સુરત: શહેરના વોર્ડ નંબર 30માં આવેલા સચિન હાઉસિંગ સ્કીમ હેઠળ આવેલી ગોકુલ નગર અને શ્રી ભાગ્ય ઉદયનગર સોસાયટીઓ વચ્ચે આવેલા કોમન પ્લોટને લઈને છેલ્લા કેટલાય દિવસોથી વિવાદ જામ્યો છે. ખાસ કરીને શ્રી ભાગ્ય ઉદયનગરના પ્લોટ નંબર 158માં રહેતા સાહુ પરિવાર અને સામે આવેલા ગોકુલ નગરના રહીશો વચ્ચે આ વિવાદ ઉગ્ર બન્યો છે.
મળતી માહિતી મુજબ, સાહુ પરિવાર દ્વારા પોતાના મકાનની બાજુમાં આવેલી જગ્યામાં કમ્પાઉન્ડ વાળી બનાવી ફૂલઝાડ લગાવવામાં આવ્યા હતા. અને મકાનની પાછળની બાજુએ તબેલા જેવું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ જગ્યા કોમન પ્લોટના ભાગરૂપે હોવાને કારણે ગોકુલ નગર સોસાયટીના રહીશો ખાસ કરીને રાજકુમારસિંહ અને તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકુમારસિંહનું કહેવું છે કે આ જગ્યા વર્ષોથી સોસાયટીના સામૂહિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે. ગણેશ ઉત્સવ,નવરાત્રી જેવી ધાર્મિક ઉજવણી તેમજ અન્ય કાર્યક્રમો અહીં યોજાતા હતા. “આ જગ્યા કાયમ અમારા સોસાયટી અને અમે પોતે સફાઈ અને જાળવણીનું કામ કરતા આવીએ છીએ, હવે ગેરકાયદેસર રીતે કોઈ તેને પોતાનું ગણાવે તો એ બંધ કરશે નહીં,” તેમ રાજકુમારસિંહએ જણાવ્યું.
વિવાદ તીવ્ર બનતા તારીખ 4ના રોજ રાજકુમારસિંહ દ્વારા જીસીબી બોલાવવામાં આવી હતી અને સોસાયટીના લોકોની હાજરીમાં કોમન પ્લોટ પર કરવામાં આવેલા કમ્પાઉન્ડને તોડવામાં આવ્યો. આ ઘટનાના સમયે સાહુ પરિવારની ત્રણ મહિલાઓ ઘરે હાજર હતી અને બબાલ સર્જાઈ હતી. ઝઘડો એટલો વકર્યો કે વાત પોલીસ મથક સુધી પહોંચી અને બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી.
સાહુ પરિવારની પુત્રીએ પણ દાવો કર્યો કે તેમને ઝઘડામાં શરીર પર ઈજા પહોંચી છે. વધુમાં તેમનો આરોપ છે કે રાજકુમારસિંહ, જેઓ સ્થાનિક આગેવાન તરીકે ઓળખાતા છે, તેમણે બાંધકામ અટકાવવાને બદલે એક લાખ રૂપિયાની માગણી પણ કરી હતી.જે બાબત માં સુરત પુલીસ કમિશ્નર માં અરજી કર્તા જ કેમ સ્થાનિક પ્રશાસન માં ગેરકાયદેસર રીતે કામગીરી કર્તા લોકો માં કાયદેસર કાર્યવાહી કરવા માટે દબાણ પણ વિભાગ ઉપર કરવામાં આવેલ છે. તેવું સ્પષ્ટ કાર્યવાહી ઉપર થી પ્રતિક થાય છે. જેમાં રૂ.૧૦૦૦૦૦ ની માંગણી સોસાયટી નાં પ્રમુખ તરીકે રાજકુમાર સિંહ કર્યા છે. તેવું રજૂઆત અને આરોપ મહિલા તરફ થી કરવામાં આવેલ છે.
આ આરોપ સામે જવાબ આપતાં રાજકુમારસિંહે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. “હું કોઈપણ પ્રકારની માગણી કર્યો નથી. કોઈએ મારા પર આક્ષેપ મૂક્યા છે તો એ સાચું સાબિત કરે તો સારું. નહીં તો હું માનહાનિનો દાવો કરિશ,” તેમ તેમણે સ્પષ્ટતા કરી.
સાથે જો તપાસ કરવામાં આવે કે સોસાયટી માં હાલ માં થયેલ બાંધકામ બાબત માં લોકો નું શું રજુઆત છે. સાથે નીચે નાં મુદા ઊભા થયા છે.
મુદા:-
1-સમ્રગ ઘટના બની તો પુલીસ ને કેમ જાણ ન કરવામાં આવેલ
૨- અન્ય લોકો અને રાજકુમાર આપેલ જીસીબી અંગે નું નિવદેન કેમ અલગ-અલગ
૩- રાત નાં જીસીપી આવી ને કેમ દીવાલ તોડવામાં આવેલ જે વિડીયો માં સ્પષ્ટ જોઈ શક્ય છે.
૪- જે બાંધકામ કરવામાં આવેલ છે તેના પછી જ શું કારણ છે. સોસાયટી નાં પ્રમુખ અને મકાન બાંધવામાં આવેલ મહિલા જોડે ઝગડો થાય છે.
૫-મહિલા જે આક્ષેપ રૂ.૧૦૦૦૦૦ માટે લાગ્યું છે. તે બાંધકામ બાબત માં છે. જે મહત્વ નું અને સોસાયટી માં પ્રમુખ વચ્ચે ઝગડો થાય છે.

૬- રાજકીય પક્ષો મદબદબો હોવાથી શું કોઈ મહિલા નું ઘરે રાતે નાં સમય જીસીપી થી દીવાલ તોડી શક્ય. જે તપાસ નું વિષય છે. જે વિડીયો માં સ્પષ્ટ જોઈ શક્ય.
૭- શું રાજકુમાર સિંહ પોતે બચવા માટે મહિલાઓ અને સોસાયટી નાં રહીશો ને વચ્ચે નાખી ને વિભાગ ને ગેરમાર્ગે દોરી રહ્યા.
૮-સ્થાનિક માં પ્રેસ મીટીંગ રાખી ને મહિલાઓ ને કેવી રીતે સ્ટેટમેન્ટ મીડિયા ને સામે આપવાનું છે તે સમજી રહ્યા હોવાનું પુરાવા સ્થાનિક સૂત્રોએ વિડીયો વાયરલ કર્યા .
હવે આ સમગ્ર મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. રાજકુમારસિંહ અને ગોકુલ નગરના રહીશો દ્વારા પણ માંગ ઉઠાવવામાં આવી છે કે સત્તાધીશોએ યોગ્ય પગલા લઈ આ ગેરકાયદેસર કબજાને દૂર કરાવવો જોઈએ એવી માંગ રાજકુમાર સિંગ અને ગોકુલ નગર ના લોકો એ કરી છે. જયારે બીજો પક્ષ સાહુ પરિવાર અને તેમની દીકરી પાર્વતી સાહુ કહ્યું હતું. કે અમે ગેરકાયદેસર કબજો કર્યો નથી. અને જો અમે ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ કર્યું હોય તો એ હાઉસિંગ બોર્ડ નું કામ છે. મહાનગર પાલિકા નું કામ છે. કંપાઉન્ડ રહેવા દેવો કે તોડી નાખવું પણ રાત્રિ સમય જીસીબી લાવી મારા ઘર ને નુકસાન કરવું અને અમે વિરોધ કર્યો તો અમને મારવામાં આવ્યા અમારી જોડે ઝઘડો કરવા પણ આવ્યો એ કાયદાના વિરુદ્ધ છે. આવા લોકો પર પોલીસ અને પ્રશાસને કડક કાર્યવાહી કરવી જોઈએ.