સુરત,લિંબાયત ઝોને ગોડાદરાના ડીકે નગરમાં 45 મીટર પહોળા રોડ પર લાઈનદોરીમાં આવતી 460 રહેણાક તથા 170 કોમર્શિયલ મિલકતોના દબાણ તોડવા તખ્તો ઘડ્યો હતો. લિંબાયત ડ્રાફ્ટ ટીપી નં-61 (૫૨વટ–ગોડાદરા)માં FP નં-162/એથી 162/બી સુધીના ડીકે નગરમાં 45 મીટર પહોળા રોડને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરાઇ હતી. નજીકના FP નં-151 સ્થિત ગણેશનગર વિભાગ-1 તથા FP નં-148 સ્થિત શ્રીજી નગર-1 અને FP નં-17/બી સ્થિત મંગલભુવન સોસાયટી પાસેના રોડ પરની મિલકતોએ સ્લેબ, બીમ-કોલમ, પતરાનાં શેડ તાણી દીધાં હતા. જેમાંથી 22 દુકાનોના શટર તોડી વધારાના બાંધકામ દુર કરાયા હતા.
સાથે આવા દબાણ અનેક વિસ્તાર માં હાલ થતું હોય છે. તે સમયે સુરત મનપા તરફ થી ગેરકાયદેસર વહીવટ કરી ને પણ કામગીરી પૂરી કરાવી દેવામાં આવેલ હોય છે. અને હાલ માં એ જ જગ્યા ઉપર દબાણ દુર કરવામાં સુરત મનપા ની ટીમ કામે લાગે છે. જેમાં ભષ્ટાચાર ની ગેરવહીવટ પણ જબરદસ્ત જવાબદાર પરિબળો પણ છે.