Home GUJARAT નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’...

નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો

42
0

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને નવા મતદાતા તરીકે નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરાયા.

સુરત:શુક્રવાર: યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના અણીતા ગામ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા વિદ્યાથીઓને જવાબદાર નાગરિક તરીકે મતદાનમાં ભાગ લઈ લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં યુવાઓને વિડીયો મારફતે ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયાથી અવગત કરી લોકશાહીમાં તેઓની મહત્વની ભૂમિકા વિષે સમજ આપી હતી. યુવા વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન અને મતદાન કાર્ડમાં સુધારણા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ ફરજિયાત મતદાન કરવાનું આહ્વાન કરાયું હતું.
આ પ્રસંગે ઓલપાડ મામલતદાર એલ.આર.ચૌધરી, નાયબ મામલતદાર ભુપેનભાઈ ચૌધરી અને રાજેશભાઈ દેવગણિયા, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિરેન દોશી ,નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક નેન્સીબેન, આકાશ રાઠોડ સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here