Home GUJARAT રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમ કાર્યરત

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમ કાર્યરત

17
0
બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈ

પલસાણામાં બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પર તવાઈ: રૂ.૫૪૦૦ ના દંડની વસૂલાત.

સુરત:બુધવાર: સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ અસરકારક કામગીરી થઈ રહી છે. સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમે પલસાણા ખાતે બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓને તેમજ જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ ફટકારી રૂ.૫,૪૦૦ની દંડ વસુલાત કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ.અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩”ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વિક્રેતાઓને જરૂરી માર્ગદર્શન આપી નિયમાનુસાર નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવા જણાવાયુ હતું.


આ કામગીરીમાં સ્ક્વૉડ ટીમમાં એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી, સામાજિક કાર્યકર મુકેશ શ્રીવાસ્તવ, તા. હેલ્થ સુપરવાઈઝર હસમુખ પરમાર અને પી.આઇ વિ.એલ.ગાગીયા, પો.કો. દિનેશભાઈ રાઠવા સહિત પલસાણા પોલીસકર્મીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here