પોલીસે પાંચ ટીમો બનાવી લૂંટારુંને ઝડપવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી
સુરત શહેરના સચિન સ્લમ બોર્ડ માં ભરબપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલ બતાવી પોણા 3.76 લાખની લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ટોપી પહેરી આવેલો એક શખ્સ બેંકની અંદર ઘૂસ્યો હતો. જે ફરજ બજાવી રહેલા બે કર્મચારીઓને પિસ્તોલના બતાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. શહેરના સતત ધમધમતા સચિન વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે.
પોલીસે પાંચ ટીમો બનાવી લૂંટારુંને ઝડપવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરીપોલીસે પાંચ ટીમો બનાવી લૂંટારુંને ઝડપવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ મથકના અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સમગ્ર વિસ્તારને તપાસ કરી લેવાયો હતો અને આરોપીનું પગેરું શોધવા માટે તાત્કાલિક શહેરના વિવિધ વિસ્તારમાં નાકાબંધી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સમગ્ર ટીમે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ઈન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા બાદ ફોન નંબરની આપલે થઈ.
સુરત,ભાજપના વોર્ડના નબર ૮ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક ઓયો હોટલમાં લઈ ગયા હતા. અહીં બન્નેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
સુરતની હોટલમાં યુવતી પર ગેંગરેપસુરતની હોટલમાં યુવતી પર ગેંગરેપ
આ મામલે યુવતીના જણાવ્યા મુજબ, જહાંગીરપુરા પોલીસે આરોપી ગૌરવસિંહ રાજપૂત અને આદિત્ય ઉપાધ્યાય સામે બી.એન.એસ,૨૦૨૩ની કલમ ૭૦(૧), ૭૫(૨), ૧૨૩ મુજબ ગેંગરેપનો ગુનો દાખલ કરીને બંનેને ધરપકડ કરી છે.આ સાથે પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીનાં નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નં. 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતાં BJP સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતાં આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.
જે ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે સંવાદ વધુ ઘનિષ્ઠ બન્યો હતો. થોડાક દિવસ બાદ બીજા યુવક આદિત્ય ઉપાધ્યાય તરફથી પણ રિક્વેસ્ટ આવી હતી, જેને યુવતીએ સ્વીકારીને તેની સાથે પણ મેસેજ અને બાદમાં ફોન પર વાતચીત શરૂ કરી હતી. આ રીતે યુવતીએ બંને યુવકો સાથે મિત્રતા બાંધી ગઈ હતી.થોડા દિવસોમાં યુવતીએ બંનેને પોતાનો મોબાઈલ નંબર આપતાં ફોન પર અવારનવાર વાતો થતી રહી હતી.
ગૌરવસિંહ અને આદિત્ય ઉપાધ્યાયે તેને ફરવા માટે બીચ પર લઈ જવાનું કહ્યું હતું, જેના પગલે તે બીચ પર બંને સાથે ગઈ હતી. જોકે, આરોપીઓએ પૂર્વનિયોજિત રીતે તેનો વિશ્વાસ જીતી કોઈ અજાણ્યા બીચ પર લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેણીને પીવા માટે કોલ્ડ્રીંક આપ્યું હતું. આ પીણું પીધા બાદ યુવતી અશક્ત અને બેભાન જેવી થઈ ગઈ હતી. જેને જોતા બંને યુવક યુવતીને જહાંગીરપુરા કેનાલ રોડ આવેલી ઓયો હોટેલમાં લઈ ગયા હતા. જ્યાં યુવતીની અનુમતિ વગર બન્ને યુવકે વારાફરતી શારીરસંબંધ બાંધી ગેંગરેપ કર્યો હતો. દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી. જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી.
સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. ગુજરાત પોલીસની આ સફળતા ટેક્નોલોજી અને સમર્પણનું પરિણામ છે. ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં નવો આયામ સ્થાપિત કર્યો છે.
છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે.
02/05/2025ના રોજ દુબઇથી સાયબર ફ્રોડ આચરતી ગેંગના આરોપી અનિલભાઇ ખેની (ઉ.વ. 35, રહે. સુરત)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો, જેણે POS મશીન દ્વારા દિરહામ ઉપાડી ફ્રોડ કર્યું. 4 મોબાઇલ, 5 ડેબિટ કાર્ડ, 12 સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. તે ઉપરાંત 07/05/2025ના રોજ ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપી રૂ. 9,30,700ની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (ઉ.વ. 28, રહે. વાપી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.
15/05/2025ના રોજ વીમા કંપનીના નામે ખોટી પોલીસી લેવડાવી રૂ. 98,85,000ની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યા. જેમણે ફોન/ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી. અન્ય કેસમાં 16/05/2025ના રોજ 90 વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1,15,50,000ની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (ઉ.વ. 22, નેપાળ)ને લખનૌ એરપોર્ટથી ઝડપ્યો. તેણે CBI/EDની ખોટી ઓળખ આપી ફ્રોડ કર્યું હતુ. જ્યારે 16/05/2025ના રોજ સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 22,00,400ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદીયા (ઉ.વ. 21, રહે. અમદાવાદ)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. CBI અધિકારીની ખોટી ઓળખ આપી વિડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું.
સુરતના 90 વર્ષીય વૃદ્ધ સિનિયર સિટિઝનને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓના ઘરની બહારના સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે 1.15 કરોડ રૂપિયા કાઢી લેવાયા હતા. આ મામલામાં સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય સુત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો હતો.
પાર્થ ગોયાણી છેલ્લા 3 મહિનાથી નેપાળમાં છુપાઈ રહેતો હતો અને ત્યાં પણ કોલસેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તાજેતરમાં તે નેપાળથી લખનૌ આવ્યા બાદ ફરી કમ્બોડિયા જઈ રહ્યો હતો. ત્યારે લખનૌ એરપોર્ટ પરથી સુરત સાઇબર ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો હતો.સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, પાર્થ ગોયાણી અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી ફેક બેન્ક એકાઉન્ટ્સ મેળવતો હતો, તેમાં પૈસા ટ્રાન્સફર કરાવતો અને ત્યારબાદ તેનો રૂપાંતર ક્રિપ્ટોકરન્સી USDTમાં કરી ચાઈનીઝ ગેંગ સુધી પહોંચાડતો હતો. વધુ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં દેશમાં કુલ 173 જેટલા ગુનાઓ આચર્યા છે, જેમાં માત્ર ગુજરાતમાં જ 9 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પાર્થ ગોયાણી કમ્બોડિયામાંથી પોતાના નેટવર્ક દ્વારા વિશ્વના અલગ અલગ દેશના અને ભાષાના કોલર્સને નોકરી ઉપર રાખીને ભારત સહિતના દેશોમાં કોલસેન્ટર ચલાવતો હતો. તેના સંપર્કમાં ઘણા ચાઇનીઝ ગેંગના સહભાગી પણ જોડાયેલા હતા. તે પાકા પ્લાન હેઠળ સોફ્ટવેર દ્વારા ભોગ બનેલા લોકોના ફોન- લેપટોપ પર કન્ટ્રોલ લઈ લેતા અને પછી તેને ડિજિટલ એરેસ્ટમાં રાખી લોન લઈ પૈસા ટ્રાન્સફર કરાવતા.
સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેનું અપહરણ કરાયા બાદ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે.
સુરત,પાંચ દિવસ પહેલા અપહરણ કરાયા બાદ અપહરણકારોએ પરિવારજનો પાસે ત્રણ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. અપહરણના ચાર દિવસ બાદ મીઠી ખાડી વિસ્તારમાંથી સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેની બે ટુકડામાં કોથળામાં પેક કરેલી લાશ મળી આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર પહોંચેલા મૃતકના પરિવારજનોમાં આક્રંદનો છવાયો હતો. મૃતકના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી નારાજગી વ્યકત કરી હતી.
સુરતમાં ચંદ્રભાન માતાપ્રસાદ દુબે નામના વ્યક્તિ સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને 12 મે 2025ના રોજ ચંદ્રભાન પોતાના રિક્ષા ડ્રાઇવર રાશિદ સાથે ગયા હતા અને ત્યારબાદ પરત આવ્યા ન હતા. 12 મેના રોજ રાત્રે 8 વાગ્યા બાદ ચંદ્રભાન ગુમ થયા હોવાના કારણે આ બાબતે પરિવારના સભ્યો દ્વારા અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અલથાણ પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ અપહરણ બાદ ચંદ્રભાન દુબેના મોબાઈલ પરથી પરિવારના સભ્યો પાસેથી ત્રણ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવતી હતી.
સંજયસિંહ રાઠોડ વોટ્સએપ ગ્રુપમાં સાંકેતિક ભાષામાં મહિલા પત્રકારના ચારિત્ર્ય બાબતે, પારિવારિક લાઇફ બાબતે પણ અનેક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.
એક નેશનલ ચેનલ નાં પત્રકાર સંજયસિંહ રાઠોડ બીભત્સ ટિપ્પણી સાથે ધમકી પણ આપતા હતા.
BNS ની કલમ હેઠળ 78(1)-(i),79,49,61(2),351(3),356(3) મહિલા પુલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
સુરત,સંજયસિંહ રાઠોડ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ટિપ્પણીકર્તા. શહેરના ઈલેક્ટ્રોનિક મીડિયાના બે પત્રકારો વિરૂદ્ધ મહિલા પત્રકારે જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી છે. જેમાં પત્રકાર સંજયસિંહ રાઠોડ અને અને અન્ય વિરુદ્ધમાં મહિલા પત્રકાર વિરુદ્ધ જાહેરમાં અપશબ્દો બોલવા અને સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા હોવાનો પણ ફરિયાદમાં આરોપ મુકાયો છે.
પુલીસ સ્ટેશન માં થયેલ ફરિયાદ મુજબ મળતી વિગતો પ્રમાણે સુરતમાં રહેતી અને ઈલેકટ્રોનિક મીડિયામાં પત્રકાર તરીકે ફરજ બજાવતી ૪૦ વર્ષીય યુવતીએ મહિલા પોલીસ સેક્ટર-૨માં ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના બે પત્રકારો સંજયસિંહ રાઠોડ (રહે-ડિંડોલી ) અને આઝમ સાલેહ (રહે-રાંદેર) વિરુદ્ધ માં સામે જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.૧૯-૩-૨૪ના રોજ આ યુવતી અઠવા ચોપાટી પાસે ચાની દુકાને બેસેલી હતી ત્યારે સંજયસિંહ અને અન્ય તેણીના પહેરવેશ બાબતે અભદ્ર ટિપ્પણી કરી હતી.
સંજયસિંહ અને આજમ સાલેહ વોટ્સએપ ગ્રુપમાં પણ સાંકેતિક ભાષાનો ઉપયોગ કરી અશ્લીલ ટિપ્પણી કરતા હતા. આ રીતે બંને જણા અનેકોવખત સોશિયલ મીડિયા ગ્રુપમાં અભદ્ર કોમેન્ટ કરી બદનામ કરવાની કરતૂત કરતા હતા.
(૧) સંજયસિંહ રાઠોડ નાઓએ મારા વિશે સાંકેતિક ભાષામાં પોસ્ટ કરેલ કે, સુરત કે ગ્રામ્ય કે ડીવાયએસપી કા ખુબસુરત મહિલા પત્રકાર કે સાથ પ્રેમ સંબંધ”
ખૈર, અપને પતિ કો છોડકર પરાયે પતિ કે સાથે રંગ રેલિયા મનાના સિંદુર કે ખિલાફ હૈં ઔર વો આપકે શીશમહલ કા કલંક હૈ.
(૪) સંજયસિંહ રાઠોડ નાઓએ મારા વિશે સાંકેતિક ભાષામાં પોસ્ટ કરેલ કે…………ખુદ કો સતી સાવિત્રી સમજાને વાલી બિ લ્લી ખુદ આઈને કે સામને ખડે હોકર દેખે ઔર ઉસ આઈને સે પુછે કી ઉસને ડીવાયએસપી કે સાથે નાજાયજ રિશ્તોં મેં કીતની બાર યાત્રાએ કી હે…….. કુત્તા બીલ્લી કા ખેલ.
આ રીતે સંજયસિંહે વોટ્સએપ ગ્રુપમાં સાંકેતિક ભાષામાં મહિલા પત્રકારના ચારિત્ર્ય બાબતે, પારિવારિક લાઇફ બાબતે પણ અનેક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. બંને પત્રકારોએ મહિલા પત્રકારને વશ કરવા પણ અલગ-અલગ પોસ્ટ કરી મેન્ટલી ટોર્ચર કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.
પાંડેસરા સ્નોપાર્ક ગેસ્ટહાઉસ-કમ-હોટલના રૂમ નં.205માં લાકડાના કબાટના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
સુરત,પાંડેસરાના ગેસ્ટહાઉસ કમ હોટલના રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતક યુવતીના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. પતિ સાથે અણબનાવ બનતા તે એક મહિનાથી પિયરમાં આવી ગઈ હતી. હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનોએ હત્યા થયાનો આક્ષેપ કર્યો છે. રૂમમાં એક યુવકની હાજરી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે.
પાંડેસરાના ગેસ્ટહાઉસ-કમ-હોટલના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી છે.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સૂચિતા મોટા વરાછા ખાતે હતી દરમિયાન ગત 11 મે ના રોજ કોઈનો ફોન આવ્યો અને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ગત રોજ સાંજે સાંજના સમયે પાંડેસરા સ્નોપાર્ક ગેસ્ટ હાઉસ કમ હોટલના રૂમ નં.205માં લાકડના કબાટના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.સુચિતાના માતાપિતા ઉધના વિસ્તારમાં આવેલા મકાનમાં રહે છે.સુચિતા પાંડેસરામાં ગેસ્ટ હાઉસમાં ક્યા કારણોસર ગઈ હતી તે પણ તપાસનો વિષય છે. વધુમાં મૃતકના પરિવારે આ બનાવ રહસ્યમય હોય શંકા વ્યક્ત કરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મધ્યપ્રદેશ,જબલપુર હાઈકોર્ટે જસ્ટિસ અતુલ શ્રીધરે મંત્રી વિજય શાહની ટિપ્પણીનો સંજ્ઞાન લેતા આગામી 4 કલાકમાં તેમના વિરુદ્ધ BNSની કલમ 152, 196(B), 197 અને BSSની કલમ 122 હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે. આ તમામ કલમો ગુના ગણાતા છે અને નોન-બેઈલેબલ છે.
ભારતીય સેનાની કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવાના કારણે મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી વિજય શાહની મુશ્કેલીઓ વધી ગઈ છે. જબલપુર હાઈકોર્ટે રાજ્યના DGPને મંત્રી વિજય શાહ વિરુદ્ધ 4 કલાકની અંદર વિવિધ કલમો હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.
ન્યાયાધીશ અતુલ શ્રીધરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે રાજ્યના DGPને આદેશ આપતાં સ્પષ્ટ કર્યું કે, વિજય શાહ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે. કોર્ટે આ મામલે રાજ્યના એડવોકેટ જનરલ પ્રશાંત સિંહને પણ કડક સૂચનાઓ આપતા કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં FIR નોંધાવી જ જોઈએ. હાઈકોર્ટે કહ્યું છે કે કેસની આગામી સુનાવણી સોમવારે સવારે થશે. કોર્ટના આ આદેશ બાદ રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં હલચલ તેજ થઈ ગઈ છે.
આ દરમિયાન માહિતી મળી રહી છે કે મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી કુનવર વિજય શાહની મુશ્કેલીઓ પાર્ટીમાં પણ વધવા જઈ રહી છે. કર્નલ સોફિયા કુરેશીના ભાઈએ PM મોદી પાસે મંત્રી વિજય શાહના નિવેદન પર સંજ્ઞાન લેવાની માંગ કરી હતી. જેના બાદ ગઈકાલે સાંજે આ મામલો ગૃહ મંત્રી અમિત શાહ સુધી પહોંચ્યો. હવે ચર્ચા છે કે આજે સાંજે મંત્રી વિજય શાહનો રાજીનામો થઈ શકે છે.
સચિન જીઆઇડીસી-ગભેણી રોડ સ્થિત કલરટેક્ષ લેબર કોલોની સામે ઝાડીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવવાની ઘટનામાં.
મહિલા CCTV માં છેલ્લે યુવાન સાથે સ્કુટી ઉપર જતી નજરે પડી.
૩૨ વર્ષની મુન્નીદેવીને અરમાન હાશ્મી નામક યુવાન સાથે પ્રેમસબંધ હતો.
સચિન GIDC વિસ્તારમાં એક શંકાસ્પદ હત્યાના કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સચિન જીઆઈડીસી-ગભેણી રોડ સ્થિત કલરટેક્ષ લેબર કોલોની સામે ઝાડીઝાંખરામાંથી ચાર દિવસ અગાઉ ૩૦ થી ૩૫ વર્ષીય અજાણી મહિલાની માથામાં ઈજાગ્રસ્ત લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તલંગપુર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી મુન્નીદેવીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. મુન્નીદેવી મૂળ બિહારની વતની હતી અને પતિ તથા બે દીકરાઓ સાથે રહેતી હતી. એક સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જે અંતર્ગત મૃતક મુન્નીદેવી ઉર્ફે સુમીતાકુમારી મુન્નાસીંગ ઠાકુર (ઉ.વ. ૩૨) અને તલંગપુર રોડના અંબિકાનગરમાં છેલ્લા બે મહિનાથી રહેતી હોવાનું બહાર આવ્યું હતું. સચીન પોલીસે CCTV ફૂટેજના આધારે જણાવ્યું છે કે, મૃતકને છેલ્લે અરમાન હાશમી નામના યુવાન સાથે બાઈક પર જતી નજરે પડી હતી.
બે મહિના અગાઉ પાંડેસરામાં રહેતી મુશીદેવીનો પતિ જીઆઇડીસીની મિલમાં નોકરી કરે છે અને બે સંતાન છે.
બે મહિનાથી તલંગપુર રોડ અંબિકાનગરમાં રહેતી મુન્નીદેવી ઉર્ફે સુમીતાકુમારી ઠાકુર સંતાન અને પતિને મુકીને અગાઉ બે વખત ભાગી ગઇ હતી
મુન્નીદેવીને છેલ્લા કેટલાક સમયથી અરમાન હાશ્મી નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતો અને અગાઉ બે વખત તેની સાથે ભાગી ગઈ હતી. જે અંતર્ગત બે મહિના સુધી પ્રેમી સાથે રહ્યા બાદ પરત આવી હતી. જો કે હાલમાં અરમાન ગાયબ હોવાથી સંભવત હત્યા તેણે કરી હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મહિલા બિહારના ઔરંગાબાદની વતની, પ્રેમી સાથે ઝઘડો કારણભૂત
પ્રાથમિક અનુમાન અનુસાર મુન્નીદેવી અને અરમાન હાશમી વચ્ચે પ્રેમસબંધ હતો .બંને વચ્ચે તકરાર થયાનો ખુલાસો થયો છે. એ જ તકરારનાં કારણે અરમાને આક્રોશમાં આવી બોથડ પદાર્થથી મુન્નીદેવી પર હુમલો કરી બેફામ માર મારી તેની હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપી અરમાન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો એવી આશંકાઓ હાલ સેવાઈ રહી છે. જેથી અરમાન હાશમી નામના યુવાન શોધખોળ ચાલુ છે. તેના ધરપકડ પછી જ સાચી હકકીત સામે આવશે.
સુરત: શહેરના વોર્ડ નંબર 30માં આવેલા સચિન હાઉસિંગ સ્કીમ હેઠળ આવેલી ગોકુલ નગર અને શ્રી ભાગ્ય ઉદયનગર સોસાયટીઓ વચ્ચે આવેલા કોમન પ્લોટને લઈને છેલ્લા કેટલાય દિવસોથી વિવાદ જામ્યો છે. ખાસ કરીને શ્રી ભાગ્ય ઉદયનગરના પ્લોટ નંબર 158માં રહેતા સાહુ પરિવાર અને સામે આવેલા ગોકુલ નગરના રહીશો વચ્ચે આ વિવાદ ઉગ્ર બન્યો છે.
મળતી માહિતી મુજબ, સાહુ પરિવાર દ્વારા પોતાના મકાનની બાજુમાં આવેલી જગ્યામાં કમ્પાઉન્ડ વાળી બનાવી ફૂલઝાડ લગાવવામાં આવ્યા હતા. અને મકાનની પાછળની બાજુએ તબેલા જેવું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ જગ્યા કોમન પ્લોટના ભાગરૂપે હોવાને કારણે ગોકુલ નગર સોસાયટીના રહીશો ખાસ કરીને રાજકુમારસિંહ અને તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકુમારસિંહનું કહેવું છે કે આ જગ્યા વર્ષોથી સોસાયટીના સામૂહિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે. ગણેશ ઉત્સવ,નવરાત્રી જેવી ધાર્મિક ઉજવણી તેમજ અન્ય કાર્યક્રમો અહીં યોજાતા હતા. “આ જગ્યા કાયમ અમારા સોસાયટી અને અમે પોતે સફાઈ અને જાળવણીનું કામ કરતા આવીએ છીએ, હવે ગેરકાયદેસર રીતે કોઈ તેને પોતાનું ગણાવે તો એ બંધ કરશે નહીં,” તેમ રાજકુમારસિંહએ જણાવ્યું.
વિવાદ તીવ્ર બનતા તારીખ 4ના રોજ રાજકુમારસિંહ દ્વારા જીસીબી બોલાવવામાં આવી હતી અને સોસાયટીના લોકોની હાજરીમાં કોમન પ્લોટ પર કરવામાં આવેલા કમ્પાઉન્ડને તોડવામાં આવ્યો. આ ઘટનાના સમયે સાહુ પરિવારની ત્રણ મહિલાઓ ઘરે હાજર હતી અને બબાલ સર્જાઈ હતી. ઝઘડો એટલો વકર્યો કે વાત પોલીસ મથક સુધી પહોંચી અને બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી.
સાહુ પરિવારની પુત્રીએ પણ દાવો કર્યો કે તેમને ઝઘડામાં શરીર પર ઈજા પહોંચી છે. વધુમાં તેમનો આરોપ છે કે રાજકુમારસિંહ, જેઓ સ્થાનિક આગેવાન તરીકે ઓળખાતા છે, તેમણે બાંધકામ અટકાવવાને બદલે એક લાખ રૂપિયાની માગણી પણ કરી હતી.જે બાબત માં સુરત પુલીસ કમિશ્નર માં અરજી કર્તા જ કેમ સ્થાનિક પ્રશાસન માં ગેરકાયદેસર રીતે કામગીરી કર્તા લોકો માં કાયદેસર કાર્યવાહી કરવા માટે દબાણ પણ વિભાગ ઉપર કરવામાં આવેલ છે. તેવું સ્પષ્ટ કાર્યવાહી ઉપર થી પ્રતિક થાય છે. જેમાં રૂ.૧૦૦૦૦૦ ની માંગણી સોસાયટી નાં પ્રમુખ તરીકે રાજકુમાર સિંહ કર્યા છે. તેવું રજૂઆત અને આરોપ મહિલા તરફ થી કરવામાં આવેલ છે.
આ આરોપ સામે જવાબ આપતાં રાજકુમારસિંહે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. “હું કોઈપણ પ્રકારની માગણી કર્યો નથી. કોઈએ મારા પર આક્ષેપ મૂક્યા છે તો એ સાચું સાબિત કરે તો સારું. નહીં તો હું માનહાનિનો દાવો કરિશ,” તેમ તેમણે સ્પષ્ટતા કરી.
સાથે જો તપાસ કરવામાં આવે કે સોસાયટી માં હાલ માં થયેલ બાંધકામ બાબત માં લોકો નું શું રજુઆત છે. સાથે નીચે નાં મુદા ઊભા થયા છે.
મુદા:-
1-સમ્રગ ઘટના બની તો પુલીસ ને કેમ જાણ ન કરવામાં આવેલ ૨- અન્ય લોકો અને રાજકુમાર આપેલ જીસીબી અંગે નું નિવદેન કેમ અલગ-અલગ ૩- રાત નાં જીસીપી આવી ને કેમ દીવાલ તોડવામાં આવેલ જે વિડીયો માં સ્પષ્ટ જોઈ શક્ય છે.
૪- જે બાંધકામ કરવામાં આવેલ છે તેના પછી જ શું કારણ છે. સોસાયટી નાં પ્રમુખ અને મકાન બાંધવામાં આવેલ મહિલા જોડે ઝગડો થાય છે.
૫-મહિલા જે આક્ષેપ રૂ.૧૦૦૦૦૦ માટે લાગ્યું છે. તે બાંધકામ બાબત માં છે. જે મહત્વ નું અને સોસાયટી માં પ્રમુખ વચ્ચે ઝગડો થાય છે.
૬- રાજકીય પક્ષો મદબદબો હોવાથી શું કોઈ મહિલા નું ઘરે રાતે નાં સમય જીસીપી થી દીવાલ તોડી શક્ય. જે તપાસ નું વિષય છે. જે વિડીયો માં સ્પષ્ટ જોઈ શક્ય. ૭- શું રાજકુમાર સિંહ પોતે બચવા માટે મહિલાઓ અને સોસાયટી નાં રહીશો ને વચ્ચે નાખી ને વિભાગ ને ગેરમાર્ગે દોરી રહ્યા. ૮-સ્થાનિક માં પ્રેસ મીટીંગ રાખી ને મહિલાઓ ને કેવી રીતે સ્ટેટમેન્ટ મીડિયા ને સામે આપવાનું છે તે સમજી રહ્યા હોવાનું પુરાવા સ્થાનિક સૂત્રોએ વિડીયો વાયરલ કર્યા .
હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. રાજકુમારસિંહ અને ગોકુલ નગરના રહીશો દ્વારા પણ માંગ ઉઠાવવામાં આવી છે કે સત્તાધીશોએ યોગ્ય પગલા લઈ આ ગેરકાયદેસર કબજાને દૂર કરાવવો જોઈએ એવી માંગ રાજકુમાર સિંગ અને ગોકુલ નગર ના લોકો એ કરી છે. જયારે બીજો પક્ષ સાહુ પરિવાર અને તેમની દીકરી પાર્વતી સાહુ કહ્યું હતું. કે અમે ગેરકાયદેસર કબજો કર્યો નથી. અને જો અમે ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ કર્યું હોય તો એ હાઉસિંગ બોર્ડ નું કામ છે. મહાનગર પાલિકા નું કામ છે. કંપાઉન્ડ રહેવા દેવો કે તોડી નાખવું પણ રાત્રિ સમય જીસીબી લાવી મારા ઘર ને નુકસાન કરવું અને અમે વિરોધ કર્યો તો અમને મારવામાં આવ્યા અમારી જોડે ઝઘડો કરવા પણ આવ્યો એ કાયદાના વિરુદ્ધ છે. આવા લોકો પર પોલીસ અને પ્રશાસને કડક કાર્યવાહી કરવી જોઈએ.