપાસમાં ભેદભાવ રાખે તો તેની સામે ગુનો નોંધવાની જોગવાઈ છે.

સચીન GIDC ખાડીના કિનારે એક કોથળામાંથી યુવતીની કોહવાઈ ગયેલા શરીરના ભાગો મળી આવ્યા અનેક શંકા ઊભા થાય.

0

સુરત-સચીન, સચીન જીઆઈડીસી પુલીસ સ્ટેશન ખાતે સચિનના બુડીયા ગામ પાસે આવેલી ખાડીના કિનારે એક કોથળામાંથી યુવતિના કોહવાઈ ગયેલા શરીરના ભાગો મળી આવ્યા છે.જેમાં દુર્ગંધ આવતા અહીંથી પસાર થતા એક યુવકે તપાસ કરતા કોથળાની અંદરથી માનવ ખોપડી દેખાતાં તત્કાલમાં સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી.પોલીસે કોથળો ખોલતાં અંદરથી મહિલાની ખોપડી, દાંત સહિતનું જડબું, હાથ અને પગના હાડકા, લાંબા વાળ, લાલ કલરની બંગળીઓ તથા મહિલાની લાલ રંગની લેગીઝ અને કુર્તી જેવા કપડાં મળી આવ્યા હતા. દૃશ્ય અત્યંત દયનીય અને હત્યાની આશંકા ઊભી કરતા હતા.

ખાડીના કિનારેથી આશરે ૨૫ થી ૩૫ વર્ષની એક મહિલાના દાંત સાથેની ખોપડી, દાંત સાથેનું જડબુ તથા અન્ય હાડકાઓ તથા લાલ તથા સફેદ મેલી જેવી પાણીથી ભીની થયેલી કાદવવાળી ગોદડી, લાલ કલરનુ ભીનુ કાદવવાળુ કપડુ, તથા સફેદ કલરના પ્લાસ્ટકીના મીણીયાનો કોથળો જે એકબાજુ બાંધેલ તથા ફાટેલી હાલતમાં હોય જેમાં માનવ શરીરના અલગ અલગ અંગોના માંસ સહીતના હાડકાઓ તથા લાંબા વાળ, લાલ કલરની બંગળીઓ નંગ-૦૩,પગની આંગળીઓમાં પહેરવાના ધાતુના કોયડા નંગ-૦૨, પગમાં પહેરવાની ધાતુ જેવી પાયલ નંગ-૦૧, તથા પગમાં પહેરેલ કાળા કલરનો દોરો તથા થાપાના હાડકા સાથેની કોફી કલર જેવી ભીની કાદવવાળી લેગીઝ તેમજ કાળા તથા આછા લીલા કલરની કુરતી જેમાં ગોળ આકારમાં ટપકા વાળી તથા ચેક્સમાં ગોલ્ડન કલરની ડિઝાઈન છે.

બંગળીઓ-પગમાં પહેરેલ કાળો દોરો-પગની આંગળીઓ પર પહેરેલ કોયડા – પગમાં પહેરેલ પાયલ-ગોદડીનુ કવર

માનવ શરીરના અંગો આશરે એક અઠવાડીયાથી એક મહિના સમય દરમ્યાન મરણ ગયેલ હોય જે કોઈ અગમ્ય કારણસર ખાડીના કિનારેથી મળી આવેલ છે.

જે બાબતે કોઈ માહિતી મળે તો પુલીસ ને જાણ કરવા માટે ની અપીલ કરવામાં આવેલ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

ત્યારે સચિન જીઆઈડીસી પોલીસે દૃશ્ય પર ફોરેન્સિક એક્સપર્ટ્સને બોલાવી તમામ અંગોને કબ્જે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.