લિંબાયતમાં રંગીલા ટાઉનશીપમાં ચાલતા કોઈનના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સે રવિવારે બપોરે રેડ પાડી હતી. રેડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.વિજિલન્સે બન્ને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે બિલ્ડીંગના ટેરેસ પર બામ્બુ વડે તાડપત્રી બાંધી નામચીન મુન્નો લંગડો અને સન્ની જુગારનો અડ્ડો ચલાવતો હતો.જુગારના અડ્ડા પર વિજિલન્સની રેડ પડતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક વ્યકિત નામે સોન પ્રતાપ પટેલ(38)(રહે,અભિષેક એપાર્ટ,લિંબાયત) ભાગવા જતા ત્રીજા માળે ટેરેસ પરથી નીચે પટકાયો હતો. જેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ઈજા પામેલો વ્યકિત ટેરેસ પર જુગાર રમવા આવ્યો હતો કે કેમ તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

