સચિન પોલીસનો કાફલો અને FSLની ટીમ તુરંત ઘટના સ્થળે
સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો હોવાથી અહીં કેમિકલના ટાંકાઓની અવરજવર રહેતી હોય છે. એક ક્રેઈન દ્વારા જ્વલનશીલ પદાર્થ ભરેલા ટાંકાને ઉચકવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ટાંકો ક્રેઈનમાંથી છટકી પડ્યો હતો. ટાંકો નીચે પટકાતા જ તેમાં લીકેજ શરૂ થયું હતું અને મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ જાહેર રસ્તા પર રેલાયો હતો. રસ્તા પર કેમિકલ ઢોળાવાના કારણે વાતાવરણમાં અજીબ વાસ ફેલાઈ હતી.ઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો અને FSLની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. વાઘેલાએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, “પલસાણા હાઈવેની આસપાસના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કેમિકલ ઢોળાયું હોવાની માહિતી મીડિયા સૂત્રો દ્વારા મળી હતી. હકીકત તપાસતા રસ્તા પર કોઈ કેમિકલ જેવો પદાર્થ ઢોળાયેલો જોવા મળ્યો છે”.











