પાંડેસરા વિસ્તારમાં લગભગ દરેક દસ દુકાન પછી બોગસ ડૉક્ટરની દુકાન જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી આવા બોગસ ડૉક્ટરો પોતાની દુકાનો ચલાવતા હતા. પાંડેસરા પોલીસે હવે આવી દુકાનો પર કડક કાર્યવાહી હાથ ધરી છે. રસેશ ગુજરાતી દ્વારા જેઓને બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને જેઓ પોતાનું ક્લિનિક ચલાવી રહ્યા હતા, ત્યાં જ રસેશને લઈ જઈને પોલીસે લોકોના જમાવડા સામે તેનું સરઘસ કાઢ્યું. લાખો લોકોની જિંદગી સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરોના મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, બી.કે. રાવત અને ઇરફાનની પાંડેસરા પોલીસે ધરપકડ કર્યા બાદ તેમનું સરઘસ કાઢ્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ત્રણેય આરોપીઓને લઈને પોલીસએ સરઘસ કાઢ્યું. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગરીબ અને લાચાર લોકોના સારવાર કરતા બોગસ ડૉક્ટરો પોતાની ક્લિનિક ચલાવી રહ્યા હતા. લોકો આવા બોગસ ડૉક્ટરોથી બચી શકે તે માટે પાંડેસરા પોલીસે આ કાર્યવાહી કરી. આ વિસ્તારમાં મોટાભાગના લોકોને રસેશ ગુજરાતી એ જ બોગસ સર્ટીફીકેટ આપ્યું હતું
ડોક્ટરોને બોગસ ડિગ્રી ફક્ત એક પાંડેસરા પુલીસ સ્ટેશન ની હદ માં છે. એવા અન્ય પુલીસ સ્ટેશન ની હદ માં ચાલતા બોગસ ડૉક્ટરો પોતાની ક્લિનિક ચલાવી રહ્યા હતા તેનું શું.
પાંડેસરા પુલીસ સ્ટેશન ના પીઆઇ એચએમ ગઢવી પોતના ફરજ રૂપે કામગીરી પૂરી કરી.
પીઆઇ એચએમ ગઢવી એ જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમિયાન આરોપી રસેશ ગુજરાતી, ભુપેન્દ્ર રાવતે ખુલાસો કર્યો હતો કે અલગ-અલગ વિસ્તારમાં તેમના તરફથી જે સર્ટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે લોકોને ડોક્ટર બનાવવામાં આવેલા છે. તેથી અમે આરોગ્યની ટીમને સાથે રાખીને જે તે જગ્યા પર લાવવામાં આવ્યા છે. હાલ જે ચારથી પાંચ જગ્યા બતાવવામાં આવી છે, તે હાલ બંધ છે. આરોગ્ય વિભાગને એક પત્ર લખવામાં આવશે કે, જે જગ્યા અને દુકાન બતાવવામાં આવી છે, જે હાલ ક્લિનિક છે ત્યાં એક્ટ મુજબ સીલિંગની કાર્યવાહી કરવામાં આવે.