Home CRIME જન્મદિવસના બહાને સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું, દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ગર્ભવતી...

જન્મદિવસના બહાને સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું, દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ગર્ભવતી બની

29
0

સુરતમાં હવસખોરો બેફામ બન્યા હોય એવી સ્થિતિ નજરે પડી રહી છે.સુરતના ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 16 વર્ષીય આરોપીએ 13 વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવી હતી અને તેની સાથે પ્રેમ સંબંધ બાંધી તા. 9 મેના રોજ આરોપી જન્મદિવસ ૫૨ ઉજવણી કરવા માટે સગીરાને બળજબરી કરી પોતાના ઘરે લઈ ગયો હતો. અહીં એકલતાનો લાભ લઈ તેની મરજી વિરૂદ્ધ અવારનવાર ત્રણેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ ફરીથી પોતાના ઘરે લઈ ગયો હતો અને જબરજસ્તી કરી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ફક્ત એટલું જ નહીં આરોપીની હવસની શિકાર બનેલી સગીરા ગર્ભવતી બની ગઈ હતી.

ગોડાદરામાં 16 વર્ષના મિત્રએ 13 વર્ષની સગીરાને જન્મ દિન ઉજવવા ઘરે બોલાવી ગર્ભવતી બનાવી ગોડાદરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાનો સોશ્યિલ મીડિયાના માધ્યમથી રાંદેર રામનગર બોમ્બે કોલોનીમાં રહેતા 16 વર્ષના સગીર સાથે પરિચય થયો હતો. બાદમાં બંનેએ મોબાઇલ નંબર એક બીજાને આપતા તેમની વચ્ચે વાતચીત શરૂ થઇ હતી અને પ્રેમ પાંગર્યો હતો. બંને એક બીજાને મળવા લાગ્યા હતા.દરમિયાનમાં તા.9-5-2024ના રોજ સ્મિતનો જન્મ દિવસ હોવાથી તેણે સગીરાને જન્મ દિવસની ઉજવણી માટે પોતાના ઘરે બોલાવી હતા. જ્યાં તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ પોતાના ઘરે કોઇ ન હોય ત્યારે પાંચથી છ વખત સગીરાને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દુષ્કર્મના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેણીને પેટમાં દુ:ખાવો થતા માતાને જાણ કરી હતી. માતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઇ ત્યારે તેને 20 દિવસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે સગીરાની માતાએ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here