Home NAVSARI મોપેડમાં દારૂ ભરી ચીખલી થી સચીન લઇ જવાતા દારૂ સાથે બેની અટક

મોપેડમાં દારૂ ભરી ચીખલી થી સચીન લઇ જવાતા દારૂ સાથે બેની અટક

56
0

નવસારી ચીખલીથી મોપેડમાં દારૂ ભરી સચીન તરફ જનાર બે વાહન ચાલકોની પોલીસે અટક કરી હતી. મોપેડની ડીકી અને બેગમાંથી 278 બાટલીઓ કિ.રૂ.33 હજાર મળી આવતા તેમની વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સેવનની પ્રવૃત્તિ અટકાવવા માટે એસપી સુશીલ અગ્રવાલે એલસીબીના પીઆઇ દીપક કોરાટને સૂચના આપી હતી. પ્રોહિબિશનની હેરાફેરી અટકાવવા માટે એલસીબી સ્ટાફના પો.કો.ગોવિંદભાઇ રાજાભાઇ અને પો.કો. દિગ્વિજયસિંહ રવજીભાઇને મળેલી બાતમીના આધારે ભુલા ફળિયાથી ખસડુપા જતા રસ્તા પર વોચ ગોઠવી હતી.

બાતમી વાળી મોપેડ નં.જીજે-21-ડીએ ટીએ 8656 આવતા તેને અટકાવી તપાસ કરતા કુલ 278 વિદેશી દારૂની બાટલીઓ કિ.રૂ.33550 મળી આવતા ધર્મેશ પટેલ રહે. ઊંડાચ ગામ તા.ગણદેવી, અને કિરણ જીણા રાઠોડ રહે. હોંડ ગામ તા.ચીખલી,ની અટક કરી હતી. બંનેની પૂછપરછ કરતા વિદેશી દારૂ સચીનના કમુબેન નામના મહિલા બુટલેગરે મંગાવ્યો હતો.

આ દારૂ ચીખલીના હિતેશ ઇશ્વર પટેલ રહે. ચીમલા ઉગમણાં ફળિયા જિ.નવસારીએ ભરાવી આપ્યો હોવાની માહિતી આપી હતી. આ બાબતે એલ.સ.બીએ ચીખલી પોલીસમાં ફરિયાદ આપતા વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here