સુરતના પ્રસિદ્ધ શ્રી ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત રાકેશનાથજી મહારાજનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાકેશનાથજી મહારાજના અંતિમ સંસ્કાર સોમવારે (તા. 05/06/2023) કરવામાં આવી હતી. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી શરૂ થઈ અને ક્ષેત્રપાલ મંદિર સાગરપુર થઈને રામનાથ ઘેલા ઉમરા સ્મશાનભૂમિ પહોંચી. સોમવારે (તા. 05/06/2023) તેમના મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થયા.ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરના મહંત રાકેશનાથજી મહારાજનું ગત શનિવારના રોજ નિધન થયું છે. તેઓની તબિયત લથડતા તેઓ બે-ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અહીં શનિવારના રોજ 52 વર્ષની વયે તેઓને હાર્ટ એટેક આવતા તેઓનું નિધન થયું હતું. તેઓના નિધનના પગલે સમગ્ર દક્ષિણ પથંકમાં રહેતા અનુયાયીઓમાં શોકની કાલિમા છવાઈ ગયી હતી.
Home SURAT શ્રી ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકથી નિધન થતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ...