Home SURAT મતદાનના દિવસે રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો માટે મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં...

મતદાનના દિવસે રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો માટે મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો રહેશે

62
0
કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

સુરતઃમંગળવારઃ સુરતની ૧૬ વિધાનસભામાં આગામી તા.૧લી ડિસેમ્બરે મતદાન થશે, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારો શાંતિથી મત આપી શકે, મતદાન મથકથી ૨૦૦ મીટર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયંત્રણો ફરમાવ્યા છે. જાહેરનામા અન્વયે સમગ્ર સુરત જિલ્લાના દરેક મતદાન મથકોએ મતદાનના દિવસે કોઈપણ પક્ષના રાજકીય પક્ષ અને ઉમેદવાર તેના ચુંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ મતદાન મથકથી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઉભા કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.

મતદાન મથકે એકથી વધુ મતદાન મથકો હોય તેમ છતાં દરેક મતદાન મથકો ઉપર ૨૦૦ મીટરની બહાર ફ્કત એક કેમ્પ (જેમા એક ટેબલ અને બે ખુરશી અને છાયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલુ)) બનાવવાનું રહેશે. બુથને ચારે બાજુ કંતાન વડે બંધ કરી શકાશે નહિ. જે ઉમેદવારને આવા કેમ્પ ઉભા કરવાની ઈચ્છા હશે તેઓએ સંબંધીત ચુંટણી અધિકારીને તે કયા કયા મતદાન મથકોએ આવા કેમ્પ ઉભા કરવા માગે છે તેની યાદી આપી સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી મેળવવાની રહેશે. આવા કેમ્પનો ઉપયોગ મતદાઓને ઉમેદવારના નામ કે પ્રતિક કે પક્ષના નામ વગરના સફેદ કાગળ ઉપર ચુંટણી પંચે આપેલ સૂચના મુજબની કાપલી આપવા કરી શકાશે. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જાઈએ. તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરી શકાશે નહિ. કેમ્પ ખાતે કોઈ ખાદ્ય સામગ્રી આપી શકાશે નહિ કે ટોળા ઉભા કરી શકાશે નહિ. આવા કેમ્પ ઉપર મતદારોના ટોળા એકત્ર થવા દેશે નહિ કે મતદાન કરી આવેલા મતદારને ઉભા રહેવા દેશે નહિ. મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખશે. ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન્સ, કોર્ડલેસ ફોન્સ, વાયરલેસ સેટસ લઇ પ્રવેશ કરી શકાશે નહિ. અપવાદ તરીકે કાયદો અને વ્યવસ્થાન સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ અન્ય સ્ટાફગણને હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામું ૪/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here