Home BUSINESS પલસાણા ના તાંતીથૈયા અનુસંતોષ મિલમાં મશીનનું ટેમ્પરેચર વધી જતાં બ્લાસ્ટ થયો,જેટ મશીન...

પલસાણા ના તાંતીથૈયા અનુસંતોષ મિલમાં મશીનનું ટેમ્પરેચર વધી જતાં બ્લાસ્ટ થયો,જેટ મશીન ફાટતા 3 દાઝયા

35
0

સુરત,પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે આવેલ અનુસંતોષ મિલ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ આવેલ છે. આ મિલમાં આવેલું જેટ મશીન શુક્રવારના રોજ મધરાત્રે 2.00 વાગ્યાની આસપાસ પ્રેસર વધી જવાને કારણે ધડાકાભેર ફાટ્યું હતું. જેને લઈ અંદરથી નીકળેલી ગરમ વરાળને કારણે નજીકમાં કામ કરતાં કામદાર આદિત્ય ઈન્દુભુષણ પાસવાન (30) (રહે. કડોદરા) સંજીવકુમાર વીરુ ચૌહાણ (20) (રહે. સોનીપાર્ક તાંતીથૈયા), આનંદ કુમાર રામ ક્રિષ્ના યાદવ (24) (રહે. સોની પાર્ક, તાંતીથૈયા) નાઓ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે પલસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મશીન ફાટવાને કારણે મિલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ ની જાણ થતાં કડોદરા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here