ભાજપ નેતા દીપિકા પટેલના પરિવારજનોએ મૌન સેવી લેતા વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું.
દીપિકાને પાલિકાની ટિકિટ આપવાના નામે બે કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ચર્ચાએ સૌથી વધુ જોર પકડ્યું છે.
ચિરાગ સાથેની બોલાચાલીમાં જ દીપિકાએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું.
સચીન વોર્ડ ન.૩૦ મહિલા પ્રમુખ ભીમરાડ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતી અને વોર્ડ નંબર 30ની ભાજપ મહિલા મોરચાની વોર્ડ પ્રમુખ દીપિકા નરેશ પટેલ દ્વારા ગત રવિવારના રોજ બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવામાં આવી હતી. આ પ્રકરણમા શરૂઆતની તપાસ અલથાણ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બ્રહ્મભટ્ટ કરતા હતા, પરંતુ હવે આ તપાસ ખટોદરા પોલીસ મથકના પીઆઈ બી આર રબારીને સોંપવામાં આવી છે.
જોકે, આ ચર્ચાસ્પદ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે. દીપિકા પટેલના ફોનને એફએલમાં મોકલવામાં આવ્યો છે. આ સાથે જ કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીનો પણ મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.
વોર્ડ નં. 30નાં ભાજપના મહિલા મોરચાના 34 વર્ષીય પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં પહેલા દિવસથી કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા પોલીસને શંકાસ્પદ લાગી રહી છે. રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે, હું આપઘાત કરું છું. ગણતરીની મીનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જીકલ ગ્લોવ્ઝ પહેરીને પહોંચ્યો હતો, જે કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ બતાવતું હોવાનું મનાય છે.
દીપિકાના ઘરે સીસીટીવીમાં ગ્લોવ્ઝ સાથે ચિરાગ દીપિકાની ડેડબોડી નીચે ઉતારવી, પોલીસને જાણ ન કરવી, દુપટ્ટો કબાટમાં મૂકવો, રોજ 30-35 કોલ કરવા, દીપિકાનો સ્યુસાઇડ કરતા પહેલા ચિરાગને જ ફોન કરવો, દીપિકાનો ફોન લોક થઈ જવો, સિવિલમાં ડેડબોડી લઈ જતી વખતે ગ્લોવ્ઝ ફેંકી દેવા જેવી બાબતો ચિરાગ ઉપર દીપિકાના આપઘાતના કારણ માટે જવાબદાર હોવાની પોલીસને શંકા ઉપજાવી રહી છે. દીપિકાની બોલાચાલી પણ ચિરાગ સાથે થઇ હતી.
ભીમરાડની દીપિકા પટેલે બપોરે દુપટ્ટો બાંધી આપઘાત કર્યા બાદ ચિરાગ સોલંકી જ સૌપ્રથમ તેના ઘરે પહોંચ્યો હતો. દીપિકાનો મૃતદેહ પોલીસને જાણ કર્યા વિના ફાંસા પરથી ઉતાર્યો હતો, દીપિકા સાથેના સંબંધ અંગે ચિરાગ સામે આક્ષેપ થઇ રહ્યા છે. ચિરાગનું કહેવું છે કે, તેઓ બંને વચ્ચે ભાઇ બહેન જેવા સબંધ હતા. પોલીસ ચિરાગની વર્તણૂક હજી શંકાસ્પદ દાયરામાં લઈ રહી છે અને એટલે જ દીપિકાનો આઇફોન એફેસેલમાં મોકલ્યો છે અને ચિરાગનો ફોન કબજે કરી લીધો છે. તેના રીપોર્ટના આધારે હવે આ પ્રકરણમાં નવાજુની થવાની શકયતા રહેલી છે. જોકે, આ પ્રકરણમાં પોલીસની ભુમિકા પણ ખુબ જ મહત્વની પુરવાર થશે.
દીપિકાના ઘરે સીસીટીવીમાં ગ્લોવ્ઝ સાથે ચિરાગ દીપિકાની ડેડબોડી નીચે ઉતારવી જેના પુરાવા સી.સી.ટી.વી. માં કેદ થયા છે. શું કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ રૂપે આ ઘટનાક્રમ ને બતાવામાં આવે છે.