Home CRIME સગીરાને બીભત્સ મેસેજ કરનારની ધરપકડ,પોલીસે પોકસો એક્ટ અને છેડતીનો ગુનો નોધ્યું.

સગીરાને બીભત્સ મેસેજ કરનારની ધરપકડ,પોલીસે પોકસો એક્ટ અને છેડતીનો ગુનો નોધ્યું.

23
0

સુરત જિલ્લાના માંડવી નગરમાં પ્રિતેશ ઉર્ફે પપ્પુ ધનસુખ શાહ પરિવાર સાથે રહે છે અને એક બાળકનો પિતા છે. પ્રિતેશ શાહ રાજકીય આગેવાનો સાથે ઘરાબો ધરાવે છે. પ્રિતેશ શાહે 14 વર્ષની તરૂણીને જાતીય સતામણી અને માંગણી કરી મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કર્યા હતાં. પ્રિતેશ શાહના જાતીય માંગણી સાથે કરેલા બિભત્સ મેસેજ તરુણીની માતા જોઈ ગઇ હતી અને તેઓએ પોતાના પતિને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. જેને લઇને પરિવાર તરુણીને લઇને માંડવી પોલીસમાં પહોંચતા પીઆઈ જે.જી. મોડે મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કરનાર પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ વિરૂદ્ધ પોકસો એક્ટ હેઠળ જાતીય માંગણી અને છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે હાલ પોલીસે આ ગુનાના આરોપી પ્રિતેશ શાહની ધરપકડ કરી છે. હિન્દુત્વ સંગઠનનો ઝંડો લઈને ફરતા પ્રિતેશ શાહે કરેલ કૃત્યને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here