Home SURAT પાંડેસરા પુલીસ સ્ટેશન ખાતે વડોદ આવાસ ખાતે સુરતની H ડિવિઝન પોલીસ દ્વારા...

પાંડેસરા પુલીસ સ્ટેશન ખાતે વડોદ આવાસ ખાતે સુરતની H ડિવિઝન પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકીંગ હાથ ધરાવામાં આવ્યું

88
0
સુરતની H ડિવિઝન પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકીંગ હાથ ધરાવામાં આવ્યું

સુરતના પાંડેસરા સ્થિત વડોદ ગામમાં આવેલા એસએમસી આવાસમાં પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીયો દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બિલ્ડીંગના કુલ રૂમમાં તથા આસપાસ જાડી ઝાખરાવાળા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસની આ કામગીરીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 85 થી વધુ પોલીસ કર્મીઓની ટીમ જોડાઈ હતી. જેમાં પોલીસે 278 ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.

​​​​​​​સુરત પોલીસના H ડિવિઝન દ્વારા પાંડેસરા પુલીસ સ્ટેશન ખાતે આવેલ વડોદ માં મોડી રાત્રીએ 3:30 થી 6:30 વાગ્યા સુધી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં H ડિવિઝન પોલીસ હદ વિસ્તારમાં આવતા પાંડેસરાના વડોદ ગામના સૌથી મોટા આવાસમાં આ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે મોડી રાત્રે પોલીસની જુદી જુદી ટીમ દ્વારા સમગ્ર વડોદ ગામના આવાસ ને કોર્ડન કરી લીધું હતું.પોલીસ દ્વારા વડોદ એસએમસી આવાસમાં આવવા જવાના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર તથા સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટી તથા આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરી કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા રેમ્બો છરા, ચપ્પુ, તથા ધોકા વિગેરે હથીયાર સાથે ૨૧ જેટલા ઈસમો મળી આવતા તેઓના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોગ્નીઝેબલ ગુનો કરવાની શક્યતા ધરાવતા ૫૩ જેટલા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. ગુનો કરવાની ટેવવાલા ૬૭ ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા ભરાયા હતા.કોમ્બિંગની કામગીરી દરમ્યાન ૪ લોકો પીધેલા મળી આવતા તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.વડોદ વિસ્તારમાં આવેલા સક્રિય ગુનેગારો ૨૧, તથા એમસી આર ૧૦ તથા હિસ્ટ્રીશીટર તથા લીસ્ટેડ ૨ બુટલેગરને ચેક કરવામાં આવ્યા હતા.

​​​​​​​સુરત પોલીસના H ડીવીઝન દ્વારા પાંડેસરાના વડોદ એસએમસી આવાસમાં અચાનક જ હાથ ધરાયેલ કોમ્બિંગની કામગીરીમાં ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં સારી સફળતા મળી છે. પોલીસે ત્રણ કલાકના આ ચેકિંગ દરમ્યાન કુલ ૨૭૮ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અટકાયતી પગલા ભર્યા હતા.અને વાહન ડીટેનની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અને તમામ વિરુધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here