નડીયાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે ખેડા જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ડિવોર્સી મહિલા ઉપર પોતના ફરજ ઉપર કાર્યવાહી ના નામે કાયદા નું ભય બતાવી ને અને મદદરૂપ થવા ના બહાને મહિલા ને લગ્નની લાલચે આપી ને ખેડા જીલ્લા પોલિસમાં ફરજ બજાવતા આરોપી પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલા સામે લગ્નની લાલચે ડિવોર્સી મહિલા પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ.
આરોપી પોલીસ કર્મીએ ડિવોર્સી મહિલા સાથે સોશિયલ મીડીયાના માધ્યમથી મિત્રતા કેળવી અને પોતે પરિણીત હોવા છતાં મહિલાને લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જે મામલે ભોગ બનનાર મહિલા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગત એપ્રિલ માસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ડિવોર્સી મહિલા પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે અવારનવાર મુલાકાત થતી હતી. પોલીસકર્મી એ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે, પોલીસકર્મી પરણીત હોવાની જાણ થતા ડિવોર્સી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.