Home SURAT સુરત સચીન સુડામાં યુવકે મિત્રના ભરોસે 12 વર્ષની ભાણીને મૂકી બજાર ગયા...

સુરત સચીન સુડામાં યુવકે મિત્રના ભરોસે 12 વર્ષની ભાણીને મૂકી બજાર ગયા અને બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ

70
0

12 વર્ષની કિશોરી પર તેના મામાના મિત્રએ જ દુષ્કર્મ કરવાનો કર્યો પ્રયાસ

સુરતના સચિન સુડા વિસ્તારમાંથી 12 વર્ષીય કિશોરી સાથે બળાત્કારના પ્રયાસની ઘટના સામે આવી છે. કિશોરીને તેના મામા મિત્રના ભરોસે રૂમ પર મૂકી શાકભાજી લેવા ગયા અને મિત્રએ જ ભાણી પર દાનત બગાડી હતી. મિત્રએ કિશોરીનું મોઢું દબાવી તેની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કિશોરી બૂમો પાડવા લાગતા નરાધમ ત્યાંથી ભાગી છુટ્યો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ અંગે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રના રૂપમાં નરાધમ યુવકે કિશોરીની એકલતાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જેની પર વિશ્વાસ મૂકીને કિશોરીના મામા ખરીદી કરવા ગયા હતા તે જ મિત્રએ તેની સાથે દગો કર્યો હતો.બાર વર્ષીય કિશોરીને તેના મામાના ભરોસે મૂકી માતા કામ પર નીકળી ગઈ હતી. રૂમ પર કિશોરીના મામા અને તેની સાથે તેનો મિત્ર વિલાસ પાસવાન રૂમ પાર્ટનર તરીકે સાથે રહેતો હતો. મામા પણ પોતાની ભાણીને દીકરીની જેમ સાચવતા હતા. પરંતુ તેની સાથે રહેતો તેનો રૂમ પાર્ટનર મિત્ર જ ભાણી પર દાનત બગાડશે તેવું આ મામાને ક્યાં ખબર હતી. દિવસ દરમિયાન મામાએ ભાણીને સાચવી ત્યારબાદ સાંજે ભાણીને તેના મિત્ર પર વિશ્વાસ કરી તેના ભરોસે મૂકીને શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. ત્યારે કિશોરી રૂમમાં એકલી હતી તે વખતે કિશોરીના મામાના 26 વર્ષીય રૂમ પાર્ટનર ચંદન વિલાસ પાસવાનએ કિશોરીને એકલી જોઈએ તેને પકડી લીધી હતી અને મોઢું દબાવી તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો.

બનાવ અંગે પરિવાર અને સ્થાનિક લોકો દ્વારા ઘટના અંગે સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટના અંગે સચિન પોલીસ મથકના પીઆઇ આર આર દેસાઈ એ જણાવ્યું હતું કે ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસની પીસીઆર તથા ડીસટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. કિશોરી સાથે મામાના મિત્ર એ જ બળાત્કાર નો પ્રયાસ કર્યો હોવાની હકીકત જાણવા મળતા નરાધમ ચંદન આમતેમ ભાગી છૂટે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આ અંગે પોક્સો અંતર્ગત છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here