પહેલા મકાન બનવા દે, પછી નોટિસ, સેટીંગ નથાય તો તોડે, પછી સેટીંગ થાય તો બનવા દે, જેમાં કોઈ નું સેટિંગસ ન થાય તે વાત ની ચર્ચાઓ ચાલે છે.
જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરે મુદ્દો ઉઠાવ્યો.
સુરત, શનિવાર પહેલા મકાન બનવા દે, પછી એની નોટિસ આપે, જો નોટીસ પછી પણ સેંટીંગ ના થાય તો તોડી આવે, તોડયા પછી ફરી સેંટીંગ કરીને પાછુ બનવા દે. પાલિકામાં આજે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરે આ પ્રશ્ન ઉઠાવીને સરથાણા ઝોનમાં સાંજે ફકત સેંટીગ કરનારા એજન્ટો જ આવે છે. આ બીજુ કોઈ નહીં ભાજપના ધારાસભ્ય જ કહે છે.

રેસીડેન્શીયલમાં કોમર્શીયલ અને ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ: સરથાણા ઝોનમાં સાંજે સેટીંગ કરનારા એજન્ટો જ આવે છે તે ભાજપના જ ધારાસભ્યએ કહ્યું છે.
સુરત મહાનગર પાલિકા ખાતે આજે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આપના કોર્પોરેટર સેજલ માલવિયાએ વિવિધ મહત્વપૂર્ણો પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં કાપોઢા ચાર રસ્તા પર ફુટ ઓવરબ્રિજ બનાવવા માંગ કરી હતી. કાપોદ્રા વિસ્તારમાં ભારે ભીડ રહે છે. ટ્રાફિકની અવરજવર વાળો વિસ્તાર છે.વિદ્યાર્થીઓ, રોજિંદા કામદારો, ગૃહિણીઓ, વુદ્વોને રસ્તો ક્રોસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. જેથી ફુટ ઓવરબ્રિજ બનાવવા બાબતે રજુઆત કરી હતી. બેઠકમાં ગેરકાયદે બાંધકામનો પ્રશ્ન ઉઠયો હતો. જેમા તેમણે આક્ષેપ કર્યા હતા કે બધી જ જગ્યાએ ગેરકાયદે બાંધકામ ચાલે છે. રેસીડન્સીયલ સોસાયટીમાં કોર્મશિયલ અને ઈન્ડસ્ટ્રીયલ બાંધકામો ચાલી રહ્યા છે. સોસાયટીના રહીશો ફરિયાદ કરે છે પણ કોણ એને સાંભળે છે ? સ્થળ તપાસ કરવા માટે કહીએ તો કાર્યપાલક ઈજનેર જવાબ નથી આપતા. ઝોનમાં ચાલતી ગતિવિધિ અંગે તેમણે આક્ષેપ કર્યા હતા કે ઝોન કેવી રીતે ચાલે છે. તે હું જાણુ છુ.પહેલા મકાન બનાવા દે, પછી સેંટીંગ ના થાય તો તોડી આવે, તોડયા પછી ફરી સેંટિંગ કરીને પાછુ બનવા દે, જે મકાન પહેલા ગેરકાયદેસર હોય તે સેંટિંગમાં કાયદેસર થઈ જાય છે. આવી પાલિકાની કામગીરી છે. આ વાત પરથી એવી ચર્ચા ઉપડી છે કે રાજકોટની ઘટના પછી થોડા દિવસ પછી પાલિકામાં જૈસે થે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે પાલિકા દ્વારા ફરિયાદો મળતા કાર્યવાહી પણ થાય છે.

સરથાણા ઉપરાંત પોશ વિસ્તારો છે તે અઠવા ઝોન સહિત તમામ ઝોનમાં ગેરકાયદે બાંધકામો છે. મેટિંગ માં ધારાસભ્યનાં ચર્ચાઓ માં લેવામાં આવેલ છે.
ગેરકાયદે બાંધકામમાં સેટીંગનો ઇસ્યુ સરથાણા જ શહેરના તમામ ઝોનમાં છે. પોશ વિસ્તારો આવે છે તે અઠવા ઝોનમાં પણ સોસાયટીઓમાં મનફાવે તેમ લોકોના ઘરો ઢંકાઈ જાય તે રીતે બાંધકામ કરનારાઓ સામે અઠવા ઝોનના અધિકારીઓ મૌન થઈ જાય છે. મંજુરી વગર થતા આવા બાંધકામ સામે વારંવાર ફરિયાદો કરવા છતા અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. જોકે, આગામી દિવસોમાં આવા કારભારી અધિકારી-કર્મચારીઓને કાયમ માટે ઘરભેગા થવું પડી શકે છે.