Home SURAT સુરતના અધિકારીઓ ની બોગસ સહી ની ખુલાસો,મદદનીશ શ્રમ આયુક્તની બોગસ સહી...

સુરતના અધિકારીઓ ની બોગસ સહી ની ખુલાસો,મદદનીશ શ્રમ આયુક્તની બોગસ સહી કરી પાંડેસરાની મિલને હુકમ કર્યો., અખિલ યુવા સંગઠનના નેતાનું કારસ્તાન

62
0

સુરત,સુરતના નાયબ શ્રમ આયુક્ત વિભાગના મદદનીશ શ્રમ આયુક્તની ડિજીટલ સહીની કોપી કરી પાંડેસરા જીઆઇડીસીની ઓલીયા સિલ્ક મીલના સાત કારીગરોને રૂ. ૭.૫૦ લાખ લેખે પગાર ચુકવવા અને પુનઃ નોકરી પર રાખવાનો બોગસ હુકમ કરવામાં આવ્યો હોવાની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે. પોલીસે બોગસ હુકમ કરનાર અખિય યુવા સંગઠનના નેતાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. કે આવી અનેક હુકમ કર્યા હશે તો તેની તપાસ માટે ની કાર્યવહી પણ કરવામાં આવશે. જે માટે પુલીસ તપાસ કરી રહ્યા છે.

કારીગરોને રૂ. ૭. ૨૫ લાખ લેખે સાત કારીગરોને પગાર અને નોકરી પર રાખવાનો ઉલ્લેખઃ ડિજીટલ સહીની કોપી કરી હુકમ તૈયાર કર્યો, જેની ખરાઇ કર્તા ખુલાસો થયો.

સુરત ખાતે આવેલ અઠવાગેટ પાસે નાનપુરા સ્થિત બહુમાળી બિલ્ડીંગમાં આવેલી શ્રમ આયુક્ત કચેરીના મદદનીશ શ્રમ આયુક્ત સંતોષ સત્યનારાયલ દુબે (ઉ.વ. ૩૮ રહે. મુક્તાનંદ સોસાયટી, વેસુ એ સુશાંત પુરૂષોત્તમ ત્રીપાઠી (રહે. સડક કળીયું, માળીની વાડી, ફુલપાડા, કતારગામ) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ગત ૧ નવેમ્બરના રોજ પપ્પુ ભુરા યાદવ (બી.કોમ, એલએલબી) એડવોક્ટ, ઝાડેશ્વર ચોકડી, ભરૂચ) નામની હિન્દીમાં લખેલો હુકમ શ્રમ આયુક્ત કચેરીના લેટર પેડ ઉપર પાંડેસરા જીઆઇડીસીની ઓલીયા સિલ્ક મીલને કરવામાં આવ્યો હતો. હુકમમાં રૂ. ૭.૨૫ લાખ તમામ સાત કારીગરોને બાકી પગાર ચુકવી નોકરીએ રાખવા અને તેમ નહીં કરવામાં આવે તો કાયદાકીય રીતે મામલતદાર દ્વારા વસુલાત કરી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્લેટ એક્ટ હેઠળ કાર્યવાહીની ચીમકી આર્મી મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી એસ.એસ. દુબેની સહી કરવામાં આવી હતી, આ હુકમ ઓલીયા સિલ્ક મીલ ઉપરાંત્ત સાત કારીગર પ્રૌદ તિવારી, શશીકાંત પાંડે. મનોજ સાવ, ભોલા ચૌધરી, રણજીત પ્રસાદ અને સંજય મહંતો ઉપરાંત હાઇકોર્ટ, સુરત ક્લેકટર, પ્રાંત અધિકારી સુરત, ઉધના મામલતદાર અને ઔદ્યોગિક નિગમ બોર્ડ પાંડેસરાને નકલ રવાના કરવામાં આવી હતી. પરંતુ હુકમ અંગેની તપાસમાં મદદનીશ શ્રમ આયુક્ત સંતોષ દુબેની એસ.એસ. દુબે તરીકેની ડિજીટલ સેહીની કોપી કરી બોગસ હુકમ વકીલ પપ્પુ ભુરા યાદવના નામે મેઇલ કરનાર અખિલ યુવા સંગઠન નામના યુનિયનના નેતા સુશાંત પુરૂષોત્તમ ત્રિપાઠીએ કર્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

મિલ ઉપરાંત ક્લેકટર, પ્રાંત અધિકારી અને મામલતદારને પણ નકલ મોકલી.

નકલ જિલ્લા ક્લેકટરે નાયબ શ્રમ આયુક્ત કચેરીને રવાના કરતા ભોપાળું બહાર આવ્યું

મદદનીશ શ્રમ આયુક્તની સહી સાથેના હુકમની નકલ જિલ્લા ક્લેકટરને પણ મોકલવામાં આવી હતી. ક્લેકટર કચેરી દ્વારા નાયબ શ્રમ આયુક્ત વિભાગને નકલ મોકલવામાં આવતા સુરતની નાયબ શ્રમ આયુક્ત વિભાગના અધિકારીઓ ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે જે હુકમ કરવામાં આવ્યો હતો તેમાં નાયબ શ્રમ આયુક્ત || કચેરીના લેટર પેડને બદલે શ્રમ આયુક્તની કચેરીનો લેટર પેડનો ઉપયોગ કયી હતો. ઉપરાંત મદદનીશ શ્રમ આયુક્ત સંતોષ દુબેની એસ.એસ. દુર્બ તરીકેની ડિજીટલ સહીની કોપી હુકમમાં જયાં સહી કરી હતી ત્યાં સંતોષ દુબેને ડેપ્યુટી ગર્વમેન્ટ લેબર અધિકારી તેવો હોદ્દો લખ્યો હતો. જેથી સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here