પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતા સંજયપ્રતાપ નારાયણ દુબે, અજય નારાયણ દુબે બંધુ સામે ગુનો દાખલ.
મહારાષ્ટ્રમાં પ્લોટ વેચવાનું કહી પાંચ લોકો સાથે રૂપિયા ૪.૬૬ લાખની છેતરપિંડી.
સુરતઃ મહારાષ્ટ્રના નવાપુર ખાતે શ્રી રામ રેસિડેન્સીના નામે પ્લોટિંગ કરી પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતા દુબેબંધુએ પાંચ વ્યક્તિ પાસેથી ૪.૬૬ લાખ પડાવી લઈ પ્લોટનો કબજો નહીં આપી ઠગાઈ આચરતાં મામલો પોલીસમથકે પહોંચ્યો છે.
દુબે બંધુએ ચાર જણા પાસેથી રૂપિયા ઉઘરાવ્યાઃ ફોન રિસીવ કરવાનું બંધ કરતા તપાસમાં ભાંડો ફૂટયો કે તેમના નામે કોઈ જમીન જ નથી.

શહેરના પાંડેસરા-બમરોલી રોડ આસ્થા રેસિડેન્સીમાં રહેતા યજ્ઞપ્રકાશ રામરામ મોર્ય ઉધના-મગદલ્લા રોડ નવજીવન સર્કલ ખાતે ગીરધર-૨માં આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ છે. પાંડેસરામાં વિણાપાણી સ્કૂલમાં આવેલી શ્રી રામ રેસિડેન્સી નામે ઓફિસ ધરાવતા સંજયપ્રતાપ નારાયણ દુબે, અજય નારાયણ દુબે (રહે., કર્મયોરી સોસાયટી, પાંડેસરા) દ્વારા મહારાષ્ટ્રના નંદુરબારના નવાપુર ખાતે શ્રી રામ રેસિડેન્સીના નામે પ્લોટિંગ કર્યું હતું, જેમાં વર્ષ-૨૦૧૫માં યશપ્રકાશે પ્લોટ ખરીથો હતો. યજ્ઞપ્રકાશ પાસેથી દુબેબંધુએ પ્લોટ તેમજ ડેવલોપમેન્ટ ચાર્જ સહિત ૧,૦૬,૦૦૦ પડાવ્યા હતા અને સામે અલગ અલગ ૧૧ રસિદ તેમજ સાટાખાત બનાવી આપ્યા હતા. બાદ પ્લોટનો કબજા આપ્યો ન હતો. યજ્ઞપ્રકાશે તપાસ કરતાં દુબેબંધુએ જે જમીન ઉપર પ્લોટિંગ કર્યું હતું. એ જમીન તેમના નામે નહીં હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેમણે તેમના પૈસાની પરત માંગણી કરતાં દુબેબંધુએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ મામલે યજ્ઞપ્રકાશે ગતરોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુબેબંધુ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દુબેબંધુ અન્ય ચાર લોકો સાથે પણ ઠગાઈ કરી મહારાષ્ટ્રના નવાપુર ખાતે શ્રી રામ રેસિડેન્સીના નામે પ્લોટિંગ કરી દુબેબંધુએ યજ્ઞપ્રકાશ મોર્ય પાસેથી ૧,૦૬,૦૦૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ રીતે પડિસરા વિસ્તારમાં રહેતા બૈજનાથ રાજકિશોર મોર્ય પાસેથી ૧,૯૨,૧૦૦, બ્રિજેશકુમાર જગદીશ પટેલ પાસેથી ૬૬,૦૦૦, રામચંદ્ર માન્ગુલ પાત્રા પાસેથી રૂ.૬૬,૦૦૦ અને પ્રભાસીની બીપીનચંદ્ર બેહરા પાસેથી રૂ.૬૬,૦૦૦ મળી પાંચેય જણા પાસેથી કુલ રૂ.૪,૯૯,૧૦૦ પડાવી પ્લોટનો કબજો આપ્યો ન હતો.
