સુરત શહેરમાં અસામાજીક પ્રવુતિ તેમજ ગુનાખોરીને ડામવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કડક પગલા લેવા તથા મીલકત સબંધી અને શરીર સબંધી ગુન્હાઓ ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને ગુનેગારો ઉપર સર્વેલન્સ રાખવા સંવેદનશીલ અને ક્રાઇમ પ્રોન એરીયામાં સરપ્રાઇઝ કોમ્બીંગનુ આયોજન કરી કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે સુચના આધારે સંયુક્ત પોલીસ કમીશનર શ્રી સેક્ટર-૦૨ સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમીશનર શ્રી ઝોન-૦૬ સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમીશનર શ્રી “આઇ” ડિવીઝન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સચીન GIDC પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી કે.એ.ગોહિલ નાઓએ સચીન જી.આઇ.ડી.સી તથા સચીન તથા ભેસ્તાન તેમજ ડ્રીમસીટી પોલીસ સ્ટેશનના અધીકારી/ કર્મચારીઓની અલગ અલગ-૦૫ જેટલી ટીમો બનાવેલ જેમાં ૦૨ પોલીસ ઈન્સપેક્રટર તથા ૦૫ પોલીસ સબ ઇન્સપેક્ટર તેમજ ૬૦ પોલીસ કર્મચારીઓ સાથે તા.૧૯/૦૩/૨૦૨૫ ના કલાક-૧૮/૦૦ થી કલાક-૨૧/૦૦ વાગ્યા દરમ્યાન જરૂરી લાઠી-હેલ્મેટ તથા ટોર્ચ જેવી પુરતી સાધન સામગ્રી સાથે સચીન GIDC પો.સ્ટે વિસ્તારમાં આવેલ સંવેદનસીલ વિસ્તાર કે,જ્યાં અસામાજીક તત્વો વસવાટ કરતા હોય તથા ઉઠક બેઠક ધરાવતા હોય જેમાં પાલીગામ ડી.એમ.નગર, સુડા સુર્યોદય રેસીડેન્સી તથા સચીન રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં તેમજ કાલીમાતાના મંદિર પાસેના વિસ્તારમાં કોમ્બીગનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં અલગ–અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકીંગ કરી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં નીચે પ્રમાણે ની કામગીરી કરવામાં આવેલ છે.
૧ | નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટ વાળા વાહનો વિરૂધ્ધ એમ.વી.એક્ટ કલમ-૨૦૭ મુજબ ડીટેઇન કરેલ વાહનો. | ૦૫ |
૨ | ગેર કાયદેસરના રેમ્બો છરા,ચપ્પુ,ધોકા મળી આવતા જી.પી.એકટ ક-૧૩૫(૧) મુજબ | ૦૫ |
૩ | એમ.વી.એક્ટની કલમ-૧૮૫ મુજબ કેસો | ૦૩ |
૪ | બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ-૧૨૬,૧૭૦ મુજબ | ૧૦ |
૫ | બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ-૧૨૮ મુજબ | ૦૫ |
૬ | બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ- ૧૨૯ મુજબ | ૧૦ |
૭ | બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબના કેસો | ૦૫ |
૮ | પ્રોહિ એક્ટની કલમ-૬૫(એફ) મુજબ કેસો | ૦૬ |
૯ | પ્રોહિ એક્ટની કલમ-૬૬(૧) બી મુજબ કેસો | ૧૨ |
૧૦ | પ્રોહિ ૯૩ | ૧૦ |
૧૧ | તમાકુ રશીદ | ૦૩ |
૧૨ | હિસ્ટ્રીશીટર ચેક | ૦૫ |
૧૩ | ટપોરી ચેક | ૦૬ |
૧૪ | એમ.સી.આર.ચેક કાર્ડ ધારક ચેક | ૧૧ |
૧૫ | શકમંદ ઇસમો | ૪૭ |
૧૬ | નાસતા ફરતા ઇસમો ચેક | ૦૪ |
૧૭ | ઘરફોળ ચોરીના ગુનેગારો ચેક | ૦૩ |
૧૮ | તડીપાર ઇસમો ચેક | ૦૩ |
૧૯ | લીસ્ટેડ બુટલેગર ચેક | ૨૭ |
૨૦ | ચા ની ટપરી તથા પાન મસાલાના ગલ્લા | ૨૩ |
૨૧ | નાના મોટા વાહન ચેક | ૭૮ |
૨૨ | સ્થળદંડ | ૧૩૦૦ રૂપીયા |






