Home SURAT મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સુરત જિલ્લાની વિધાનસભા દીઠ એક-એક આદર્શ મતદાન...

મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સુરત જિલ્લાની વિધાનસભા દીઠ એક-એક આદર્શ મતદાન મથકો: લાલ જાજમ બિછાવીને મતદારોનું સ્વાગત કરાશે

74
0

વિશેષ સુવિધાયુક્ત આદર્શ મતદાન મથકોમાં આકર્ષક સુશોભન.

સુરતઃબુધવારઃ સુરત જિલ્લામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા સાથે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ આગવા પ્રયાસો કર્યા છે, ત્યારે મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા સુરતની ૧૬ વિધાનસભા દીઠ એક-એક મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. આદર્શ મતદાન મથકો સુધી પહોંચવા અવરોધરહિત માર્ગ, વિવિધ પ્રકારના દિશા-નિર્દેશ સૂચવતા સાઈનબોર્ડ, વાહનપાર્કિંગની વ્યવસ્થા, પીવાનું પાણી, વેઈટીંગ રૂમ, પોલિંગ સ્ટાફ માટે ગુણવત્તાયુક્ત ફર્નિચરની વ્યવસ્થા,મતદાન મથક પરિસરમાં મતદારોના માર્ગદર્શન માટે પોસ્ટર-બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મતદાન મથકને જુદા જુદા ચિત્રોથી સુશોભિત કરવામાં આવ્યા છે. મતદારોનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાશે.

            મોડેલ મતદાન મથકોમાં ઓલપાડ વિધાનસભામાં મોટા વરાછા:ક્રમાંક-૩૭૫ અને માંગરોળ વિધાનસભામાં માંગરોળ-૨ તથા માંડવી માલ્ધા-૧, કામરેજમાં કોસમાડી ગામે, સુરત પૂર્વમાં નાનપુરા-૮, વરાછા રોડમાં ફુલપાડા ઉપરાંત કતારગામ, કરંજ તથા લિંબાયત વિધાનસભામાં ડીંડોલી-૫૮ને મોડેલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.     
           આ ઉપરાંત, ઉધનાના પાંડેસરા, મજુરામાં અઠવાલાઈન્સ વિસ્તારમાં, સુરત પશ્વિમમાં જહાંગીરાબાદ-૧૧, ચોર્યાસીમાં કવાસ-૧, બારડોલીમાં એના-૪(ઘલુડા-ગોટીયા) અને મહુવામાં વેજલપુર-૨ મળીને સુરતની ૧૬ વિધાનસભા દીઠ ૧-૧ મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here