પહેલી મે એટલે ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ, વિશ્વ્ મજૂર દિવસ. મહાગુજરાત આંદોલન’ની ચાર વર્ષની ચળવળ બાદ પહેલી મૅ, ૧૯૬૦નાં રોજ બૃહદ્ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઇ. જે નિમિત્તે બે દિવસ પહેલા તા.30/04/24 ના રોજ રોટરી કલબ સુરત તાપી સંચાલિત રોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિન દ્વારા સ્પેશિયલ સ્થાનિક મજુરવર્ગ માટે ઠંડી છાસ પીવડાવવાનો વિચાર કરી ઉજવણી કરવા ખાસ સચિન રેલવે સ્ટેશન, સચિન બાઝાર પાસે આ કાર્યક્રમરોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિન દ્વારા આયોજિત કરાયો જેમાં સ્થાનિક મજૂરો સાથે વાહન ચાલકો, ટેક્ષટાઇલ, કેમિકલ ફેકટરીઓ, હોસ્પિટલો તથા મોલ અને દુકાનમાં કાર્ય કરતા ઉપરોક્ત તમામ પ્રકારના મજુર ભાઈ બહેનો અને યુવાનોએ વિશેષ લાભ લીધો. પહેલી મે નિમિત્તે ખાસ તેમના માટે ઠંડી ઠંડી છાસનો વિતરણ સેવા યજ્ઞ કરવામાં આવ્યો. જેમાં ૧૦૦૦થી વધુ લોકોએ ઠંડી છાસનો લાભ લીધો. સાથે સાથે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પ્રકાશ ભાવસારે એક પંક્તિ માં કહ્યું ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત!અને પછી કાર્યક્રમની શરૂઆત કરી. સમગ્ર દિવસ આજના ૪૦ ડિગ્રીમાં લૂ સહન કરીને પણ ભારતની પ્રગતિ માટે કામ કરતા મજૂરો માટે ખાસ મન અને શરીર ને ઠંડક આપતી સેવા એટલે ઠંડી ઠંડી છાસ વિતરણ સેવા યજ્ઞ આયોજિત કરાયો જેમાં વધુમાં સિટી બસ, ગાર્બેજ ગાડી, રિક્ષા ચાલકો સાથે શાકભાજી અને ફ્રૂટ ની લારી ગલ્લા વાળા, પાસેની દુકાનમાં કામ કરતા મજદૂર ભાઈ બહેનો તથા રેલવેના મુસાફિરો અને રાહદારીઓ તથા દરરોજ ટ્રેન માં આવતા જતા નોકરિયાત વર્ગ અને નાના બાળકો અને યુવા હોય કે પછી વડીલ બંધુ એવા દરેક વર્ગ ના માટે આજે ખાસ ઠંડી છાસ વિતરણ કરવામાં આવી. આજના કાર્યક્રમમાં રોટરી ક્લબના સદસ્યશ્રી રઝાક ભાઈ સૈયદ,સચિન આરસીસી પ્રમુખ પવન જૈન, સચિન આરસીસી સંસ્થાપક પ્રકાશ ભાવસાર, સેક્રેટરી સુરેશ પિછોલીયા, જો.સે. રમેશ શાહ, ખજાનચી મોહનલાલ સોની, ઓડિટર વિજય ટેલર, મહેશ પટેલ તથા જૈન સમાજ બંધુઓ અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.