ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ શુક્લતીર્થ પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા ત્રણ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ સહિત ત્રણ લોકોએ વારસાઈનું કામ કરવા માટે ₹8,000ની લાંચની માગણી કરી હતી. ફરિયાદી દોઢ વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા. તલાટી ઉમેશ પટેલે ફરિયાદીને VCE કેનિલભાઈને મળવા જણાવ્યું હતું. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા ACBનો સંપર્ક કર્યો હતો.


