Home SURAT પાંડેસરામાં લિવઈનમાં રહેતી યુવતીનો ફાંસો ખાઈ આપઘાત, આત્મહત્યાનું કારણ અકબંધ

પાંડેસરામાં લિવઈનમાં રહેતી યુવતીનો ફાંસો ખાઈ આપઘાત, આત્મહત્યાનું કારણ અકબંધ

53
0
ક્રાંતિ સમય

પાંડેસરા જગન્નાથ નગર ખાતે રહેતી અનિતા મુન્ના શાહુ(18)ના મુન્ના શાહુ સાથે લગ્ન નક્કી થઈ ગયા હતા પરંતુ આર્થિક સ્થિતી નબળી હોવાથી લગ્ન બાદમાં કરવાનું નક્કી કરી બન્ને લિવઈનમાં છેલ્લા થોડા સમયથી રહેતા હતા. સોમવારે રાત્રે અનિતાએ પોતાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પાંડસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે અનિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી ન શકતા હાલ આપઘાતના કારણ અંગે રહસ્ય ઘેરાયું છે. બનાવ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here