Home CRIME 14 વર્ષીય તરૂણીનાગર્ભપાત બાદ તબિયત બગડતાં મામલો બહાર આવ્યો

14 વર્ષીય તરૂણીનાગર્ભપાત બાદ તબિયત બગડતાં મામલો બહાર આવ્યો

18
0

14 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, મુસ્લિમ યુવકે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી.

સુરત-માંડવી,અચાનક ગર્ભપાત થતાં તબિયત લથડી હતી.જેથી સરકારી હોસ્પિટલમાં ખસેડાતા જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

સુરતના માંડવી તાલુકાના એક ગામમાં રહી ખાનગી કંપનીમાં કામ કરતાં પરિવારની 14 દીકરીને માંગરોળ તાલુકાના ભાટકોલ ગામના અરબાઝ સિરાજ પઠાણે પ્રેમજાળમાં ફસાવી હતી. વર્ષ 2023ના ઓગસ્ટ માસથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો.દરમ્યાન માર્ચ 2024માં અરબાઝે તરૂણીને મળવા બોલાવી હતી. ત્યારબાદ ઓટો રિક્ષામાં બેસાડીને હરિયાલ ગામથી આગળ નહેરવાળા રસ્તે સૂમસામ જગ્યા પર લઈ ગયો હતો, ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. યુવકે આવું ચારથી પાંચ વખત કર્યું હતું. જેથી સગીરા ગર્ભવતી થઈ હતી.4 માસનો ગર્ભ રહી ગયો હતો. જેથી સગીરાના સગીરાના ભૃણને વિધર્મી યુવકે પીડિતાના ઘરની પાછળ વાડામાં જ દાટી દીધું હતું. જોકે મિસકેરેજ થતાં સગીરાને લોહી વહેવા લાગ્યું હતું અને તેની તબિયત લથડી પડી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ દરમિયાન હાજર તબીબોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.

ગર્ભપાતના કારણે સગીરાની તબિયત બગડી હતી. સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોકટરે પોલીસમાં એમ.એલ.સી. નોંધાવતા આખો મામલાનો પર્દાફાશ થયો હતો.પોલીસે જમીનમાં દફનાવેલી 4 માસનો ગર્ભ પણ બહાર કાઢ્યો હતો. ઘટના અંગે સગીરાના પિતાએ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ કરતાં આરોપી અરબાજ વિરુદ્ધ બળાત્કાર ઉપરાંત પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here