૫૦૦ થી વધુ નાગરિકોના સ્વાસ્થ્યનું નિદાન કરાયું
સુરતઃસોમવારઃ EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ ૧૦૮ ઈમરજન્સી સેવા-સુરત દ્વારા વિશ્વ આરોગ્ય દિન સંદર્ભે સુરત શહેરમાં વિવિધ સ્થળો જેવા કે વૃદ્ધાશ્રમ, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, બગીચા, માર્કેટસમાં ૧૦૮ વાન સાથે બ્લડપ્રેશર, ડાયાબિટીસ તેમજ સ્વાસ્થ્યને લગતી અન્ય સમસ્યાઓનું નિદાન નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું. ૧૦૮-સુરતના તમામ કર્મચારીઓએ સ્વાસ્થ્ય કેમ્પમાં સેવા આપી હતી. જેમાં ૫૦૦ થી વધુ લોકોની સ્વાસ્થ્ય ચકાસણી કરાઈ હતી. આ સેવા કાર્યક્રમો સુરત જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લા કોર્ડીનેટર રોશન દેસાઈ, જ્યોતીન્દ્ર ચૌધરી, અજય કદમે કર્યું હતું