મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા.
સરોલી પોલીસના બાતમી મળી હતી કે, દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખસો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મુકીને નીકળ્યા છે. આ ત્રણેય અંત્રોલીગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા ચાલતા જનાર છે. જેથી, પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા. તે દરમ્યાન ત્રણેય શખસો ચાલતા ચાલતા આવતા કોર્ડન કરી પકડી પડ્યા હતા.