Home NAVSARI નવસારી મરીન પોલીસના PIએ પોણા દોઢ લાખનો એપલનો મોબાઇલ લાંચમાં માંગ્યો અને...

નવસારી મરીન પોલીસના PIએ પોણા દોઢ લાખનો એપલનો મોબાઇલ લાંચમાં માંગ્યો અને ACBએ પણ દિવાળી ની મુહૂર્ત કરી.

4
0

નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં પોણા દોઢ લાખનો એપ્પલ કંપનીનો મોબાઇલ માંગતા ફરિયાદીએ ACB નો સંપર્ક કરતા આખરે PI છટકામાં ભેરવાયા છે.

ફરિયાદી નવસારી જિલ્લામાં આવેલા ધોલાઈ બંદર ખાતે જતી બોટમાં વપરાતા છૂટક લાઈટ ડીઝલ ઓઇલના વેચાણનો પરવાનો જોઈતો હતો. જેથી ફરિયાદીને પીઆઈએ અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેમજ છૂટક લાઈટ ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીંતર ધંધો બંધ કરાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. હાલમાં નવો લોન્ચ થયેલા એપ્પલ કંપનીનો IPHONE 16 ની તેમણે લાંચ તરીકે માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ એપલ કંપનીનો IPHONE આપવા માંગતા ન હતા જેથી સીધા જ પહોંચી ગયા ACB કચેરી અને તેના આધારે છટકું ગોઠવાયું. ફરિયાદના આધારે ACB ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. PI દિનેશ જમનાદાસ કુબાવતે 1,44,900 કિંમતન નો IPHONE મોબાઈલ સ્વીકાર્યો હતો જેના આધારે રંગે હાથ પકડાઈ જતા એસીબી એ ધરપકડ કરી છે. આરોપી અધિકારી ટૂંકા સમયમાં રિટાયર થવાના હતા. તે અગાઉ એસીબીમાં તેમની ધરપકડ થતા નવસારી જિલ્લામાં આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ ટ્રેપમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી રાઠવા એ કાર્યવાહી કરી હતી જેમાં સુપર વિઝન અધિકારી તરીકે આર આર ચૌધરી મદદનીશ નિયામક સુરત એકમ દ્વારા કાર્યવાહીમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here