Home Blog Page 13

ગભેણી ગામના ઝાડી ઝાંખરામાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી.

0

માથામાં બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારાયાનું પ્રાથમિક અનુમાન

સુરતઃ સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોનીથી ગભેણી જતા રોડ ઉપર કલરટેલ લેબર કોલોનીના ગેટની સામે ઝાડી ઝાંખરાવાળી ખુલ્લી જગ્યામાંથી અજાણી મહિલાની, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળી આવી હતી, જેને લઈને શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોની તરફ જતા રોડ પર કલર ટેક્ષ લેબર કોલોનીના ગેટ સામે રોડથી આશરે 30 મીટરના અંતરે ઝાડી ઝાખરાંમાંથી 30-35 વર્ષીય અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગે જાણ કરાતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મહિલાનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

લાશ મળી તે જગ્યા અવાવરુ, આસપાસ સીસીટીવી પણ નથી, પોલીસે તપાસ માટે આઠ ટીમ બનાવી સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે જે અજાણી મહિલાની લાશ મળી આવી છે, તેના માથામાં કોઈ ભોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી છે. કેમ કે તેના માથામાં થણી ઈજાઓ પણ છે. જે જગ્યાથી મૃતદેહ મળી આવ્યો છે તે અવાવરુ જગ્યા છે અને આસપાસ સીસીટીવી કેમેરા પણ નથી. તેની પાસેથી ફક્ત ચપ્પલ મળી આવ્યા છે. આ મહિલા કોશ છે? તેની હત્યા કોણે કરી છે? વિગેરે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. તેના પહેરવેશ પરથી અને સ્થાનિક લોકોની પુછપરછમાં તે બિહાર રાજ્ય તરફની હોવાનું લાગે છે. મહિલાના ફોટા લઈને અલગ અલગ આઠ ટીમ તેની ઓળખ કરવા માટે તપાસમાં જોતરાઈ છે.

જો અંગે કોઈ પણ માહિતી હોય તો પુલીસ સ્ટેશન નું સંપર્ક કરી જાણ કરવા માટે જણવ્યા છે. જેના નબર ઉપર સંપર્ક કરી શક્ય છે.૦૨૬૧-૨૩૯૯૨૦૦,૮૩૪૭૧-૩૧૩૧૩,૯૫૫૮૦-૯૦૯૦૯,૯૫૮૬૫-૯૮૭૪૦.

ડીંડોલી સબ્જીમંડી માં થયેલ હત્યામાં ફરીયાદી ઘરે ધાક-ધમકી બાબત માં આરોપીની માતા-બહેનની પણ ધરપકડ.

0

આરોપીની માતા, બહેને પણ હત્યાના બે દિવસ પહેલાં મૃતકની પત્ની સાથે ઝઘડો કર્યો હતો.

૧૭ વષીય સગીર પુત્રને સંગતને લઈ ઠપકો આપી ઘરની બહાર નહિ જવા દેતાં. સગીરના મિત્રએ પિતા અને સાગરીતો સાથે મળી આધેડની હત્યા કરી દરમિયાનગીરી કરવા આવેલા રામબચન પ્રહલાદ મૌર્યા (ઉ.વ. ૪૮) તેના પુત્ર અભિષેક (ઉ.વ. ૨૦)મોટા પુત્રને પણ ચપ્પુનો થા મારી જીવલેણ ઈજા પહોંચાડવાની ચકચારી ઘટનામાં સ્થાનિકો રોષ શાંત થતો નથી. મુખ્ય સૂત્રધાર આરોપીના માતા-બહેન વિરૂદ્ધ પણ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

નવાગામ ડિંડોલી અંબિકાનગરમાં રહેતા રામબચન પ્રહલાદ મૌર્યા (ઉ.વ. ૪૮) તેના પુત્ર અભિષેક (ઉ.વ. ૨૦) સાથે શનિવારે રાત્રે રાબેતા મુજબ ત્રિપાઠી હોસ્પિટલ પાસેથી પસાર થતાં ઓવરબ્રિજ નીચે શાકભાજીની લારી લઈ ઊભો હતો. તે વખતે કુંદન સુનિલ ચૌધરી તેના પિતા કુંદન ચૌધરી, છોટુ ઉર્ફે રાજા ગીરધારી શાહ સહિતના સાગરીતો સાથે ચપ્પુ લઇ તૂટી પડયો હતો. રામબચનને પડખા અને જાંગના ભાગે ત્રણ ઘા ઝીંકી રહેંસી નાંખી અભિષેકને પણ પીઠમાં ચપ્પુનો જીવલેણ યા ઝીંકવામાં આવ્યો હતો. હત્યાની આ ઘટનાથી મૌર્યા સમાજનાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બીજાં દિવસે ડેડબોડીને સ્વીકારના ઈન્કારથી લઈ આરોપીના થર પર બુલડોઝર ફેરવવાની પણ માંગણી કરી હતી. ગતરોજ હત્યામાં ચોથા આરોપી સત્યમની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો ત્યારે પણ ટોળાંએ આરોપીને ફાંસી આપવાની માંગણી કરી હતી.

દરમ્યાન પોલીસે ગતરોજ આરોપી કુંદન ચૌધરીની માતા કલાવતીદેવી (ઉ. ૨. ૪૦) અને ૨૪ વીય બહેન કાજલ ચૌધરી (બંને રહે, ગંગાસાગર સોસા.. નવાગામ)ની ધરપકડ કરી હતી. મૃતક રામબચનનો ૧૭ વર્ષીય પુત્ર કુંદન સાથે ફરતો હતો જેને તેની સાથે દોસ્તી નહિ રાખવા ધમકાવતાં કુંદન અને સત્યમે પહેલી મે નાં રોજે ઘરે આવી ઝઘડો કર્યો હતો. બંનેને ઠપકો આપ્યો હોઈ કુંદનની માતા અને બહેન પણ ત્યાં ધસી આવ્યા હતા અને રામબચનની પત્ની રીટાબેનને ધાક ધમકી આપી હતી. જેના વિડીયો પણ સામે આવ્યા છે. જેના બે દિવસ બાદ કુંદન અને સાગરિતોએ ખૂની ખેલ ખેલ્યો હતો. પોલીસે રીટાબેનની ફરિયાદને આધારે બંનેની ધરપકડ કરી હતી.

સગીરવિધાર્થી થી ગર્ભવતી થયેલી શિક્ષિકાની ગર્ભપાતની મંજૂરી માટે કોર્ટમાં અરજી

0

સગીર ના વીર્યથી કુપોષિત બાળક જન્મવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો.

સુરત,પુણામાં ૧૩ વર્ષના સગીરનું અપહરણ કરીને ચાર દિવસ બાદ પકડાયેલી શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગી છે. શિક્ષિકાએ અરજીમાં જણાવ્યું હતું કે, ૧૩ વર્ષના સગીરના સિમેનથી જો બાળકનો જન્મ થાય તો તે મેડીકલ સાયન્સ પ્રમાણએ કુપોષિત થશે.

આ ઉપરાંત બાળકના ભરણપોષણ અંગે પણ વિચારવાનો સમય હોવાનું કહીને ગર્ભપાત કરાવવા અરજી કરી છે. આ કેસમાં આગામી સોમવારે આ અરજીની સુનાવણી હાથ ધરાશે.

આ કેસની વિગત મુજબ પૂણા વિસ્તારમાં રહેતાં ૧૩ વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી અને ધોરણ ચારમાં વર્ગ શિક્ષિકા રહેલી ૨૩ વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને ૨૦ અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો.

આ શિક્ષિકા સગીર વિદ્યાર્થીનું ૧૨ વર્ષનો હતો ત્યારથી જ તેની સાથે શારિરીક સંબંધો બાંધતી હોવાનું અને આ વિદ્યાર્થી થકી જ તેને ગર્ભ રહ્યાનું જણાવતાં પોલીસે બંનેના ડી.એન.એ. ટેસ્ટ માટેના સેમ્પલ્સ પણ લીધા હતા. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફતે ૨૦ અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી લેવામાં આવી છે.

જેમાં તેણીએ જણાવ્યું હતું કે, બાળકનો જન્મ થાય તો તે અસામાન્યતાઓથી પીડાશે અને વિકલાંગ થવાની શક્યતા, બાળક જન્મશે તો તેનું ભરણપોષણ કોણ કરશે તે એક વિચારવાનો વિષય છે. બાળકના પિતાની ઉંમર માત્ર ૧૩ વર્ષ છે એટલે જન્મ લેવાવાળા બાળકની સ્વીકાર્યતા નથી.

મેડીકલ સાયન્સ પ્રમાણે ૧૩ વર્ષિય સગીરના મેલ સિમેનથી બાળક કુપોષિત જન્મી શકે છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડિલીવરી સમયે બાળક અથવા માતા બંનેમાંથી એકને જ બચાવી શકાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે તેથી ગર્ભપાત કરાવવો જરૂરી છે તેમ અરજીમાં જણાવ્યું હતું. આ અરજીની વધુ સુનાવણી આગામી તા. ૧૨મી મેને સોમવારે હાથ ધરવામાં આવશે.

દુષ્કર્મનો કેસ એ આખું ષડયંત્ર હોવાનો પર્દાફાશ, કોંગ્રેસના નેતા દિનેશ પાતર- વકીલ પંડિતની ધરપકડ

0
પૂજા રાજગોર

રીબડાના અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવાયો હતો, બે વકીલની સંડોવણી

પોલીસે રાજકોટ અને ગોંડલના વકીલ ઉપરાંત દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી અને તેની બહેનપણીની ધરપકડ કરી.

ગોંડલના રાજકારણમાં ગરમાવો લાવનાર રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અમિત ખૂટને હનીટ્રેપમાં ફસાવી તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ ફરિયાદ નોંધાવાવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ તપાસમાં થયો છે. જેમાં રાજકોટના વિવાદાસ્પદ એડવોકેટ સંજય હેમંતભાઈ પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાલાભાઈ પાતરની સંડોવણી ખુલી છે. જેથી આ બંને ઉપરાંત દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણીની કોની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટમાં રહેતી અને મોડેલીંગ કરતી તરૂણીએ અમિત ખૂંટ સામે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં ગત શનિવારે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અમિત ખૂંટની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાક્રમ વચ્ચે અમિત ખુંટે ગઈ તા. પના રોજ રીભડા ગામમાં આવેલી પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણે આ પગલું ભરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં રીબડાના ઓનરૂપસિંહ જાડેજજ, તેના પુત્ર રાજદીપસિંહ, દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરે પોતાને ખોટા કેસ માં ફસાવતા બદનામી થવાથી આત્મહત્યા કર્યાનું લખ્યું હતું. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે આ ચારેય આરોપીઓ સામે આપધાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પછી ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરની પૂછપરછ કરતાં ચોકાવનારો ખુલાસો થયો છે. આ બંનેની પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પૂજાનો રાજકોટમાં એક મિત્ર રહે છે.

જેણે પૂજા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણીને સાધી કહ્યું હતુ કે અમિત ખૂંટ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અને પ્રેમ સંબંધ અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધી, તેના વિરૂઘ્ઘ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની છે. બદલામાં તમારી બંનેની લાઈફ સેટ થઈ જશે, બંનેને સારામાં સારી જોબ પણ મળશે. બંનેને મોટી રકમ પણ મળશે, આ પછી તમને કાંઈ ઘટશે નહીં, અમિત ખુંટ વિરૂઘ્ઘ ફરિયાદ કરતી વખતે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે. શરૂઆતથી અંત સુધી તમને મદદ કરશે. બંને કહે તે રીતે તમારે પોલીસ ફરિયાદ નોંધાવાની છે. જેથી દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂર્ણ ગોરને પૈસાની જરૂરિયાત હોવાથી આ કામ માટે સહમત થઈ ગઈ હતી. કાવતરા મુજબ અમિત ખુંટ સાથે મિત્રતા કેળવી, આખરે તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. મેડીકલમાં દુષ્કર્મ કર્યાનું સાબિત થાય તે માટે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ કેસમાં રીબડાના અનિરૂભસિંહ જાડેજા અને તેના પુત્ર રાજાપસિંહને હજુ સુધી પોલીસ શોધી શકી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજાને આ કામ સોંપનાર વચેટિયો પકડાયા પછી તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવવાનું કાવતરું રચ્યું હતું તે અંગે ખુલાસો થશે. હાલ આ વચેટિયાની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

એડવોકેટ સંજય પંડીત ફરિયાદ નોંધાવતી વખતે સાથે રહ્યો હતો.

રાજકોટના વચેટિયાએ પૂજા અને તેની બહેનપણીને અચિત ખુંટ વિરૂધ્ધ દુષ્કર્મની હરિયાદ નોંધાવતી વખતે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે તેમ કહ્યું હતું. આ માહિતી પરથી પોલીસે તપાસ કરતાં એડવોકેટ સંજય પંડીત હરિયાદ નોંધાવતી વખતે અને અન્ય સ્થળોએ હાજર રહ્યાની માહિતી મળી છે. ગોંડલ તાલુકા પીઆઈ તરીકે જેતપુરના પીઆઈ એ. ડી. પરમારને મૂકવામાં આવ્યા છે. જે હવે આ કેસની આગળની તપાસ કરશે.

વકીલ પ્રશાંત પટેલના ઘરે શરાબ અને સુંદરીની મહેફિલ, બે મોડલ પણ ઝડપાઈ.

0

વેડ રોડ રાધેશ્યામ સોસાયટી-૩માં વકીલ પ્રશાંત પટેલની શરાબ અને સુંદરીઓની મહેફિલમાં પોલીસે ભંગ પાડયો હતો.

વેડ રોડ પર પોલીસ ત્રાટકી, જવેલર્સ, સોફ્ટવેર એન્જિનિયર પકડાયા.

વેડ રોડ રાધેશ્યામ સોસાયટી-૩માં વકીલ પ્રશાંત પટેલની શરાબ અને સુંદરીઓની મહેફિલમાં પોલીસે ભંગ પાડયો હતો.દારૂની બે ખુલ્લી બોટલ સાથે વકીલ સહિત ચાર પુરુષો અને જવેલરીનું મોડલિંગ કરતી હરિયાણાની બે સગી બહેનો સહિત છની ધરપકડ કરી હતી. ધરપકડ કરાવેલી બીજી ત્રણ વ્યક્તિઓમાં એક જવેલર્સ તથા બે સોફ્ટવેર એન્જિનિયર છે.ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ચૌધરીના માર્ગદર્શનમાં ગત સોમવારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં રાધેશ્યામ સોસાયટી-૩માં રેઈડ કરવામાં આવી હતી.

અહીં એક મકાનમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી વચ્ચે રેઈ ડ કરવા પોલીસ પહોંચી ત્યારે દંગ રહી ગઈ હતી. અહીં રહેતા પ્રશાંત ધરમશી પટેલ તથા તેના ત્રણ મિત્રો જયકુંજ ગબરૂ કથીરીવા (રહે.ભક્તિનંદન સોસા., મોટા વરાછા), કૌતિક જયસુખ કાથરોટીયા (રહે. બજરંગ રો-હાઉસ, લસકાણા) અને જયદીપ સંજય ધાનાણી (રહે. સી. એચ. પાર્ક, સરથાણા) સાથે શરાબ સાથે સુંદરીઓની મહેફિલ માણી રહ્યા હતા. બે કચિત મોડલ પણ અહીં હાજર મળી આવી હતી. હરિયાણાના રોહતકની ૩૨ વર્ષીય સંજના ઈન્દ્રસિંહ થાપા અને તેની ૨૯ વર્ષીય બહેન મોનિકા દિલ્હીમાં જવેલરીના મોડલિંગ સાથે સંકળાવેલી હતી.

બંને મોડલ ફ્લાઇટથી અમદાવાદ થઇ સુરત આવી.

ઝડપાયેલા ચાર પૈકી જયકુંજ કથીરીયા (ઉ.વ.૨૦) જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તે દિલ્હીની બંને બહેનોના સંપર્કમાં હતો. જયકંજ જે જવેલરી નવી બનાવવામાં આવી હોય ત્યારે તેને પ્રદર્શિત કરતી વખતે મોડલની જરૂર પડતી હોઇ બંને બહેનોનો મોડલ તરીકે ઉપયોગ કરતો હતો. બંને બહેનો મુંબઈ જવા પહેલાં જયકુંજના કહેવાથી અમદાવાદમાં લાઇટથી પહોંચ્યા બાદ બાય રોડ સુરત આવી હતી.

મોઘા બ્રાન્ડની દારૂની બે બોટલ મળી.

વકીલે ઘરે રાખેલી પાર્ટીમાં જયકુંજ ઉપરાંત સોફટવેર એન્જિનિયર મિત્ર કૌતિક કાથરોટીયા અને જયદીપ ધાનાણીને નિમંત્ર્યા હતા. આ ચારેય પાર્ટી કરી રહ્યા હતા ત્યારે ત્રાટકેલી પોલીસને અહીંથી બેલેન્ટાઇસ અને જેમ્સન ટ્રિપલ આઇરીશ વ્હીસ્કીની બે ખુલેલી બોટલ મળી હતી. જેમાંથી ઘણો દારૂ પોલીસને મળી આવ્યો હતો. આ દારૂ વકીલ બે દિવસ પહેલાં સ્ટેશનથી અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યાનું જણાવી રહ્યો છે. કોણે કોણે નશો કર્યો હતો તે જાણવા પોલીસે સેમ્પલ્સ પણ લેવડાવ્યા હતા. સબ ઇન્સ્પેક્ટર એસ.આઇ. મકરાણી વધુ તપાસ કરી રહ્યા છે.

ડાંગ ભાજપ નેતાએ ત્રણ વ્હોટ્સએપ ગ્રુપમાં આપત્તિજનક પોસ્ટ અને ફોટા મુકતા ચકચાર

0

ગ્રુપના મહિલા સભ્યો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા.

સુબિર તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ વસનજી કુંવરે ન્યૂડ ફોટા મુકી લાંબા સમય સુધી ડિલીટ કરવાની તસ્દી ન લેતા સ્ક્રીન શોટ વાયરલ થયા.

ડાંગ જિલ્લા ભાજપ સંગઠન ગ્રુપ, વન મહોત્સવ તાલુકા પંચાયત ગ્રુપ અને યુવા વિચારધારા વ્હોટ્સએપ ગ્રુપમાં ભાજપના એક નેતાએ આપત્તિજનક પોસ્ટ અને ન્યૂડ ફોટાઓ મુકી દેતા ચકચાર મચી હતી. આ વ્હોટ્સએપ ગ્રુપમાં ભાજપની મહિલા અગ્રણીઓ પણ હોવાથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના અગ્રણી તેમજ હાલનાં સુબિર તાલુકા પંચાયતનાં સરપંચ એસોસિએશનનાં પ્રમુખ વસનજીભાઈ કુંવરે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન ગ્રુપ, વન મહોત્સવ તાલુકા પંચાયત ગ્રુપ અને યુવા વિચારધારા નામનાં વ્હોટ્સએપ ગ્રુપમાં આપત્તિજનક પોસ્ટ અને ન્યૂડ ફોટા મુકી દેતા ખળખળાટ મચી ગયો છે. આ ઘટનાએ રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે. આ ગ્રુપમાં ડાંગ ભાજપની મહિલા અગ્રણીઓ અને ભાજપ સંગઠનના ઉચ્ચ નેતાઓ પણ સભ્ય તરીકે સક્રિય જોવા મળે છે. ખાસ કરીને મહિલા સભ્યો । ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ભાજપના અગ્રણી દ્વારા જ આવા આપત્તિજનક ન્યૂડ ફોટા અને પોસ્ટ મુકવાથી ભાજુપા પાર્ટીની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યુ છે. ડાંગ ભાજપાનાં નેતા પાનજીભાઈ કુંવરે ફોટા અપલોડ કર્યા પછી ઘણા સમય સુધી ડિલીટ કરવાની તસ્દી પણ લીધી ન હોતી. જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે. અને આ મામલાનાં સ્ક્રીન શોટ સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા.

આ ઘટના બાદ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલા અગ્રણીઓએ નામ ન આપવાની શરતે આ કૃત્યની સખત નિંદા કરી છે. અને વસનજીભાઈ કુંવર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ ઘટનાએ ડાંગ જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.

વાપીમાં લાશના પંચક્યાસ સમયે મોબાઈલ ચોરનાર તત્કાલિન ASIને ત્રણ વર્ષની કેદ

0

વર્ષ ૨૦૧૧માં ડુંગરાના ફ્લેટમાંથી લાશ મળતા પંચક્યાસ કરવા ગયેલા એએસઆઈ સોમા વસાવાએ મૃતકનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો.

વાપીના ડુંગરા વિસ્તાર આવેલા ફલેટમાં લાશનું પંચયાસ કરવા ગયેલા તત્કાલિન એએસઆઈએ મૃતકનો મોબાઈલ ચોરી કર્યાના કેસમાં કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.

કેસની વિગત એવી છે કે, વાપીના ડુંગરાના પીરમોરા ફળિયામાં નાકોડા બિલ્ડિંગના ફલેટમાંથી રાજદીપ રણજીત મુખરજીની તા. ૨૩-૦૪-૧૧ના રોજ પલંગ પરથી નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી | હતી. પોલીસે લાશનો કબજો લઈ પી.એમ. કરાવ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. મૃતકના બહેન-બનેવીએ લાશનો કબજો લીધા બાદ અંતિમ વિધી કરી દીધી હતી. જોકે, ઘટના સ્થળેથી મૃતકનો મોબાઇલ ગાયબ થઇ જતા ફરિયાદ કરતા તપાસ દરમિયાન ઘટના સ્થળે લાશનું પંચકયાસ કરવા ગયેલા તત્કાલિન એએસઆઈ સોમા સોમજી વસાવાએ મોબાઇલ ચોરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધી જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આ કેસની વાપી કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ અમીત પી.ખંભાતીએ અનેક પાસા પર કરેલી દલીલો બાદ કોર્ટના જજ આર.વી.જોટાણીયાએ આરોપી સોમા વસાવાને તકસીરવાર ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. ૩ હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.

ચાર શખસોએ મળીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા એક નું મોત નિપજ્યું,પિતા-પુત્રએ મળીને કરી હત્યા-બેની ધરપકડ

0

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી.જેમાં ચાર શખસોએ મળીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા એક શખસનું મોત નિપજ્યું છે, જ્યારે બીજાની હાલત ગંભીર છે. ડીંડોલી પોલીસે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પિતા-પુત્રને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

રામબચ્ચન મોર્યા નામના વ્યક્તિ અને તેમના છોકરા અભિષેક મોર્યા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો. હુમલામાં રામબચ્ચન મોર્યાને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અભિષેકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે તાત્કાલિક સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં ડીંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીને ધરપકડ કરી છે.આરોપી કુંદન અગાઉ પણ મારામારીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ મુજબ ઘટનાનો મૂળ વિવાદ એટલો હતો કે મૃતકના પુત્ર અભિષેક મોર્યે આરોપી કુંદન અને તેની ટોળકી સાથે ફરવાનું બંધ કરવાનું નક્કી કર્યું હતું. આ વાત અભિષેકે તેના મિત્રોને પણ જણાવી હતી. જે બાબતમાં આરોપી તેના મિત્રો સાથે ફરિયાદી નાં ઘરે હમલો કરવામાં આવેલ હતા. જે બાબત ની ફરિયાદ કર્તા ફરીયાદી ને પુલીસ સ્ટેશન ખાતે જ પરિવાર જનો ને ધમકીઓ આપવામાં આવેલ હતા. કોઈ ક નવા જૂની કરવામાં આવશે. જે બાબત માં ધમકી ની રજૂઆત કર્તા.પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હતું.જે પછી તા.૦૩-૦૫-૨૦૨૫ નાં રોજે સાંજે આ ઘટના બની હતી.

આ સમગ્ર ઘટનાને લઈ સરવેશકુમાર જીતેન્દ્ર મોર્યાએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર શખશો કુંદન ચૌધરી, તેના પિતા સુનિલ ચૌધરી, અંશુ ચૌધરી અને સત્યમે મળીને હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં પિતા સુનિલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડી છે, જ્યારે બાકી બે આરોપીઓની શોધખોળમાં પોલીસની ટીમો લાગી ગઈ છે.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં પણ આ ખુલાસો થયો છે કે મૃતક રામબચ્ચન મોર્યાએ અગાઉ પણ આરોપીઓ સામે અરજી કરી હતી અને તેનો બદલો લેવા માટે આ હુમલો કરાયો છે. હાલ આ ગુનાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.જે. સોલંકી કરી રહ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધી રહી છે.

ભટારના સિંગલ મધરની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦% સાથે ઝળહળતી સફળતા મેળવી

0

માતા દ્રષ્ટિ નાયક સુરતની સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે.

માહિતી બ્યુરો-સુરતઃ સોમવારઃ એકલા હાથે દીકરીને ઉછેરનાર સિંગલ મધર દ્રષ્ટિ નાયકની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦ % તેમજ ૯૮.૪૩ પર્સન્ટાઈલ મેળવ્યા છે.સાથે ઝળહળતી સફળતા મેળવી છે. સખ્ત મહેનત કરી ઉચ્ચ ગુણાંકે પાસ થનાર શારદાયતન સ્કુલની વિદ્યાર્થિની પ્રાચીએ કહ્યું કે, રોજના સાત કલાક વાંચનથી સિદ્ધિ મળી છે. આગામી સમયમાં બીસીએ કરવાની ઈચ્છા છે. સાથે જ જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરીને દેશની વહીવટી સેવા સાથે જોડાઈ કલાસ વન ઓફિસર તરીકે દેશસેવા કરવાની તમન્ના છે.


ભટાર વિસ્તારમાં પ્રાચીના માતા દ્રષ્ટિ નાયક સુરતની સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે. પ્રાચીએ આઠ વિષયોના ૭૫૦ માંથી ૬૭૯ માર્ક્સ મેળવ્યા છે અને આઠમાંથી ૪ વિષયોમાં એ-વન ગ્રેડ મેળવ્યો છે. સ્ટેટેસ્ટિકસ વિષયમાં ૧૦૦માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કર્યા છે. પ્રાચી જણાવે છે કે, મારી સફળતાના પાયામાં માતા દ્રષ્ટિબેન છે, જેમણે ખૂબ સંઘર્ષ કરીને એકલા હાથે ઉછેર કરીને મને ભણાવી છે, ત્યારે આગામી સમયમાં હું માતાના સપના પૂર્ણ કરીશ.

ડિમોલિશનની નકલી નોટિસ લગાવાતાં રહીશોમાં ભય

0

ગુજરાતમાં નકલીની બોલબાલા ઠેર ઠેર જોવા મળે છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ-૨ સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલીશનની નોટિસો લગાવવામાં આવી છે., જેના પગલે સ્થાનિક રહીશો ભયમાં આવી ગયા છે. ભારે ઊહાપોહ વચ્ચે હકીકત બહાર આવી છે કે આ નોટિસો નકલી છે – ન તો મનપા દ્વારા બહાર પાડવામાં આવી છે કે ન પોલીસનો તેમાં કોઈ રોલ છે. તાપીનગર વિભાગ-૨ જેવી મધ્યમ અને નીચલા વર્ગની વસાહતમાં વસતા રહીશોએ જ્યારે પોતાના ઘરોની બહાર તખ્તીઓ અને નોટિસો જોઈ કે જેમાં લખાયું હતું “મનપાની સૂચના મુજબ આ મકાન ૭ દિવસમાં તોડી પાડવામાં આવશે,” ત્યારે લોકોના પગ નીચેની જમીન ખસી ગઈ. નોટિસમાં મનપા અને પોલીસ બંનેના નામનો ઉલ્લેખ હતો અને કહેવામાં આવ્યું હતું કે દરેક ગલીમાંથી પાંચ મકાનો તોડવામાં આવશે.

પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અજાણ્યા શખ્સો સામે IPC કલમ ૧૮૨, ૪૨૦, ૫૦૬ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. CCTV ફૂટેજ, સોસાયટીના સાક્ષીઓ અને નોટિસની છાપાઈ અંગે તપાસ ચાલી રહી છે.

મનપા પણ જાણકારી મેળવી રહી છે કે ક્યાંકથી અંદરથી માહિતી તો લીક થઈ નથી. જેને લઈને  સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. મકાનો પર લગાવેલી નોટિસમાં લખ્યું હતું કે, ‘મનપાની સૂચના મુજબ આ મકાન 7 દિવસમાં તોડી પાડવામાં આવશે.’ આ મામલે રહીશો  SMC અને નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ પછી સ્થાનિકો જાણવા મળ્યું હતું કે, મહાનગર પાલિકાએ આ પ્રકારની કોઈ નોટિસ જાહેર ન કરી હોવાનું જણાવ્યું હતું. 

પોલીસ પાસે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પાલિકા તંત્રએ પણ ઝોનના ડી.સી.પી.ને જાણ કરી અને પોલીસ મથકમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ પાલિકા અને પોલીસ મળીને સોસાયટીનું ચોક્કસ લોકેશન શોધીને આગળની તપાસ શરૂ કરી રહી છે. અધિકારીઓએ માન્યું છે કે કોઈક શખસે રહીશોને ડરાવવા કે ટીખળ કરવા માટે આ બોગસ નોટિસો લગાડી હશે.